Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ગાતા આસોપાલવ-ગાંધી કહાન ચ
ગાતા આસપાલવ (૧૯૩૪): સ્નેહરશ્મિને વાર્તાસંગ્રહ. આ વાર્તાઓ છે એથી વધુ વાત છે. અહીં કુલ સારી વાત મૂકી છે. લેખકે જેલના એકાન્તવાસ દરમિયાન જે જોયું, અનુભવ્યું, સાંભળ્યું ને વાંચ્યું તેમાંથી નીપજેલા અનેક પ્રશ્ન અને પ્રસંગોને આ ટૂંકી વાતોમાં વધ્યા છે. આ બધામાં, હસનની ઈજાર” રશિયનમાંથી કરેલે ગુજરાતી અનુવાદ છે અને “કવિ' આ જ વાર્તા પરથી સૂચિત રીતે કહેવાયેલી વાત છે. “ગરીબને દીકરો” એક સાચી બનેલી ઘટના છે. ઊમિલ રજૂઆત, વાયવી સૃષ્ટિ, ભાવુક પાત્રો, કાવ્યાભાસી ગદ્ય અને જીવનમૂલ્યોની મુખરતા એ આ વાતોનાં મુખ્ય લક્ષણો છે.
રાં.. ગાતાં ઝરણાં (૧૯૫૩): ગની દહીંવાલા ગઝલસંગ્રહ, પ્રણયના વિવિધ ભાવોની સાથે જીવન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા નિરૂપતી આ ગઝલો સરળતા, વેધકતા, પ્રવાહિતા, પ્રાસજન્ય ચમત્કૃતિ અને કથનગત નાટદ્યાત્મકતાને કારણે ચોટદાર બની છે. એમાં ફારસીઉ શબ્દોની સાથે સંસ્કૃત તત્સમ અને તદ્ભવ શબ્દો સાહજિકતાથી પ્રયોજાયેલા છે. આ સંગ્રહમાં ગઝલ ઉપરાંત મુકતકો, ગીતે અને અન્ય કાવ્યરચનાઓ પણ છે. માનવહૃદયની ઝંખના અને ભીષણ વાસ્તવિકતાને સમાનરૂપે નિરૂપતું “ભિખારણનું ગીત' એ જાણીતી રચના છે.
નિ... ગાતાં ફળ: રમણલાલ ચી. શાહને પ્રવાસનિબંધ. એમાં લોકો ફળ તોડતાં ફળ ખાઈ ન જાય પણ કાંટે બરાબર તળાવે એ માટે દુકાનદારે ગાતાં ગાતાં ફળ તોડવાની દાખલ કરેલી રમૂજી યોજનાના ન્યૂઝિલૅન્ડમાં બનેલા પ્રસંગને વર્ણવ્યો છે.
ચંટો. ગાનાકર રમેશ : વિવેચક, એમના વિવેચનગ્રંથ ‘ઉમાશંકર - એક અધ્યયન' (૧૯૭૯)માં ઉમાશંકર જોશીની સર્જન, વિવેચન, સંશોધન, સંપાદન આદિ ક્ષેત્રે ઉપલબ્ધ કૃતિઓની સિદ્ધિ અને મર્યાદાને મૂલવવાનો પ્રયાસ થયો છે.
નિ.. ગાફિલ: જુઓ, ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ. ગાયત્રી : મુંબઈની નગરસભ્યતાની બીભત્સતાને અને લક્ષ્યહીન સ્થિતિગતિને પ્રાત:, મધ્યાહ્ન અને સાયંકાલીન ખંડમાં ઝીલતું નિરંજન ભગતનું કાવ્ય. અહીં અનુષ્યપનું નવું રૂપ અવતર્યું છે.
ગાંડા બ્રહ્મચારી : “લઘુ સ્ત્રીધર્મ નિરૂપણ અને રમાબાઈનું ચરિત્ર' (૧૯૧૩)ના કર્તા.
નિ.. ગાંધી અમૃતલાલ વલ્લભદાસ: કન્યાવિક્રયનાં કરુણ પરિણામોને પદ્યમાં વર્ણવતી કૃતિ વૃદ્ધ પતિ વેદનાના કર્તા.
નિ.. ગાંધી અરદેશર દિનશાજી: મનરજી દેસંગજી જગોસનું જન્મચરિત્ર' (૧૯૧૫)ના કર્તા.
નિ.. ગાંધી ઇન્દુલાલ ફૂલચંદ, ‘શશીવદન મહેતા’, ‘પિનાકપાણિ’ (૮-૧૨-૧૯૧૧, ૧૦-૧-૧૯૮૬): કવિ, નાટયકાર, વાર્તાકાર. જન્મ વતન મકનસર (મોરબી)માં. પ્રાથમિક શિક્ષણ મોરબી અને રાજકોટમાં. ચાર ધોરણ સુધીનું શિક્ષણ રાજકોટમાં. ૧૯૩૦માં ઇન્ટર આર્ટ્સ. આર્થિક હાલત કથળતાં પિતા વ્યવસાયાર્થે કરાંચી જવાથી કટુંબ સાથે એક વર્ષ વાંકાનેર રહી કરાંચી ગયા. ત્યાં ૧૯૨૮ થી ૧૯૪૭ સુધી પાન-બીડીની દુકાન ચલાવી. શરૂમાં ત્યાંની રાત્રિશાળામાં અભ્યાસ કરી ઇન્ટર આર્ટ્સ સુધી પહોંચ્યા. ડોલરરાય માંકડ અને કરસનદાસ માણેકના પરિચયે સાહિત્યસર્જન ભણી વળીને ઊર્મિ’ નામનું સામયિક શરૂ કર્યું. ૧૯૪૭માં ભાગલા પછી મોરબી આવી વસ્યા. ૧૯૫૦ની મોરબી પૂર હોનારતમાં બધું ગુમાવ્યા બાદ રાજકોટ આવી વસી ‘નૂતન સૌરાષ્ટ્ર' દૈનિકમાં કામ કર્યું. ૧૯૫૪માં આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર શરૂ થતાં સ્ક્રિપ્ટ રાઇટર તરીકે એમાં જોડાયા અને છેક ૧૯૭૩માં પ્રોડયુસર તરીકે નિવૃત્ત થયા. દરમિયાન મોરબીથી મીનુ દેસાઈ સાથે “અતિથિ', ‘મંજરી' તથા કે. પી. શાહ અને જશુ મહેતા સાથે ‘લક-વાણી’ તેમ જ “રોશની’, ‘રણ' (વાર્ષિક) વગેરે સામયિકોનાં સંપાદનમાં સક્રિય રહેલા.
‘તેજરેખા' (૧૯૩૧), 'જીવનનાં જળ' (૧૯૩૩), ‘ખંડિત મૂર્તિઓ' (૧૯૩૫), ‘શતદલ' (૧૯૩૯, ૧૯૬૨), 'ગોરસી' (૧૯૩૯), 'ઈધણાં' (૧૯૪૪). “ધનુરદોરી' (૧૯૪૪), ‘ઉન્મેષ” (૧૯૪૭), પલ્લવી' (૧૯૫૩), “શ્રીલેખા' (૧૯૫૮), ‘ઉત્તરીય' (૧૯૬૨) એમના કાવ્યસંગ્રહો છે. એમાં એમની રંગદર્શી લયાત્મકતા પ્રગટે છે. “નારાયણી' (૧૯૩૨), ‘પલટાતાં તેજ' (૧૯૩૫), “અંધકાર વચ્ચે' (૧૯૩૭), “અપ્સરા' (૧૯૪૧), ‘પથ્થરનાં પારેવા' (૧૯૪૧, ૧૯૫૫), ‘અપંગ માનવતા' (૧૯૩૨), ‘ચિત્રાદેવી' (૧૯૩૭), “ગમતીચક્ર' (૧૯૪૪) એમનાં નાટકો છે. કીર્તિદા' (૧૯૩૫) એમને વાર્તાસંગ્રહ છે. એમના બાળસાહિત્યમાં ‘રામાયણદર્શન' (૧૯૫૬), “મહાભારતદર્શન' (૧૯૫૬), “વિક્રમવશીયમ્ (૧૯૬૨), બાલવિવેકાનંદ' (૧૯૬૫) વગેરેને સમાવેશ થાય છે.
બા.મ. ગાંધી કહાન ચકુ: કવિ. ભાગવતના દશમસ્કંધનું કેટલુંક કથાનક નિરૂપતું ‘શ્રીકૃષ્ણ' (૧૯૦૮), બેધપ્રધાન શૈલીમાં વેદાન્તવિચાર રજૂ કરતું “આર્યપંચામૃત' (૧૯૦૯), સંવાદશૈલીનું ઉપદેશપ્રધાન કથાત્મક સેવિકા' (૧૯૧૪) વગેરે એમનાં પાઠ્યપુસ્તકો છે. એમની
ગાર્ગી, હવે પૂછશે મા : જીવનના અંતિમ તાત્ત્વિક પ્રશ્નના વૈચારિક ને વાચિક ઉત્તર પ્રશ્નક૫ જ છે અને તે કોઈએ આપવાના નથી પરંતુ દરેકે પોતાની સાધનાથી પામવાના છે, એવા વિચારતંતુઓને વિક્સાવતો વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીને ચિંતનાત્મક નિબંધ.
ચં.ટો. ગાલા છે. રા.: વાર્તાકાર, નવલિકાસંગ્રહ ‘મેઘરાજા ભી ગયા’ (૧૯૭૨)ના કર્તા.
નિ.વો.
ગુજરાતી સાહિત્ય -૨ :૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org