Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ભટ્ટ હરિશંકર માધવજી – ભણકાર
પીએચ.ડી.ના માર્ગદર્શક. 'સંદેશ'ના પ્રત્યક્ષ પંચાંગના વર્ષો સુધી મુખ્ય સંપાદક. અમદાવાદની વેધશાળાના પુરસ્કર્તા તથા નિયામક,
‘એક જ દે ચિનગારી મહાનલ!” કાવ્યથી સુવિદિત થયેલા આ કવિએ પ્રભુશ્રદ્ધા, જીવન-આશા, રાષ્ટ્રભાવ ને ગાંધીચીંધી દલિતભકિત જેવા વિષયોને, ગેય ઢાળોમાં રચેલાં એકવીસ લઘુ-ઊર્મિકાવ્યોમાં નિરૂપતે સંગ્રહ ‘હૃદયરંગ' (૧૯૩૪) આપ્યો છે. એમાં ગાંધી-ગુણસંચયને પુરસ્કારતી ‘ભવ્ય ડોસા !', રાષ્ટ્રભકિતને ઉમેપ ધરાવતી “હમારો દેશ’ અને અંધશ્રદ્ધા પરત્વેને ઉપહાસ આલેખતી ‘ગામઠી ગીતા’ જેવી ધ્યાનાકર્ષક રચનાઓ સંગૃહીત છે.
ભટ્ટ હિમાંશુ દાદર (૫-૪-૧૯૪૧) : વિવેચક. જન્મસ્થળ જૂનાગઢ. વતન પોરબંદર. ૧૯૬૬ માં એમ.એ. ૧૯૭૨ માં “ગુજરાતી ભજનસાહિત્ય - મધ્યકાલીન અને અર્વાચીન' વિષય પર પીએચ.ડી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં ગુજરાતીના અધ્યાપક.
‘ધ તિદર્શન' (૧૯૮૧), “આત્મચેતનાનું મહિયર' (૧૯૮૧) ઇત્યાદિ એમના વિવેચનપુસ્તકો છે. એમણે કેટલુંક સંપાદનકાર્ય પણ કર્યું છે.
ભટ્ટ હરિશંકર માધવજી (૧૮૬૬,-) : નાટયલેખક. જન્મસ્થળ મોરબી, પ્રાથમિક શિક્ષણ ગામઠી શાળામાં, પણ પછીથી ગુજરાતીઅંગ્રેજી તથા કાવ્ય અને નાટકનું સ્વ-અધ્યયન. મોરબીની આર્યસુબોધ નાટક મંડળીના ભાગીદાર.
એમણે ‘ભકતરાજ અંબરીષ' (૧૯૦૭), 'કંસવધ' (૧૯૦૯) જેવાં નાટકો ઉપરાંત દોહરાબુદ્ધ કુબેરનાથ શતાવળી' (૧૯૨૧) અને ‘લખધીરયશ ઇન્દુપ્રકાશ” જેવી પદ્યકૃતિઓ આપી છે.
૨.૨.દ. ભટ્ટ હરિશ્ચન્દ્ર ભગવતીશંકર (૬-૧૨-૧૯૦૬, ૧૮-૫-૧૯૫૦) : કવિ. જન્મ ઓરપાડ (જિ. સુરત)માં. મુંબઈમાં મૅટ્રિક સુધીનું શિક્ષણ. સંસ્કૃત, વેદસાહિત્ય ઉપરાંત પોલિશ, જર્મન, અંગ્રેજી જેવી ભાષાઓને અભ્યાસ. કોઈ ખાનગી પેઢીમાં સેવાઓ આપતા. પછીથી પોલૅન્ડની રાજદૂત કચેરીમાં (પાલિશ કમ્મુલેટમાં) જોડાયેલા. નાલંદા પબ્લિકેશન્સ નામની સંસ્કાર અને સંસ્કૃતિલક્ષી પ્રકાશન-સંસ્થાની સ્થાપના. ૧૯૪૯થી પરમાણંદ કાપડિયાના તંત્રીપદે નીકળતા સામયિક “યુગધર્મીમાં જોડાયેલા. છેલ્લે એચ. ઈશ્વર એન્ડ કંપનીને પરદેશથી પુસ્તકો મંગાવી આપવાની કામગીરી.
રિલ્ક, બદલેર જેવા કવિઓને ઊંડો અભ્યાસ કરી એમના વિશેની વિગતે ગુજરાતીમાં પ્રસ્તુત કરનારા આ પ્રથમ કવિ છે. વિશ્વના સાહિત્યથી પૂરા પ્રભાવિત અને કલાવાદી આ કવિની કવિતાનાં ' ભાવ, ભાષા અને અભિવ્યકિત ધ્યાનાર્હ છે. 'સફરનું સખ્ય” (મુરલી ઠાકુર સાથે, ૧૯૪૦) એમને પ્રથમ કાવ્યસંગ્રહ છે; જયારે ‘કેસૂડો અને સોનેરું તથા કોજાગ્ર' (૧૯૪૧) એમને બીજો સંગ્રહ છે, જેમાં પિલિશકવિ વોઈચેહ બાંકનાં અઢાર કાવ્યોના ગુચ્છને પિલિશમાંથી કરેલે અનુવાદ સમાવિષ્ટ છે. ‘સ્વપ્નપ્રયાણ'(૧૯૫૯) ઉમાશંકર જોશી સંપાદિત એમને મરણોત્તર કાવ્યસંચય છે. કવિના પત્રો અને એમના ભાવના જગતને આલેખ આપતો ઉપદ્માત, સતી કવિતાના મૂળ પાઠ, કવિવિચારો અને અર્થસંદર્ભયુકત ટિપ્પણ આ સંપાદનની આગવી વિશિષ્ટતા છે. કવિની લગભગ તમામ રચનાઓ અહીં સમાવિષ્ટ થઈ જણાય છે. તેમાં એમની બહુશ્રુતતા, રચનાઓનું વિષયવૈવિધ્ય, ભારતીય અને વૈશ્વિક સંદર્ભો, છંદસૂઝ, લયનું નાજુક ને કલામય સંયોજન, બહોળા માનવસંસ્કૃતિ-વિસ્તારમાંથી યોજેલા સંદર્ભે તેમ જ વિષય અને અભિવ્યકિતની સચ્ચાઈ જાળવવા માટે અથાક કલાશ્રમ જોવાય છે. એક સૌંદર્યસાધક કવિ તરીકેનું તેમનું સ્થાને ગુજરાતી કવિતાના ઇતિહાસમાં સીમાસ્તંભરૂપ છે.
બ.જા. ભટ્ટ હરિહર પ્રાણશંકર (૧-૫-૧૮૯૫, ૧૦-૩-૧૯૭૮) : કવિ. જન્મ વેકરિયા (સૌરાષ્ટ્ર)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સાવરકંડલામાં. ઉચ્ચશિક્ષણ ભાવનગર અને મુંબઈમાં. બી.એ. થયા પછી અકોલા (મહારાષ્ટ્ર)ની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક. અસહકારની લડતમાં સત્યાગ્રહી તરીકે પકડાતાં અઢાર માસ કારાવાસ. જે. જે. વિધાભવન, અમદાવાદમાં જતિષશાસ્ત્રના અધ્યાપક તથા
ભટ્ટ હેમા : પંચાવન ભકિતપૂર્ણ કાવ્ય સંગ્રહ “યુવતારકને (૧૯૬૯) તથા સ્વામીનારાયણ ધર્મ વિશેનું સંપાદન અનુપમ (૧૯૭૧)નાં કર્તા.
ભડિયાદરા ગભરુભાઈ હામાભાઈ (૧૫-૬-૧૯૪૦) : કવિ. જન્મ અમદાવાદ જિલ્લાના ભડિયાદમાં. ૧૯૬૭માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી હિંદી-ગુજરાતી વિષય સાથે પારંગત. અત્યારે સમાજસેવા મહાવિદ્યાલય, ગાંધી વિદ્યાપીઠ, વેડછીમાં આચાર્ય. “પરિવેશ' (૧૯૮૬) એમને કાવ્યસંગ્રહ છે.
ર.ટા. ભણકાર (૧૯૧૮, બી. આ. ૧૯૪૨, ત્રી. આ. ૧૯૫૧) : બળવંતરાય ક. ઠાકોરને કાવ્યસંગ્રહ. એમણે ૧૯૪૧ સુધીની કવિતા ૧૯૪રની આવૃત્તિમાં તથા ૧૯૫૦ સુધીની લઘુ અને મધ્યમ કદની કૃતિઓ ૧૯૫૧ની આવૃત્તિમાં સમાવી લીધી છે. આ ત્રીજી આવૃત્તિ “કવિ અને કવિતા', ‘વતન’, ‘અંગત’, ‘પ્રેમને દિવસ’, ‘ખંડકાવ્યો', ‘બાઘાન’, ‘બાધક’ અને ‘વધારો’ એમ નવેસરથી સાત ગુચ્છમાં ગુંફિત છે. આ સંગ્રહનું પ્રથમ પ્રકાશન કાવ્યક્ષેત્રે ઐતિહાસિક બનાવ છે. પંડિતયુગ અને ગાંધીયુગની કડીરૂપ આ સંગ્રહમાં નરી ઊમિલતા, પિચટતા અને ભાવનાપ્રધાન અપદ્યાગદ્યની સામે અર્થપ્રધાન પરલક્ષી કવિતાની ‘દ્રિજોત્તમ જાતિ’નાં તેમ જ પ્રવાહી પદ્યનાં કલામય બુદ્ધિધન કાવ્ય-સર્જને છે. એમાં, બંધનું નાવીન્ય છે, પ્રયોગશીલ માનસ છે, કગ-શ્રુતિભંગ-યતિભંગ સાથેના વિલક્ષણ પદ્યપ્રયોગે છે, ગુલબંકી-પરંપરિત-ત્રાટકઝૂલણાનું નવી રીતે પંકિતા-સમાયોજન છે, “પૃથ્વીતિલક' જેવો પૃથ્વીને નવતર પ્રયોગ છે, શબ્દસૌંદર્યને ગૌણ કરી અર્થાનુસારી
૪૨૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org