Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પંડયા વિઠ્ઠલરાય નાનાલાલ – પંડયા શિવ
પ્રધાન છે. સાંસારિક મનુષ્યોનાં સુખદુ:ખને આલેખતાં કાલ્પનિક વ્યકિતચિત્રોનું પુસ્તક “આપણી અસપાસ' (૧૯૬૬) અને પ્રેરક પ્રસંગોને આલેખતું પુસ્તક “સંપુટ’ (૧૯૭૧) પત્રકારત્વની નીપજ છે. ‘ઇલૅન્ડમાં ૪૫ દિવસ અને બીજા લેખો' (૧૯૭૭) નામક પ્રવાસગ્રંથ એમણે એમાં આપેલા ઈંગ્લેન્ડના સર્જકોના જીવન ને કવનના પરિચયને લીધે લાક્ષણિક બન્યો છે. ‘બ્રિટિશ પત્રકારત્વ' (૧૯૬૬) એમની પરિચયપુસ્તિકા છે. ‘સંપ્રસાદ’ (અન્ય સાથે, ૧૯૭૭) ચતુર્ભુજ પુજારાના જીવનને પરિચય કરાવો અને તેમના લેખોના સંપાદનનો ગ્રંથ છે. એમણે કેટલીક બંગાળી અને તમિળ વાર્તાઓના અનુવાદ પણ કર્યા છે.
જ.ગા. પંડ્યા વૃજલાલ ગૌરીશંકર : ‘રાસવાટિકા' (૧૯૪૯)ના કર્તા.
નિ.વા. પંડયા શંકર : વાસ્તવલક્ષી કટાક્ષકથા છૂછો અને મૂછો' (૧૯૫૨) -ના કર્તા.
દરવાજા' (૧૯૭૨), ‘આ ભવની ઓળખ' (૧૯૭૪), “ભીંત વિનાનું ઘર' (૧૯૭૫), માણસ હોવાની મને બીક' (૧૯૭૭),
આખું આકાશ મારી આંખમાં' (૧૯૭૮), ‘લેહીને બદલાતે રંગ' (૧૯૮૧), 'સમણાં તો પંખીની જાત' (૧૯૮૨), ‘યાદોનાં ભીનાં રણ'(૧૯૮૩), “નૈન વરસ્યાં રાતભર' (૧૯૮૪) વગેરે એમની નવલકથાઓ છે.
એમના વાર્તાસંગ્રહોમાં “રસિક પ્રિયા' (૧૯૬૦), 'જખમ' (૧૯૬૮), ‘આસકત' (૧૯૭૫), ‘નહિ સાંધે નહિ રણ' (૧૯૮૧) વગેરે મુખ્ય છે. 'ગુજરાતી ફિલ્મોના પાંચ દાયકા' (૧૯૮૨) નામક પરિચયપુસ્તિકા પણ એમણે લખેલી છે.
ચં.ટો. પંડયા વિઠ્ઠલરાય નાનાલાલ : નવલકથા ‘વિલાસવિજ્ય' (૧૯૨૬)ના કર્તા.
નિ.વો. પંડયા વિઠ્ઠલરાય મતીરામ : નાટયકૃતિ “પિતા કે રાક્ષસ ઊ કન્યાવિક્રયનિષેધક નાટયકથારસ' (૧૯૧૬) અને 'રાષ્ટ્રીય સુબોધસંગીતામૃત' (૧૯૨૩)ના કર્તા.
નિ.. પંડયા વિમળાગૌરી મગનલાલ: કથાકૃતિ 'સુબોધવાટિકા'(૧૯૩૫) -નાં કર્તા.
નિ.વો. પંડ્યા વિષ્ણુ ત્રિભુવનભાઈ (૧૪-૯-૧૯૪૫) : નિબંધકાર, ચરિત્ર-
કાર. જન્મસ્થળ જૂનાગઢ જિલ્લાનું માણાવદર. એમ.એ. 'જનસત્તા', “ચાંદની', 'રંગતરંગ', ‘સાધના’, ‘બિરાદર’ વગેરેના તંત્રી. અત્યારે “સમાંતર' સાપ્તાહિકના તંત્રી.
હથેળીનું આકાશ' (૧૯૭૨) અને ‘શાહમૃગ અને દેવહુમાં (૧૯૭૭) એમના નિબંધસંગ્રહો છે. એમણે ‘શ્યામજી કૃષ્ણ વર્મા (૧૯૮૨), ‘લાલા હરદયાળ' (૧૯૮૨), ‘રાયજ્ઞના ઋત્વિજ (૧૯૮૪), ‘એમ. એન. રૉય (૧૯૮૭) જેવી ચરિત્રપુસ્તિકાઓ પણ આપી છે. ભારેલો અગ્નિ' (૧૯૮૦), ‘રકતરંજિત પંજાબ (૧૯૮૩), ‘
વિપ્લવમાં ગુજરાત' (૧૯૮૭), ‘તસ્વીરે ગુજરાત (૧૯૮૭) એમનાં ઇતિહાસવિષયક પુસ્તકો છે. “મીસાવાસ્યમ્' (૧૯૭૬) એમના સંસ્મરણોનો ગ્રંથ છે.
રાંટો. પંડ્યા વિષકુમાર કુબેરલાલ, ‘અભ્યાસી’, ‘વિષ્ણુ
(૧૯-૧૦-૧૯૨૧) : વાર્તાકાર, ચરિત્રકાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના વડનગરમાં. ૧૯૪૧માં મૅટ્રિક. ૧૯૪૨ થી ૧૯૪૮ સુધી વડોદરામાં એલેમ્બિક કેમિકલ વકર્સમાં અને પછી “શ્રી સયાજી વિજય'માં પ્રકાશન વિભાગમાં મદદનીશ તંત્રી. ૧૯૪૮ થી ૧૯૫૯ સુધી ન્યુ દિલ્હીના અને ૧૯૫૯ થી ૧૯૭૬ સુધી મુંબઈના બ્રિટિશ હાઈકમિશનમાં ગુજરાતી વિભાગના સહાયક તંત્રી અને પછી તંત્રી. વિવિધ સામયિકોમાં કટારલેખક.
એમના ‘દિલની સગાઈ' (૧૯૫૯), “સંકલ્પ' (૧૯૬૪) અને ‘ઝંખના' (૧૯૬૭) વાર્તાસંગ્રહોની વાર્તાઓ મુખ્યત્વે ભાવના-
"પંડ્યા શંકરલાલ મગનલાલ, ‘મણિકાન્ત' (૧૮૮૪, ૧૩-૨-૧૯૨૭) : કવિ. જન્મ વતન ખેડા જિલ્લાના હળધરવાસમાં. અભ્યાસ પાંચ ધોરણ સુધી. મુંબઈમાં મેસર્સ મંચેરજીવાડીલાલની કંપનીમાં નોકરી. ‘સંગીત મંગલમય' (૧૯૧૩) અને ‘મણિકાન્ત કાવ્યમાળા” (પાં. આ. ૧૯૧૭) એમના ગઝલસંગ્રહો છે. સંસ્કૃતિનાં વ્યસને, આર્થિક બેકારી ઇત્યાદિ,ગઝલને અનુરૂપ ન હોય તેવા વિષયો પર દલપતરામની સરળ અને સભારંજની શૈલીમાં રચેલી એમની ગઝલ -એમાં કાવ્યતત્ત્વ ભલે ઓછું હોય -એમના સમયમાં ખૂબ લોકપ્રિય બની હતી. “મણિકાન્ત કાવ્યમાળામાં સમાવિષ્ટ કાવ્ય ‘નિર્ભાગી નિર્મળા’ સ્વતંત્ર પુસ્તિકારૂપે પણ પ્રગટ થયું છે. નિર્મળાશશિકાંતના પ્રેમની કરુણકથાનું હરિગીતમાં રચાયેલું આ કાવ્ય ખૂબ લોકપ્રિય બનેલું.
જે.ગા. પંડયા શાંતિકુમાર મણિલાલ, ‘જગા પંડયા’ (૨૩-૮-૧૯૮૬) : કવિ. જન્મ પ્રાંતિજમાં. ૧૯૨૬માં મૅટ્રિક. ૧૯૫૮ થી ૧૯૭૯ સુધી શ્રી કે. દે. બાલમંદિર પ્રાથમિક શાળા, બાવળાના આચાર્ય.
રાષ્ટ્રભકિતનાં ગીતની પુસ્તિકા ‘રણશીંગું-રણભેરી' (૧૯૨૮); લેકગીત, સામાજિક રીતે અને રાષ્ટ્રગીતને સંચય 'રાસરમણાં (૧૯૩૧); મધ્યમવર્ગની દૈનિક યાતનાઓને કટાક્ષમય સ્વરૂપે રજૂ કરતો કાવ્યસંગ્રહ “સતી અને સાહ્યબો અને બીજાં કટાક્ષગીતા' (૧૯૪૯); હાસ્યરસથી ભરપૂર પરાક્રમનું નિરૂપણ કરતી અને
ભૂળ છતાં બાળકોને માટે નિર્દોષ રમૂજ પ્રેરતી બાળવાર્તા વણાકાકા' (૧૯૪૯); બાળગીતનો સંગ્રહ ‘નેવલે પાણી' (૧૯૫૨) તથા પાંચ બીલ એકાંકીને સંગ્રહ “સૌને લાડકવાયો અને બીજા પૌરાણિક નાટકો' (૧૯૮૮) વગેરે કૃતિઓ એમણે આપી છે.
પા.માં. પંડયા શિવ (૧૯૨૮, ૧૪-૭-૧૯૭૮) : કવિ, વ્યંગચિત્રકાર. જન્મ વસે (જિ. ખેડા)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વસે અને
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૩૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org