Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
દવે મહેન્દ્ર અમૃતલાલ દવે મેહનલાલ જગજીવન
‘બકુલેશની વાર્તાઓ' (૧૯૭૭) અને ‘સાસુનય' (અન્ય સાથે, ૧૯૮૩) એમનાં સંપાદનો છે.
એ.ટી. દવે મહેશચન્દ્ર મંજુલાલ: નવભારતી પુસ્તકમાળાના ૪૦ મા
અને ૪૨ માં પુષ્પ તરીકે પ્રકાશિત અનુક્રમે ‘આપણાં પુરાણા” ' (૧૯૫૯) તથા 'કથાકુંજ' (૧૯૫૯)ના કર્તા.
રત્ર'
દવે મંછારામ જટાશંકર : નવલકથા ‘પરી જા-૧, (૧૮૯૧)ના કર્તા.
એ એમની બાળસાહિત્યની કૃતિઓ છે. ‘યજ્ઞરહસ્ય' (૧૯૨૩), ‘સૌંદર્યતત્ત્વ' (૧૯૨ દ) અને ‘આત્માનાં આંસુ' (૧૯૩૦) એમના પ્રકીર્ણ ગ્રંથો છે. એમના ઇતિહાસવિષયક ગ્રંથોમાં તુર્કસ્તાન, હંગેરી, કયુબાબેટ અને બેજિયમની સ્વાતંત્મકથા નિરૂપત ગ્રંથ ‘ઇતિહાસના ઓજસમાં' (૧૯૩૩) ઉપરાંત ‘અઢારસે સત્તાવનના બળવાના ઇતિહાર’–- ભા. , ૨ (૧૯૨૩, ૧૯૨૪)નો સમાવેશ થાય છે.
કૌ.વ્ય. દવે મહેન્દ્ર અમૃતલાલ (૭-૪-૧૯૩૩): સંપાદક. જન્મ વિરાનગરમાં. એમ.એ., પીએચ.ડી. સરકારી વિનયન-વિજ્ઞાન કોલેજ, ગાંધીનગરમાં પ્રાધ્યાપક.
‘પ્રેમપચીસી' (અન્ય સાથે, ૧૯૭૨) ઉપરાંત એમણે વિશ્વનાથ જાનીની કૃતિ “ચતુરચાલીસી' (૧૯૮૬)નું પણ સંપાદન કર્યું છે.
ચં.ટો. દવે મહેન્દ્ર છેલશંકર (૨૪-૧૦-૧૯૨૪, ૨૭-૧૨-૧૯૮૮) : વિવેચક, અનુવાદક. જન્મ ગુડા (સૌરાષ્ટ્ર)માં. ૧૯૪૬ માં બી.એ., ૧૯૫૬ માં એમ.એ., ‘ગુજરાતી સાહિત્યમાં કાવ્યતત્ત્વચર્ચા’ વિષય પર ૧૯૭૮ માં પીએચ.ડી. પહેલાં અમદાવેદમાં, પછી દિલ્હી યુનિવર્સિટીમાં ૧૯૬૨ થી ૧૯૮૮ સુધી ગુજરાતીના પ્રાધ્યાપક. ૧૯૭૦ થી ૧૯૭૮ સુધી ‘ગુર્જરભારતી'-નું સંપાદન. દિલ્હીમાં અવસાન.
એમણે કાવ્યશાસ્ત્રને ગ્રંથ ‘સિદ્ધિાન્ત' (૧૯૬૮) આપ્યો છે. ‘તમિળ સંસ્કૃતિ' (૧૯૭૨) અને ‘સહસ્ત્રફેણ' (૧૯૭૨) એમનાં અનુવાદ-પુસ્તકો છે. આ ઉપરાંત કેટલાક કોશ સાથે તેઓ સંલગ્ન હતા.
દવે મંજુલાલ જમનારામ,પ્રણયી' (૩-૬-૧૮૯૦, ૧-૧૨-૧૯૬૪): જન્મસ્થળ અને વતન પેટલાદ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પેટલાદ તથા વડોદરામાં. ૧૯૧૫ માં વડોદરા કૉલેજમાંથી ગુજરાતી અને અંગ્રેજી ભાષાસાહિત્ય વિષયોમાં એમ.એ. ૧૯૧૬ માં પાટણની ન્યૂ ટેનિગ કોલેજમાં ભાષા-સાહિત્યના અધ્યાપક. પછીથી સુરત, મુંબઈ, કોલ્હાપુર, વડોદરા, પેટલાદ વગેરે શહેરોની કોલેજોમાં અધ્યાપક તથા પ્રિન્સિપાલ. પાશ્ચાત્ય દેશામાં પ્રવાસ કરી વિભિન્ન દેશનાં સાહિત્ય ને સંસ્કૃતિને અભ્યાસ. ૧૯૨૯ -માં યુરોપ-એશિયાના સાહિત્યમાંના લક્ષ્યવાદ (સિમ્બાલિઝમ) પર તુલનાત્મક મહાનિબંધ લખી ડબ્લિન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૩૦માં ફ્રેન્ચ ભાષામાં લખાયેલા એમના નિબંધ ‘લા પોએકી દ રવીન્દ્રનાથ ટાગોર' પર, કૃાાની માંપીલીની, યુનિવર્સિટી તરફથી ડી.લિટ.ની પદવી. યુરોપથી પાછા ફર્યા બાદ વિલાન કૉલેજ, મુંબઈમાં ફ્રેન્ચના અધ્યાપક.
એમણે ટાગોરના ‘ડાકઘર' (૧૯૧૫) નાટકનો અનુવાદ આપ્યા છે. એમણે કરેલા ફ્રેન્ચ અને યુરોપીય નાટકોના અનુવાદોને સંગ્રહ ‘કલાનું સ્વપ્ન અને બીજાં નાટકો' (૧૯૪૦)નામે છે. ગુજરાતી ભાષામાં અંગ્રેજી કૃતિઓને વધુ સફળ અને રસાવહ રીતે તેઓ લઈ આવ્યા છે. મૂળ કૃતિના રસ તથા વસ્તુને ગુજરાતી ભાષામાં ઝીલે તેવા છંદ, શબ્દપ્રયોગોની તથા શૈલીની પસંદગીમાં એમણે ઔચિત્ય બતાવ્યું છે. એમનાં મૌલિક કાવ્યોમાં નરસિંહરાવ અને ન્હાનાલાલની શૈલીની છાયાઓ જોઈ શકાય છે.
નિ.વે. દવે મંદાકિની : તવીસ બાળકાવ્યોનો સંગ્રહ 'મસ્તાના'(૧૯૫૧)નાં
કર્તા. દવે માધવજી પ્રાગજી : નવલકથા 'દુર્ગાદારા’ તથા શ્રીમદ્ભાસ્કર
કવિરચિત સંસ્કૃત નાટકનો અનુવાદ 'ઉન્મત્ત રાઘવ' (અન્ય સાથે, ૧૮૯૪)ના કર્તા.
દવે મહેશ બાલાશંકર (૧-૮-૧૯૩૫): કવિ, વાર્તાકાર, નાટકકાર,
જન્મ ગાંધીનગર પાસેના વાલમાં. ૧૯૬૦માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયમાં એમ.એ. કડી અને અમદાવાદમાં શિક્ષક રહ્યા પછી આજ દિન સુધી અમદાવાદ આર્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
ગુજરાતી કવિતામાં કબિસ્ટ રીતિને અને પદ્ધતિને અખત્યાર કરી ભાષાની તેમ જ અભિવ્યકિતની તરેહ બદલવાને આ કવિને ઉદ્દેશ અને ઉદ્યમ એમના કાવ્યસંગ્રહ “બીજો સૂર્ય' (૧૯૬૯)માં છે. ખંડિત ટુકડાઓ અને વિચ્છિન્ન પદાવલીમાંથી ઊભાં થતાં સંવેદના વિશિષ્ટ છે. “વહેતું આકાશ' (૧૯૭૧)ની તેવીસ વાર્તાઓ અને ‘મુકાબલ' (૧૯૭૭)ની એકવીસ વાર્તાઓમાં વિશિષ્ટ વાર્તાકર્મ વૈયકિતક મહાર સાથે ઊપસી આવ્યું છે. લાઘવ, કથનની આગવી રીતિ અને વેદનાને અર્ધપ્રગટ કે અપ્રગટ સ્પર્શ એમની વાર્તાઓને આસ્વાદ્ય બનાવે છે. “મને દૃશ્ય દેખાય છે' (૧૯૭૩) સંગ્રહનાં છ એકાંકીઓમાં સંવાદો અને સંવેદનાનું નવું તર્કશાસ્ત્ર તખ્તાલાયકી સામગ્રી સાથે પ્રગટ થયું છે. જગત જે રીતે ગેઠવાયેલું છે એ કરતાં જગત અત્યંતરમાં કઈ રીતે ગોઠવાયેલું છે એ બતાવવાનું સાહસ એમનાં નાટકો કરી બતાવે છે.
દવે મેહનલાલ ગે. : પદ્યકૃતિ “રસંગ સુધાકર' (૧૯૧૫)ના
કર્તા. દવે મેહનલાલ જગજીવન : ‘કાશમીરને પ્રવાસ અને અમરનાથની યાત્રા' (૧૯૪૭)ના કર્તા.
પા.માં.
ગુજરાતી સાહિત્યકોશ-૨ :૨૨૭
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org