Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
૧-૨ માં સુભાષિતોના કથાસંદર્ભોને કલ્પનાથી વિકસાવીને મનોહર શૈલીમાં રજૂ કર્યાં છે.
નિ.વા.
ઠાકાર બળવંતરાય કલ્યાણરાય, ‘વલ્કલ’, ‘સહેની’(૨૩-૧૦-૧૮૬૯, ૨-૧-૧૯૫૨): કવિ, વિવેચક. જન્મ ભરૂચમાં. ૧૮૮૩માં મૅટ્રિક, ૧૮૮૯માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે સ્નાતક. ૧૮૯૧ માં જૂના ડેક્કન કોલેજમાં એમ.એ. ના અભ્યાસ માટે જોડાયા અને ૧૮૯૨માં ત્યાં ફેલો નિમાયા. ૧૮૯૩માં એમ.એ. થયા વગર જ કોલેજ છોડી. ૧૮૯૫માં કરાંચીની ડી. જે. સિંધ આર્ટ્સ કોલેજમાં ઇતિહાસ, લૉજિક અને મેરલ ફિલોસોફીના કામચલાઉ અધ્યાપક. ૧૮૯૬ માં બરોડા કોલેજમાં અંગ્રેજી સાહિત્ય, લૉજિક અને ફિલોસોફીના કામચલાઉ અધ્યાપક. એ જ વર્ષે અજમેરની સરકારી કોલેજમાં ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક. ૧૮૯૯માં પૂનાની ડેક્કન કૉલેજમાં કામચલાઉ પ્રાધ્યાપકપદે નિયુક્તિ. ૧૯૯૨ માં પુન: જમેરમાં અધ્યાપક અને ઉપાચાર્ય બન્યા. ૧૯૬૪માં પૂનાની ડેક્કન કોરમાં કાયમી અધ્યાપક તરીકે નિયુક્ત. ૧૯૨૪ માં નિવૃત્ત થયો, પણ ૧૯૨૭ સુધી પૂના રહ્યા. ૧૯૨૮ થી ૧૯૭૭ સુધી વડોદરા અને ૧૯૩૭થી આયુષ્યના અંત સુધી મુંબઈ રહ્યા.
‘ભણકાર’ ધારા પહેલી (૧૯૧૮), ‘ભણકાર’ ધારા બીજી (૧૯૨૮), ‘મ્હારાં સોનેટ’(૧૯૩૫) – આ ત્રણે કાવ્યસંગ્રહા ને એ પછી લખાયેલી બધી કાવ્યરચનાઓને સમાવતા એમના ‘ભણકાર’(૧૯૪૨) નામક કાવ્યગ્રંથમાં એમનાં કાવ્યોને વસ્તુવિષયના સંદર્ભમાં સાત ગુચ્છમાં વિભાજિત કર્યાં છે. એમાં આત્મલક્ષી અને પરલક્ષી બનો પ્રકારનાં કાવ્યો છે. અંગત વા નુભવનાં કાવ્યોમાં મુખ્યત્વે પ્રેમ, મૈત્રી, વાર્ધકચ અને મૃત્યુ વિષયક કાવ્યો છે; તો પરલક્ષી સર્વાનુભવનાં કાવ્યોમાં મુખ્યત્વે સમાજ, રાજય, ઇતિહાસ, પ્રકૃતિ અને પશ્મેશ્વર વિષેનાં કાવ્યો છે. એમનાં મિકાવ્યો મુખ્યત્વે ચિતનામિકાળો હોઈ આત્મ લક્ષી છતાં અંતે તા પરલક્ષી હોય છે.
‘પ્રેમનો દિવસ' ૧૮૮૯માં આરંભાયું અને ૧૯૧૩માં કુલ અઢાર મણકામાં પૂર્ણ થયું. પછી એક વધુ મણકો ઉમેરાયો. કોમાં એક કલ્પિત પ્રેમના વવનાની કેટલીક ક્ષણોનાં ચિત્રો' છે. કશ્ચિત પત્નીના વનમાંથી પ્રકીર્ણ ક્ષણોના માધ્યમે કવિએ પોતાની પ્રેમામૃત્ક્રાંતિનું છે.યાચિત્ર આપ્યું છે. કાવ્યમાં કલ્પિત નાયક-નાયિકાની અને સ્વગતોકિતઓ અને કારક સંવાદ છે, એ દૃષ્ટિએ તેને નાટયાત્મક ઊર્મિકાવ્ય કહી શકાય. આ કાવ્યમાળાની રચનાઓ પૈકી 'પ્રેમની થા', 'અષ્ટદર્શન', ‘મોગરો', 'વધામણી', 'જૂનું પિયર ઘર' તથા ‘વર્ષાની એક સુંદર સાંઝ’ અનવદ્ય સુંદરતાવાળી સૉનેટકૃતિઓ છે. કવિ ૧૯૧૩ માં ‘પ્રેમનો દિવસ' પૂરું કરે છે અને બીજે જ વરસે મૃત્યુનું કાવ્ય ‘વિરહ’નો આરંભ કરે છે એ સૂચક છે. પ્રેમ અને મૃત્યુ ભિન્નભિન્ન અનુભવ નથી, એક જ અનુભવ છે એવું એમાંથી સૂચવાય છે, "વિરહ'માં કુલ ઓગણીશ મણકા છે. કવિ સ્વયં નાયક છે, કવિપત્ની ચંદ્રમણિ નાયિકા છે. મૃત્યુની
Jain Education International
હાકાય ભગવંતરાય કયાણરાય
ગાઢ છાયામાં કાવ્યનો પ્રારંભ થાય છે. છઠ્ઠા મણકામાં પત્નીનું મૃત્યુ થયા પછી સાતમા મણકાથી નાયકના વિરહળનો આરંભ થાય છે. એનામાં વિરહને સહેવાની, વિશ્વયોજનાન સમજવાની શકિત નથી. કાળમાં નાયકના વિદુ:ખના ભાવની ઉત્કટતા અને કરુણ રસની ઉગ્રતા છે.
એમણે ‘કાન્ત’ વિષયક કુલ તેર મૈત્રીકાવ્યો પણ રચ્યાં છે. આ કાવ્યોમાં કાન્તના જીવનના ગુણદોષનું, વ્યકિતત્વના વિકાસહ્રાસનું દર્શન છે.
એમણે વાર્ધકયની વ્યથા ‘વૃદ્ધોની દશા’, ‘જર્જરિત દેહને’, ‘સુખદુ:ખ- ૧’ જેવાં કાવ્યોમાં બલિષ્ઠ રીતે પ્રગટાવી છે. ૧૯૨૩ માં પુનાની ડેક્કન કોલેજને અતિમ અભિવાદન રૂપે લખાયેલું કાજ વડલાને છેલ્લી સલામમાં કિવએ પવન અને વાર્ધક્ય વચ્ચેનું અંતર દર્શાવ્યું છે. એમની વાર્ધકયની કવિતામાં બે પેઢી વચ્ચેની સાહરાબ-રુસ્તમી નથી, પણ બે પેઢી વચ્ચે સહાનુભૂતિનો સેતુ છે.
એમનાં સમાજ અને ઇતિહાસવિષયક પરવી કાવ્યોમાં ઇતિહાસકાર અને કવિ ઠાકોરનું એપ દર્શન થાય છે. 'ગ મુબારક', 'માજીનું સ્તોત્ર', 'ગાંડી ગુજરાત'માં કવિની રાવના પ્રગટ થઈ છે. 'ખેતીમાં કવિએ આપણા દેશની પ્રાચીન કૃષિસંસ્કૃતિનું ગૌરવ કર્યું છે અને સાથે જ અર્વાચીન અંત્રસંસ્કૃતિનું સ્વાગત કર્યું છે. પ્રસિદ્ધ કાવ્યત્રી ‘આરોહણ', ‘રાજ્યાભિષેકની રાત’ તથા ‘ચોપાટીને બાંકડે'માં એમણે ભૂત, વર્તમાન અને ભાવિના સંદર્ભમાં સમગ્રપણે ભારતીય સંસ્કૃતિનું ચિંતન-દર્શન કર્યું છે.
તેઓ, ૧૯૩૯ માં બીજા વિશ્વયુદ્ધ વખતે, માનવજાતની મહાઆઝાદી વિશે ચિંતન કરતાં સાળ‘વિરહકાવ્યો'ની રચના કરે છે. માનવસંસ્કૃતિના સંહાર અને ઉદ્ય કે ટિલર પ્રત્યેનો વિના પુણ્યપ્રકોપ ‘હિટલરા બ્લિટઝરા’માં પ્રગટ થાય છે. સમગ્ર માનવજાતિ અને તેની સંસ્કૃતિના અસ્તિત્વ માટે અનિવાર્ય એવી ‘આઝાદી વધો જ” એવી આશામાં કવિ દાણ વેદનામાં ભીષણ વર્ષો પસાર કરે છે. ‘આઝાદી વધશે ' સૉનેટમાળાની જેમ જ એનાં અનુસંધાનમાં રચાયેલી ‘સુખદુ:ખ’ સૉનેટમાળા પણ અપૂર્ણ હી. એમાં સમગ્ર માનવજાતિનાં અનુભવો અને સ્મરણોનું પશ્ચાદ્દર્શન છે અને સુખ એટલે શું એ પ્રશ્નના માનવજાતિનાં ભૂતકાળના સંદર્ભે ઉત્તર પામવાનો પ્રયાસ છે. ‘વર્ષાની એક સુંદર સાંઝ’ કે ‘પરિધ્વજન’ જેવાં કાવ્યો કવિનાં પ્રકૃતિકાવ્યોમાં વિરલ અપવાદરૂપે છે. એમાં મનુ-નિરપેક્ષ પ્રકૃતિસૌંદર્યનાં વર્ણના-ચિત્રણા છે. કવિનાં અન્ય પ્રકૃતિકાવ્યોમાં મનુષ્ય વિશેનું મનન-ચિંતન બળી ગયું છે. કવિએ પ્રકૃતિનું મુખ્યત્વે માતૃસ્વરૂપ કપ્યું છે. ‘ભણકાર’માં કવિને પ્રકૃતિ પાસેથી દિવ્યવાણીનું અને ‘આરોહણ’માં દિવ્યશાંતિનું વરદાન પ્રાપ્ત થાય છે. એમણે ‘દુષ્કાળ’, ‘દામુ વકીલના કિસ્સા’, ‘ભમતામ’, ‘બુદ્ધ’, ‘નિરુત્તમાં આદિ કપાકાળો રહ્યાં છે. એક તોડેલી ડાળ' અધૂરા મૂકેલા મહાકાવ્યનો આકર્ષક કલાસ્વરૂપવાળો ટુકડો છે. નંદાની લવરી” એમનું અપવાદરૂપ હાસ્યકાર્બ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૭
For Personal & Private Use Only
www.jainelibrary.org