Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
નેશનલ સેવિંગ-પટવા ચિનુભાઈ ભેગીલાલ
હાનાલાલ : જુઓ, કવિ ન્હાનાલાલ દલપતરામ.
નેશનલ સેવિંગ: પન્નાલાલ પટેલની ટૂંકીવાર્તા. સરકારની નેશનલ
સેવિંગની જોહુકમીથી અબુધ ભીલે પર જ ગુજરી એનું એમાં આલેખન છે. ગ્રામીણ પ્રજાનાં ભેળપણ, શાષણ અને દારિદ્રયને એકસાથે કલાત્મક રીતે અહીં વ્યંજિત કરાયાં છે. હળવો મર્મના દાર કરબી તારની જેમ એમાં ગૂંથાયેલો છે.
એ.ટી. નેફ્રીલ્ડ જે. સી. : 'વ્યાકરણ : ગુજરાતી અંગ્રેજી ભાષા'- ભા. ૧ (૧૯૨૯)ના કતાં.
ચં.ટો. નૈવેદ્ય(૧૯૬૨): ડોલરરાય માંકડને એમની ષષ્ટિપૂતિ નિમિત્ત પ્રગટ થયેલા લેખસંગ્રહ. વિવિધ સામયિકોમાં વિભિન્ન સમયે પ્રગટ થયેલા એમના લેખને અહીં એકત્રિત કરવામાં આવ્યા છે. વિવિધ વિષયવાળા આ લેખમાં ‘અનુશ્રુતિનું ગાથાત', 'કલિક અવતાર’, ‘અવેદમાં ઉત્તરધ્રુવ’ એ પુરાતત્ત્વના લેખે છે; તા નાટયશાસ્ત્રનાં કેટલાંક રૂપે’, ‘એકાંકી નાટક ', 'કાલિદાસની નાટઘભાવના' ઇત્યાદિ સંસ્કૃત નાટ્યસાહિત્ય પરના લેખે છે. ‘નવલકથા અને નવલિકા' જેવી અર્વાચીન સાહિત્યપ્રકારના સ્વરૂપની ચર્ચા કરતા લેખ એક જ છે, પરંતુ ગુજરાતી સાહિત્મકૃતિઓ પરના અભ્યાસલેખનું ઠીકઠીક પ્રમાણ છે. 'સરસ્વતીચંદ્ર
લકથા', 'શર્વિલક', 'વસંતોત્સવ- એક ઉપમાકાવ્ય', `ઝેર તે પીધાં છે જાણી જાણી’ જેવા લેખમાં લેખકનો મૌલિક દૃષ્ટિકોણ જઈ શકાય છે. પાંડિત્યમંડિત રસિકતા' અને 'દી. બ. કેશવલાલ હ. ધ્રુવની વા મય સેવાની ૨ ”િ એ કે. હ. ધ્રુવ વિશેના બે મહત્ત્વના લેખા છે. ‘ભાષા’, ‘વાથવિચાર’, ‘ગુજરાતીમાં મૂર્ધન્ય 'ડ' અને મૂર્ધન્યતર 'ડ', ‘હાળીનું મૂળ' ઇત્યાદિ ભાષા અને વ્યાકરણના લેખા છે. ભગવાજુકમ્ ” એક સંસકૃત પ્રહસનને અનુવાદ છે. 'નિરુકતનું ભાષાંતરમાં નિરૂકતના બીજા અધ્યાયના એકથી ચાર ખંડને અનુવાદ છે. શાસ્ત્રીય સંશાધનાત્મક દૃષ્ટિ, વિશદ રજૂઆત અને અનાક્રમક મતદર્શનને લીધે આ લેખે અભ્યાસીઓને ઉપયોગી નીવડે એવા છે.
પકવાસા પૂર્ણિમા/પૃપા (૩-૧૦-૧૯૧૪) : પ્રવાસલેખક. જન્મ
સુરેન્દ્રનગરમાં. સત્યાગ્રહની લડતમાં અને વિને:બાજીની પદયાત્રામાં ભાગ લેવા ઉપરાંત ભારત સ્કાઉટ અને ગાઈડ આંગનાઇઝેશનનાં ચીફ કમિશનર, નાસિક માંસલે મિલિટરી સ્કૂલમાં કેમ્પકમાન્ડર, ‘ઋતંભરા વિદ્યાપીઠનાં સ્થાપક.
‘ કી બદરીકેદારનાથ' (૧૯૫૪) એમનું પ્રવાસવર્ણન પુસ્તક છે.
નિ.વે. પક્ષીતીર્થ (૧૯૮૮): ચન્દ્રકાન્ત ટોપીવાળાને કાવ્યસંગ્રહ. કાવ્યવિષય અને સ્વરૂપ આધારિત નાના-મોટા આઠ ખંડમાં વિભાજિત આ સંગ્રહમાં સ્થળ અને સમય અંગેનાં સંકુલ સંવેદનાને નિરૂપતી છાંદસ, અછાંદસ અને ગીત મળી કુલ ચેસઠ રચનાઓ સંગૃહીત છે. ધ્વનિપૂર્ણ કલ્પના, કથનરીતિજન્ય વૈચિય અને કેમેરાની બહિર્ગોળ આંખે દિલાઈ હોય એવી દુર તેમ નિકટવર્તા ભાતીગળ દૃશ્યાત્મકતા ધ્યાન ખેચે છે. પુનરાવૃત્ત થતાં સાગરસંવેદના આ રચનાની વિશેષતા બને છે.
પગરખાંને પાળિયે : ઈન્દુલાલ ગાંધીનું એકાંકી. કરવાને ગાયના પાસેથી પગરખાં, નાથા કુંભાર પાસેથી ગધેડા અને જીવરત વૈદ્ય પાસેથી પાઘડી પડાવી લેતી બાપુશાહીના હાસ્યચિત પ્રસંગે આ પ્રહસન છે.
નૌતમકાન્ત સાહિત્યવિલાસી : જુઓ, મહેતા નૌતમકાંત જાદવજી. નૌશાકરી પીલાં : જુઓ, મકાની પીલાં ભીમાજી. ન્હાના ન્હાના રાસ - ભા. ૧, ૨, ૩ (૧૯૧૦, ૧૯૨૮, ૧૯૩૭) : ન્હાનાલાલના રાસસંગ્રહા. સંગીતરસિક સન્નારીઓને સગવડ થાય એ વિચારથી પૂર્વે લખાયેલા કે અન્ય કોઈ લાંબા કાવ્યના અંગભૂત થયેલા રાસ અહીં સમાવવામાં આવ્યા છે. ગરબી, ગરબા અને રાડા એમ સંગીતનાં ત્રણે અંગની ગૂંથણી એમાં વર્તાય છે. લોકગીતને કવિએ કેટલેક અંશે શિષ્ટ સાહિત્યનું સ્વરૂપ આપેલું છે. લય, વાંકાર, શબ્દચયન અને ભાવનિરૂપણની દૃષ્ટિએ ગુજરાતી ભાષાની વાણીસમૃદ્ધિ આ રાસસંગ્રહમાં ઉતરી આવેલી છે. ‘વિદાય', 'ફૂલડાં કટોરી', પૂછશા મા’, ‘પારકાં કેમ કીધાં', ‘મહિડા” વગેરે એનાં ઘાતક ઉદાહરણો છે.
પગલીને પાડનાર : ઉમાશંકર જોષીની ટૂંકીવાતાં. વૃદ્ધ શાંતારામને
અનેક પૌત્રીઓ હોવા છતાં પૌત્ર જોવાની તીવ્ર વાસના કેવી પરાકાષ્ઠાએ પહોંચે છે એનું અહીં સંવેદનપૂર્ણ આલેખન છે.
ચ.ટા. પટવા ચિનુભાઈ ભોગીલાલ, ‘ફિલસૂફ' (૨૬-૧૦-૧૯૧૧, ૮-૭-૧૯૬૯) : હાસ્યકાર. જન્મ વતન અમદાવાદમાં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૨૮માં મૅટ્રિક. ૧૯૩૪ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ઘણાં વર્ષ દેવકરાળ નાનજી ઇન્શ્યોરન્સ કંપનીમાં ચીફ એજન્ટ અને ત્યારપછી જીવન વીમા નિગમમાં બ્રાંચ મેનેજર.
‘પનસેપારી' (૧૯૪૯), ‘ફિલસૂફિયાણી' (૧૯૫૩), ‘ચાલે, સજોડે સુખી થઈએ' (૧૯૫૯), “અમે અને તમે' (૧૯૬૦), 'સાથે બેસીને વાંચીએ' (૧૯૬૧), ‘હળવું ગાંભીર્ય' (૧૯૬૩), ‘ફિલસૂફને પૂછે' (૧૯૬૫), ‘સન્નારીઓ અને સજજના(૧૯૬૬), ‘અવળે ખૂણેથી’ તથા મરણોત્તર ‘નવરાં બેઠાં' (૧૯૮૫) એ એમના હળવા નિબંધેના સંગ્રહો ત્રણેક દાયકા સુધી ‘ગુજરાત સમાચાર” દનિકમાં એકધારી ચાલેલી એમની લોકપ્રિય કટારની નીપજ છે. પ્રસંગની હળવી માવજત અને ચબરાકિયા ચકાને આશ્રય લઈ અમદાવાદના મધ્યમ વર્ગના માનવીઓના જીવનને અને વિશેષત:
રચંટો.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org