Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ત્રિવેદી જયેસના યશવંત-ત્રિવેદી નર્મદાશંકર જટાશંકર
રૂપ છે. અપાર્થિવ સ્નેહના રમણીય દર્શનને આલેખતું પ્રથમ કાવ્ય ‘વિભાવરી સ્વપ્ન' (૧૮૫૪) એમાંનાં કલ્પનાશકિત, ચિત્રાત્મક વર્ણના, સંસ્કૃત તથા તળપદી બાનીમાં પ્રગટ થનું ભાવમાધુર્ય જેવા ગુણોને લીધે નોંધપાત્ર છે. કાવ્યના વરસ્તુવિન્યાસમાં કયારેક શિથિલતા અને કૃત્રિમતા અનુભવાય છે, તેમ છતાં એમની પ્રતિમાનો ઉત્તમાંશ ક્યાં પ્રગટ થયો છે ત્યાં અર્વાચીન ઊર્મિકવિતાનો અણસાર જોવાય છે. ‘મિત્રને વિરહ' (૧૮૯૫) કેટલાંક સૌદર્યમંડિત વર્ગને આપનું કરાણરસપ્રધાન કાવ્ય છે. વેદાની દૃષ્ટિથી બ્રહ્મસ્વરૂપનું નિરૂપણ કરતાં ૧૦૮ પદોના સંચય ‘સ્વરૂપ પુષ્પાંજલિ' (૧૯૦૧)માં આપણા સંતકવિઓની લાક્ષણિક બળકટ બાનીના સૂર સંભળાય છે. ‘કલાપીને વિરહ' (૧૯૧૩)માં કલાપીના મૃત્યુ નિમિત્તે રચાયેલી કરણપ્રશસ્તિમાં મિત્રના વિરહની સંવેદના હૃદયસ્પર્શી રીતે વ્યકત થઈ છે. ઉપરાંત એમાં ગહન આધ્યાત્મિક અનુભૂતિને પ્રગટ કરતાં ભજનો-પદા પણ સંકલિત થયાં છે.
નિ.વા. ત્રિવેદી દ. યુ.: બાળમા... ગરિકૃતિ ‘મહર્ષિ દધીચિ'ના કતાં,
કૌ.બ્ર. ત્રિવેદી દયાશંકર દયારામ: છ પ્રવેશનું નાટક 'વિદ્યાવિતમ્ અથવા ફતેહખાનની ફજેતી' (૧૮૯૮)ના કર્તા.
કાવ્યસંગ્રહે તેમ જ “ગાંધીનિર્વાણ નાખ્યાન' (૧૯૫૦) એમણે આપ્યાં છે.
‘કાચાં ફલ' (૧૯૩૨), 'નયનનાં નીર’ (૧૯૩૩), 'રવખરેણું (૧૯૫૧) અને ‘પલાશપુરુષ' (૧૯૫૪) એમના નવલિકાસંગ્રહ છે; તો ‘સુરેખા' (૧૯૪૦), “રંભા” (૧૯૪૧), “ધરતીનું માણેક' (૧૯૭૬) વગેરે સામાજિક તથા ‘સમ્રાટ વિક્રમ' (૧૯૪૦), ‘રાજશેષ' (૧૯૪૬), ‘ભગવાન પતંજલિ' (૧૯૬૮), ‘પુષ્યમિત્ર કલ્કિ’ (૧૯૭૧) વગેરે ઐતિહાસિક નવલકથાઓ છે. ‘સ્મરણચિત્ર (૧૯૬૮) એમની આત્મકથાત્મક કૃતિ છે.
‘લોકસહિત્યકોશ' (૧૯૭૮) અને ‘સંતસાહિત્યકાશ' (૧૯૮૪). એ એમનું ગુજરાતી કોશસહિત્યક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન છે. ‘મંગલા' (૧૯૭૯)માં સાહિત્યિક લેખે અને ‘લેકસાગરની લહેર (૧૯૮૦)માં લેકસાહિત્ય પરના લેખે છે. એમણે ભાલણ, ધીરો, નિકુળાનંદ અને ભોજા ભગત પરનાં સંપાદન તેમ જ તુલસી, કબીર ઇન્યાદિ પરની બાલમામ્ ભકિનચરિત્રમાલાનાં પુરતા આપ્યાં છે. “અચલા' (૧૯૪૩) અને ‘નિરંજના' (૧૯૪૪) એમના અનુવાદગ્રંથ છે. આ ઉપરાંત વનસ્પતિશાસ્ત્ર અને વૈદક પર પણ એમણે પુસ્તકો લખ્યાં છે.
ર.ટી. ત્રિવેદી જયેન્સના યશવંત (૪-૭-૧૯૪૯): કવિ. જન્મ પડઘામાં. વતન પોરબંદર. ૧૯૭૩ માં બી.એ. ૧૯૭૫માં એમ.એ. પાલઘરની કોલેજમાં અધ્યાપક. ‘પ્રાન્ત' (૧૯૮૩) એમના કાવ્યસંગ્રહ છે.
ચં.ટી. ત્રિવેદી તનસુખ જગન્નાથ (૨૦-૧૦-૧૯૧૪): કવિ. જન્મ
ભાવનગરમાં. ૧૯૩૫માં ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષયો સાથે ફર્ગ્યુસન કોલેજ (પૂના)માંથી બી.એસસી. ૧૯૪૨માં વડોદરાથી બી. ટી. ૧૯૩૫થી ભાવનગર જિલ્લાની વિવિધ માધ્યમિક શાળા
માં શિક્ષક. ૧૯૫૪ થી નિવૃત્ત થતાં સુધી ભાવનગરની આવ ડ હાઈસ્કૂલમાં શિક્ષક,
એમણે બે કાવ્યસંગ્રહ ‘અર્ચના' (૧૯૬૨) અને ‘નયન-સુધા' (૧૯૬૩) આપ્યા છે.
કૌ.બ્ર. ત્રિવેદી ત્રિભુવન પ્રેમશંકર, ‘મસ્ત કવિ' (૨૩-૯-૧૮૬૫, ૨૭-૭-૧૯૨૩): કવિ. જન્મ ભાવનગર જિલ્લાના મહુવામાં. પ્રાથમિક પાંચ ધોરણ સુધી અભ્યાસ. સંસ્કૃત, ફારસી તથા અંગ્રેજી સાહિત્ય અને યોગમાર્ગના અભ્યાસી. લાઠી, ભાવનગર અને રાજકોટના રાજયાશ્રયી કવિ,
સમકાલીન મસ્તરંગી કવિઓ મણિલાલ, બાલાશંકર તથા કલાપીની ગઝલોમાં પ્રતીત થતી સૂફીવાદની અસર આ કવિની ૨ચનાઓમાં પણ વરતાય છે, છતાં ભકિતસંપ્રદાયની – ખાસ કરીને ગોરખ સંપ્રદાયની અસર સવિશેષ જણાય છે. આમ, અગમનિગમની અનુભૂતિની મસતીને–આનંદોમિને નિરૂપતાં અને સ્વાયત્ત પ્રતિભાશકિતને સંસ્પર્શ પામેલાં એમનાં કાવ્યોનવપ્રસ્થાન
ત્રિવેદી દલછારામ લક્ષ્મીરામ: ‘કાવ્યસુબોધ અને શબ્દાર્થસંગ્રહ' (૧૯૦૮) તેમ જ પ્રસંગકથાઓના સંગ્રહ બાધલહરી' (૧૯૨૫) -ના કર્તા.
ત્રિવેદી દિનમણિશંકર વેણીશંકર: રમૂજી વાતની પુસ્તિકા ‘હાસ્યરસને ભંડાર’: ૧ (૧૯૦૮) તેમ જ પદ્યકૃતિ ‘તાપી ત્ર' (૧૯૧૧)ના કર્તા.
કૌ... ત્રિવેદી દિનેશ : નવલકથા “સૌંદર્ય અને લાલસા(૧૯૬૬) ના કિર્તા.
કૌ.વ્ય. ત્રિવેદી નર્મદાશંકર : ગુજરાતી’ના ભેટપુસ્તક તરીકે પ્રકાશિત થયેલ, ૧૮૫૭ના બળવાના મુખ્ય પ્રસંગ પર આધારિત, વાર્તા-તત્ત્વની તુલનાએ ઇતિહાસ પર વિશેષ મદાર રાખતી ઐતિહાસિક નવલકથા ‘મહારાણી લક્ષમીબાઈ' (૧૯૩૪) ના કર્તા.
ત્રિવેદી નર્મદાશંકર જટાશંકર (૨૫-૮-૧૯૧૪) : વતન ભાવનગર. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. પ્રારંભે વળીઆ આર્ટ્સ કોલેજ, ભાવનગરમાં, પછી કેટલેક વખત સેમિનાથ કોલેજ, વેરાવળમાં આચાર્ય. કાવ્યસંગ્રહ ‘કિસલય' (૧૯૫૪) એમની પાસેથી મળે છે.
કૌ.બ્ર.
૧૯૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org