Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ધોળકિ માણેકલાલ લક્ષ્મીદાસ- ધ્રુવ આનંદશંકર બાપુભાઈ
ધોળકિયા માણેકલાલ લક્ષમીદાસ : કથાકૃતિઓ ‘ટારકલી'(૧૮૯૨), ‘વિધવા લીરૂ’ અને ‘સાનેરી ટોળી' તથા અનૂદિત કૃતિ ભાગ્યહીન મુરાદ' (૧૮૯૨)ના કર્તા.
નિ.વા. ધોળકિયા માર્કઃ રતનલાલ : નાટયકૃતિ 'દેવાંગન' (૧૯૨૫)ના કત.
નિ.વા. ધોળકિયા વિજયશંકર હિમતલાલ : નવલકથા ‘રાયબહાદુરને
સાર યાને અભિમાની માતા' (૧૯૨૧) અને રાજા ગણેશ વા મંદાકિનીના કર્તા.
નિ.વા. ધોળકિયા સુલક્ષણાબહેન રતનલાલ (૧૮૯૫, ૧૯૫૫): કવિ. જન્મ પેટલાદમાં. એમની પાસેથી ભજનસંગ્રહ 'પ્રેરણા મળ્યા છે.
નિ.વા. ધાંગડે કાશીનાથ રાવજી : ‘કી તુકારામચરિત્ર' (૧૮૯૫) ના કર્તા.
નિ.વા. ધ્યાની યંતીલાલ નરોત્તમ (૧૭-૨-૧૮૯૮) : કવિ. જન્મ ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામમાં. અમદાવાદની પ્રેમચંદ રાયચંદ રેનિગ કોલેજમાં સીનિયર ટ્રેઇન્ડ. શુકલતીર્થ, ભરૂચ, ભાલેદ વગેરે ગામામાં શિક્ષક. પછીથી ભાલોદ વિભાગમાં શિક્ષણાધિકારી,
એમની પાસેથી પદ્યકૃતિઓ “શબરી’, ‘આશ્રમને આત્મા', ‘વ્રતવિચાર’, ‘સુવર્ણ મહાત્મા’ વગેરે મળી છે. આ ઉપરાંત 'વિદેશ સેવા’ અને ‘રાષ્ટ્રીય કક્કો' જેવી અનૂદિત કૃતિઓ પણ એમણ આપી છે.
નિ.વા. ધ્રુવ આનંદશંકર બાપુભાઈ, ‘મુમુક્ષુ', ‘હિંદહિતચિંતક' (૨૫-૨-૧૮૬૯, ૩ ૪ ૧૯૪૨): સાહિત્યમીમાંસક, દાર્શનિક ગદ્યકાર. જન્મસ્થળ અમદાવાદ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વડોદરા અને રાજકોટમાં. ૧૮૮૯માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૮૯૨ માં એમ.એ. ૧૮૯૭માં એલએલ.બી. ૧૯૯૫ -થી ૧૯૧૯ સુધી ગુજરાત કોલેજમાં સંસ્કૃત, અંગ્રેજી, પાશ્ચાત્ય તેમ જ ભારતીય ન્યાયશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક. ત્યારબાદ વારાણસી યુનિવર્સિટીમાં અધ્યાપક અને ઉપકુલપતિ. ‘સુદર્શન'નું. તંત્રીપદ. ૧૯૦૨ માં 'વસંત' માસિકને આરંભ. ૧૯૨૮ માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ભારતની ફિલેસેફિકલ કોંગ્રેસના પ્રમુખ. ૧૯૩૦માં આંતરયુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ. ૧૯૩૬ માં સર્વધર્મ પરિષદના અને ગુજરાત વિદ્યારાભાના પ્રમુખ. ૧૯૩૭માં વારાણસી યુનિવર્સિટી દ્વારા ડૉકટર ઑવ લિટરેચરની પદવી. સમકાલીન રાષ્ટ્રીય આંદોલનોમાં તેઓ સક્રિયપણે જોડાયેલા નહિ. એમને સ્વદેશપ્રેમ ભાવનાત્મક હતો. પ્રજની ધર્મવૃત્તિને સંસ્કારવી, ઉચિત દૃષ્ટિ આપવી તેને જીવનકાર્ય લેખેલું. ૧૯૩૭માં નિવૃત્ત.
આનંદશંકરની સાહિત્યરુચિ અને સાહિત્યનાં ધારણા પૂર્વપશ્ચિમની સમર્થ સાહિત્યકૃતિઓના પરિશીલનથી ઘડાયાં છે. ‘સાહિત્યવિચાર' (૧૯૪૧) ને ‘કાવ્યતત્ત્વવિચાર' (૧૯૪૭) એમની સાહિત્યુકલા-મીમાંસાના પ્રતિનિધિરૂપ સંચયો છે. “દિગ્દર્શન' (૧૯૪૨) અને ‘વિચારમાધુરી' (૧૯૪૬)માં પણ કેટલાક સામયિક સાહિત્યવિષયક લેખે, પ્રવેશકો, ગ્રંથાવલેકને વગેરે છે. તેઓ સાહિત્યને વિશાળ સંદર્ભમાં જોવાની સાથે પ્રથમત: તને કલા તરીકે સ્વીકારે છે. એમણે કવિતાને ‘અમૃતસ્વરૂપ આત્માની કલા’ તથા ‘વાદેવીરૂપ’ કહી છે અને આત્માના ખાસ ધર્મો ચૈતન્ય, વ્યાપન તથા અનેકતામાં એકતાને કવિતામાં આવશ્યક લેખ્યાં છે. સાહિત્યમાં ઉપદેશના તત્ત્વ માટે એમનું વલણ ‘કાંતાસંમિતતોપદેશયુજેનું હતું. તેઓ કાવ્યસૃષ્ટિની યથાર્થતાને બાહ્ય
જગતથી ભિન્ન એવું સ્વાયત્ત સ્થાન ફાળવે છે અને પ્રતીકોને ‘સાંકેતિક વાસ્તવિકતા' તરીકે સ્વીકારે છે.
તત્કાલીન સાહિત્યવિવેચનાના ક્ષેત્રમાં જાગેલાં મતમતાંતરોની ચર્ચાવિચારણા કરતાં એમણે કેટલાક સારગ્રાહી અને મૂલગામી સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. કવિતામાં ઊમિને જ પ્રાધાન્ય આપતા રમણભાઈ નીલકંઠના અભિપ્રાયને પડકારતાં એમણે જણાવ્યું કે કવિતા સમગ્ર સંવિતને વ્યાપાર છે; કેવળ ઊર્મિ છે નહિ, એમાં સંવેદન, પ્રત્યક્ષોધ, કલ્પના-વિચાર આદિ અનેક તને સમાવેશ થાય છે. કલાસિકલ અને રોમેન્ટિક સાહિત્ય વિશે પિતાના વિચારો રજૂ કરતાં એમણે ‘કલાસિકલ’ માટે ‘સંસ્કારી સંયમ’ અને ‘રોમેન્ટિક' માટે ‘જીવનને ઉલ્લાસ’ શબ્દો પ્રોજને ઉકત બંને પ્રકારોને સંબંધ, ઊગમ અને તારતમ્ય સ્પષ્ટ કર્યા. તેવી જ રીતે રમણભાઈના ‘વૃત્તિમય ભાવાભાસ'ને, ક. મા. મુનશીના ‘કલા અને નીતિ’ વિશેના વિચારને અને ચંદ્રશંકર પંડયાના સાહિત્યની દરેક પ્રવૃત્તિ રાષ્ટ્રનું ભલું કરવા માટે જ થવી જોઈએ એવા પ્રતિપાદનનો વિરોધ કરીને તે તે વિષયાની સર્વગ્રાહી ચચાં દ્વારા તાત્ત્વિક સત્યની સમજ આપીને, એમણે તાર્કિક રીતે પોતાના મંતવ્યને સિદ્ધ કરી બતાવ્યું છે.
એમની વિવેચના સિદ્ધાંતદર્શનમાં તેમ કૃતિવિચારણામાં પણ વ્યાપકપણે કલાના મૂળ રહસ્યનું વિશદ પૃથક્કરણ અને સમતાવ મૂલ્યાંકન કરવામાં સમર્થ અને સત્ત્વશાળી રહી છે. સાહિત્યસિદ્ધાંતની સાથે સાહિત્યસ્વરૂપની અને ભાષાની ચર્ચા પણ
એમણે કરી છે. સાહિત્ય શબ્દને યૌગિક અર્થ એમણે દર્શાવ્યો છે તમાં એમની સંશાધનશકિત અને ઇતિહાસનિષ્ઠાને સુભગ સમન્વય જોઈ શકાય છે.
એમની પ્રતિભા ધર્મ વિશેના જાગ્રત ચિંતક તરીકેની પણ છે. સરળ અને લેક શૈલીએ, હિન્દુધર્મની બાળપોથી' (૧૯૧૮) -માં એમણે હિન્દુ ધર્મનું રહસ્ય બહુજનસમાજ માટે પ્રગટ કર્યું છે. ‘આપણો ધર્મ' (૧૯૧૬) અને ‘હિન્દુ વેદધર્મ' (૧૯૧૯) હિન્દુ ધર્મના સિદ્ધાંત અને દર્શનને સ્પષ્ટ કરતાં પુસ્તકો છે. ધર્મવર્ણન'માં એમણે જગતના મુખ્ય ધર્મોના સિદ્ધાંતને પરિચય આપ્યો છે. નીતિ અને સદાચારમાં પોષક નીવડે એવી રસભરી કથાઓ ‘નીતિશિક્ષણમાં આપી છે.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૨૭૩
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org