Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
નાયક નારણદાસ મોતીરામ- નાયક મગનલાલ ઝીણાભાઈ
‘બલિદાન' જેવા નવલિકાસંગ્રહો તેમ જ નફા મોરચે' (૧૯૬૩), ‘મુદિતા બાલારામ” જેવા નાટકસંગ્રહો આપ્યાં છે.
રા.ના. નાયક નારણદાસ મોતીરામ : નાટ્યકૃતિઓ “કોણ સરસ?” (૧૯૨૬) અને ‘કોની ભૂલ?' (૧૯૨૬) ના કર્તા.
નિ.વા. નાયક પન્ના ધીરજલાલ (૨૮-૧૨-૧૯૩૩) : કવિ. જન્મસ્થળ
મુંબઈ. વતન સુરત. ૧૯૫૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૫૬ માં એમ.એ. ૧૯૬૨માં અમેરિકાના ફિલાડેલ્ફીઆની ક્ષલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.એલ.એસ.ની લાયબ્રેરી સાયન્સની ડિગ્રી અને ૧૯૭૨ માં ફિલાડેલ્ફીઆની પેન્સિલવેનીઆ યુનિવર્સિટીમાંથી એમ.એસ. અત્યારે પેન્સિલવેનીઆ યુનિવર્સિટીની વેન પેલ્ટ લાયબ્રેરીમાં દક્ષિણ એશિયાનાં ગ્રંથસૂચિકાર તરીકે કામગીરી,
‘પ્રવેશ' (૧૯૭૫), ‘ફિલાડેલ્ફીઆ' (૧૯૮૦) અને ‘નિસ્બતે’ (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહો છે. પરદેશમાં આધુનિક નગરસંસ્કૃતિ અને તેની સગવડો વચ્ચે જીવતી એક સ્ત્રીના મનોગતને પ્રગટ કરતી આ કવિતા છે. કોઈ સંઘર્ષ, વિસ્મય કે તાણ વગરના, ભૌતિક સુખસગવડથી ભરેલા એકવિધ જીવનમાં અનુભવાતાં રસુસ્તી ને કંટાળે, એ વચ્ચે મૃતપ્રાય: બનતી ચેતના ને તેમાંથી જન્મતા વિષાદ - એ આ કાવ્યોના કેન્દ્રવર્તી ભાવ છે. આ ભાવથી બંધાયેલી કવિની દૃષ્ટિ પોતાના દાંપત્યજીવનમાં, પોતાની આસપાસના જીવનમાં એકલતાને, પરાયાપણાને, ઉષ્માવિહીનતાનો
અનુભવ કરે છે. એ ઝંખે છે વતનને અને સ્નેહસભર જીવનને. રાળ તોપણ ભાવક્ષમ ભાષા આ કવિતાની લાક્ષણિકતા છે.
જ.ગા. નાયક પ્રભાશંકર અંબારામ : ‘કુમુદસુંદરી નાટકનાં ગાયને (૧૯૦૩)ના કર્તા.
નિ.વા. નાયક પ્રાણસુખલાલ માનચંદ : કાવ્યસંગ્રહ 'તવંતરંગિણી'
(૧૯૪૩) અને જૈન ધર્મનાં સાંપ્રદાયિક સ્તુતિ-ગીતોનું સંપાદન ‘પ્રાણપ્રેમપુષ્પમાળા' (૧૯૨૭)ના કર્તા.
નિ.. નાયક બળવંત ગાંડાભાઈ, ‘બિલ નાઈટ' (૧૫-૧૨-૧૯૨૦): નવલકથાકાર, કવિ, સંપાદક. જન્મ વાપી (જિ. સુરત)માં. ૧૯૪૯માં ગુજરાતી મુખ્ય વિષય સાથે બી.એ. ૧૯૫૧માં એમ.એ. ૧૯૫૩થી ૧૯૭૨ સુધી યુગાન્ડા સરકારના કેળવણીખાતા દ્વારા સનદી શિક્ષક અને આચાર્ય. ૧૯૭૨ થી લાંડનમાં શિક્ષણાધિકારી. ઈન્ટરનેશનલ ઍકેડેમી ઑવ પાયેટ્સ તરફથી અંગ્રેજી-ગુજરાતી ભાષાસાહિત્યની સેવાની કદરમાં ૧૯૮૧માં ફેલેશિપ. બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમીના મુખપત્ર “અસ્મિતા'ના સંપાદક.
એમના વાર્તાસંગ્રહ ‘સફરનાં સાથી' (૧૯૬૨)ની વાર્તાઓમાં ગુજરાત અને આફ્રિકાના સમાજજીવનનું વાસ્તવલક્ષી નિરૂપણ
થયું છે. પંદરમી સદીની પશ્ચાદભૂમિકામાં, આફ્રિકાની ધરતી ઉપર ગુલામીની અમાનુષી પ્રથા નાબૂદ કરવા એક આરબ વીરનરે ખેડેલાં સાહસો અને આપેલાં બલિદાનની ગાથા રજૂ કરતી “મૂંગા પડછાયા' (૧૯૬૦), રંગભેદના વાતાવરણમાં વેડફાતા. જીવનની કથા નિરૂપતી ‘વેડફાતાં જીવતર' (૧૯૬૩) વગેરે એમની નવલકથાઓ છે. “નિર્ઝરો' (૧૯૮૪) માં લંડનમાં સ્થાયી થયેલા કવિનો માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ, પશ્ચિમની સંસ્કૃતિનું આકર્ષણ, ચિંતન તથા પ્રકૃતિ જેવા વિષય નિરૂપતાં કાવ્યો છે. ‘પેટલ્સ ઍવ રોઝિઝ (૧૯૮૨) એમની અંગ્રેજી રચનાઓને સંગ્રહ છે. ‘આફ્રિકાની શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૬૨), ‘આફ્રિકાની લોકકથાઓ' (૧૯૬૨), યુગાન્ડાની લકથાઓ' (૧૯૬૩) ‘
વિની શ્રેષ્ઠ સાહસકથાઓ' (૧૯૬૭), વગેરે એમનાં સંપાદન છે.
નિ.વા. નાયક બાપુલાલ ભભલદાસ (૨૫-૩-૧૮૭૯, ૪-૧૨-૧૯૪૭) : નાટયલેખક અને અભિનેતા. જન્મ ગેરિતા (તા. વિસનગર)માં. મૂળ વતન ઊંઢાઈ (જિ. મહેસાણા). જન્મનામનારાયણ. અભ્યારા ગુજરાતી ધોરણ પાંચ સુધી. વારસાગત લોકનાથ ભવાઈની કલા અને સંગીતની જાણકારી. અગિયારમા વર્ષે બાળનટ તરીકે ‘હરિશ્ચંદ્રમાં ‘યંતની સફળ ભૂમિકા. એ પછી ક્રમશ: મહત્ત્વની
ભૂમિકાઓમાં સફળતા. મુંબઈ ગુજરાતી નાટક મંડળીનું પચીસથી વધુ વર્ષ સંચાલન. ‘કાન્તા', ‘રાઈને પર્વત’ જેવાં શિષ્ટ નાટકોના સફળ પ્રયોગ. ઊંઢાઈમાં અવસાન.
એમણે ‘ચંદ્રભાગા’, ‘નવલશા હીરજી', 'સૌભાગ્યની સિંહ', ‘આનંદલહરી' વગેરે નાટકો લખ્યાં છે.
પૂ.મ. નાયક ભાનુકુમાર ચુનીલાલ, ‘ભવ્ય', ‘વિનાયક’ (૯-૮-૧૯૨૭, ૨૦-૧૧-૧૯૮૮): નવલકથાકાર, નિબંધકાર. જન્મ પાનસર (જિ. મહેસાણા)માં. ૧૯૭૯માં મૈસૂર યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્રના વિષયમાં એમ.એ. ૧૯૮૫માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૪૬ થી ૧૯૬૧ સુધી ‘મુંબઈ સમાચારમાં ઉપતંત્રી. ૧૯૬૨ થી ૧૯૮૧ સુધી ‘જનશકિત'ના સહતંત્રી. કોંગ્રેસપત્રિકા'ના સંપાદક. મુંબઈમાં અવસાન.
સામાજિક નવલકથા ‘ઋણવિમેચન' (૧૯૭૫), પ્રૌઢશિક્ષણવિષયક સોનેરી વાતો' (૧૯૬૪) અને પરિચયપુસ્તિકા ભવાઈ' (૧૯૬૭) એમના નામે છે. આ ઉપરાંત એમણે અંગ્રેજી, હિંદી તેમ જ મરાઠી કૃતિઓના કેટલાક ગુજરાતી અનુવાદ કર્યા છે.
ક... નાયક મગનલાલ ઝીણાભાઈ : “મેડમ કયૂરી' (૧૯૫૯), ‘રોનાલ્ડ રોસ' (૧૯૫૯), ‘
માલ' (૧૯૬૧), 'કોલંબસ' (૧૯૬૧) વગેરે મહાન વૈજ્ઞાનિકો અને યાત્રિકોનાં જીવનચરિત્રોની ગ્રંથમાળા, ‘દેશવિદેશના લોકો' નામે બાળપુસ્તકમાળા તેમ જ ઐતિહાસિક પુસ્તક ‘ભારતની કહાણી'(૧૯૪૯)ના કર્તા.
નિ.વા.
૨૮૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org