Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
બુચ
સ્ના હસિતકાન્ત - “ચ હસિત હરિરાય
બૂચ પુરાતન જન્મશંકર (૨-૧૦-૧૯૦૭) : ચરિત્રલેખક. જન્મ જૂનાગઢમાં. ગાંધીજી સાથે વીસેક વર્ષ સમાજસેવાનું કાર્ય.
એમની પાસેથી મુખ્યત્વે પ્રસંગોનાં સંસ્મરણોને આલેખતાં અને ચરિત્રલક્ષી પુસ્તકો ‘ગાંધીજીના સાંનિધ્યમાં' (૧૯૪૪), ‘બાપુની છત્રછાયામાં' (૧૯૪૫), ‘આપણા જવાહર’ (૧૯૪૭), ‘ભગવાનનાં છોરૂ' (૧૯૫૮) વગેરે મળ્યાં છે.
કાર્ય. ૧૯૨૧ થી ૧૯૨૫ રસુધી રાષ્ટ્રીય મહાવિદ્યાલય, મુંબઈમાં ભાષાસાહિત્યના અધ્યાપક. ૧૯૩૮ માં નિવૃત્ત.
‘લલિતનાં કાવ્યો' (૧૯૧૨), ‘વડોદરાને વડલે' (૧૯૧૪) અને ‘લલિતનાં બીજા કાવ્યો' (૧૯૩૪) એમના કાવ્યસંગ્રહો છે. ‘લલિતને રણકાર' (૧૯૫૧) નામના મરણોત્તર પ્રકાશિત કાવ્યગ્રંથમાં એમની સમગ્ર કવિતા સંચિત થયેલી છે.
નારીહૃદય, દામ્પત્યજીવન, પ્રણય અને સવદેશભકિત એ એમની કવિતાના મુખ્ય વિષય છે. ગૃહજીવનના ભાવોને નિરૂપતી એમની ઊર્મિકવિતામાં એમના છંદ પરત્વેના કૌશલને પરિચય મળે છે. પ્રકૃતિચિત્રો અને રસળતી કાવ્યબાની એ પણ એમની કવિ તરીકેની વિશિષ્ટતા છે. ખંડકાવ્ય જેવી ત્રણેક રચનાઓ તથા વ્યકિત-ચરિત્રાત્મક કાવ્યો ઉપરાંત બાળગીતે પણ એમની પાસેથી સાંપડયાં છે.
“ીતા વનવાસ'(૧૯૦૩ ૧૯૦૪) એ ‘ઉત્તરરામચરિત’નું અનુસરણ કરતું પણ પોતાની રીતે ગૃહજીવનના પ્રાંગાને ઉપસાવનું એમનું નાટક છે, જે તત્કાલીન ઇનામામાં ખબ જાણીતું થયેલું.
બૂચ વેણીભાઈ છગનલાલ : બાળવાર્તાનું પુસ્તક ‘ટારઝન જાડી'ના
ક
.
બૂચ જયાસ્ના હસિતકા (૩૦-૧૧-૧૯૨૪): ચરિત્રકાર, વાર્તાકાર. જન્મ ૫ટણમાં. બી.એ. સુધીનો અભ્યાસ.
એમની પાસેથી હરિરાય બુચના જીવનને પરિચય કરાવતું ચરિત્ર, લક્ષી પુસ્તક 'હરિકિરણ (હસિત બૂચ સાથે, ૧૯૬૩), નવલિકાસંગ્રહ ‘કણકણમાં અજવાળાં' (૧૯૭૯) અને નિબંધસંગ્રહ ‘પરિષ' (૧૯૬૪) તથા ‘વાનગીનાં અમી' (૧૯૮૩) મળ્યાં છે.
નિ.. બૂચ નટવરલાલ પ્રભુલાલ (૨૧-૧૦-૧૯૮૬) : હાસ્યલેખક. જન્મ પોરબંદરમાં. ૧૯૨૩માં મૅટ્રિક. ૧૯૨૭માં ફર્ગન કોલેજ, પૂનાથી સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૨૯માં સંસ્કૃત મુખ્ય વિષયમાં એમ.એ. ૧૯૩૦થી ૧૯૩૯ સુધી દક્ષિણામૂર્તિ વિનયમંદિર, ભાવનગરમાં અંગ્રેજીના શિક્ષક. ૧૯૩૯થી ૧૯૪૮ સુધી ઘરશાળા હાઈસ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક. ૧૯૪૮ થી ૧૯૫૮ સુધી ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં ઉપનિયામક. ૧૯૫૮ થી ૧૯૬૮ સુધી લોકસેવા મહાવિદ્યાલય ‘લોકભારતી’, સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક. ૧૯૮૧ થી નિવૃત્ત.
રામરોટી' (૧૯૩૯), બનાવટી ફૂલે' (૧૯૫૩), ‘રામરોટી'ત્રીજી (૧૯૬૮) અને છેલવેલું' (૧૯૮૨) એમનાં વિવિધ વિષયો પરનાં હળવાં લખાણોના સંગ્રહો છે. એમના નર્મ-મર્મમાં શિક્ષકજીવનના પરિપ્રેક્ષ્યનું પ્રાધાન્ય છે. ‘કાગળનાં કેસૂડાં' (૧૯૮૬) એમને હળવી પદ્યરચનાઓને સંચય છે. ‘હળવાં ફૂલ' (૧૯૮૪) માં હાસ્યનાટકો સંગૃહીત છે. એમણે ‘ઉદેપુર મેવાડ' (૧૯૩૭) પ્રવાસવર્ણન અને ‘ગ્રામદક્ષિણામૂર્તિ અને લેકભારતી' (૧૯૭૬) પરિચયપુસ્તિકા આપ્યાં છે. આ ઉપરાંત એમણે ગાંધીજીને જીવનસંદેશ’ (૧૯૬૩), 'ઈશુને પગલે' (૧૯૬૭), ડેવિડ કોપરફીલ્ડ (૧૯૭૦) વગેરે પંદર જેટલાં અનુવાદ-પુસ્તકો પણ આપ્યાં છે.
ચંટો.
નિ.વા. બૂચ સનાતન : કચ-દેવયાનીના પ્રણયપસંગને અનુલક્ષીને કર્તવ્ય
અને પ્રણય વચ્ચેના સંઘર્ષને આલેખતું નાટક ‘સંજીવન' (૧૯૩૫) - ના કર્તા.
(ન.યા. બૂચ સવિતાલક્ષમી હરિરાય : ગીત-ગરબાઓના સંગ્રહ ‘ગઢ ગરનારી' (૧૯૬૦)નાં કતાં.
.િવા. બૂચ હરિરાય ભગવંતરાય (૨૨-૮-૧૯૮૧, ૧-૯-૧૯૧૨) : વિવેચક,
ચરિત્રલેખક. જન્મ જૂનાગઢમાં. ૧૯૦૯ થી વડોદરાના ‘સયાજીવિજ્ય’ સામયિકના ઉપતંત્રી.
એમની પાસેથી હારમાળા અને તેનો લેખક' (૧૯૧૨), બાળા - પયોગી કૃતિ “ચકવર્તી અશોક' (૧૯૨૧), અનૂદિત નવલકથા ‘કમલાકુમારી અથવા પૂર્વપશ્ચિમને હસ્તમિલાપ'(૧૯૧૨) તથા પ્રકીર્ણ કૃતિ “પાર્લામેન્ટ અથવા બ્રિટીશ રાજ્યસભા મળ્યાં છે.
નિ.વા. બૂચ હસિત હરિરાય(૨૬-૬-૧૯૨૧, ૧૮-૫-૧૯૮૯): કવિ, વિવેચક, નવલકથાકાર, વાર્તાકાર, નાટયકાર, ચરિત્રકાર. જન્મ જૂનાગઢમાં. પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ વડોદરામાં. ૧૯૪૨ માં ગુજરાતી (મુખ્ય), સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૪૪માં એમ.એ. ૧૯૪૬ થી ૧૯૭૧ સુધી ગુજરાતની વિવિધ સરકારી કોલેજોમાં અધ્યાપક તથા રાજકોટની કોલેજમાં આચાર્ય. ૧૯૭૧થી ૧૯૮૦ સુધી ગાંધીનગરમાં ગુજરાત રાજયના ભાષાનિયામક, હૃદયરોગના હુમલાથી વડોદરામાં અવસાન.
એમણે મુખ્યત્વે કવિ અને વિવેચક તરીકે પ્રદાન કર્યું છે. એમનું પ્રથમ પ્રકાશન ‘બ્રહ્મઅતિથિ' (૧૯૪૭) ન્હાનાલાલ વિશેનું અંજલિકાવ્ય છે. એમને પ્રથમ કાવ્યસંગ્રહ'રૂપનાં અમી' (૧૯૫૪) છે; પછીના સંગ્રહો છે: “સાન્નિધ્ય' (૧૯૬૧), ‘નિરંતર' (૧૯૭૩), ‘તન્મય' (૧૯૭૬) અને “અંતર્ગત' (૧૯૭૯). એમના સૂરમંગલ’ (૧૯૫૮)માં ગેય અને અભિનેય રૂપકો, ‘ગાંધીધ્વનિ' (૧૯૬૯)માં ગાંધીજી વિશેનાં કાવ્યો અને ‘આગિયા ઝબૂકિયા (૧૯૬૩) તથા ‘એનઘેન દીવાઘેન' (૧૯૮૧)માં બાલગીત સંગ્રહાયાં છે. એમણે અંગ્રેજી અને હિન્દી ભાષામાં પણ કવિતા રચી છે, જે અનુક્રમે ‘વિન્ડો' (૧૯૮૧) અને 'ઇષત્ '(૧૯૮૪)માં ગ્રંથસ્થ થયેલી છે.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૩૯૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org