Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
" ,
"
નીલકંઠ વિદ્યાગૌરી રમણભાઈ
સંકેત એમાં મેં જૂદ છે. એમનું આ નાટક આજે પણ એટલું જ પ્રભાવક હોઈ અન્ય નાટકારોએ એના વરનુરૂપને નવ દૃષ્ટિકોણથી અપનાવી નાટક સર્જ્યો ભજવ્યાં છે.
આ લેખકની સક્ષમ પ્રતિભા એમની હાસ્યરસિક નવલકથા. ‘ભદ્ર ભદ્રમાં પણ નીવડી અાવે છે. પશ્ચિમની પિકવિક પેપર્સ’ કે 'ડોન કિહોટે' જવી કૃતિઓમાંથી પ્રેરણા મેળવીને લખાયેલી આ નવલકથાન: વિષય સુધારા વિરોધને ઉપહાસ છે. દોલતાંકર જેવા વાવનીસંસ્કારથી દૂષિત નામને ત્યાગ કરીને ભદ્રંભદ્ર બનેલા. એક અપજ્ઞ બ્રહ્માણની સર્વજ્ઞ તરીકે નીવડી આવવાની દાંભિક પરિસ્થિતિઓ દ્વારા હાસ્યકટાક્ષઉપહાસાદિને વિકસાવીને લેખકે નવલકથા અને પત્રને અમર કરી દીધાં છે. જીવનચરિત્રના ઢાંચામાં ઢાળવામાં આવેલી આ નવલકથાની સંસ્કૃતપ્રચુર શૈલી પછળનાં પ્રકરણામાં એકતાનતાનો અનુભવ કરાવે છે અને છેવટન: ભાગમાં શૈલી અને ... જીવનકથારૂપ નિરૂપણ નબળું પડતું હોવાને લીધે – નવલકથાનું સ્વરૂપ પણ શિથિલ બનતાં જાય છે. એમ છતાં, ગુજરાતી નવલકથાહિત્યમાં અને હાસ્યસાહિત્યમાં એક વિશિષ્ટ અનyવાદ્ય કૃતિ તરીકે 'ભદ્રંભદ્ર ચિરસ્મરણીય રહેશ.
કવિતા અને સાહિત્ય'- ભા.૧-૨-૩માં લેખકનાં કાવ્યપ પણ દાખવતા લેખા અને ગ્રંથાવલોકનો સંગ્રહાયાં છે. ગુજરાતી વિવચનમાં નવલરામે કરેલા ગંભીર પ્રદાનનું અહીં લગભગ અનુસરણ છે. એટલે પાશ્ચાત્ય સાહિત્યવિચારણાનાં તત્કાલે પ્રસિદ્ધ થયેલ -- અલબત્ત મૂલ્યવાન સિદ્ધાંતદર્શનનું એમણે વિવરણાત્મક આલેખન કર્યું છે. 'કવિતા', 'કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ', 'Lyric --- રાગધ્વનિકાવ્ય', 'વૃત્તિમય ભાવાભાસ', 'કવિતા અને નીતિ', કવિતા અને સત્ય' જેવા મુદ્દાઓની વિચરાણીનું એમનું વિવરણાત્મક આલેખન પાશ્ચાત્ય સિદ્ધાંત અંગની એમની સૂઝસમજનું અને એને ગુજરાતીમાં અવતારતી વેળાએ સહાધ્ય બનતી સર્વપશી અને સમન્વયકારી નિરૂપાગકલાનું દ્યોતક બને છે. 'કાવ્યાનંદ', 'કવિત્વરીતિ' જેવા મુદ્દાઓની વિચારણાના મુખ્યાધાર સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રહેલ જોઈ શકાય છે, પણ એના વિષયવિસ્તાર પાશ્ચાત્ય કાવ્યવિચારણાને આધાર પણ લે છે. છંદ
અને પ્રાસને કવિતાની વાણી'ના સંદર્ભમાં વિચારવાની એમની. દૃષ્ટિ કવિતાનાં અંગેઅંગને એના આત્મભાવના અનુસંધાનમાં જ પામવાની પ્રવૃત્તિનો પરિચય કરાવે છે. પૃથુરાજ રાસા', 'કુસુમ માળા’, ‘સરસ્વતીચંદ્ર’, ‘અભંગમાળા’, ‘હૃદયવીણા વગેરે કૃતિ ઓનાં ચર્ચા-વિચારણા-અવલોકનમાં પણ એમની સાહિત્યિક નિષ્ઠા, બહુશ્રુતતા, રસિકતા અને મર્મગ્રાહિતાનાં વલણા પ્રેરક પરિણામ આપે છે. એમનાં વિવાદાસ્પદ વલણ પણ, સરવાળે તો, સાહિત્યનિક મૂલ્યવત્તાને અનુભવ કરાવતાં હોવાથી ધ્યાનપાત્ર બને છે.
‘કવિતા અને સાહિત્ય'-૪ માં હાસ્યરસ’ વિશેના નિબંધ ઉપરાંત એમની કવિતા-વાર્તાલેખનની પ્રવૃત્તિને પણ પરિચય મળે છે. ભોળાનાથની ભકિતકવિતાના પ્રભાવ તળે જ જાણે લખાયેલાં હોય એવાં એમનાં ભકિતકાવ્યમાં ઊર્મિ કરતાં ચિતન તરફને ઝોક વધુ પડતા જણાય છે, જે એમણે જ વિચારેલા ઊર્મિકાવ્યના માનદંડોથી ભિન્ન પડે છે. એમની કવિતામાં ભકિતની સાથે સંકળાતી જ્ઞાન
નિષ્ઠા અને શાનું જયાં સંયોજન થાય છે ત્યાં કવિતા નીવડી આવતી જણાય છે. વાર્તાકાર તરીકે એમણ આર્થર કોનન ડોઈલની વાર્તાનું રૂપાંતર પણ કર્યું છે અને એમની મૌલિક વાર્તા ‘ચતુર્મુખ પર પણ ડોઈલને પ્રભાવ જણાય છે. એમની વાર્તાલેખનપ્રવૃત્તિમાં અભ્યાસીઓ ચિઠ્ઠી’ અને ‘ટપની મુસાફરી' જવી હાસ્યકૃતિઓને પણ જોડી દે છે.
‘કવિતા અને સાહિત્ય'માં હાસ્યરસ' વિષને દાઢને પાનાને; નિબંધ, જે હાસ્યમંદિરમાં પણ મુકાયા છે તેમાં જે કાંઈ અર દેખાય છે તે હાસ્યમંદિરની હાસ્યકૃતિઓમાં લેખ લાગ્યા છે. એમની હાસ્યરસિક કૃતિઓને કોઈ ચોક્કસ સ્વરૂપને! ઢાંચામાં ઢાળી શકાય એમ નથી, કારણ કે એમાં તા હાસ્યરસિક સંવાદકૃતિઓનેય સમાવેશ થયો છે, જે ભૂતકાળમાં રંગમંચ પર પણ આકર્ષણ પેદા કરી શકી હતી. અહીં નિબંધિકા, વાર્તા, ટુચકા જેવાં અનેક વિધ પ્રકારનાં લખાણોમાં નર્મ-મર્મ કટાક્ષનું વૈવિધ્ય માણી શકાય છે.
‘ધર્મ અને સમાજના પહેલા ભાગમાં માત્ર ધર્મતત્ત્વ ચિનન અને એના આનુષંગિક વિષયે છે; જયારે બીજા ભાગમાં ધર્મ ન સમાજસુધારણા વિશેના લેખા સાથે રજૂ કરીને શીર્ષકની ભૂળ અર્થ પણ જાળવવામાં આવ્યો છે. અહીં લેખકની ધર્મભાવની લાગણી અને તર્કના સમન્વયરૂપ છે, પણ સરવાળે લાગણી ઉમિનો હાથ. ઊંચા રહે છે. મૂર્તિપૂજાના વિરોધ કે અવતારનિષધ જેવા મુદ્દાઓમાં તર્કનું પ્રમાણ જોવા મળે છે, જયારે ભકિત, મુકિત, પ્રાર્થના કરવા વિષયોમાં લાગણીનું વજન વિશેષ છે. બંને ભાગાના અધ્યયનને! ફલિતાર્થ આટલે જ છે – “રમાગભાઈની ધર્મભાવને અ. નીતિભાવના અલગ કરીને જોઈ શકાય એમ નથી.’ ‘જ્ઞાનસુધા'ના સંપાદનકાર્યના અને લેખકની ધર્મતત્ત્વમીમાંસાના વિચાર સાથે કરવો જોઈએ. ધર્મને નામે બુદ્ધિશાળી વર્ગમાં પણ ફેલાતી દ્વિધાઓ અને ગેરસમજ નિવારવા “જ્ઞાનસુધાને જન્મ થયે: હ. આમ, ધર્મતત્ત્વચિંતન એ “જ્ઞાનસુધા'ના ઉદભવ મા કે પાયાનું નિમિત્ત હતું, સાહિત્ય અને સંસારસુધારો એના સંપાદકની વ્યકિતગત રુચિનાં નિમિત્તો હતાં તથા સુનીતિ અને સદાચાર લેખકનાં સ્વભાવલક્ષી વલણ હતાં –એ સર્વનું પ્રતિબિંબ'જ્ઞાનસુધા'. ની સામગ્રીમાં સામર્થ્યથી પ્રિય છે.
- ચં... નીલકંઠ વિદ્યાગૌરી રમણભાઈ (૧-૬-૧૮૭૬, ૭-૧૨ ૧૯૫૮) : નિબંધકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. કેળવણીને આરંભ છે. બા. મગનભાઈ કન્યાશાળામાં. માધ્યમિક શિક્ષણ મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજમાં. ૧૮૯૧માં મૅટ્રિક. એમનાં નાનાં બહેન શારદાબહેન સાથે ગુજરાત કોલેજમાંથી ૧૯૦૧માં બી.એ. ગુજરાતીમાં બી.એ.ની પદવી પ્રાપ્ત કરનાર સૌપ્રથમ આ બે બહને. ૧૮૮૯માં એમનું લગ્ન સર રમણભાઈ નીલકંઠ સાથે થયું. અમદાવાદની સંખ્યાબંધ જાહેર સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલાં રહ્યાં. ગુજરાત વિદ્યાસભાનાં મંત્રી અને ૧૯૪૬ માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫માં સંમેલનનાં પ્રમુખ. ૧૯૪૭થી ગુજરાત સાહિત્ય સભાના પ્રમુખ. પ્રાર્થનાસમાજ અને અનાથાશ્રમમાં પણ સક્રિય. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કેટલાક સમય સરકાર
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org