Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પાઠક નથુરામ ગોવિંદજી-પાઠક નંદકુમાર જેઠાલાલ
સાંસ્કૃતિક ભૂમિકા : તેનાં પરિબળા ને સિદ્ધિ’ વિષય પર પીએચ.ડી. ૧૯૪૩-૧૯૪૭ દરમિયાન દાહોદ-હાલાલની માધ્યમિક શાળાઓમાં શિક્ષક. ૧૯૪૭થી ‘જન્મભૂમિ’ અને ‘હિન્દુસ્તાન’દૈનિકમાં પત્રકાર. ૧૯૫૩થી નિવૃત્તિપર્યંત એમ. ટી. બી. આર્ટ્સ કોલેજમાં ગુજરતીના પ્રાધ્યાપક. ૧૯૫૭નો મારચંદ્રક, ૧૯૭૬ માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૭૬ માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૨-૧૯૮૩ નું ઉમા-સ્નેહરશ્મિ પારિષિક, ૧૯૭૪માં સેવિયેટ દેશ નહેરુ ઍવોર્ડ. ૧૯૭૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીના એવોર્ડ તથા ૧૯૯૦-’૯૧ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
એમના કાવ્યસંગ્રહો 'ગર'(૧૯૫૪),'સંકેત'(૧૯૬૯), 'વિસ્મય' (૧૯૬૩),‘સર્ગ’(૧૯૬૯),‘અંતરીક્ષ’(૧૯૭૫),‘અનુનય’(૧૯૭૮), ‘મૃગયા’(૧૯૮૩) અને ‘શૂળી ઉપર સેજ’(૧૯૮૮)જોતાં જણાય છે કે પ્રકૃતિ, પ્રીતિ, પરમાત્મા, કુટુંબભાવ, વતન, શબ્દ, સમય અને માનવીનાં સુખદુ:ખાત્મક સંવેદના એમના સતત આરાધ્ય વિષયો રહ્યા છે; અને તેઓ પ્રારંભે ગીત, સૉનેટ, મુકતક, છંદોબદ્ર રચનાઓ અને પછીથી ગઝલ, અછાંદસ રચનાઓ ભણી પણ વળ્યા છે. ‘મર્મર’ અને ‘વિસ્મય’માં સમકાલીન પ્રભાવ પ્રબળપણે ઝિલાયો છે; એની પ્રતીતિ પૃથ્વીછંદ અને સોનેટનું આકર્ષણ, ચિંતનતત્ત્વ, સામાજિક-સાંસ્કૃતિક પ્રશ્નનું નિરૂપણ, માનવીને ‘અમૃતનો વારસ’ તરીકે મહિમા ને ગૂઢ રહસ્યમય તત્ત્વ વિશેનાં ટાગોરશાઈ ગીતા કરાવે છે. ‘વિસ્મયથી કવિની આરણ્યક વૃત્તિ ધ્યાન ખેંચવા લાગે છે. અહીં પ્રણયનાં જ્ઞાનંદ, ઉલ્લાસ, તૃપ્તિ સાથે એના વૈફલ્યનો વિષાદ પણ આલેખાય છે. ‘સંકેત’માં કવિ ચીલો ચાતરવા મથે છે અને ભાવાભિવ્યકિત તથા છંદોવિધાન પરત્વે પ્રયોગશીલતા દાખવે છે, પરંપરિતમાં રચનાઓ આપે છે એનું અનુસંધાન ‘સર્ગ’માં મળે છે. પરંતુ કવિનું લક્ષ, શૈલીનાવીન્ય પ્રગટાવવા કરતાં કાવ્યત્વ સિદ્ધ કરવા તરફ જ વિશેષ રહે છે. તેથી ‘સર્ગ’માં છાંદસ રચનાઓ અને ગીતા ઉપરાંત અછાંદસ રચનાઓ અને ગઝલા પણ ધ્યાન ખેંચે છે. છતાં પ્રકૃતિનાં નર્યાં સૌંદર્યચિત્રા, પ્રકૃતિ સાથેના સંવેદનશીલ અનુભવો ને પ્રભાવમાં વિનાવિતાનો ઘેરો વિષાદ અત્યંત નાજુક રીતે આલેખાય છે. વિસ્મયભાવમાં વિદગ્ધતા અને કલાસંયમ ભળે છે. વતનપ્રીતિના ભવિષ્યમાં આવનારા કાવ્યફાલનો અંકુર પણ અહીં જ ફૂટતા જણાય છે.
કવિએ વતનનાં સંસ્મરણોનું આલેખન કરતી ગદ્યકૃતિઓ ‘વનાંચલ’(૧૯૬૭) અને તનુરાગ’(૧૯૮૮) રચી છે. વતનવિચ્છેદની એમાં વ્યકત તીવ્ર અનુભૂતિએ એમની કવિતાને અસલ વતન આપ્યું. એ ‘અસલ’વતન એટલે ‘પ્રકૃતિ, આદિમતા અને અસલિયતની ભાંગ'. એ પછી ‘અંતરીક્ષ’માં કવિની કાવ્યપ્રવૃત્તિએ સ્પષ્ટ વળાંક લીધા. કવિ જે વન, વતન, પ્રકૃતિ, શૈશવમાં જીવ્યા છે તેને પામવાની ઉત્કટ ઇચ્છા, ઝંખના અને એને ગુમાવ્યાની ઊંડી વેદનાનો-અતીતઝંખનાનો પ્રબલ સૂર કવિતામાંથી ઊઠે છે. ગુજરાતી કવિતામાં આવી અતીતઝંખા,આવી ભરપૂરતાથી પ્રથમવાર પ્રગટી છે. ‘અનુનય’માં આદિમતાની ખોજ સાથે એના જ એક ઉન્મેષરૂપે ઇન્દ્રિયરાગિતાની એક સરવાણી
૩૫૬ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
ઉમેરાય છે. કહે બાહ્ય નિસર્ગનાં અને આપણી અંદરની પ્રકૃતિનાં આંતરિક સ્વરૂપોમાં ઊંડા જઈ તે દ્વારા હયાતીના મૂળને પામવાનો પુરુષાર્થ આદરે છે. ‘મૃગયા’માં અન્યોકિતનો આશ્રાય લઈને ઘણી આકર્ષક ચનો કઈ છે. સ્પર્શક્ષમ રચનાઓ અહીં પ્રકૃતિનો અનુપમ સૌંદર્યનું દર્શન કરાવે છે.
કવિના છેલ્લા ત્રણ કાવ્યસંગ્રહોમાં પ્રગટતે વતનપ્રીતિના પ્રબળ ઉર્દૂ ક' વનાંચલમાં શિવયના આનંદપર્વનાં વિષાદમધુર સંસ્મરણ રૂપે માણવા મળે છે. પૂર્વ પંચમહાલની નિબિડ પ્રકૃતિ, ત્યાંનું જનજીવન, વન્ય પ્રકૃતિ પર થઈ રહેલું નગરસંસ્કૃતિનું આક્રમણ, શિશુવયના સાથીઓ- એ સૌ સાથેના બાળક બસુના નિર્મળ હૃદયસંધાનની આ ભાવાર્દ કથા છે.
એમણે સમતોલ, ગંભીર અને વિવેકપૂર્ણ વિવેચના આપી છે. ૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા, તેનાં પરિબળો અને મહિને આલેખતું કવિતાના ઇતિહારનું એમનું પુસ્તક “નિક કથાપ્રવાહ’(૧૬) એ સુન્દરમ્ ના ‘અર્વાચીન કવિતા’ ગ્રંથ પછીને, ગુજરાતી કવિતાની છણાવટ કરનો ઇતિહાસગ્રંપ છે. એમાં એમની અભ્યાસનિષ્ઠા અને મૌલિક અભિગમ જોવા મળે છે. ‘આલોક’(૧૯૬૬) અને ‘ભાવિયત્રી’ (૧૯૭૪)માં વિવિધ લેખકો-કૃતિઓની તપાસ તથા સૈદ્ધાંતિક વિચારણા છે. કલા અને વાસ્તવ, કવિકર્મ, વિનામાં છંદ-લયઅકાર-પ્રતિરૂપ જેવા મુદ્દાઓની એમણે વિવાદ છણાવટ કરી છે, ‘વસન્તધર્મીનું વિદ્યામધુ’(૧૯૮૫)માં એમનાં વસનજી ઠકકુર વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાના સંગૃહીત છે તે, ‘કિમપિદ્રવ્યમ્ ’ (૧૯૮૭)માં વિવેચન-લેખા છે. ‘ટૂંકીવાર્તા: સ્વરૂપ અને સાહિત્ય’ (અન્ય સાથે, ૧૯૬૭), ‘ઝવેરચંદ મેઘાણી : જીવન અને સાહિત્ય' (અન્ય સાથે, ૧૯૬૮), ‘રામનારાયણ વિ. પાઠક (સર્જક અને વિવેચક)’ (૧૯૭૦)જેવા સ્વરૂપ અને સર્જન વિશેના અભ્યાસગ્રંથો; કવિતાનો રસાસ્વાદ કરાવતું પુસ્તક ‘કાવ્યલોક’ (૧૯૭૩), ‘ભાવચિત્ર’ (૧૯૭૪), ‘કાવ્યસંચય’ભા. ૩(અન્ય સાથે, ૧૯૮૧), ‘ગુજરાતી ઊર્મિકાવ્યો’(૧૯૮૩) વગેરે એમનાં સંપાદનો છે; તો ખાવની કોર નવલિકાઓ’(૧૯૫૩), ધીર વ છે ઘેન'- ભા. ૩/૧૯૬૧), ‘રાંતિની કા’(૧૯૭૯) વગેરે એમના અનુવાદ્ય છે.
વ્યા.
પાક નથુરામ ગોવિદ, પતિ ‘ભાવકિનરસકીર્તનાવલી' (૧૮૮૯)ના કર્તા.
૨.ર.દ.
પાઠક નંદકુમાર જેઠાલાલ (૨૫-૧-૧૯૧૫): નાટયકાર, કવિ, વિવેચક. જન્મ બાઇ (જિ. પંચમ)માં. ૧૯૩૮માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૯ -થી૧૯૪૩ સુધી સેન્ટ્રલ ન્યુઝઓર્ગેનિઝેશન,દિલ્હીમાં અનુવાદક તથા પ્રવકતા. ૧૯૪૪થી ૧૯૭૩ સુધી આકાશવાણીનાં વિવિધ કેન્દ્રોમાં કાર્યક્રમ સહાયક અને સહાયક કેન્દ્ર નિયામક. ૧૯૩૪માં સૂનિર્માણ બોર્ડ, અમદાવાદમાં ગુજરાતી જ્ઞાનકોશના સહાયક
સંપાદક.
For Personal & Private Use Only
www.jainelibrary.org