Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ત્રવાડી/કવિ દલપતરામ ડાહ્યાભાઈ
ત્રવાડી/ કવિ દલપતરામ ડાહ્યાભાઈ (૨૧-૧-૧૮૨૦, ૨૫-૩-૧૮૯૮): કવિ. જન્મ વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં. પ્રાથમિક કેળવણી ત્યાંની ગામઠી શાળામાં. પિતા પાસે કુળ-પરંપરા પ્રમાણે વેદ શીખવાને પ્રારંભ કર્યો, પરંતુ પિતાના ક્રોધી સ્વભાવને લીધે શીખી ન શકયા. બાળપણથી પ્રાસતત્ત્વવાળી હડૂલા જેવી કવિતા કરવાનો શોખ. શામળની પદ્યવાર્તાઓ સાંભળી એ પ્રકારની હીરાદન્તી' અને 'કમળલોચની' જેવી વાર્તાઓ પદ્યમાં લખી, પરંતુ ચૌદ વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામીનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો એટલે એ વાર્તાઓ બાળી નાખી. પછી દેવાનંદ સ્વામી પાસે પરંપરાપ્રાપ્ત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું. ચોવીસ વર્ષની ઉંમરે અમદાવાદના સ્વામીનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે આવ્યા. તે દરમિયાન ભોળાનાથ સારાભાઈ સાથે પરિચય થયો. ૧૮૪૮માં ભેળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ ઍલેકઝાંડર કિન્લૉક ફૉર્બ્સનું નિમંત્રણ મળ્યું એટલે વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવવા માટે ફૉર્બ્સના શિક્ષક બન્યા. ફૉર્બ્સ સાથે આ મેળાપ ઘનિષ્ઠ મૈત્રીમાં પરિણમ્યો. પાંચેક વર્ષ ફૉર્બ્સ સાથે ગુજરાતનાં વિવિધ રાજ્યોમાં ‘રાસમાળા’ની સામગ્રી ભેગી કરવા માટે પર્યટન કર્યું તેમ જ શિક્ષણ અને નવજાગૃતિ સારુ ફૉર્સે આદરેલા પુરુષાર્થમાં સહભાગી બન્યા. ૧૮૫૪માં ફૉર્બ્સ ઇંગ્લેન્ડ ગયા ત્યારે એમની ભલામણથી સાદરામાં સરકારી નોકરી સ્વીકારી. પરંતુ ૧૮૫૫માં ગુજરાત વર્નાકયુલર સેસાયટીના મંત્રી કટિંસ સાહેબના સૂચનથી અને ફૉર્બ્સની વિનંતિને માન આપી સારા પગારવાળી સરકારી નોકરી છોડી અમદાવાદ પાછા આવી ગુજરાત વર્નાકયુલર સોસાયટી અને બુદ્ધિપ્રકાશ' માસિકની જવાબદારી સંભાળી. ૧૮૫૮માં હાપ વાચનમાળા'ની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને મદદ કરી. ૧૮૭૯માં આંખની વ્યાધિને લીધે વર્નાક્યુલર સોસાયટીમાંથી નિવૃત્તિ લીધી. અમદાવાદમાં અવસાન.
ગુજરાતી કવિતાને અર્વાચીનતાના વહેણમાં મૂકવામાં નર્મદની કવિતા જેટલી જ દલપતરામની કવિતા મહત્ત્વની છે. જોકે કેટલાક વિશિષ્ટ સંજોગોને લીધે મધ્યકાલીનતા અને અર્વાચીનતા બન્નેના વણાટમાંથી એમની કવિતાને દેહ બંધાયો છે. રસને મહિમા કરવા છતાં વ્રજભાષાની કાવ્યરીતિ અને શામળની વાર્તાઓના સંસ્કારને લીધે શબ્દ અને અર્થની ચાતુરીથી કાવ્યત્વ સિદ્ધ કરવા તરફ એમનું લક્ષ વિશેષ રહ્યું. સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રભાવને કારણે સદાચાર અને નીતિનો બોધ આપતી કવિતાને એમણે સાચી માની. છતાં એમની કવિતાને અર્વાચીનતાને રંગ લાગે ફૉર્સના મેળાપને લીધે. એ સંબંધથી એમનામાં પ્રાંતપ્રેમની ભાવના આવી તથા અંગ્રેજ શાસન અને અંગ્રેજસંસ્કૃતિને લીધે સમાજજીવનમાં શરૂ થયેલા પરિવર્તનને વિધાયક દૃષ્ટિથી જોવાની ને પુરસ્કારવાની ઉદાર રુચિ કેળવાઈ. આ બે તાણાવાણાથી વણાયેલી એમની મોટા ભાગની કવિતા પ્રાસંગિક, દૃષ્ટાંતાત્મક, ઉપદેશાત્મક, સુધારાવાદી વલણવાળી, શબ્દ અને
અર્થની ચાતુરીવાળી, લોકગમ્ય, સભારંજની અને લોકપ્રિય બની.
‘દલપતકાવ્ય'- ભા. ૧, ૨ (૧૮૭૯, ૧૮૯૬)માં સંગૃહીત કાવ્યો પૈકીનાં ઘણાં અગાઉ નાની પુસ્તિકાઓ રૂપે પ્રકાશિત થયેલાં, પરંતુ એ દરેકની પહેલી પ્રકાશનસાલ ચોક્કસપણે અત્યારે ઉપલબ્ધ નથી.
અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય “બાપાની પીંપર' ૧૮૮માં લખનાર આ કવિનું કાવ્યસર્જન વિપુલ છે. ગરબીપદ જવી ટૂંકી રચનાઓથી માંડી મધ્યકાલીન આખ્યાન જેવી લાંબી રચનાઓની વચ્ચે અનેક નાનીમોટી કૃતિઓ એમણ રચી છે. ‘વનચરિત્રને બાદ કરતાં કવિની લાંબી રચનાઓને કોઈ નિશ્ચિત કાવ્યપ્રકાર તરીકે ઓળખાવી શકાય એમ નથી. નવા વિષયો અને વિચારોને વ્યકત કરવાને એમને મધ્યકાલીન કાવ્યપ્રકારો બહુ અનુકૂળ આવ્યા નથી. ‘વેનચરિત્ર- બાળલગ્નનિષેધ અને પુનર્વિવાહીત્તેજન વિશ'માં વિવિધ દેશીઓવાળાં પદોમાં આખ્યાનપદ્ધતિએ વેનરાજાની કથા દ્વારા વિધવા સ્ત્રીઓની કરણ સ્થિતિ, વિધવાવિવાહના પ્રશ્ન વેનરાજાએ સામાજિક સંઘર્ષના કરવો પડેલે સામને એ સઘળાનું વીગતપૂર્ણ વાસ્તવિક ચિત્ર આપી કાવ્યાંતે વિધવાપુનર્લગ્નની હિમાયત કરી છે. સુધારલક્ષી. દૃષ્ટિની સાથે કૃતિને રલક્ષી બનાવવા તરફ કવિનું લક્ષ રહ્યું હોવા છતાં એમાં એમને ઝાઝી સફળતા મળી નથી. રસિક રીતે કથા કહેવાની કે પદોને કડવાંની રસ્તતા આપવાની શકિત તેઓ દાખવી શકયા નથી.
જાહેર વ્યાખ્યાને રૂપે રચાયેલી એમની કેટલીક લાંબી કૃતિઓમાં કથાનો આશ્રય લઈ કે દૃષ્ટાંતો આપી વકતવ્યને રસિક બનાવેવાની એમની નેમ રહી છે. વ્યવહારુ બોધ દરેક કૃતિનું સામાન્ય લક્ષણ છે. એમાં મુખ્યત્વે દુહા-ચોપાઈના બંધવાળી ‘હિંદુસ્તાન ઉપર હુરખાનની ચઢાઈ’ મંત્રાદ્યોગના આગમનને રાષ્ટ્રવિકાસ અર્થે ઉપકારક માની બિરદાવતી, ‘વનચરિત્રને મુકાબલે નાની પણ સુગ્રથિત રૂપકકથાવાળી કૃતિ છે. ‘જાદવાસ્થળીમાં કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત, ભાગવતના અગિયારમા અધ્યાયમાં આવતા પ્રસંગનો આધાર લઈ થઈ છે ખરી, પરંતુ પ્રસંગકથન નબળું છે. દુહા, ચોપાઈ, સવૈયા, ભુજંગી ઇત્યાદિ છંદોમાં રચાયેલા સંપલક્ષ્મીસંવાદમાં ધન નહીં પરંતુ એકતા મહત્ત્વની છે એ બોધ નિધનશા વણિકની કથા દ્વારા આપ્યો છે. કથા કરતાં સંપ અને લક્ષ્મી વચ્ચેનો સંવાદ અહીં આકર્ષક અંશ છે. રાજા માટે વિદ્યાભ્યાસનું મહત્ત્વ બતાવવા રચાયેલી, ગંડુરાજાની જાણીતી વાર્તાને સમાવતી ‘રાજવિદ્યાભ્યાસ’ તથા ભાવનગરના એક રાજવીના જીવનપ્રસંગને આલેખી એ દ્વારા રાજાના સમાગુણના મહિમા કરતી ‘વિજયક્ષમા', વડોદરાના ખંડેરાવ ગાયકવાડની રાજસભામાં ગુજરાતી ભાષાની દુર્દશાનો વાસ્તવિક ચિતાર આપતી અને ગુર્જરવાણીની વકીલાત કરતી તથા કવિની ભાષાપ્રીતિને વ્યકત કરતી ‘ગુર્જરવાણી વિલાપ” વગેરે આ પ્રકારની રચનાઓ છે. ‘કવિતાવિલાસ અથવા ફાર્બસવિલાસ’ અને ‘
વિવિનોદ' એ દલપતરામ પર પડેલા વ્રજભાષાની કાવ્યરીતિના સંસ્કારોને
ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૧૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org