Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
દેસાઈ મોહનલાલ મગનલાલ–દેસાઈ રમણલાલ વસંતલાલ
દેસાઈ મેહનલાલ મગનલાલ: નવલકથા “ઔરંગઝેબના ઉદય' (૧૯૦૯) તથા ‘પદ્મિની(૧૯૧૦)ના કર્તા.
દેસાઈ યશવંત:કરુણ અતિશયોકિતઓથી યુકત નવલકથા “આંસુનું જીવન' (૧૯૩૫)ના કર્તા.
નિ.વો. દેસાઈ રતનશા ફરદૂન', 'દિલખુશ': નવલક્થા પાપના પશ્ચાત્તાપ’ (૧૯૧૯)ના કર્તા.
અંટો. દેસાઈ રતિલાલ દીપચંદ (૧૨-૯-૧૯૦૭) : વાર્તાકાર. જન્મ
ખેરાળીમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદ સાથે સંલગ્ન.
જૈન ધર્મની સાંપ્રદાયિક સમજને કેન્દ્રમાં રાખી લખાયેલી વાર્તાઓને સંગ્રહ ‘અભિષેક' (૧૯૫૩) તથા 'પદ્મપરાગ' (૧૯૭૪) ઉપરાંત ‘મંગળમૂર્તિ’ પુસ્તક પણ એમના નામે છે.
દેસાઈ રતુભાઈ નાનુભાઈ (૨૧-૧૧-૧૯૦૮): કવિ. જન્મ વલસાડ જિલ્લાના નવસારીમાં. ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત રાષ્ટ્રીય શાળામાં અભ્યાસ. પહેલાં શિક્ષક અને ખાદી-પત્રિકાના સંપાદક, પછી ૧૯૩૮ માં પ્રિન્ટિંગ પ્રેસનો વ્યવસાય. ૧૯૪૬ થી પેપર પ્રિન્ટિંગ મશીનરીની આયાતને ધંધો.
એમનાં પ્રકાશમાં જનની' (૧૯૪૦) અને “સાસુમાની ઝાલરી' (૧૯૮૧) જેવી શોકપ્રશસ્તિઓ; “કલ્પના' (૧૯૬૩), 'કારાવાસનાં કાવ્યો' (૧૯૭૫), 'કટોકટીના કાવ્યોદ્ગાર' (૧૯૭૮) જેવા કાવ્યસંગ્રહો; રવીન્દ્રનાથની છાયા ઝીલતા અધ્યાત્મચિંતનના ગદ્યખંડોને સંચય ‘યાત્રાપથનો આલાપ' (૧૯૮૬) ઉપરાંત ‘ઇન્દુ અને રજની' (૧૯૪૧) જેવી ભગ્નપ્રેમની કથા તેમ જ કેટલાંક સંપાદનો છે.
ભા.જા. દેસાઈ રમણલાલ એ. : ‘અજાડ અંત્યાક્ષરી સાથે શબ્દકોશ’ : ૧ (૧૯૪૫)ના કર્તા.
વડોદરામાં અવસાન.
એમણે લેખનપ્રવૃત્તિને પ્રારંભ ૧૯૧૫માં સુરતમાં ભરાયેલી સાહિત્ય પરિષદ વખતે ભજવવા માટે લખેલા ‘સંયુકતા’ નાટકથી કર્યો, જે પછી પુસ્તકરૂપે ૧૯૨૩માં પ્રગટ થયું. પછી વડોદરામાં સાહિત્ય પરિષદ ભરાઈ ત્યારે સયાજીરાવે આપેલા દાનની યોજના અન્વયે એમણે ‘મહારાણા પ્રતાપ' (૧૯૧૯) અને નાના ફડનવીસ” (૧૯૨૨) એ ચરિત્રો, ‘પાવાગઢ' (૧૯૨૦) પ્રવાસગ્રંથ અને સંસ્કૃતિની ઉત્પત્તિ' (૧૯૨૮) અનુવાદગ્રંથ પ્રસિદ્ધ કર્યા. પરંતુ એમને લેખક તરીકે ખ્યાતિ તો અપાવી, ૧૯૨૪-૨૫ દરમિયાન ‘નવગુજરાત’ સામયિક માટે એમણે લખેલી અને પછીથી ૧૯૩૮ -માં પ્રગટ થયેલી 'ઠગ' નવલકથાએ.
પાશ્ચાત્ય નવલકથાકારો કે તેમની નવલકથાઓ કરતાં ગુજરાતી. નવલકથાકારો અને સર્જકો તથા ગાંધીજીની ભાવના અને સામ્યવાદી વિચારોની અસર એમણે ઝીલી. તત્કાલીન ગાંધીયુગીન સામાજિક ને રાજકીય પ્રશ્નો, શિક્ષિત સુખી મધ્યમાવર્ગીય જીવનમાંથી આવતાં આદપરાયણ અને આદર્શને ખાતર દુન્યવી સુખોને ત્યાગ કરવાની તમન્નાવાળાં યુવાન-યુવતી-પાત્રો, એ પાત્રો વચ્ચે બંધાતા પ્રણયત્રિકોણ અને તજજન્ય ઘણા, એકાદ ખલપાત્ર, કાવ્યન્યાય મુજબ આવતો ભાવનાપષક અંત, કથાનાં એક-બે પાત્રોને રહસ્યમય ભૂતકાળ, કથાની વચ્ચેવચ્ચે આવતી સામાન્ય લૌકિક અનુભવો વિશેની ચિંતનકણિકાઓ, સરળ લોકભાગ્ય ભાષા ઇત્યાદિ તત્ત્વોવાળું નવલકથાનું એક એવું રૂપ એમણે નિપજાવ્યું કે આ નવલકથાઓએ ૧૯૩૦-૪૦નાં વર્ષો દરમિયાન ગુજરાતના બહોળા વાચકવર્ગમાં એમને લોકપ્રિય નવલકથાકાર બનાવી દીધા. ગ્રંથરૂપે પ્રગટ થયેલી એમની પહેલી સામાજિક નવલકથા 'જયંત' (૧૯૨૫)માં રચનારીતિને જે ઢાંચે બંધાયા તે જ સામાન્ય પરિવર્તન સિવાય એમની પછીની મોટા ભાગની નવલકથાઓમાં પણ જોવા મળે છે.
પ્રારંભથી જ એમની નવલકથાઓમાં ગાંધીવિચારો પ્રત્યેના પક્ષપાત દેખાય છે. “શિરીષ' (૧૯૨૭) અને ‘હદયવિભૂતિ' (૧૯૪૦)માં ગુનેગાર ગણાતી કોમની સેવાનો પ્રશ્ન કે પૂર્ણિમા (૧૯૩૨)માંને વેશ્યાજીવનને પ્રશ્ન ગાંધીયુગીન પતિ દ્વારની ભાવનામાંથી આવે છે. ‘હૃદયનાથ' (૧૯૩૨)માં વ્યાયામ અને અખાડાપ્રવૃત્તિના વિકાસનો પ્રશ્ન છે. પરંતુ ગાંધીયુગીન આદર્શ અને જનજીવનને વ્યાપકરૂપે મૂર્ત કરતી અને સાહિત્યિક દૃષ્ટિએ પણ વિશેષ સંતર્પક નવલકથા ‘દિવ્યચક્ષુ' (૧૯૩૨) છે. અસપૃશ્યતા, રસ્વદેશી-આંદોલન, સ્ત્રીસ્વાતંત્ર્ય, સભાસરઘસ, પોલીસના અત્યાચાર, અંગ્રેજરાજ્યના અમલદારોની સીધી કે આડકતરી જોહુકમી, રૂઢિચુસ્ત અને અંગ્રેજપરસ્ત સુખી વર્ગની ગાંધીજીની પ્રવૃત્તિઓ પ્રતિ અશ્રદ્ધા વગેરે સમકાલીન વિચારો–ભાવનાઓને
આ કૃતિમાં લેખકે ઝીલ્યાં છે અને અંતે હિંસા પર અહિંસાનો વિજય બતાવ્યો છે. એવી જ બીજી ધ્યાનપાત્ર સામાજિક નવલકથા ‘ગ્રામલક્ષ્મી'-ભા. ૧, ૨, ૩, ૪ (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૩૫, ૧૯૩૭)માં અસ્પૃશ્યતા, વિધવાવિવાહ, ગ્રામસફાઈ, હિંદુમુસ્લીમઐકય ઇત્યાદિ ગ્રામોન્નતિના પ્રશ્નોને વણી લીધા છે. ‘કોકિલા'
દેસાઈ રમણલાલ વસંતલાલ (૧૨-૫-૧૮૯૨, ૨૦-૯-૧૯૫૪): નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ. જન્મ શિનોર (જિ. વડોદરા)માં. વતન કાલોલ (જિ. પંચમહાલ). પ્રાથમિક શિક્ષણ શિનોરમાં. માધ્યમિક અને કોલેજનું શિક્ષણ વડોદરામાં. અંગ્રેજી મુખ્ય વિષય સાથે ૧૯૧૪ માં બી.એ. અને ૧૯૧૬ માં એમ.એ. ૧૯૪૮માં નિવૃત્ત થયા ત્યાં સુધી વડોદરા રાજ્યની નોકરી. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત ખરા, પણ સ્વાતંભ-આંદોલનમાં સીધી રીતે કયારેય સંકળાયેલા નહીં. ૧૯૫૨ માં વિશ્વશાંતિ પરિષદમાં અખિલ ભારત શાંતિ પરિષદના પ્રતિનિધિ તરીકે વિયેનાની મુલાકાત. ત્યાંથી રશિયાને પ્રવાસ. ૧૯૩૨ માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૧ ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્યવિભાગના પ્રમુખ. હૃદય બંધ પડવાથી
ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૨૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org