Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પંડ્યા નવીનચંદ્ર -પંડ્યા પરમસુખ ઝવેરભાઈ
ઊર્મિકાવ્યોમાંથી કેટલાંકમાં પ્રણયનું સંવેદન છે, તો કેટલાંકમાં તત્ત્વાભાસી ચિંતન છે. ‘મેઘદૂત' (૧૮૭૦)માં એમણે ભાષાંતર કલાને આદર્શ આલેખ્યો છે, પરંતુ ભાષાંતરમાં તે ચરિતાર્થ ઓછો થયો છે. ભાષાંતર માટે ન સંયોજેલે માત્રામેળ 'મેઘછંદ' મૂળની વિપ્રલંભશૃંગારની પ્રૌઢિને ઝીલવામાં અસફળ રહ્યો છે. “કવિજીવન' (૧૮૮૮)માં એમણે નર્મદના જીવન અને સાહિત્યનું શેધક બુદ્ધિથી નિરૂપણ કર્યું છે. તત્કાલીન સામાજિક અને સાહિત્યિક સંદર્ભમાં સુધારક અને સાહિત્યકાર નર્મદનો પરિચય આપવા સાથે એમણે તેની વિચારરસંક્રાંતિમાં પણ સ્વરથી ચિંતનપુરુષને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે.
એમણે સંપાદક તરીકે ‘ગુજરાત શાળા પત્ર'ના ધરણને સુધાર્યું અને પત્રકારત્વનો ઊંચો આદર્શ સ્થાપ્યો. તેમાં એમણે શિક્ષણવિષયક અને શિક્ષણને ઉપકારક જ્ઞાનના વિષયો ભૂગોળ, ખગોળ, ઇતિહાસ, રાજયશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કાવ્ય, ભાષા આદિ વિશે લેખે લખ્યા અને લખાવ્યા. એમાં એમને વૈજ્ઞાનિક અને વસ્તુલક્ષી અભિગમ સ્પષ્ટ થાય છે. એમના શિક્ષણવિષયક લેખો એમને ઉત્તમ શિક્ષણશાસ્ત્રી તરીકે અને ભાષા-વ્યાકરણ વિષયક લેખે સારા ભાષાવિદ તરીકેની પ્રતિષ્ઠા અપાવે છે. ગુજરાતી જોડણીની અનિયંત્રિતતા નિવારવા એમણે તૈયાર કરેલા નિયમો એ એમનું એ ક્ષેત્રમાં મહત્ત્વનું પ્રદાન છે.
એમનું વિવેચન કાવ્યતત્ત્વવિચારણા, કવિસમીક્ષા અને ગ્રંથાવલોકન એમ ત્રણે પ્રકારે ખેડાયું છે. ઍરિસ્ટોટલના સાહિત્યવાદ, બેકનના બુદ્ધિવાદ અને મિલના ઉપયોગિતાવાદના સમન્વયરૂપે નવું રસશાસ્ત્ર આપવાની એમની કલ્પના હતી. એમને નીતિવાદ સૌન્દર્યલક્ષી છે. એમણે નર્મદ, દલપત અને પ્રેમાનંદની સમગ્રલક્ષી સમીક્ષા કરી છે અને આનુષંગિક રીતે શામળ, દયારામ આદિ કવિઓની ચર્ચા કરી છે. પ્રથમ ગ્રંથાવલોકનકાર તરીકે એમણે મેહન, બાન અને શોધન” એ ત્રણે પ્રકારના ગ્રંથોનાં અવલોકનોમાં ગ્રંથ યોજના અને કૃતિના વિચારનું મહત્ત્વ દર્શાવી, તદનુસાર વિવેચન કરી વિવેચનને ઊંચે આદર્શ સ્થાપ્યો છે. ઉત્તમ ગ્રંથને પુરસ્કાર, નિર્માલ્ય ગ્રંથને તિરસ્કાર અને આશાસ્પદ લેખકોને પ્રોત્સાહન – એ એમને વિવેચક તરીકે અભિગમ છે.
એમણે ‘ઇગ્રેજ લેકને સંક્ષિપ્ત ઇતિહાસ' (૧૮૮૦-૧૮૮૭) ગુજરાત શાળા પત્રમાં હપ્તાવાર લખ્યો હતો, જેનું ગ્રંથસ્થ સંપાદન (૧૯૨૪) બળવંતરાય ઠાકોરે કર્યું છે. એમણે પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું' (૧૮૭૧)નું સંપાદન પણ કર્યું છે. એમના સમગ્ર સાહિત્યનું સંકલન કરીને ગેવર્ધનરામે ‘નવલગ્રંથાવલિ (૧૮૯૧) નામે સંપાદન કર્યું છે, જેના ગ્રંથ ૧માં નાટકો, કાવ્યો, વાર્તાઓ અને ભાષાંતરો; ગ્રંથ ૨ માં ગ્રંથો અને ગ્રંથકારો વિશે સાક્ષર ચર્ચા; ગ્રંથ ૩માં શાળોપયોગી અને શિક્ષણવિષયક લેખ તથા ગ્રંથ ૪માં પ્રકીર્ણ લેખે એમ ચાર વિભાગો છે. આ પછી હીરાલાલ શ્રોફે “નવલગ્રંથાવલિ'ની શાળોપયોગી આવૃત્તિ (૧૯૧૧) અને નરહરિ પરીખે તારણરૂપ 'નવલગ્રંથાવલિ' (૧૯૩૭) નામે સંપાદન કર્યા છે.
૨.શુ.
પંડયા નવીનચંદ્ર : એકાંકીસંગ્રહ કોલાહલનું હલાહલ' (૧૯૭૫) ના કર્તા.
નિ.વા. પંડયા નાગરદાસ અમરજી (૯-૨-૧૮૯૩) : કવિ. જન્મ પાલીતાણા
માં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૧૩ માં મૅટ્રિક. ૧૯૧૭માં બી.એ.
એમની પાસેથી મૌલિક અને સંપાદિત-અનૂદિત કાવ્યકૃતિઓ ‘કિમણીહરણ' (૧૯૧૩), “વિવાહતત્ત્વ' (૧૯૨૪), રામગોપાલ (૧૯૨૯), ‘અમૃતબિંદુ' (૧૯૩૨), 'કુમારસંભવ’ અને ‘રઘુવંશ' (૧૯૩૩) મળી છે.
નિ.વા. પંડયા નાગરદાસ રેવાશંકર, ‘મઢડાકરનાગર (૨૯-૧૧-૧૮૭૩, ); કવિ. જન્મ ધંધુકા તાલુકાના રોજકા ગામમાં. બરવાળામાં સાત ધોરણ સુધી અભ્યાસ. અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં તાલીમ.
એમની પાસેથી કડવાબદ્ધ ખંડકાવ્ય “વિદૂરના ભાવ (૧૯૯૭) તેમ જ કથાકાવ્યો યમુનાગુણાદર્શ' (૧૯૦૮) અને 'શિકાકાવ્ય' (૧૯૦૯) મળ્યાં છે.
નિ.વા. પંડ્યા નાથજી નૃસિંહરામ: પદ્યકૃતિઓ “કાવ્યકીતિ'-ભા. ૧ (૧૮૮૭) અને સીતાવિવાહ' (૧૮૮૯)ના કર્તા.
નિ વા. પંડ્યા નિપુણ ઇન્દ્રવદન (૩૦-૧૨-૧૯૧૮) : ગદ્યલેખક. જન્મ
વતન સુરતમાં. ૧૯૩૬ માં મૅટ્રિક. ૧૯૪૦માં બી.એ. ૧૯૪૨ માં તત્ત્વજ્ઞાન વિષયમાં એમ.એ. ૧૯૬૨ માં પીએચ.ડી. ૧૯૮૧ સુધી ભારતીય વિદ્યાભવનમાં ગ્રંથપાલ.
કેવલાદ્વૈતથી માંડીને (બૌદ્ધદર્શન સિવાયના) સર્વ પ્રવાહાના ચિતાર આપતું “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર (૧૯૬૮) અને ગ્રંથાલય સંબંધી વિવિધ લેખોનો સંગ્રહ ‘ગ્રંથાલયે (૧૯૭૬) એમનાં પુસ્તકો છે. એમણે અંગ્રેજીમાં પણ કેટલાંક પુસ્તકો લખ્યાં છે.
પા.માં. પંડ્યા નિરુભાઈ : બાળવાર્તા “અશોક' (૧૯૫૮)ના કર્તા.
નિ.વા. પંડયા પરમસુખ ઝવેરભાઈ (૨૬-૯-૧૮૯૭, ૧૪-૧૨-૧૯૮૩) : નાટયકાર. જન્મ નડિયાદમાં. ૧૯૧૮માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એ. ૧૯૧૮ થી પુસ્તક-પ્રકાશક સંસ્થા એન. એમ. ત્રિપાઠીની કંપનીમાં. ૧૯૪૩ થી ત્યાં જ મૅનેજિંગ ડિરેકટર, ૧૯૬૦માં નિવૃત્ત. ૧૯૭૬ માં ભારત સરકાર દ્વારા, ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ ‘પદ્મભૂષણ'ને ઈલ્કાબ.
નાટકના એમના પ્રથમ પુસ્તક “રાખની હુંફ અને કાળચક્ર (૧૯૬૧)માં બે દ્વિઅંકી નાટકો છે. એમનું ત્રિઅંકી નાટકગૌતમી’ (૧૯૬૨) બીજા વિશ્વયુદ્ધ સમયગાળાના સંદર્ભવાળું નાટક છે, જે એચ. બી. ટ્રેવેલિયનના નાટક 'ધ ડાર્ક એન્જલીની અસર
૩૪૮: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org