Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
દવે યંતીલાલ દેવશંકર- દવે જુગતરામ ચીમનલાલ
સિનિયર પી.ટી.સી. ૧૯૪૯માં હિન્દી શિક્ષક સદ. ૧૯૨૮ થી ૧૯૫૦ સુધી સૌરાષ્ટ્ર અને અમદાવાદની શાળાઓમાં પ્રાથમિક શિક્ષક. ૧૯૫૧ થી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદમાં અને એ પછી ભકત વલ્લભ ધોળા વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય. ૧૯૭૬ થી ૧૯૮૧ સુધી ભકત વલ્લભ ધોળા વિદ્યાવિહારમાં નિયામક.
એમની પાસેથી ‘નૂતન નિબંધ અને પત્રલેખન' (૧૯૪૧), નાટયકૃતિ 'જતિ ૧૯૫૦), બાળગીતસંગ્રહ ‘મેહુલિયો' (૧૯૫૫), નૃત્યનાટિકા ‘વિશ્વવિભૂતિ' (૧૯૬૯) અને ગઝલ સંગ્રહ ‘મલયાનિલ' (૧૯૮૫) તથા પ્રેરણાનાં પુષ્પો' (૧૯૮૯). મળ્યાં છે. કાવ્યસંગ્રહ ‘સંજીવની' (૧૯૬૪), વાર્તાસંગ્રહ ‘અમીઝરણાં' (૧૯૬૪), લેખસંગ્રહ “માનસનાં મોતી' (૧૯૬૪) તથા ‘પાયાના પથ્થર’ (૧૯૬૪) તેમ જ “સ્ત્રીબોધ ગરબા અંક’ એમનાં સંપાદિત પુસ્તકો છે.
નિ.વ. દવે જયંતીલાલ દેવશંકર, ‘રમિન' (૧૫-૮-૧૯૪૩): નવલકથાકાર. જન્મ મુલથાણિયા (જિ. મહેસાણા)માં. ૧૯૭૧માં વિસનગર કૉલેજમાંથી એમ.એ. ૧૯૭ર માં બી.ઍડ. મહેસાણામાં શિક્ષક.
નાટક ‘સુહાગ સિંદૂર' (૧૯૮૦) અને લઘુનવલ ‘વાલમ વરસ્યા મેઘ' (૧૯૮૨) એમના નામે છે.
નિ.વો. દવે જયંતીલાલ સેમનાથ, ‘માણીગર’ (૧૫-૮-૧૯૩૨) : કવિ, લેકસાહિત્યના સંચયકર્તા. જન્મસ્થળ સરધાર. ૧૯૧૯માં લેકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરામાંથી કૃષિ-રનાતક. ૧૯૬૮માં સી. એન. વિદ્યાલય, અમદાવાદમાંથી જી.બી.ટી.સી. શ્રીમતી માણેકબા સ્ત્રી અધ્યાપન મંદિર, અડાલજમાં અધ્યાપક.
ડાંગરને દરિયો' (૧૯૮૨) એમના કાવ્યસંગ્રહ છે. એમણે વીસેક લોકવાર્તાઓ સંપાદિત કરીને જુદાં જુદાં સામયિકોમાં પ્રકાશિત કરી છે.
‘હવે એ દિવસ આવે !' (૧૯૮૧) એમના કાવ્યસંગ્રહ છે. કવિતાનું શિક્ષણ' (૧૯૮૨), ‘સર્જનશીલતા અને તેને શૈક્ષણિક ફલિતાર્થ (૧૯૭૬) જેવાં પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
મેડ.૫. દવે જિતેન્દ્ર અમૃતલાલ (૧-૮-૧૯૨૨) : નિબંધકાર, વિવેચક. જન્મ મહેસાણા જિલ્લાના વાલમમાં. ૧૯૪૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૪૫માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૪૭થી ૧૯૭૦ સુધી વિસનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ વગેરે સ્થળોએ અધ્યાપક. ૧૯૭૦ થી ૧૯૮૨ સુધી વિસનગરમાં આચાર્ય.
એમણે ‘આસ્વાદ' (૧૯૫૭) અને “નીરક્ષીર” (૧૯૭૯) જવા વિવેચનસંગ્રહો આપ્યા છે. આ ઉપરાંત એમણે 'પ્રેમપચીસી' (૧૯૭૨)નું સંપાદન કર્યું છે અને સાહિત્યનું ઘડતર' (૧૯૫૫) અનુવાદ આપ્યો છે. વિસનગરની કલા' (૧૯૫૦)માં નગરઇતિહાસનું આલેખન છે.
હત્રિ. દવે જીવણરામ લક્ષ્મીરામ, ‘જટિલ' (-, ૧૯૮૧): કવિ, વિવેચક. વતન મહુવે. મુખ્યત્વે ભાવનગરની શાળાઓમાં શિક્ષક. કલાપીના સાહિત્ય દરબારમાંના એક. થોડો વખત લાઠીમાં કલાપીના અંગત મંત્રી. કલાપીને હમીરજી ગોહેલ' કાવ્યનું માળખું એમણે તૈયાર કરી આપ્યું હતું એવી વિદ્વાનોની માન્યતા. હ. હ. ધ્રુવના અવસાન પછી “ચન્દ્ર' માસિકનું તંત્રીપદ.
‘જટિલપ્રાણપદબંધ' (૧૮૯૪૪)માં સંગૃહીત ગીત, ગઝલ ને છંદબદ્ધ કાવ્યને મુખ્ય ભાવ પ્રણયને છે. એમનું અથરથ રહેલું સર્જન વિવેચન ‘સુદર્શન’ અને ‘ચન્દ્ર” માસિકોમાં પ્રગટ થયેલું છે. તેમાં મુખ્ય સુહમિત્રને વિરહ અને સંબંધિની કથા’ નામનું, હરિ હર્ષદ ધ્રુવને વિષય બનાવીને રચાયેલું, મિત્રપ્રેમનું વિરહદર્દનું દીર્ઘકાવ્ય છે, ‘ભામિનીવિલાસ’ અને કેટલાંક અંગ્રેજી કાવ્યોના અનુવાદ છે તથા કલાપી, હ. હ. ધ્રુવ અને ત્રિભુવન પ્રેમશંકરનાં કાવ્યોનું વિવરણ છે.
૪.ગા. દવે જુગતરામ ચીમનલાલ (૧-૯-૧૮૮૮, ૧૪-૩-૧૯૮૫) : કવિ, લોકનાટર્યકાર. જન્મસ્થળ લખતર (જિ. સુરેન્દ્રનગર). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મુંબઈ, વઢવાણ અને ધ્રાંગધ્રામાં. મૅટ્રિક અનુત્તીર્ણ. ૧૯૧૭માં મુંબઈમાં “વીસમી સદીમાં નોકરી. એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા કરી, પછી સ્વામી આનંદ અને કાકાસાહેબના સંસર્ગથી સાબરમતી આશ્રમમાં શિક્ષણકાર્યમાં જોડાયા. વચ્ચે ૧૯૧૯-૧૯૨૩ દરમિયાન ‘નવજીવન’ સાપ્તાહિકની જવાબદારી સંભાળી. ૧૯૨૩થી ૧૯૨૭ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ૧૯૨૮થી પછીનું આખું જીવન વેડછી (જિ. સુરત) આશ્રમમાં ગ્રામસેવા ને આશ્રમી કેળવણીમાં ગાયું. વિભિન્ન સત્યાગ્રહોમાં કુલ નવ વર્ષ જેલવાસ ભોગવ્યો. ૧૯૭૧ થી ૧૯૭૮ સુધી વટવૃક્ષ' માસિકનું સંપાદન કર્યું. વેડછીમાં અવસાન.
એમનું કાવ્યસર્જન પ્રાસંગિક પણ ઊંચી ગુણવત્તાવાળું છે. એમનાં મૌલિક કે પ્રેરિત-અનુવાદિત ગીતામાં માધુર્ય, ગેયતા અને લોકવાણીની સરળતાનું સૌદર્ય છે. એમનાં ભકિતગીતામાં
દવે યાનન્દ લક્ષ્મીશંકર (૨૫-૧૦-૧૯૧૭) : કવિ. જન્મ સુરેન્દ્ર
નગર જિલ્લાના ધ્રાંગધ્રામાં. ૧૯૩૪માં મૅટ્રિક. ૧૯૩૮ માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૪૦માં સંસ્કૃત-ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૩૮ થી ૧૯૪૭ સુધી કરાંચીમાં શિક્ષક. ૧૯૪૭ થી ૧૯૬૦ સુધી કરાંચી અને મુંબઈમાં વ્યાખ્યાતા. ૧૯૬૦થી ૧૯૭૫ સુધી મોરબીની કોલેજમાં પહેલાં ઉપાચાર્ય અને પછી આચાર્ય. ૧૯૭૫ -થી શેઠ દેવકરણ મૂળજી જૈન બોર્ડિંગ,રાજકોટના સુપરિન્ટેન્ડન્ટ.
એમણે ‘સંસ્કૃત ભાષા પરિચય'-ભા. ૧-૨ (૧૯૧૬) પુસ્તક લખ્યું છે. આ ઉપરાંત એમણે ‘મનોગતા' (૧૯૮૮) કાવ્યસંગ્રહ આપ્યો છે.
હત્રિ. દવે જયેન્દ્ર કાકુભાઈ, ‘યયાતિ' (૩૦-૬-૧૯૪૦): કવિ. જન્મ
મોરબીમાં. એમ.એ., પીએચ.ડી. ૧૯૭૨ થી સ. ૫. યુનિવર્સિટીના શિક્ષણ વિભાગમાં અધ્યાપક.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૨૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org