Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
છે. કેશવલાલ હર્ષદરાય-શ્રાવ દુર્લભ શ્યામ. . !
પ્રાચીન ગુજરકાવ્ય' (૧૯૨૭), રાંદન ક' છે, રહાસન હરિદ્રાખ્યાન' (૧૯૨૭), અખાત . *ભવબિંદુ' (૧૯૩૨) વગેરે એમનાં અન્ય પદના છે. વળી, પ્રેમાનંદના નામ ચડેલાં નાટકો પાછળના સંમાર્જનમાં એમના હાથ દાવાની અટકળ પણ કરાયેલી છે.
સંસ્કૃત કાવ્યો અને નાટકોના એમણ કરેલા અનુવાદો એમસૌથી મહત્ત્વનું પ્રદાન છે. રસિકતા અને પાંડિત્ય સાથે યથાર્થ ભાષાંતર કેવાં થઈ શકે એના એ નમૂનાઓ છે. મૂળ કૃતિન: મર્મને ગુજરાતીમાં ઉતારવામાં એમને અધઝાઝેરી સફળતા મળી છે. ‘અમેશતક' (૧૮૯૨), “ગીતગોવિંદ' (૧૮૯૫) અને 'છાયા ઘટકર્પર' (૧૯૬૨) એમના સંસ્કૃત કાવ્યાના અનુવાદ છે; તે ‘પ્રધાનની પ્રતિજ્ઞા' (૧૯૧૫), ‘સારું સ્વપ્ન' (૧૯૬૭), મધ્યમવ્યાયાગ' (૧૯૨૮) અને 'પ્રતિમા' (૧૯૨૮) એ એમના ભાસનાં નાટકોના અનુવાદ છે. વિશાખદત્તનું મુદ્રારાક્ષ ‘મળની મુદ્રિકા' (૧૮૮૯)ને નામે, હર્ષનું 'પ્રિયદશિકા' ‘
વિધ્યવનની કન્યકા' (૧૯૧૬)ને નામે, કાલિદારાનું ‘વિક્રમોર્વશીયમ્' 'પરાક્રમની પ્રસાદી' (૧૯૧૫)ને નામ એમણ ગુજરાતીમાં ઉતાયાં છે. આ અનુવાદો ઊચું નિશાન તાકનારા છે.
સંસ્કૃત ભાષાના એમના બે ગ્રંથી ‘ન્યાયપ્રવેશ' (૧૯૩૦). તથા “યાદ્વાદમંજરી' (૧૯૩૩) પણ નોંધપાત્ર છે. તેમાં જેબૌદ્ધ દર્શન થાનું વિદ્વત્તાપૂર્ણ સંશાધન છે. રામાનુજાચાર્યકૃત ‘શીભાષ' (૧૯૧૩)નું ગુજરાતી અનુવાદ સાથેનું સંપાદન બે ભાગમાં પ્રસિદ્ધ થયું છે. એમનાં કેટલાંક વ્યાખ્યાનો પણ સ્વતંત્ર પુસ્તિકરૂપે પ્રગટ થયાં છે. ‘સુદર્શન ગદ્યાવલિ' (૧૯૦૯)માં એમણ મણિલાલ ન. દ્રિવેદીના લેખેનું સંપાદન કર્યું છે.
અર્થપૂર્ણ મિતભાપિતા અને જીવંત રસજ્ઞતા એ આનંદશંકરની નિviધાની મુખ્ય લાક્ષણિકતા છે. અભિનવ સમતાવાળી અને લક્ષ્યગામી એમની શૈલીમાં ઊમિ અને ચિંતનના સુભગ સમન્વય છે. સંસ્કૃત, અંગ્રેજી કે ગુજરાતી ઘરગથ્થુ શબ્દોને તેઓ
ચિત્યપૂર્વક અને યથાર્થ ઉપયોગ કરે છે. પ્રસન્નગંભીર પદાવલિમાં રાચતું એમનું ગદ્ય કેવળ પાંડિત્યદર્શી નથી. સંરક્તશૈલીની સુદીદ વાકથાવલિઓ કે સૂત્રાત્મક ટૂંકાં વાકથી તેઓ સહજરામથી થાઇ શકે છે.
નિ.વા. ધ્રુવ કેશવલાલ હર્ષદરાય, 'વનમાળી' (૧૭-૧૦-૧૮૫૯, ૧૩-૩-૧૯૩૮) : ભાષાવિદ, વિવેચક, સંશોધક, સંપાદક, અ-- વાદક. જન્મ દહેગામ તાલુકાના બહિયેલમાં. ૧૮૭૬ માં મૅટ્રિક. ૧૮૮૨ માં બી.એ. ત્યારબાદ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. ત્યાંથી અમદાવાદની રણછોડલાલ છાટાલાલ હાઈકુલમાં. ૧૯૦૮ માં એ જ હાઈસ્કૂલના હેડમાસ્તર, ૧૯૧૫માં ત્યાંથી નિવૃત્ત થઈ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના પ્રથમ પ્રાધ્યાપક તરીકે નિમાયા. ૧૯૩૪ માં નિવૃrt. ૧૯૨૦થી ૧૯૩૮ સુધી ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ. ૧૯૦૭માં ભરાયેલી બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
સંશાધનની સંસ્કૃત-પરંપરામાં એમનું પ્રદાન મૂલ્યવાન છે. કયારેક કલ્પના અને અનુમાનથી પાઠફેરફારોમાં પ્રેરાતા હોવા છતાં એમનાં સંશોધન અને સંપાદન ચિની પરિષ્કૃતતા અને સર્જકતાના ઉન્મેષ બતાવે છે. એમના અનુવાદોમાં અનુસર્જનની તાજગી છે.
ભાષાવિષયક સંશોધન અને સાહિત્યવિચારણા રજૂ કરતા એમના લખા ‘સાહિત્ય અને વિવેચન'-ભા. ૧, ૨ (૧૯૩૯, ૧૯૪૧)માં સંગ્રહાયા છે; તે ૧૯૩૧ માં મુંબઈ યુનિવર્સિટી તરફથી યોજાયેલા ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પિંગલવિષયક વિચારણા રજૂ કરતાં પાંચ વ્યાખ્યાનો ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના (૧૯૩૨) રૂપે મળે છે. 'રણપિંગળ’ પછી ગુજરાતીમાં છંદ પરનો આ બીજો પ્રમાણિત ગ્રંથ છે. એમાં સર્વેદથી માંડીને અર્વાચીન સમયના છંદોને વિકાસ ઉદાહરણો સાથે સ્કુટ કર્યો છે.
પ્રાચીન મધ્યકાલીન કવિઓ વિશેનાં એમનાં સંપાદને વિદ્રાપૂર્ણ પ્રાસ્તાવિકો અને ઘોતક ટિપણાથી મહત્ત્વનાં બનેલાં છે. મધ્યકાલીન ભાષા અને સાહિત્યને એમાં દૃષ્ટિપૂર્વકને અભ્યાસ છે. ભાલણની 'કાદંબરી'ના પૂર્વભાગ (૧૯૧૬) નું અને ઉત્તરભાગ (૧૯૨૭)નું સંપાદન કરવા ઉપરાંત એમણે ‘પંદરમા શતકનાં
ધ્રુવ ગટુલાલ ગપીલાલ (૧૮-૫-'૧૮૮૧, ૨૪-૫ ૯૬૮) : ચરિત્રલેખક, અનુવાદક. જન્મ અમદાવાદમાંપ્રાથમિક શિક્ષણ અમદાવાદને ઉમરેઠમાં. ૧૮૯૮ માં મંદ્રિક. ૧૯૦૪ માં તર્કશાસ્ત્ર - ફિલસૂફી વિષયો સાથે મુંબઈથી બી.એ. ૧૯૦૫માં સુરતની હાઈ
સ્કૂલમાં શિક્ષક, પછી મિડલ સ્કૂલ અને મહાલક્ષમી દૈનિંગ કોલેજમાં ચૌદ વર્ષ શિક્ષક. ૧૯૧૨ માં મુંબઈની સર જમશેદજી જીજીભાઇ પારસી બેનિવાલંટ હાઈસ્કૂલમાં શિક્ષકોને શિક્ષણ. ૧૯૨' માં ભરૂચની ટીચર્સ ટ્રેનિંગ સ્કૂલના હેડમાસ્તર. એ પછી દશ વર્ષ આસિ. ડેપ્યુટી ઍજયુકેશનલ ઇન્સપેકટર, અમદાવાદના પ્રાર્થના સમાજના મુખ્ય કાર્યકર્તા. ‘જ્યોતિર્ધર' માસિકના તંત્રી. ગુજરાતી સ્ત્રી કેળવણી મંડળ તેમ જ મહિપતરામ અનાથાશ્રમના મંત્રી. ૧૯૩૫માં યુરોપપ્રવાસ.
‘ઈસુખ્રિસ્તનું જીવન’ (૧૯૫૦), પ્રજ્ઞાપારમિતા રમૂત્ર' (૧૯૧૬), શ્રી કન્વેના મરાઠી લેખનું ભાષાંતર, ‘હિન્દુ સ્ત્રીઓની ઉન્નતિમાં ગાળેલાં મારાં વીસ વર્ષ(૧૯૩૫), ‘બ્રાહ્મધર્મ' (૧૯૩૫), ‘રાજા રામમોહનરાય' (૧૯૫૦) વગેરે એમની મહત્ત્વની રચનાઓ છે.
‘લગ્ન : છૂટાછેડા :વારસ’માં એમણે પ્રસ્તુત વિષયના કાયદાઓની સદૃષ્ટાંત ચર્ચા કરી છે. માળાનાથકૃત ભજને દેવનાગરીન સ્થાને ગુજરાતીમાં ‘ઈશ્વર પ્રાર્થનામાળા’નું એમણે સંપાદન કર્યું છે, જેમાં એમણ કેટલાક પ્રાર્થનાના ગદ્યખંડ પણ ઉમેર્યા છે.
અ.બિ. ધ્રુવ દુર્લભ ૨યામ (૧૫-૮-૧૮૬૧, ૧૯૩૪) : કવિ, નાટયકાર, વાર્તાકાર. જન્મ રાજકોટમાં. ત્યાં પ્રાથમિક શિક્ષણ. અભ્યાસ પૂરો થાય તે પહેલાં કુટુંબના નિર્વાહની જવાબદારી. ‘મુંબઇ સમાચાર'માં પ્રફીડિંગ. જામનગરની ‘આર્યપ્રબોધ' અને
૨૭૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org