Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પાઠક વાસુદેવ વિષ્ણુપ્રસાદ –- પાઠક હરિકૃષ્ણ રામચન્દ્ર
મેળવી લે છે.
આરાર્જક માત્ર સાહિત્યના નહીં, પણ વિશાળ જીવનના ઉપાસક છે. એમના વિવેચનસંગ્રહોમાં કલા અને સરકારની વિવિધ પ્રવૃત્તિઓ વિશેનાં એમનાં વિચારસંક્રમણા થયેલાં છે, પરંતુ ‘મનેવિહાર' (૧૯૫૬) એમની તેજસ્વી વિચારકતાને ગાઢ પરિચય કરાવે છે. મનોવિહારમાં અનેક વિષયો પરત્વેને એમને ગંભીર વિચારવિમર્શ રજૂ થયેલ છે. તે ઉપરાંત એમાં વ્યકિતચિત્ર, સ્થળવર્ણન વગેરે પ્રકારની રચનાઓ પણ મળે છે.
પ્રમાણશાસ્ત્રના અધ્યાપક તરીકે તૈયાર કરેલી પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા' (૧૯૨૨), નાગારધર્મનું નિરૂપણ કરતી નિત્ય આચાર(૧૯૪૫)
અને યુરોપીય વાર્તાઓનો અનુવાદ ‘રચુંબન અને બીજી વાતે (નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૪; બી. ઓ. : ‘વામા’ નામે) એ એમના અન્ય ઉલ્લેખનીય ગ્રંથે છે. આ સિવાય “કાવ્યશાસ્ત્ર' અને ‘આનંદમીમાંસા' પરની લેખમાળા જેવી એમણે આપેલી કેટલીક ઉપયોગી સામગ્રી ગ્રંથસ્થ થવી બાકી છે.
પાઠક વાસુદેવ વિષ્ણુપ્રસાદ, ‘વાગર્થ (૧૫-૩-૧૯૪૦) : વિવેચક,
અનુવાદક. જન્મ અમદાવાદમાં. એમ.એ. સંસ્કૃતમાં ‘સાહિત્યાચાર્ય અને શિક્ષાશાસ્ત્રી'. બી. ડી. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક.
એમની પાસેથી સમીક્ષાત્મક પુસ્તકો ‘પદાર્થ પુરુષ' (૧૯૭૫), ‘શ્રી રામરક્ષરત્ર' (૧૯૭૬), “માનસપ્રદીપ' (૧૯૮૦) અને ‘ભકિતસાર' (૧૯૮૦) મળ્યાં છે. ‘નવરાત્રિજયોતશતાબ્દિગ્રંથ’ (૧૯૭૮), 'મંગલમ્ '(૧૯૮૩), ‘મેઘદૂતમ્' (૧૯૮૩), ‘કપનિષદ' (૧૯૮૩), ‘કઠોપનિષદ' (૧૯૮૩) અને ‘રાબધ’ (૧૯૮૭) એમના અનુવાદો છે.
નિ.વા. પાઠક વિશ્વનાથ સદારામ (૧૮૫૫, ૧૯૨૩) : વાર્તાકાર, અનુવાદક. જન્મ ધોળકા તાલુકાના ભોળાદ ગામમાં. પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં. રાજકોટ ટ્રેનિગ કોલેજમાં બે વર્ષ અભ્યાસ. રાજકોટ તાલુકાશાળામાં તથા ખંભાળિયા, ગેડલ વગેરે સ્થળે શિક્ષક. ૧૯૦૭માં ભાવનગરમાં દક્ષિણામૂર્તિ ભવનની સ્થાપના. ૧૯૦૮ માં પોરબંદર રાજયના ડેપ્યુટી ઍજ્યુકેશનલ ઇન્સ્પેકટર, ૧૯૧૩માં નિવૃત્ત.
એમની પાસેથી ‘કઠોપનિષદ'ની ગુજરાતી આખ્યાયિકારૂપ કૃતિ ‘નચિકેતા કુસુમગુચ્છ' (૧૯૦૮) મળી છે. આ ઉપરાંત એમણે સંસ્કૃત ‘પંચદશી' (૧૮૯૫) અને “મહિમ્નસ્તોત્ર' (૧૯૦૮)ના અનુવાદ તથા શાંકરભાષ્ય અનુસાર ‘ભગવદ્ગીતા' (૧૯૦૯)નો સટીક અનુવાદ આપ્યા છે.
નિ.વે. પાઠક શશિકાંત લાલજી : નવલિકાસંગ્રહ “મમતા અને માયા” (૧૯૬૪)ના કર્તા.
નિ.વો. પાઠક શંકરલાલ ચુનીલાલ, ‘ભવભૂતિ' (૧૬-૭-૧૯૧૫): કવિ. જન્મ જામનગરના બાલંભા ગામમાં. મુંબઈ યુનિવર્સિટીમાં એમ.કેમ.
સુધી અભ્યાસ, ભાવનગરમાં અર્થશાસ્ત્રના અધ્યાપક. એમની પાસેથી કાવ્યસંગ્રહ “કાવ્યકમુદી' (૧૯૫૭) મળ્યો છે.
નિ.વા. પાઠક સરોજ રમણલાલ/ ઉદ્દે શી સરોજ નારણદાસ, 'વાચા' (૧-૬-૧૯૨૯, ૧૬-૪-૧૯૮૯) : વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર. જન્મ કચ્છ જિલ્લાના ઝેખઉમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં. ૧૯૪૭માં મૅટ્રિક. ૧૯૬૧ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૪માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૫૬-૫૭માં આકાશવાણી સાથે સંલગ્ન. ૧૯૫૭-૫૮ માં સેવિયેટ ઇન્ફર્મેશન સર્વિસ સાથે સંલગ્ન. ૧૯૬૪ થી બારડોલીની કોલેજમાં અધ્યાપક. બારડોલીમાં અવસાન.
આધુનિક વાર્તારીતિને કસબ ઘટનાલોપ કે ઘટનાપ્રચુરતાને અતિક્રમી ક્યારેક સંવેદનશીલ અભિવ્યકિતમાં સિદ્ધિ મેળવી શકો હોય એવી નોંધપાત્ર વાર્તાઓ એમના 'પ્રેમ ઘટા ઝૂક આઈ (૧૯૫૯), ‘મારો અસબાબ મારો રાગ' (૧૯૬૬), ‘વિરાટ ટપકું' (૧૯૬૬), 'તથાસ્તુ(૧૯૭૨) વગેરે વાર્તાસંગ્રહામાં સંચિત થઈ છે. ‘નાઈટમેર” (૧૯૬૯) નવલકથા અસ્તિત્વની સમસ્યાને વિશિષ્ટ નિરૂપણરીતિથી ઘાતક બનાવે છે. “નિ:શેષ' (૧૯૭૯) અને ‘પ્રિય પુનમ' (૧૯૮૦) પણ એમની નવલકથાઓ છે. 'સાંસારિક (૧૯૬૭) અને અર્વાચીન' (૧૯૭૫) એમના નિબંધસંગ્રહો છે. ‘પ્રતિપદા(૧૯૬૨) એમને અનુવાદ છે.
ચં.કો. પાઠક હરિકૃષ્ણ રામચંદ્ર (૫-૮-૧૯૩૮) : કવિ. જન્મ બાટાદ (જિ. ભાવનગર)માં. વતન ભેળાદ (જિ. અમદાવાદ). ૧૯૫૬ માં મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી. ૧૯૬૧૬૨ માં સોનગઢ (જિ. ભાવનગર)માં શિક્ષક. ૧૯૬૩ થી ગુજરાત રાજયના સચિવાલયમાં મહેસૂલ વિભાગમાં પહેલાં મદદનીશ, પછીથી વિભાગીય અધિકારી. ૧૯૬૭માં કાવ્યસર્જન માટે કુમારચંદ્રક. ‘સૂરજ કદાચ ઊગે' (૧૯૭૪) એ પ્રથમ સંગ્રહથી કવિ તરીકે એમણે ધ્યાન ખેંચ્યું છે. ગીત, ગઝલ અને અછાંદસ સ્વરૂપનાં આ કાવ્યોમાં સાતમા-આઠમા દાયકાની કવિતાનાં ધ્યાનપાત્ર વલણ જોવા મળે છે. ગ્રામજીવન અને તેમાં રહેલી નૈસગિકતા નગરજીવનની યાંત્રિક અને કૃતક વ્યવસ્થામાં ખવાઈ ગઈ છે એની વેદના અહીં વિશેષરૂપે વ્યકત થઈ છે. કવિની શૈલી એમના સમકાલીન સૌરાષ્ટ્રના કવિઓની જેમ જૂનાં લોકગીતેના ઢાળ અને ભાષાના સંસ્કાર ઝીલતી જોવાય છે. “અડવાપચીસી' (૧૯૮૪)નાં કાવ્યોમાં અડવાના કાલ્પનિક પાત્ર દ્વારા કવિએ માનવસ્વભાવની કેટલીક વિકૃતિઓની હળવી મજાક ઉડાવી છે. કોઈનું કંઈ ખેવાય છે' (૧૯૮૧) એ એમને શિશુકાવ્યો સંગ્રહ છે. 'ગુલાબી આરસની લગ્ગી' (૧૯૭૯) નૂતન ગુજરાતમાં ધારાવાહી પ્રગટ થયેલી કિશેરજીવનની પ્રસંગકથાઓ છે. ‘મારબંગલો' (૧૯૮૮) એમને વાર્તાસંગ્રહ છે. 'નગર વસે છે' (૧૯૭૮) એ બૃહસ્પતિ સભા'ના કવિમિત્રનાં કેટલાંક ચૂંટેલાં પ્રગટ-અપ્રગટ કાવ્ય એમણે આપેલું સંપાદન છે.
જ.ગા..
૩૬૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org