Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ભટ્ટ મણિશંકર રત્નજી,
સ્થાપત્ય -- એ એનાં લક્ષણા પછીથી ખંડકાવ્યનાં વરૂપવિધાયુક લક્ષણો બની ગયાં છે અને ‘વસંતવિજય', ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની' એ ત્રણ કાવ્યોમાં એમની સિદ્ધિ અઘપર્યંત અનુપમ રહી છે. આ viડકાવ્યોમાં પ્રણયની વૃદ્ધિની વેદના અને તે નિમિત્ત કઠોર વિધિશાનનું કરણ જીવનદર્શન વ્યકત થયેલું છે.
નવેકની સંખ્યામાં મળતાં એમનાં ખંડકાવ્યા કરતાં એમનાં ઊર્મિકાવ્યો જથમાં ઘણાં વધારે છે. એમાં પણ ‘ઉપહાર', 'ઉદ્ગાર', વત્સલનાં નયના', “સાગર અને શશી' જેવી ગહન ભાવભરી, મૂર્ત શૈલીની સ્થાપત્ય સુંદર રચનાઓ છે; પરંતુ ઘણાં ઊર્મિકાવ્યો કવિના અંગત જીવન સાથે સંકળાયેલા છે અને વિવિધ પ્રસંગોની એમની લાગણીઓનું વહન કરે છે. એમાં મિત્રોને અને સ્વજનને અનુલક્ષીને રચાયેલાં કાવ્યો છે, તેમ કેવળ પ્રાસંગિક કાવ્યો પણ છે. આ ઉમિકા સર્જકના સરચાઈભર્યા સંવેદન અને પારદર્શક અભિવ્યકિતથી આરવાદ્ય બન્યાં છે.
એમનાં ચાર નાટકો ‘સલીમશાહ અથવા અશ્રુમતી', 'રામઆત્મશાસન અથવા રોમન સ્વરાજયે', 'દુઃખી સંસાર’ અને ‘ગુરુ ગવિંદસિદ્ધ’ અનુક્રમે ૧૯૬૮થી ૧૯૧૪ દરમિયાન લખાયાં છે. એમાંથી ‘રામન સ્વરાજ’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' (બે નાટક) ૧૯૨૪ માં તથા ‘દુ:ખી સંસાર” ૧૯૧૫ માં પ્રસિદ્ધ થયેલાં છે. ‘ગુરુ ગોવિંદસિંહ’ સિવાય ત્રણે નાટકો ભજવાયેલાં; તેમાં મન સ્વરાજ’ દેશી નાટક સમાજ ફેરફાર સાથે ભજવેલું, જે કાન્તના નામ વિના ‘ાલિમ યુલિયા’ નામથી ૧૯૫૨માં પ્રસિદ્ધ થયેલું છે. આ નાટકો મહારાજા ભાવસિંહજીની ઇચ્છાથી અને તેમનાં સૂચના અનુસાર તેમ જ તત્કાલીન રંગભૂમિની અપેક્ષાઓને પણ નજરમાં રાખીને લખાયાં હતાં. ‘સલીમશાહ’ અને ‘દુ:ખી સંસારમાં તો, ખાસ કરીને એના પ્રહસન-શામાં, ડાહ્યાલાલ શિવરામ કવિનું સહકતૃત્વ છે. આમ, આ નાટકને કાન્તની સ્વતંત્ર સર્ગશકિતના પરિણ મરૂપે જોવામાં મુશ્કેલી છે. તેમ છતાં એમાં જમાનાની ખરી સમસ્યાઓને વ્યવહારુ રીતે સ્પર્શ કરવાને રોમનો પ્રયત્ન તથા એમનાં વ્યકિતત્વ અને વિચારોને પ્રભાવ જોઈ શકાય છે. ‘સલીમશાહમાં જાતિભેદ અને તજજન્ય વૈરની દીવાલને તેડવા મથતી પ્રતાપપુત્રી અશ્રુમતી અને સલીમશાહના પ્રેમની કરુણ-કોમલ કલ્પિત કથા વર્ણવાયેલી છે; તો 'ગુરુ ગોવિંદસિંહમાં પણ સ્વદેશીને સીમાડો છોડી સર્વદેશીપણા સુધી આંબવા જતી હિન્દુ-મુસ્લિમ ઐકયની ભાવના આલેખાઈ છે. ‘રોમન સ્વરાજ્યમાં બીજરૂપે રાજાશાહી વિરુદ્ધ પ્રજાશાસનને નવીન અને પ્રભાવશાળી વિચાર પડે છે. દુ:ખી સંસાર” આવા કશા નવીન વિચારના અનુપ્રવેશ વિનાનું એક સંસારચિત્ર માત્ર છે. સંસ્કૃતાઢય શિષ્ટ વાણીને સ્થાને વ્યવહારુ બોલચાલની વાભંગિઓને પ્રયોજવા મથતું આ નાટકોનું ગદ્ય પણ તત્કાલીન સાહિત્યિક નાટકોમાં કંઈક જુદી ભાત પાડે છે. વ્યકિતત્વચિત્રણ અને લાગણીવિચારના આલેખનમાં કાતને કેટલીક સફળતા મળી હોવા છતાં આ નાટકોમાં નાટય- વસ્તુનાં કલ્પનને ગ્રથનમાં ઘણી શિથિલતાો રહી ગઈ છે. દુ:ખી સંસાર’ અને ‘જાલિમ યુલિયામાં વ્યવસાયી રંગભૂમિને છાજતું અતિરંજકતાનું વાતાવરણ છે; પરંતુ અન્ય નાટકોમાં લોકભાગ્યતા
ના અંશે હોવા છતાં એકંદરે શિષ્ટ રુચિ અને સાહિત્યિકતાની આબોહવા પ્રવર્તે છે.
કાન્તના સંભવત: ૧૮૯૭ના અરસામાં લખાયેલા પાંચ સંવાદા ('કલાપી-કાન્તના સંવાદો', બી. આ. ૧૯૨૩) કાલ્પનિક કે ઐતિહાસિક પાત્રોનાં જીવનની માર્મિક પળનું અવલંબન લેતા હોવા છતાં એકંદરે વિચારચર્ચાના નિબંધે છે અને ધર્મ, કર્તવ્ય, ઈશ્વર વગેરે પરત્વેનાં કાન્તનાં લાક્ષણિક વિચારવલોણાની દૃષ્ટિએ વિશેષ નોંધપાત્ર છે. કાન્તની અધૂરી વાર્તા કુમાર અને ગૌરી’ (૧૯૧૮)માં પણ કાન્તનું કેટલુંક વિચારમંથન છે; જયારે બીજી વાર્તા ‘હીરામાણેકની એક માટી ખાણ' (બી. આ. ૧૯૧૨)માં હેતુલક્ષી બોધપ્રધાન જીવનવિશ્લેષણ છે. કિશોરવયમાં કાન્ત દલપતરામ વલ્લભદાસ પાઠકના સહકર્તુત્વથી લખેલી ખરી મહાબત અથવા ગુલબાસનું ફૂલ' (૧૮૮૨) બાણની વાનરૌલીને પ્રભાવ દર્શાવતી તથા વિવિધ છંદો-ઢાળાના વિનિયોગવાળી એક લાક્ષણિક પ્રમવાર્તા છે. ‘શિક્ષણના ઇતિહાસ' (૧૮૯૫) કાન્તની ઊંડો અભ્યાસશીલતા અને પર્ણોપકબુદ્ધિના ફળ સમે આકરગ્રંથ છે. જગતમાં જુદા જુદા દેશકાળમાં જે શૈક્ષણિક પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી, જે શૈક્ષણિક પ્રયોગ થયા, કેળવણીવિષયક જે વિચારો પ્રવર્યા તેની વિગતવાર માહિતી અને ચર્ચા રજૂ કરતા આ ગ્રંથમાં સ્વાભાવિક રીતે જ યુરોપીય પ્રજાને શિક્ષણઇતિહાસ કેન્દ્રમાં રહ્યો છે. મુખ્યત્વે
અંગ્રેજી ગ્રંથોના દોહનરૂપે રચાયેલા આ ગ્રંથના ગદ્યમાં કેટલીક કિલષ્ટતા અને કેટલુંક ભારેખમપણું રહી ગયેલાં છે, તે ઘણે સ્થાને નોંધપાત્ર પ્રાસાદિકતા અને વિશદતા સિદ્ધ કરી શકાય છે.
સિદ્ધાંતસારનું અવલોકન' (૧૯૨૦) કાન્તની એક વિશિષ્ટ ને વિરલ કૃતિ છે. “જ્ઞાનસુધા'માં ૧૮૯૧માં ક્રમશ: પ્રગટ થયેલી મણિલાલના ‘સિદ્ધાંતસાર'ની આ સમીક્ષા વેદાંતવિચારનું તીવ્ર ખંડન કરે છે અને કાન્તના લાક્ષણિક ધર્મવિચારને વ્યકત કરે છે; પણ એ વિશેષ ધ્યાનપાત્ર તે બને છે એનાં આકાર અને અભિવ્યકિતથી. કલ્પિત કાન્તના વિધવા કાન્તા પર લખાયેલા પત્રના રૂપમાં ચાલતી આ સમીક્ષા એ રસિક સંદર્ભમાં સરસ લાભ લે છે ઉપરાંત કાન્તનાં તર્કપાટવ, કટાક્ષકલા અને વિનોદવૃત્તિને પણ મનરમ અનુભવ કરાવે છે.
‘કલાપીનો કેકારવ' (૧૯૦૩) તથા કલાપીના અન્ય બે ગ્રંથો ‘મલા અને મુદ્રિકા' (૧૯૧૨) અને 'હમીરજી ગોહેલ' (૧૯૧૩)નાં પિતે પ્રગટ કરેલાં સંપાદનમાં મૂકેલી પ્રસ્તાવનાઓ, ગુજરાતી સાહિત્ય પરિષદના પહેલા અધિવેશન (૧૯૦૫)માં રજૂ કરેલો ‘આપણું નવીન કાવ્યસાહિત્ય’ નામને નિબંધ તથા કલાપી વિશેનાં વ્યાખ્યાનમાં કાન્તનું સાહિત્યવિવેચન સમાયેલું છે. એમાં એમની સૂક્ષ્મ કાવ્યરસજ્ઞતા, વિવેકવંત મૂલ્યદૃષ્ટિ અને સુઘડ ઉદ્ગારની શકિતને પરિચય થાય છે. ઊગે પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ' એમ કહીને કાન્ત જેટલી સરળતાથી ન્હાનાલાલનું પહેલવહેલું ઉમળકાભર્યું સ્વાગત કરે છે એટલી જ તટસ્થતાથી કલાપી અને ન્હાનાલાલ જેવા મિત્રની કવિતાની મર્યાદા પણ સૂચવી શકે છે. કાશ્મીરથી મોકલેલી અને પ્રસ્થાન’- જયેષ્ઠ ૧૯૮૩ (૧૯૨૭)માં
|
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૪૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org