Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ત્રિપાઠી ગોવર્ધનરામ માધવરામ
શેષ જીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમપિત કરવું. એલએલ.બી.ના અભ્યાસની સાથે ભાષા અને સાહિત્યના વિષયમાં એમ.એ.ને અભ્યાસ શરૂ કર્યો, પરંતુ નાજુક તબિયતને લીધે છેડવો પડ્યો. ૧૮૭૬ માં પહેલી એલએલ.બી. અને ૧૧૮૮૩ માં બીજી એલએલ.બી. પરીક્ષા પાસ કરી. એની વચ્ચેનાં વર્ષો પૈકી ૧૮૭૯-૮૩ દરમિયાન અનિચ્છાએ પણ આર્થિક કારણોસર ભાવનગરના દીવાનના અંગત સેક્રેટરી તરીકે કામ કર્યું. ૧૮૮૩ થી ૧૮૯૮ સુધી મુંબઈમાં વકીલાત. વકીલાત સારી ચાલતી હતી તાપણ સંકલ્પ અનુસાર વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ ૧૮૯૮ -માં લેખનકાર્યના રાતત્ય સારુ નડિયાદ આવીને રહ્યા. ૧૯૦૫માં અમદાવાદની પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નડિયાદમાં અવસાન.
દાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને ઘરના ધાર્મિક વાતાવરણથી ચિકન પર પટેલે વૈષ્ણવધર્મ ને વેદાંતવિચારનો પ્રભાવે, કિશોરાવસ્થાથી વાચનના અતિ શખ, કાકા મનઃસુખરામ સાથેના સહવાસ વગેરેએ ગોવર્ધનરામને ધાર્મિક, વિદ્યાવ્યાસંગી અને આર્યસંસ્કૃતિ પ્રત્યે અનુરાગી બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
કોલેજકાળ દરમિયાન કાવ્યરચના કરવાનો અને લેખો લખવાના પ્રારંભ થઈ ગયેલું. પ્રારંભનાં વર્ષોમાં ગુજરાતી કવિતા કરતાં સંસ્કૃત કવિતા રચવા તરફ વિશેષ રુચિ હતી તે સંસ્કૃતમાં એમણ કરેલા ગિરનારવર્ણન પરથી તેમ જ કાલિદાસના ‘મેઘદૂતના અનુકરણમાં શરૂ કરેલું ‘મને દૂત’ કે પ્રથમ પત્ની હરિલકમીના અવસાનથી જન્મેલા શાકથી ૧૮૭૫માં રચાયેલું ‘હૃદયતિશતક' એ કાવ્યો પરથી જોઈ શકાય છે. એ સિવાય ૧૮૭૩ના વર્ષમાં અંગ્રેજીમાં લખાયેલા ‘ઇઝ ધેર એની ક્રિયેટર
ઑવ ધ યુનિવર્સ?', 'ધ સ્ટેટ ઑવ હિંદુ સંસાયટી ઇન ધ બોમ્બે પ્રેસિડની’ કે એવા અન્ય લેખે એમની વ્યાપક વિષયોને ઊંડળમાં લેવાની મનવૃત્તિના સૂચક છે. પરંતુ આ પ્રારંભિક લેખમાં એમના જીવન-વિચારને સમજવામાં ખૂબ ઉપયોગી, ૧૮૭૭માં લખાયેલ ‘એ રુડ આઉટલાઇન ઑવ ધ જનરલ ફિચર્સ ઑવ ઍસેટિઝમ ઇન માય સેન્સ ઑવ ધ વર્ડ' લેખ છે. સંસારત્યાગમાં નહીં, સંસારસેવા અર્થે જીવન સમર્પિત કરવું એ જ સાચો સંન્યાસ એવી પ્રવૃત્તિમય સંન્યાસની ભાવના એમણે એ લેખમાં રજૂ કરી છે.
અલબત્ત, ૧૮૮૩થી જેની રચનાને પ્રારંભ થઈ ગયો હતો તે ‘સરસ્વતીચંદ્ર': ભા. ૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશ: તેના ભા. ૨ (૧૮૯૨), ભા. ૩ (૧૮૯૮) અને ભા.૪ (૧૯૦૧) ચૌદ વર્ષ દરમિયાન પ્રગટ થયા. યુનિવર્સિટીની ઉચ્ચ કેળવણીને લીધે પાશ્ચાત્ય સાહિત્ય સાથે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યથી પરિચિત સર્જકોને જે વર્ગ ગુજરાતી સાહિત્યમાં આવ્યો તે વર્ગની સુધારાલક્ષી દૃષ્ટિ નર્મદ-દલપત કરતાં વધારે સ્વસ્થ અને પર્યેષકવૃત્તિવાળી હતી. આ લેખક એ વર્ગના અગ્રયાયી સર્જક હતા. પશ્ચિમની પ્રવૃત્તિપરાયણ ભૌતિકવાદી સંસ્કૃતિ, ભારતની નિવૃત્તિ
પરાયણ અધ્યાત્મવાદી પ્રાચીન આર્ય સંસ્કૃતિ અને તેનું અર્વાચીન સ્વરૂપ - એ ત્રણેના સંગમસ્થાને ઊભેલી ભારતીય પ્રજાએ નવી સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે આ ત્રણે સંસ્કૃતિમાંથી શું ગ્રહણ કરવું તે શું છેડી દેવું એ અંગે તે સમયના બુદ્ધિજીવી વર્ગે જે મંથન અનુભવ્યું તે એના સર્વગ્રાહી સૂમ રૂપમાં આ નવલકથામાં પ્રગટ થયું છે. ઓગણીસ વર્ષ જેના પર કામ કર્યું એવી, આશરે અઢારસે પૃષ્ઠમાં વિસ્તરેલી, ગુજરાતી સાહિત્યની શકવર્તી બનેલી આ નવલકથામાં લેખકની સર્જકચિંતક તરીકેની સમગ્ર શકિતનો નિચોડ છે.
સરસ્વતીચંદ્ર કુમુદના ભગ્નાશ પ્રણયની કથા, ચારે ભાગને આવરી લેતી હોવા છતાં “સરસ્વતીચંદ્ર' માત્ર પ્રણયકથા નથી; પ્રણયકથા નિમિત્તે એ સંસ્કૃતિકથા છે. તેથી સરસ્વતીચંદ્ર કુમુદ સાથે સંકળાયેલાં પાનાં જીવનમાં લઈ જઈને લેખકે દરેક ભાગમાં પ્રણયકથાની આસપાસ જુદીજુદી એકાધિક કથાઓ ગૂંથી છે. પહેલા ભાગમાં કુમુદસુંદરીના શ્વસુર, સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધન સાથે સંકળાયેલી રાખટપટનું અને બુદ્ધિધન તેમ જ શહરયના કૌટુંબિક જીવનનું ચિત્ર વિશેષ ધ્યાન ખેંચે છે. એની સાથે સરસ્વતીચંદ્ર અને તેના કુટુંબજીવનની કથા નિમિત્તે મુંબઈના ધનાઢય મનુષ્યોનો જીવનવ્યવહાર આલેખાયો છે. બીજા ભાગમાં કુમુદની માતા ગુણસુંદરીના સંયુકત કુટુંબની કથા છે. ત્રીજા ભાગમાં કમુદના પિતા વિદ્યાચતુર જ રત્નનગરીના અમાત્ય છે તે નગરીના રાજ્યતંત્રની કથા છે. ચોથા ભાગમાં સરસ્વતીચંદ્ર કુમુદનું જ્યાં પુનર્મિલન થયું એ સુંદરગિરિ પર્વત પરના સાધુઓના જીવનની કથા અને એ દ્વારા મનુષ્યના જીવનકર્તવ્યની વિશદ મીમાંસા તેમ જ સરસ્વતીચંદ્ર-કમુદનાં સહસ્વપ્નોની કથા દ્વારા ભવિષ્યના ભારતનું દર્શન છે. દરેક ભાગમાં વહેતી પ્રણયકથા સાથે સંબંધિત ઘટનાઓને સમયપટ બેત્રણ માસથી વધુ ન હોવા છતાં આ પ્રકારના કથાસંયોજનથી જાણે કોઈ ગૃહદ્ સમયપટમાંથી પસાર થયાં હાઈએ તેવા અનુભવ કૃતિ વાંચતાં થાય છે. આમ, લેખકે કથાને અનેક-કેન્ટી અને સંકુલ બનાવી છે.
ગૃહ, રાજય ને ધર્મ વિશેના પોતાના વિચારો પ્રજાના બહાળા વર્ગ સુધી પહોંચી શકે એ હેતુથી પોતે નિબંધને બદલે નવલકથાને આશ્રય લીધે એવું લેખકે સ્પષ્ટ સ્વીકાર્યું છે, તોપણ એમની સર્જક તરીકેની ઊંચી શકિત ઘટનાસંયોજન, પાત્રનિરૂપણ ને ભાષામાં પ્રગટ થઈ છે. સંઘર્ષના તત્ત્વથી પહેલા બે ભાગ કથાની દૃષ્ટિએ વધારે રસિક બન્યા છે. પહેલા ભાગમાં બુદ્ધિધનશકાય એ સદ્-અસત્ બળા વચ્ચે ચાલતા સત્તાના સ્થૂળ સંઘર્ષના તથા બુદ્ધિધન અને શાયનાં કુટુંબના વિરોધી ચિત્રોના આલેખનથી કથારસ મળે છે. બીજા ભાગમાં ગુણસુંદરીના ત્યાગશીલ વ્યકિતત્વથી અને વિદ્યાચતુરનાં કુટુંબીજનોના સ્વાર્થપણુ માનસમાંથી જન્મતી પરિસ્થિતિથી કથા રસિક બની છે. ત્રીજા ભાગમાં સંઘર્ષ વિશેષત: વૈચારિક ભૂમિકાએ રહે છે. ચોથા ભાગમાં સંઘર્ષનું તત્ત્વ અ૯૫ અને વિચારનું તત્ત્વ વધુ હોઈ નવલકથા નિબંધાત્મક બનતી જાય છે. પરંતુ ચારે ભાગમાં સરસ્વતીચંદ્ર
૧૯૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org