Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
દેસાઈ અરદેશર ખરશેદજી —દેસાઈ ઇચ્છારામ સૂર્યરામ
દેસાઈ અરદેશર ખરો જ : 'જગરે કે દીગર'(૧૯૫૭), અબળાના કીના’(૧૯૧૮), ‘કરણીના ફે’(૧૯૨૧), 'બાપનો શ્રાપ' (૧૯૨૨), ‘ગમતી કે મનગમ ની’(૧૯૨૭) વગેરે નવલકથા ઓના ..
ક
દેસાઈ અરવિંદકુમાર : ચરિત્રકૃતિ ‘ભારતેન્દુ હરિશ્ચંદ્ર’(૧૯૬૮) - કર્તા.
નિયા.
દેસાઈ અશ્વિન કીકુભાઈ (૩૧-૧-૧૯૪૪): જન્મસ્થળ કછેલી (જિ. વલસાડ, ગુજરતી હિન્દી વિષયો સાથે બિલીમોરા કોલેજની બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૭૦માં અંગ્રેજી અને સંસ્કૃત વિષયામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૭૦માં પીએચ.ડી. ૧૯૬૭થી અદ્યપર્યંત પી. આર. બી. આર્ટ્સ ઍન્ડ પી. જી. આર. કોમર્સ કોલેજ, બારડોલીમાં ગુજરાતી વિષયનું અધ્યાપન.
એમના અધ્યયનગ્રંથ ‘બળવંતરાય ઠાકોરની કાવ્યવિચારણા' (૧૭)માં પ્રારંભ બળવંતચર ઠાકોરના વ્યકિતત્વ અને વાઙમયનો પરિચય છે, ને પછીનાં પ્રકરણમાં બળવંતરાયનો ક વિષયક સિદ્ધાંતો ને એમની કાવ્યકળાની પણ પણ છે, 'ગુજરાતનાં ભાષા-સાહિત્ય પર આધુનિકીકરણનો પ્રભાવ’(અન્ય સાથે, ૧૯૮૬) એમનું અન્ય પુસ્તક છે. એમણે “મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજીની અમૃતવાણી' સંપાદન પણ આપ્યું છે.
કાઁબ્રુ.
કૈસાઈ નિનાન રણછોડભાઈ, ‘આફતાબ’(૧૮-૫-૧૯૪૭): ૧૫કથાકાર, વાર્તાકાર. જન્મ પલાણા (જિ. સુરત)માં. ૧૯૭૭માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કોમ. પછી સી.એ. કૉન્ક ઑફ બરોડા સાથે સંલગ્ન, ૧૯૭૮નો કુમારચંદ્રક.
એમની ધારાવાહી નવલકથાઓમાં આકર્ષક ઉપાડવ થી ‘બિ (૧૯૭૮), કોલેજના વિદ્યાર્થીઓના માનસને નિરૂપતી ‘પરિચયના દીવા સાથે ઝાંખા’(૧૯૮૦) તથા નાયિકાના મુખે કહેવાયેલી અને ડાયરીરૂપે રજૂ થયેલી ‘આકાશથીયે દૂર તારું ઘર’(૧૯૮૧)નો સમાવેશ થાય છે. કારણ આપો ના તમે સાચા’(૧૯૮૩) એમની ઘટનપ્રધાન નવલકથા છે. કોઈ કુલ નોર્ડ છે' (૧૯૭૭) અને ‘વિખૂટાં પડીને’(૧૯૮૪) ને બે, મનોસંઘર્ષને આલેખતી ટૂંકીવાર્તાઓના સંગ્રહો છે.
નિ.વા.
દેસાઈ અંબાલાલ સાકરલાલ, ‘એક ગુર્જર' (૨૫-૩-૧૮૪૪, ૧૨-૯-૧૯૧૪) : નિબંધકાર. જન્મ નડિયાદ તાલુકાના અલીણા ગમે. ૧૯૬૪માં મૅટ્રિક. ૧૮૬૭માં ઍલ્ફિન્સ્ટન કોલેજ મુંબઈથી સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૬૯માં એમ.એ. ૧૮૭૦માં સુરતમાં હેડમાસ્તર, ત્યારબાદ અમદાવાદ હાઈસ્કુલના ઍકિટંગ હેડમાસ્તર અને ગુજ્જત કોલેજ ઇન્સ્ટિટયુટની સ્થાપના બાદ એના પ્રિન્સિપાલ. ૧૮૭૬ થી ૧૮૮૫ સુધી નવસારી અને કડી પ્રાન્તના ડિસ્ટ્રિકટ જજ, ૧૮૮૫-૯૦ દરમિયાન વડોદરાની
૨૪૬: ગુજરાતી સાહિત્યÀશ - ૨
Jain Education International
અદાલતના ત્રીજા જજ અને ૧૮૯૦-૯૯ દરમિયાન ત્યાં જ
વડા ન્યાયાધીશ. ૧૮૯૯માં નિવૃત્ત. અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ. ૧૯૬૯માં રાજકોટ ખાતે ભરાયેલી ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. લકવાની બીમારી બાદ
અવસાન.
વૈકુય શ્રીપતરાય ઠાકોરે સંપાદિત કરેલા, એમના ધર્મ, રા કારણ, સમાજકારણ, અર્થકારણ, કેળવણી, સંચાર, સાહિત્ય ઇત્યાદિ અંગેના લેખોના સંગ્રહ ‘સ્વ. દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈનાં ભાષણો અને લેખ’(૧૯૧૮) નામે છે. સંસ્કૃતપ્રચુર ગદા જ્યારે પ્રવર્તતું હતું ત્યારે સરલ ટૂંકા સોંસરા વાકોનું ગદ્ય પ્રયોજનાર આ વિજ્ઞક્ષણ રૌલીના લેખક છે. એમની વિચારણામાં ગાંભીર્થ અને વિાદતાના ગુણો રોગર છે.
“ડિક્સનરી ઑવ ઈગ્લીશ ઍન્ડ મુખ્વતી (૧૮૭૭) પણ એમના નામે છે, જેમાં રોબર્ટ મોન્ટનામરી અને મધિપ્રસાદ દેસાઈ સાથીસંપાદકો છે. રાંટો.
દેસાઈ અંબેલાલ ગોપાલજી (૫-૧૨-૧૯૧૯): પ્રવાસકથાલેખક, ચરિત્રકાર, વાર્તાકાર. વતન કતારગામ જિ. સુરત). સુરતથી એમ.એ. ૧૯૪૭થી વલસાડની જી.વી.ડી. હાઈસ્કૂલમાં શિક્ષક, એમણે ‘નૂતન ભારતનાં તીર્થસ્થળા’(૧૯૫૯)માં પોતે કરેલા પ્રવાસનું તાદૃશ અને કુતૂહલપ્રેરક વર્ણન આપ્યું છે. ‘પ્રાચીન અને અર્વાચીન ચીનની ભીતરમાં’(૧૯૬૫)માં એશિયાના બે મહાન દેશો વચ્ચે થયેલા સાંસ્કૃતિક સંપર્ક, સાંસ્કૃતિક વ્યાપારવિનિમય અને તેની અસરોનો વિગતવાર ઇતિહાસ રજૂ કરવાના પ્રયત્ન થયો છે. ‘પ્રારબ્ધ, પુરુષાર્થ અને પૈસા’ તથા ‘સુબોધ વાર્તાસંગ્રહ’ પુસ્તકો પણ એમણે આપ્યાં છે. ગાંધીજી, નહેરુ, રાજેન્દ્રપ્રસાદ, ટડનજી તથા મારારજી દેસાઈનાં એમણે લખેલાં ચરિત્રા માહિતીપ્રધાન છે. નિ.વા. દેસાઈ અંબેલાલ સવરામભાઈ : કથાત્મક ગદ્યકૃતિઓ ‘અક્કલનો ઓથમીર’- ભા. ૨ થી ૪ (ત્રી. આ. ૧૯૨૫) અને ‘લાખ રૂપિયા અથવા લાભનું પરિણામ’(૧૯૩૧) તથા બાળવાર્તા ‘અડવા’ (૧૯૩૩)ના કર્તા.
દેસાઈ ઇંચ્છારામ સૂર્યરામ,‘શંકર’(૧૦૮-૧૮૫૩, ૫-૧૨-૧૯૧૨): નવલકથાકાર, અનુવાદક, સંપાદક. જન્મ વતન સુરતમાં, અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ. થોડો સમય સુરતમાં ‘દેશીમિત્ર’ છાપખાનામાં ીખાં ગોઠવવાનું શીખ્યા. ૧૮૭૬માં મુંબઈમાં ‘આર્યમિત્ર’ સાપ્તાહિક ચારેક મહિના ચલાવ્યા પછી ‘મુંબઈ સમાચાર’માં પૂ ફરીડર. સુરત પાછા આવી ૧૮૭૮ થી ‘સ્વતંત્રતા’ માસિક શરૂ કર્યું. તેમાં પ્રકાશિત રાજકીય લખાણા માટે રાજદ્રોહના ગુનાસર અંગ્રેજ સરકારે ધરપકડ કરી, પણ ફિરોઝશાહ મહેતાની સહાયથી નિર્દોષ ઠર્યા. મુંબઈ જઈ મિત્રાની ને મુંબઈના સાક્ષરોની સહાયથી પ૮૮૦માં ‘ગુજરાતી’ સામાયિકનો પ્રારંભ કર્યા અને ઘણી આર્થિક કટોકટી તથા સરકારી દરિમયાનગીરી વચ્ચે પણ મૃત્યુપર્યંત તે ચલાવ્યું,
For Personal & Private Use Only
www.jainellitary.org