Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
તદ્ભરે તનિકે- તર્પણ
કૌશલને સંદર્ભ હોય, પાત્રમાનસના નિરૂપણનો સંદર્ભ હોય કે સર્જકતાની કોટિને સંદર્ભ હોય – આ સર્વ સંદર્ભોમાં ધૂમકેતુ અગ્રણી વાર્તાકાર છે. આ વાર્તાઓ “વીજળીના ચમકારાની પેઠે એક દૃષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોંસરવી નીકળી જવાને અને બીજી ઝાઝી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી' કાઢવાને મનસૂબો ધરાવે છે. કયારેક ઊર્મિના અતિરેકથી આવતે ઘેરો રંગ, કયારેક આદર્શઘેલછા, કયારેક ગ્રામજીવન તરફને અકારણ પક્ષપાત, કયારેક અવાસ્તવિક રીતે આવતા
ઓચિંતા પલટાઓ એ આ વાર્તાઓની મર્યાદાઓ હોવા છતાં ‘પોસ્ટઑફિસ', “ભૈયાદાદા’, ‘ગોવિંદનું ખેતર', 'પૃથ્વી અને
સ્વર્ગ', “રજપૂતાણી', “જીવનનું પ્રભાત' જેવી વાર્તાઓમાં ધૂમકેતુને સર્જન-વિશેષ જોઈ શકાય છે. આ વાર્તાઓમાં કલાનિમિતિ સાથે જીવનમૂલ્યોનું જીવંત રસાયણ થયેલું છે. ગુજરાતી ટૂંકીવાર્તા ધૂમકેતુથી પ્રસ્થાપિત થઈ એ વાતની સાક્ષી આ ચાર મંડળ અવશ્ય પૂરે છે.
ચંટો. તદ્દરે તદ્રતિક: કોઈ અનાથ બાળક અને જેનું બાળક છિનવાઈ ગયું છે તેવી કોઈ માતાના મિલનમાં સ્વર્ગને હાથવેંત દર્શાવતા નરસિંહરાવ દિવેટિયાને નિબંધ.
ચંટો. તન્ના અનિરુદ્ધ : “નૃત્યનાટિકાઓ' (૧૯૮૧)ના કર્તા.
‘ગાંધીગીતો' (૧૯૫૭), 'ભૂદાનગી' (૧૯૫૭), ‘પડકાર” (૧૯૬૨) જેવા પ્રતિબદ્ધ કાવ્યસંગ્રહો ઉપરાંત એમણ બાળપદ્યજોડકણાંનાં આઠેક પુસ્તકો આપ્યાં છે. બગડો છગડો' (૧૯૭૮), નાગદમન અને કૃષણ-સુદામો' (૧૯૭૮) વગેરે એમનું બાળ-ગદ્યસાહિત્ય છે.
ચં.ટો. તપાધન હરિભાઈ હમીરભાઈ, ‘પાર્થિવ' (૩૧-૧-૧૯૪૨): વાર્તાકાર, જન્મ ભાવનગર જિલ્લાના ખોપાળામાં. ૧૯૬૬ માં મૅટ્રિક. ૧૯૬૭માં પી.ટી.સી. ૧૯૬૨ થી આજ સુધી પ્રાથમિક શિક્ષક. ‘તલક છાંયડો' (૧૯૭૬) એમને નવલિકાસંગ્રહ છે.
ચંટો. તમને તે ગમીને?: ઈવા ડેવની ટુંકીવાર્તા. એમાં પોતાના રંગને કારણે વરનાં કેટલાંક કુટુંબીજનેને પોતે નથી ગમતી એ વાતની ઈલાને જાણ છતાં નાયકની પ્રેમપ્રતીતિને સ્વાભાવિકતાથી સ્વીકારી નાયકને આશ્ચર્યમાં મૂકી દે છે.
ચં.ટો. તમને ફૂલ દીધાનું યાદ : પ્રણયની ક્ષણની વૈયકિતક અનુભૂતિ
આપનું રમેશ પારેખનું સેનલને સંબોધીને લખાયેલું કલ્પનપ્રચુર કાવ્ય.
ચં.ટી. તમસા (૧૯૬૭; સંવ. આ. ૧૯૭૨): અછાંદસ, સંસ્કૃત વૃત્તો, માત્રામેળ છંદો, દીર્ઘકાવ્ય, મુકતક, ગીત, ગઝલ એવું સ્વરૂપવૈવિધ્ય ધરાવતો રઘુવીર ચૌધરીને કાવ્યસંગ્રહ. વેદના આ કાવ્યોને મુખ્ય ભાવ છે. એ વેદના કેન્દ્ર ગુમાવી બેઠેલા મનુષ્ય માટેની, તરડાતા જતા માનવ-સંબંધ માટેની છે; તેમ નગરજીવનના વિકાસની સાથોસાથ થતા સાંસ્કૃતિક વિચ્છેદને કારણે પણ છે. ‘મને કેમ ના વાર્યો?’, ‘ઇતિહાસ’, ‘ચીલે” આદિ આનાં દૃષ્ટાતો છે. આ વેદના કવિમાં હતાશાને બદલે શ્રદ્ધા અને સાહસ પ્રેરે છે, તે કયારેક એ કટાક્ષરૂપે પણ વ્યકત થાય છે. અનેક જગાએ સંવેદન ચિંતનમાં રૂપાંતરિત થઈ પુન: સંવેદનરૂપે પમાય છે. પુરાકલ્પને અને ઐતિહાસિક સંદર્ભો પણ એમાં મદદે આવે છે. સુગ્રથિત કલ્પનનું સંયોજન તથા પ્રશિષ્ટ અને અભિજાત સંસ્કારોથી યુકત પદાવલિ પણ એને વિશેષ છે.
ધી.મ. તેલ: જુઓ, સાંગાણી દામોદર માવજીભાઈ. તરલિકા તર્જની: ઔરંગઝેબે કેવી રીતે દિલ્હીની ગાદી મેળવી
એનું વર્ણન કરતી રસપ્રદ ઐતિહાસિક નવલકથા 'મેના યાને ચંબલનું યુદ્ધ' (૧૯૩૫)ના કર્તા.
નિ.વા. તરુણપ્રભસૂરિ : જુઓ, દવે રમેશ રતિલાલ. તર્પણ (૧૯૨૪): કનૈયાલાલ મુનશીનું પંચાંની પૌરાણિક નાટક. વેદ-પુરાણગત ઉલ્લેખ પર આધારિત આ કલ્પનાપ્રધાન કૃતિ છે. આર્યાવર્ત-વિધ્વંસક હૈહયોનું ઉમૂલન કરી આર્યાવર્તની પુન:
તન્ના ઉદ્ધવજી તુલસીદાસ; સામાજિક નવલકથાઓ “ચારુશીલા'
– ૧ (૧૯૦૮), ‘કથાવિનોદ', ‘પાપ અને પશ્ચાત્તાપ’– ૧-૨, ‘વસંતકુમારી' તેમ જ ચરિત્રકૃતિ “રાજા રામમોહનરાય' (૧૯૧૬) -ના કર્તા.
તન્ના રતિલાલ નાનાભાઈ, ‘શારદાપ્રસાદ વર્મા' (૧૮-૯-૧૯૦૧): નાટકકાર, ચરિત્રકાર. જન્મ સુરતમાં. વાણિજ્યના પહેલા વર્ષ સુધીનો અભ્યાસ.
એમણે ‘બે નાટક' (૧૯૩૦), ‘દુર્ગારામ મહેતાજી અને બીજાં નાટકો' (૧૯૪૦) જેવા નાટયગ્રંથે ઉપરાંત મુસલિની' (૧૯૩૯) અને 'કમાલ પાસા તુર્ક' ૧૯૩૯) તેમ જ વર્તમાન યુગના વિધાયકો' (૧૯૩૯) જેવા ચરિત્રગ્રંથે આપ્યા છે. પુરાણનાં પાત્રો' (૧૯૪૪), ‘ઉપનિષદની વાતો' (૧૯૪૪) વગેરે એમના પ્રકીર્ણ ગ્રંથો છે.
ચં.ટો. ધન નારાયણ સેમચંદ (૧૨-૧૨-૧૯૧૬): કવિ. જન્મ કડીમાં. ૧૯૩૨માં વર્નાક્યુલર ફાઇનલ. ૧૯૪૯માં પી.ટી.સી. અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડની સ્કૂલોમાં પહેલાં શિક્ષક પછી આચાર્ય અને નિરીક્ષક. ૧૯૭૦-૭૭ દરમિયાન નૂતન તાલીમ વિદ્યાલયમાં અધ્યાપક,
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૧૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org