Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પાક હર્ષદરાય પુરુત્તમદાસ – પાઠકજી જામનગૌરી વ્યોમેશચંદ્ર
પાઠક હર્ષદરાય પુરુષોત્તમદાસ પુણ્યપ્રતાપ વ્યસંગ્રહ'- ભા. ૧૩ (૧૯૫૩, ૧૯૫૨) ના કર્તા.
પાઠક હસમુખ હરિલાલ (૧૨-૨-૧૯૩૮) : કવિ, અનુવાદક. જન્મ પાલીતાણામાં. ૧૯૫૪માં ગુજરાત કોલેજમાંથી બી.એસસી. ૧૯૫૫માં દિલ્હી યુનિવર્સિટીમાંથી ડિપ્લેમા ઇન લાઇબ્રેરી સાયન્સ અને ૧૯૬૪ માં માસ્ટર ઑવ લાઇબરી યુન્સ. ૧૯૫૫ થી ૧૯૬૬ સુધી અટિરા અને મા. જે. પુસ્તકાલય, અમદાવાદમાં ગ્રંથપાલ. ૧૯૬૬ થી ૧૯૬૮ સુધી હાઈલેસેલાસી યુનિવર્સિટી,
ડીસ-અબાબામાં ગ્રંથપાલ. ૧૯૭૦થી સરદાર પટેલ ઇન્સ્ટિટયુટ ઓવ ઇકોને મિક ઍન્ડ સેશિયલ રિસર્ચમાં ગ્રંથપાલ. ૧૯૭૧૮૦ દરમિયાન એ જ સંરથાનાં ‘અન્વેષક (અંગ્રેજી) અને 'મધુકરી’ સામયિકોના તંત્રી.
તેઓ સ્વાન નર કાળના પ્રયોગશીલ કવિ છે. પ્રત્યેક કૃતિમાં વિષયવસ્તુ, છંદ લય અને અભિવ્યકિતના નવા પ્રયોગ માટે મથતા આ કવિ ‘નમેલી રાંન' (૧૯૫૮)ની અઢાર રચનાઓને સમાવી ‘સાયુજય' (૧૯૭૨)માં બીજી અઢાર રચનાઓ ઉમેરી છે. બંને ખંડની રચનાઓ ભાવબોધ અને અભિવ્યકિતની રીત ભિન્ન છે.
‘નમેલી સાંજની સાંજ', ‘તણખલું', “બે', 'કાઈને કાંઈ 'પૂછવું છે ?', ‘પશુલોક', 'વૃદ્ધ', 'મૃત્યુ', 'રાજઘાટ પર' વગેરે રચનાઓ વ્યંજનાગર્ભ સંકુલ પ્રતીકાત્મકતા, કૌંસના ઉપયોગ દ્વારા બે સ્તરે ચાલતી ગતિ, માત્રામેળ છંદોના ખડકોના પરંપરિતા પ્રયોગ અને આધુનિક ભાવબેધ જેવી લાક્ષણિકતા થી ધ્યાનાર્ડ છે. મૃત્યુ, પ્રેમ, રતન્યતત્ત્વ જેવા ગહન વ્યાપક ભાવને વિષય. બનાવતી ‘શિર નમ્', પૌરાણિક પાત્ર કે પ્રસંગોને આધારે લખાયેલી “અંતઘડીએ અજામિલ', અંતર અવગાહન કરતી ‘
ગન્દ્ર ચિંતન’ વગેરે દીર્ધ રચનાઓ ગદ્યલયની એક શકયતાને પ્રગટાવે છે.
એમણ ચેક કવિ મીરોલાફ હાલુબનાં કાવ્યાને ‘વરતુ મૂળ અને બીજાં કાવ્યો' (૧૯૭૬) નામે અનુવાદ કર્યો છે, તેમાં તેમની કવિ તરીકેની સઘળી ઉત્તમ લાક્ષણિકતાોને વિનિયોગ થયો છે. ઉપરાંત જાપાની નાકાર જજીકિનેશિટાને! નાટક ‘ટવીનાઈટ'ના. અનુવાદ ‘સારસીને સ્નેહ' (૧૯૬૩) નામે કર્યો છે. ‘મા દીકરો” (૧૯૫૭) અને ‘રાત્રિ પછીના દિવસ' (૧૯૬૩) એ બે વાર્તાઓ પણ એમણે લખી છે.
મ.રા. પાઠક હીરા રામનારાયણ મહતા હીરા કલ્યાણરાય (૧૨-૪-૧૯૧૬): કવિ, વિવેચક. જન્મ વતન મુંબઈમાં. ૧૯૩૩માં ટ્રિક. ૧૯૩૬ માં ગુજરાતી મુખ્ય વિષય સાથે એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાંથી જી.એ. અને ૧૯૩૮માં ‘પાશું વિવેચન સાહિત્ય’ પર શોધનિબંધ લખી પી.એ. ૧૯૩૮ થી ૧૯૭૨ સુધી મુંબઈની એસ.એન.ડી.ટી. કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૦-૭૧માં ગુજરાતીને અધ્યાપક સંઘ'નાં પ્રમુખ. ૧૯૭૧ ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિવેચનવિભાગના પ્રમુખ. ગુજરાતી સાહિત્ય પરિષદનાં કેટલાંક
વર્ષ ઉપપ્રમુખ. ૧૯૭૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ‘પલેકે પત્ર' કાવ્યસંગ્રહ માટે ૧૯૬૮-૭૨ને નર્મદ સાહિત્યચંદ્રક. ૧૯૭૦-૭૧ માં ઉમા-સ્નેહરશિમ પારિતોષિક. ‘પલેકે પત્ર' (૧૯૭૮) વિશિષ્ટ પ્રકારનું કરાણપ્રશસ્તિકાવ્ય છે. એમાં વિરહિણી નાયિકાએ પરલેકે સીધાવેલા પતિને સંબોધીને લખેલા બાર કાવ્યપત્રોનો સંચય છે. આ પત્ર મુકત વનવેલીમાં છે અને કહ્યાંક આત્મકથાત્મક અંશાથી યુકત છે. પતિ મૃત્યુથી જન્મ વિરહશાક અંતભાગનાં કાવ્યોમાં વૃપ્તિ અને શાંતિમાં લય પામે છે.
લગ્નપૂર્વે હીરા કે. મહેતાને નામથી પ્રસિદ્ધ કરેલો ગ્રંથ ‘આપણું વિવેચનસાહિત્ય' (૧૯૭૯) ગાંધીયુગ સુધી થયેલી. ગુજરાતી વિવેચપ્રવૃત્તિનો ઐતિહાસિક લેખ આપે છે. 'કાવ્યભાવન’ (૧૯૬૮)માં વિશેષત: કાવ્યચર્ચાના અને ગુજરાતી, કવિઓની કવિતા વિશેના લેખો છે. “વિક્રુતિ' (૧૯૭૪) માં ગુજ રાતી કવિતા, નવલકથા અને વાર્તાઓ વિશેના ; (ભ્યાસલેખા છે. ‘પરિબોધના' (૧૯૮૦)માં 'કાવ્યમાં કટોકટી- કલાતત્ત્વ' છે સિદ્ધાંતચર્ચાને દીદ લેખ, ઈશ્વર પેટલીકરની નવલકથાઓ વિશે ત્રણ લેખે તથા અન્ય લેખે છે. અંગ્રેજી કરતાં સંસ્કૃત કાવ્યમીમાંસા સાથને ઘનિષ્ઠ સંપર્ક આ વિવેચનલેખામાં જોઈ શકાય છે. ‘ગવશ્વદીપ' (૧૯૭૯)માં સંસ્કૃત ગ્રંથોમાંના ચિતસભર લોકો પર ભાલેખ છે. ‘ચંદ્રચંદ્રાવતીની વાર્તા' (૧૯૬૮), ‘સાહિત્ય-આસ્વાદ (૧૯૭૩), 'કાવ્યસંચય' (અન્ય સાથે, ૧૯૮૧) વગેરે એમનાં સંપાદનો છે.
૮.ગા. પાઠકજી ચંદ્રિકા પાદચંદ્ર (૨૬ ૭-૧૯૧૦) : કવિ. જન્મ અમદાવાદમાં. વતન સુરત. અભ્યાસ એમ.એ., બી.એડ. સુરતની શાળામાં શિક્ષક અને આચાર્ય.
‘તરણી' (૧૯૪૪) એમને કાવ્યસંગ્રહ છે. એમની રૂપનર્જન’ નામની ભજવાયેલી નૃત્યનાટિકા હજુ અપ્રગટ છે.
૪.ગ. પાઠકજી મનગૌરી વ્યોમેશચંદ્ર (૧૯૦૨, ૨૨ ૧૦-૧૯૮૪) : કવિ. જન્મ વતન સુરતમાં. અભ્યાસ દશ ધોરણ સુધી. હૃદયરોગથી અવસાન.
‘તેજછાયા' (૧૯૪૮), ‘સાણલાં' (૧૯૫૮), 'પ્રપ (૧૯૮૦) નાં કાવ્યોથી એમણે ગુજરાતી સાહિત્યમાં ધ્યાનાર્ડ શ્રીકવિઓમાં સ્થાન મેળવ્યું છે. હૃદયના સુકુમાર ભાવોને શિષ્ટ શૈલીમાં વ્યકત કરવાની એમને ફાવટ છે. ગીત-ગરબાના લયઢાળ સાથે સંસ્કૃત છંદો પર પણ એમનું પ્રભુત્વ છે. ઐતિહાસિક-પૌરણિક સ્ત્રી પાત્રોના જીવનપ્રસંગ પરથી એમણે કેટલાંક નોંધપાત્ર પ્રસંગકાવ્યો પણ રહ્યાં છે. ‘બાલરંજના' (૧૯૪૪) અને ‘ભૂલકાં’ એમના બાળકાવ્યોના સંગ્રહો છે.
‘રાસવિવેચન' (૧૯૩૨) એમની રાસ વિશે પરિચય આપની પુસ્તિકા છે. ‘ગુણસુંદરીના રાસ' (૧૯૩૧) તથા સંવાદો' (૧૯૩૮) એમના સંપાદનગ્રંથો છે. ‘સુરદાસ ને તેનાં કાવ્યો' (૧૯૨૭) એમનું અનુવાદ-પુસ્તક છે.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org