Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
તાહેરભાઈ બદરુદ્દીન – તેજ ગતિ અને ધ્વનિ
તાહેરભાઈ બદરૂદ્દીન, ‘અમીન આઝાદ': દેશભકિત, જગતવિષયક ચિંતન તેમ જ કવચિત પ્રણયને વિષય કરી લખાયેલી ગીત-ગઝલ અને નામ પ્રકારની પરંપરાગત શૈલીની રચનાઓને સંગ્રહ રાબરશ' (૧૯૪૭)ના કર્તા.
મૃ.માં. તાંતરા દીનશાહ જમશેદજી: ચોવીસ પ્રકરણોમાં વિભકત લઘુકથાત્મક કૃતિ પવિત્ર પ્યાર' (૧૮૯૮)ના કર્તા.
તુકારામનું સ્વર્ગારોહણ : સર્વે જિાઈ તુકારામ સાથેનું સ્વર્ગારોહણ જતું કરે છે અને સંસારચક્રનું અનુવર્તન સ્વીકારે છે. એ કથાબીજમાંથી ઉદ્ભવેલું રામનારાયણ વિ. પાઠક ‘શેષ'નું નોંધપાત્ર ખંડકાવ્ય.
ચંટો. નારા હિંમતલાલ: પ્રવાસવર્ણનનું માહિતીપ્રદ પુસ્તક “હિમાલયનું પર્યટન' (૧૯૪૭)ના કર્તા.
કૌ.બ.
નુરાવાલા દાદાભાઈ બહેરામજી: પ્રેમકાવ્યોને સંગ્રહ ‘તુરાના ગુજરાતી તથા હિંદુસ્તાની દીલપર્શદ ખયાલ ઊર્ફે રમુજે કુરસદ' (તુરાવાલા મણિરામ જીવન સાથે, ૧૮૮૯)ના કર્તા.
નિ.. તુરાવાલા મણિરામ જીવન : પ્રેમકાવ્યોનો સંગ્રહ ‘ગુરાના ગુજરાતી તથા હિંદુતાની દીલપર્શદ ખયાલ ઊર્ફે રમુજે કુર' (નુરા- વાલા, દાદાભાઈ બહેરામજી સાથે, ૧૮૮૯)ના કર્તા.
નિ.વે. તુરિયા અબ્દુલ સુલેમાન, ‘કવિ અબ્દ' (૧૫-૫-૧૯૧૭): કવિ, નાટયકાર, કોશકાર. જન્મ માંડવી (કચ્છ)માં. અભ્યાસ ઘેરણ દસ સુધી. શિક્ષણકાર્ય દરમ્યાન રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લઈ જેલવાસ ભગવ્યા પછી ભિડની ભુજ મહમેડન સ્કૂલમાં શિક્ષણકાર્ય. છેલ્લાં પચ્ચીસ વર્ષોથી કચ્છમિત્ર'ના તંત્રી વિભાગમાં.
એમણે “શ્રીકૃષ્ણપ્રેમી મુસ્લિમ મહિલા ભકિતમતિ પ્રેમાબાઈ (૧૯૫૯) તથા કચ્છી ભાષામાં “મેરમજા હકધાર'(૧૯૩૮) નામની બે પુસ્તિકાઓ લખી છે. આ સિવાય ઝવેરચંદ મેઘાણીકૃત ‘વેવિશાળ’ નવલકથાનું નાટયરૂપાંતર, ‘સાથે કચ્છી-ગુજરાતી શબ્દકોશ” તેમ જ ‘મહાત્મા મેકણ’ અને ‘સુંદર સેદાગર’ જેવાં ચરિત્રો અને કેટલીક ટૂંકીવાર્તાઓ પણ એમણે આપ્યાં છે, જે વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયેલાં છે પરંતુ અદ્યાપિ અગ્રંથસ્થ છે.
૨૨,દ. તુલનાત્મક સાહિત્ય(૧૯૮૪): ધીરુ પરીખને ગ્રંથ, અહીં નવા વિષયને લગતી સામગ્રી ગુજરાતીમાં ઉપલબ્ધ થાય અને વિષયને સહાય અને પ્રોત્સાહન મળે એને ખ્યાલ મુખ્યત્વે રાખવામાં આવ્યો છે. તુલનાત્મક સાહિત્યની અર્થચર્ચા અને સ્વરૂપચર્ચાથી માંડી સાદૃશ્ય, પરંપરા, અનુવાદ, પુરાણસંદર્ભ વગેરે પાસાંઓને સદૃષ્ટાંત સ્પર્શ કરવામાં આવ્યું છે.
ચં..
તુલસીદલ (૧૯૬૧): ‘વિશેષાંજલિ' પછીને સુંદરજી બેટાઈન કાવ્યસંગ્રહ. આઠ ખંડમાં, એક અનુવાદ સહિત, ગાંધીયુગનું અનુસંધાન જાળવતાં કુલ ચપન કાવ્યો છે. કેટલાંક ગીત છે, વધુ છંદોબદ્ધ છે. સમુદ્રને સંસ્કાર ઝીલતી રચનાઓ પ્રમાણમાં આસ્વાદ્ય છે. “સદ્ગત ચન્દ્રશીલાને' જેવી રચનામાં પત્નીના મૃત્યુ પરત્વેને વિશેષ સંવેદન-આલેખ કુશળ કવિકર્મ દ્વારા પ્રગટ થયો છે. ગીતમાં ‘પાંજે વતનજી ગાણું નાંધપાત્ર છે.
ચં.ટી. તુલસીભાઈ: હિંદુ ઘરસંસારનું તાદૃશ ચિત્ર આપતી વાર્તા ‘ગુણવંતી ગોદાવરી' (૧૮૮૯)નાં કર્તા.
રાં.. તુલસીસુત: સીતાસ્વયંવરના પ્રસંગને વર્ણવતી પદ્યકૃતિ “સીતાસ્વયંવર' (૧૯૦૧)ના કર્તા.
નિ.વે. તુળજારામ ચણારામ: પદ્યકૃતિ “મેઘલીલા અથવા ત્રીશાની ચમક’ (૧૮૭૮)ના કર્તા.
નિ.વે. તુળપળે ગ. વિ.: ચરિત્રાત્મક પુસ્તક “સાક્ષાત્કારને પંથે તુકારામ” (૧૯૫૫)ના કર્તા.
નિ.વા. ડ્રણ અને તારક વચ્ચે: ઉશનસ્ ની વૈશ્વિક સંદર્ભોને સ્પર્શતા જાણીતી કાવ્યકૃતિ.
ચં.. તૃણને ગ્રહ (૧૯૬૪):ઉશન ના કાવ્યસંગ્રહ. ત્રણેક સેનેટ-ગુચ્છને કારણે ધ્યાન ખેંચતે આ સંગ્રહ શિખરિણીને સૌથી વધુ કયાસ કાઢવાનો પ્રયત્ન કરે છે. ‘
રસ્તો અને ચહેરા’નાં વીસ સૉનેટમાં અફળ પ્રીતિનાં વિવિધ સ્વરૂપે અંગત વેદનાને ઘૂંટે છે; છતાં વાતચીતની છટાના સહજ નમૂનાઓને કારણે આસ્વાદ્ય છે. ‘પૂ. બાપા જતાં’નાં આઠ સૉનેટ પિતાના મૃત્યુથી પિતા સાથેના તાદામ્ય સુધી પહોંચતી સંવેદનાની સર્જક અભિવ્યકિત દાખવે છે. “વળી પાછા વતનમાં’માં તૃણનું કાવ્યસ્વરૂપ આકર્ષક છે. આમેય, ‘તૃણને ગ્રહ’ જેવા કાવ્યમાં કવિની તૃણપ્રીતિ અપૂર્વ છે. વળી, ઋતુએ હતુએ પલટાતાં પ્રકૃતિનાં આલેખન પરંપરામાં રહીને આછા ચમકારા બતાવે છે.
ચં.. તુષિત પારેખ: જુઓ, પારેખ રમેશચંદ્ર મણિલાલ. તે રમ રાત્રે: સુંદરમ્ ની શૃંગાર નિરૂપતી કાવ્યકૃતિ. પુરુષની સૌંદર્ય-સ્તબ્ધતા સામે નારીની સહેજ ગતિનું સુંદર આલેખન અહીં થયું છે.
ચં... તેજ ગતિ અને ધ્વનિ: જયંત ખત્રીની ટૂંકીવાર્તા. અહીં પિતા
વીરસિંહ, જમીનદાર પ્રસાદજી અને પતિ નરપતિની પ્રતિક્રિયાઓ વચ્ચે કરીના સંગેનું અને સૌંદર્યનું ઊઘડતું જગત વાસ્તવ અને તરંગના આકર્ષક સંમિશ્રણ રૂપે પ્રતીત થાય છે..
ચં..
૧૮૪: ગુજચતી સાહિત્યકોશ-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org