Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પંડ્યા દિવેશ્વર લાલજી – પંડયા નટવરલાલ કુબેરદાસ
પંડયા દિવેશ્વર લાલજી : નવલકથા “અજિતવિજય' (૧૯૩૫)ના કર્તા.
નિ.. પંડયા દુષ્યતરાય ડોલરરાય (૭-૩-૧૯૧૬) : વિવેચક. જન્મસ્થળ જામનગર, મુંબઈ યુનિવર્સિટીમાંથી ૧૯૩૮ માં બી.એ., ૧૯૪૮માં બી.ટી., ૧૯૫૧ માં પીએચ.ડી. ૧૯૩૯થી ૧૯૪૬ સુધી કરાંચીમાં શારદામંદિરમાં શિક્ષક. ત્યારબાદ સરલાસદન સ્કૂલ, મુંબઈ, ડી.ડી.સી. વિવિધલક્ષી હાઈસ્કૂલ, જામનગર અને ઉદયાચલ સ્કૂલ, મુંબઈમાં આચાર્ય.
એમની પાસેથી વિવેચનગ્રંથ ‘સત્યભામારોપદશિકાખ્યાન આદિ નાટકોની સર્વાગીણ સમીક્ષા' (૧૯૫૪) તેમ જ અનુવાદકૃતિઓ ‘પેરિપ્લસ' (૧૯૬૦) અને “શાળાવિહીન સમાજ (અમૃતલાલ યાજ્ઞિક સાથે, ૧૯૪૮) મળ્યાં છે.
નિ.વો. પંડથા દેવશંકર જેઠાલાલ : બાલપયોગી કૃતિ “બાળકોને મિત્ર' (૧૯૨૬) ના કર્તા.
નિ.. પંડયા દોલતરામ કૃપાશંકર (૮-૩-૧૮૫૬, ૧૮-૧૧-૧૯૧૬) : કવિ, નાટ્યકાર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન નડિયાદમાં. પિતાના મૃત્યુને કારણે મુંબઈની ઍલિફન્ટરટન કૉલેજને અભ્યાસ અધવચ્ચે છોડવો પડયો. પ્રારંભમાં વકીલાત. એ પછી તેર વર્ષ લુણાવાડાના દીવાને. ગુજરાત બેંચ મેજિસ્ટ્રેસી નામની લોકોપયોગી સંસ્થા સ્થાપી. ટોલ જેવો દુ:ખકર વેરો રદ કરવાની લડતમાં ભાગ લીધો. નડિયાદમાં અંત્યજ સહકારી મંડળી સ્થાપી. નડિયાદમાં અવસાન.
એમનું ‘ઇન્દ્રિતિત વધ' (૧૮૮૭) ગુજરાતી સાહિત્યમાં મહાકાવ્યના પ્રથમ પ્રયોગ તરીકે ઉલ્લેખાય છે. છવ્વીસ સર્ગોમાં વિભાજિત, સર્ગાતે છંદપલટો અને સર્વ પ્રમાણે શીર્ષકજના દર્શાવતી તથા અંગ-ઉપાંગમાં ચુસ્ત રીતે સંસ્કૃત મહાકાવ્યને અનુસરતી આ રચના ચિત્રાત્મકતા અને અલંકારનું સૌંદર્ય ધરાવે છે; પણ એનું આંતરિક સર્વે મહાકાવ્યનું નથી. દલપતરૌલીની અસર અને સળંગસૂત્રતાને અભાવ પણ રચનાને શિથિલ બનાવે છે. એમના કાવ્યસંગ્રહ ‘સુમનગુચ્છ' (૧૮૯૯)ની પ્રકૃતિસૌંદર્ય, નીતિરીતિ, ઉપદેશાદિ વિષયોનું નિરૂપણ કરતી રચનાઓ પણ દલપતરૌલીને અતિરેક અને મધ્યકાલીન કવિતાનું નબળું અનુસરણ જેવી મર્યાદાઓ ધરાવે છે. ‘કુસુમાવલિ' (૧૮૮૯) કાદંબરીશૈલીની સળંગ કથા છે. એના સર્જકની શિષ્ટ ગુજરાતી ગદ્યકાર તરીકેની છબી એમાંથી ઊભી થાય છે. ‘અમરત્ર' (૧૯૦૨) સંસ્કૃતશૈલીનું, અસત્ય પર સત્યના જ્યને લક્ષતું, પણ કથાઘટકોના સંયોજનમાં શિથિલતા દર્શાવતું એમનું સપ્તાંકી નાટક છે. ‘સ્વીકૃત નવીન ભાગવત’ એમની અપૂર્ણ રહેલી રચના છે.
બા.મ. પંડયા ધ્રુવકુમાર : પ્રવાસવર્ણનનું પુસ્તક ‘ઝીલ્યો મે પડકાર (૧૯૬૦)ના કર્તા.
નિ.વા.
પંડ્યા નટવરલાલ કુબેરદાસ, ‘આરણ્યક', 'ઉશનસ્ (૨૮ ૯ ૧૯૨૦):
કવિ, વિવેચક. જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે. પ્રાથમિક વિદ્યાભ્યાસ પહેલાં મહેસાણા-સિદ્ધપુરમાં અને પછી સાવલીડભોઈમાં. ૧૯૩૮માં મૅટ્રિક. ૧૯૪૨ માં મ. સ. યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. ૧૯૪૫માં એ જ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય ગુજરાતીમાં એમ.એ. ૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૪૭થી ૧૯૫૭ સુધી ગ કોલેજ, નવસારીમાં તથા ૧૯૫૭થી ટ કેલેજ, વલસાડમાં અધ્યાપક તથા ૧૯૬૮ થી ૧૯૮૦ સુધી ચ. ૧૯૭૯માં 'ગુજરાતીના અધ્યાપક સંઘ'ના પ્રમુખ. ૧૯૭૬ માં યુરોપ-કેનેડા-અમેરિકાનો પ્રવાસ. ૧૯૫૯માં કુમારચંદ્રક, ૧૯૭૧ માં નર્મદ સુવર્ણચન્દ્રક, ૧૯૭૨ માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬ માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
આધુનિકતાની સેર સાથે પરંપરાની અને પ્રશિષ્ટતાની જ બળુકી શેર વહી એમાં આ કવિનું સત્ત્વશાળી પ્રદાન છે. એમની ખરબચડી અને બરછટ લાગતી બાનીનું કૌવત તેવી છે. અભિવ્યકિતના સ્તરે આવવું કશુંક પ્રાકૃત એમની પ્રતિભાનો અંશ બની જનું કળાય છે. મુખ્યત્વે કુટુંબ, વતન, પ્રકૃતિ, પ્રણય, પ્રવાસનાં અનુભવકેન્દ્રોમાંથી ઉત્સિત એમની રચનાઓની સંખ્યા પ્રમાણમાં વિપુલ છે, છતાંય એની હૃદ્ય ભાષાસામગ્રીનું સંવેદન એકંદરે આર્ષક છે. એમનું કાવ્યલેખન પ્રાયોગિક ભૂમિકાથી પ્રભાવક ભૂમિકા પર પહોંચી અંતે પ્રયોગશીલ ભૂમિકા ભણી વળતું જાઈ શકાય છે.
‘પ્રસૂન' (૧૯૫૫) એમને પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં એમના પોતીકા અવાજ સાથે પરંપરાનું અનુસંધાન બળવાન છે, છતાં પ્રકૃતિનિરૂપણની રચનાઓ ધ્યાન ખેંચે છે. નેપચ્ચે' (૧૯૫૬)માં કેટલાક પ્રાચીન ઘટકોને લક્ષમાં રાખી કરેલી પાત્રપ્રધાન દીદરચનાઓ છે. આદ્ર' (૧૯૫૯)નાં ૧૧૫ કાવ્યોમાંથી ૬૩ જેટલાં
નેટકાવ્યો છે. અહીં ચિંતનને ઇન્દ્રિયઘન અપાયેલુંરૂપ અરવીદ્ય છે.“મને મુદ્રા' (૧૯૬૦)નું પ્રબળ અંગ પ્રકૃતિનિરૂપણ છે. ‘વણને ગ્રહ' (૧૯૬૪) આધુનિકતાની અભિજ્ઞતા વચ્ચે બળવાન મુદ્દા ઉપસાવે છે. પ્રકૃતિસંવેદનની સમૃદ્ધ અભિવ્યકિતમાં કપનપરક વિવિધતા અને વિલક્ષણતા છે. પ્રેમવિષયક, સ્થળવિષયક, વતનવિષયક, કવિતાવિષયક રચનાઓથી સંગ્રહ માતબર છે. ‘સ્પદ અને છંદ' (૧૯૬૮)માં કવિને. પરંપરાપુષ્ટ બળુકો અવાજ અપૂર્વ રીતે સિદ્ધ થાય છે. વૃણને ચાલી આવેલ વિષય અહીં આકર્ષક વાછટામાં પ્રગટે છે. ‘અનહદની સરહદે' જેવું સૉનેટગુચ્છ શબ્દચેતનાની ઊંડી ભૂમિકાએ ઊતરતું જોવાય છે. કિંકિણી' (૧૯૭૧) એમને ગીતસંગ્રહ છે, તો ‘ભારતદર્શન’(૧૯૭૪) પ્રવાસકાવ્યોના સેનેટસંચય છે. ‘અશ્વત્થ' (૧૯૭૫)ની અછાંદસ રચનાઓ નવી દિશા તરફની ગતિ અને પ્રયોગશીલતા તરફનું વલણ સૂચવે છે. અહીં ગઝલ, મુકતક હાઈકુ જેવા કાવ્યપ્રકારોને પણ અજમાવવામાં આવ્યા છે. ‘રૂપના લય' (૧૯૭૬)માં અછાંદસ પ્રવૃત્તિ વધુ વેગવંત બની છે, પણ પ્રણય અને પ્રકૃતિવિષયક ‘એકસી કાવ્ય આ સંગ્રહની વિશિષ્ટ નીપજ છે. ‘વ્યાકુલ વૈષ્ણવ' (૧૯૭૭)
૩૪૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org