Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ગફફાર (કાઝી) મુહમ્મદ અબદુલ – ગાડીત જ્યંત ગોકળદાસ
ગફાર (કાઝી) મુહમ્મદ અબદુલ: માતત્વવાળી કૃતિઓનો સંગ્રહ ‘લયલાના પત્રો’(૧૯૪૦)ના કર્તા કબ ગમતાંનો કરીએ ગુલાલ : મકરંદ દવેનું વ્યકિતચેતનાના વિસ્તારને આવકારનું લાક્ષણિક બાનીનું ગીત.
ગમનું અને અણગમતું ગમા-અણગમાની અંગત બાજુઓને અજવાળતો વિજયરાય વૈદ્યનો હળવા નિબંધ
ચં.ટો.
ગમાં વર્ષા: ઉમાશંકર જોશીનાં જાણીતાં સોનેટયુક્મમાંનું એક ‘રહ્યાં વર્ષો તેમાં” ાનું પૂર સેનેટ છે. એ બંને સોનેટોમાં જીવનના રસરવૈયાને ઇન્દ્રિયવદનથી સન અભિવ્યકિત મળી છે. અહીં અમૃત લઈ આવ્યો અવનિનું' જેવી પંકિતમાં પ્રગટયા પૃથ્વીપ્રેમ આસ્વાદ્ય છે.
ચં.ટા.
ગરવા ખાનચંદ : ચરિત્રલેખક, સંપાદક.
‘અલખના આરાધક સંત ત્રિકમસાહેબ’(૧૯૭૭) એ એમનું સમકબીર સંપ્રદાયની સંતપરંપરામાં થઈ ગયેલા સાધુ ત્રિકમ દાસનું ચમત્કારપૂર્ણ જીવનસંદર્ભે ચિરત્રપુસ્તક છે. ઉપરાંત ત્રિમસાહેબ અને તેમના સમકાલીન અન્ય સાંપ્રદાયિક સંતાનની વાણીને પદ્યસંચય ‘સંતવાણી” એ એમનું સંપાદન છે.
ક
ગલ વાયસ : શ્વેત-શ્યામના વિરોધને તત્ત્વનિષ્ઠ ભૂમિકાએ લઈ જતું રાજેન્દ્ર શાહનું જાણીતું કાવ્ય.
ચં.ટા. ગળતું જામ છે: ‘મરીઝ'ની પરંપરાગત છતાં પ્રાણવાન ગઝલ. અહીં મદિરા અને જામના સંદર્ભે જીવનની ભગુનાને ચમત્કૃતિપૂર્ણ રીતે ઉપસાવી છે.
મો. ગંગાશંકર હરગોવિંદ : મધ્યકાલીન કવિતાનું અનુસંધાન બનાવતી, પૌરાણિક કથા પર આધારિત, ગીતિ, લાવણી અને દોહરામાં લખાયેલી કૃતિ “સુરેખાહરણ’(૧૮૬૯) અને 'એશિયાખંડનું ભૂગોળ’(૧૮૭૨)ના કર્તા.
નિ.વો.
ગેંગેશ્વરાનંદ મહારાજ નાયસંપ્રદાયની સંતપરંપરાને અનુસરતાં બાધક પદાના સંગ્રહ ‘જ્ઞાનપ્રકાશ ભજનાવળી’(૧૯૫૬) અને સંતભકતોએ આપેલાં પ્રવચનાના સંપાદનગ્ર’થ ‘વેદના માનવને સંદેશ’(૧૯૭૩) ના કર્તા, ઉનાવા..
ગન્ધ: અભિશાનની મુદ્રિકા પોતાના ગામની આસપાસનાં વર્ગ અને કિજ્ઞાની વિસ્મયુક્ત શિશુસામગ્રીને ઇન્દ્રિયોના પરિચયથી ગાર્ડનો સુરેશ જોશીનો વિવનિબંધ.
ચં.ડો.
ગંધા મગનલાલ રામજીભાઈ (૨૬-૨-૧૯૩૭): કવિ. જન્મ જામ
૯૨: ગુાતી સાહિત્યશ – ૨
Jain Education International
જોધપુરમાં. ૧૯૭૯માં બી.એ. ૧૯૭૪માં બી.એડ. ભાણવડ, ગોંડલ વગેરે સ્થળે મુખ્યત્વે શિક્ષકની નોકરી.
એમના કાવ્યો ને ગઝલાના સંગ્રહ ‘ઇચ્છાનાં હરણ’(૧૯૭૪)માં પ્રણયના વિવિધ ભાવે! વ્યકત થયા છે. બાલગીતોનો સંગ્રહ ‘રખડપટ્ટી’(૧૯૭૯) અને પ્રૌઢવાચન માટેની કુટુંબકલ્યાણકથાઓનો સંગ્રહ ‘પછેડી જેવડી સાડ’ પુસ્તકો પણ એમણે આપ્યાં છે. નિ.વા. ગીત જ્યંત ગોકળદાસ (૨૬-૧૧-૧૯૩૮) : નવલકથાકાર, વિવેચક. જન્મ મુંબઈમાં. ગુર્જાતી અને સંસ્કૃત વિષયો સાથે ૧૯૬૧માં બી.એ. એ જ વિષયોમાં ૧૯૬૪માં એમ.એ. ૧૯૭૪માં પીએચ.ડી. ૧૯૬૫થી ૧૯૭૭ દરમિયાન પેટલાદ અને મહુધાની કોલેજોમાં અધ્યાપન. ૧૯૭૭થી ૧૯૮૬ સુધી સ. ૫. યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં વ્યાખ્યાતા. ૧૯૮૬ થી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત સંશોધનસંસ્થા કે વા. સ્વાધ્યાયમંદિરમાં રીડર.
કથાનાયક આવૃત્તની આસપાસ આલેખાયેલી ઘુનવ ‘આવૃત્ત’(૧૯૬૯)માં સાંપ્રત શિક્ષણજગતમાં પ્રવેશેલાં દૂષણાની આલેખનશૈલી કટાક્ષની છે. એક જ ગ્રંથમાં મુદ્રિત બે લઘુનવલા ‘ચાસપક્ષી અને કર્ણ' (૧૯૭૯) પૈકીની ‘ચાસપક્ષી'માં મિ. પંચાલ અને મિસિસ સોનીના અંગત મૈત્રીસંબંધના વ્યાપારો અને પરસ્પરના જાતીય મનોવેગોનું આલેખન મુખ્ય છે. ક્યાનાયક મિ. પંચાલના સંદર્ભે પ્રયોજાયેલું ચાસપક્ષીનું પ્રતીક તેમ જ અન્ય પાત્રોનાં વર્તન-વલણના સંદર્ભે યોજાતી સૂચનક્લાનો સૂક્ષ્મતર થતા વિનિયોગ નોંધપાત્ર છે. બીજી કૃતિ ‘કર્ણ’માં કથાનાયકના ચરિત્રાલેખનના સંદર્ભે મહાભારતના પ્રચલિત પાત્ર કર્ણનો પુરાકલ્પન લેખે ઉપયોગ કરવાનો પ્રયાસ છે. આરંભે અને અંતે વાચકને સંબોધનની શૈલીએ લખાયેલી અને જાવિકાના મુખ્ય પાત્રની આસપાસ ચાલતી સામાજિક નવલકથા ‘કયાં છે ઘર?” (૧૯૮૨) ભાવનાપ્રધાન અને આદર્શ કુટુંબવ્યવસ્થાની હિમાયત કરે છે. ‘બદલાતી ક્ષિતિજ’ (૧૯૮૬) વાઘરી કોમમાંથી આવેલા નાયકની માનસિક, રાજકીય અને સામાજિક સભાનતાના સ્તરે આલેખાયેલી, નવી ટેકનિક પ્રયોજતી નવલકથા છે. ખૂબ ચર્ચાસ્પદ અને કવિ ન્હાનાલાલના કવનકાળ દરમિયાન ઠીક ઠીક પ્રચલિત બનેલી, કવિની વિલક્ષણ કાવ્યરીતિ ડોલનશૈલી વિશેના શોધનિબંધ ‘નાનાલાલનું અપદ્યાગદ્ય’(૧૯૭૬)માં આધુનિક ભાષાવિજ્ઞાન અને તેની આનુષંગિક શાખા શૈલીવિજ્ઞાનના પ્રકાશમાં શૈલીપરક અભિગમથી કરેલી તપાસ એમાંનાં વિષયની વિશદ છણાવટ, મૂલગામી દૃષ્ટિ અને શાસ્ત્રીય પર્યેષણા જેવાં અધ્યયનલક્ષી તત્ત્વોને લીધે નોંધપાત્ર બને છે. ડૉ. રમણલાલ જોશી દ્વારા સંપાદિત 'ગુલકારશ્રેણી’માં પ્રગટ થયેલ લઘુગ્રંથ ‘હાનાલાલ' (૧૯૭૭)માં કવિ ન્હાનાલાલની ક્ચન ને પ્રમાણભૂત વિગતો તેમ જ મુખ્યત્વે એમની કાવ્યપ્રવૃત્તિ ઉપરાંત અન્ય સાહિત્યસ્વરૂપોમાં એમણે કરેલા સર્જનકાર્યની પરિચયાત્મક સમીક્ષા છે. નવલક્થા– વાસ્તવ અને વાસ્તવવાદ’(૧૯૮૫) એ ક્યા અને વાસ્તવના પૂનને આગવી રીતે ચર્ચતા મન વિવેચનગ્રંથ છે.
કૌ.બ્ર.
For Personal & Private Use Only
www.jainelibrary.org