Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ગાંધી પ્રભુદાસ છગનલાલ ગાંધી ભેગીલાલ ચુનીલાલ
ગાંધી પ્રભુદાસ છગનલાલ (૧૯૯૧): આત્મકથાકાર, જીવનચરિત્રકાર. જન્મ પોરબંદરમાં. દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં ગાંધીજીના શિક્ષણના પ્રયોગો દ્વારા પ્રારંભિક કેળવણી. ત્યારબાદ વિનેબાજી અને કાકાસાહેબના સાંનિધ્યમાં વિચાર-વિકાસ. ગુજરાત તથા ઉત્તરપ્રદેશમાં ખાદી ઉત્પાદન, રેંટિયાનું સંશોધન અને ગ્રામનિર્માણ જેવી સામાજિક પ્રવૃત્તિ. હાલ ઉત્તરપ્રદેશમાં બદાયૂ જિલ્લામાં ખાદી-પ્રવૃત્તિ સાથે સંલગ્ન.
આત્મકથાના એક ખંડરૂપે લખાયેલા પુસ્તક ‘જીવનનું પરોઢ' (૧૯૪૮) માં ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમની પ્રવૃત્તિઓના સંદર્ભમાં એમણે પોતાના જીવનના પરોઢનાં ચારથી બાર વર્ષ સુધીનાં સંસ્મરણો નિરૂપ્યાં છે. આ પુસ્તક ગાંધી સાહિત્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પિતાના સુમાર-સંવેદનશીલ બાળમાનસનું, આંતરબાહ્ય વિકાસનું અને લગભગ દરેક પ્રસંગનું મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ કરીને તેનું તટસ્થ મૂલ્યાંકન કર્યું છે. તેથી બાળકેળવણીની દૃષ્ટિએ પણ આ પુસ્તક મહત્ત્વનું છે. એમાંથી મળતી ગાંધીજી વિશેની માહિતી, શૈક્ષણિક વિચારસરણી અને નિરૂપણની રસાળ રૌલીને કારણે ગુજરાતી આત્મચરિત્રસાહિત્યમાં
એ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે. “ઓતાબાપાન વડલો' (૧૯૭૨), ‘આમભજનને સ્વાધ્યાય'(૧૯૭૮) એમનાં અન્ય પુસ્તકો છે. બાપુના જુગતરામભાઈ' (૧૯૮૪) માં સરળ શૈલીમાં ચરિત્રાલેખન થયું છે. ઉપરાંત 'માઇ ચાઇલ્ડહુડ વિથ ગાંધીજી' (૧૯૫૭) એમનું અંગ્રેજી પુસ્તક છે. “મારી જીવનકથા(૧૯૫૦) એ એમણે આપેલો રાજેન્દ્રપ્રસાદની આત્મકથાને અનુવાદ છે.
- નિ.વો. ગાંધી બંસીલાલ હીરાલાલ, ‘રખડેલ' (૯-૩-૧૯૦૯): ચરિત્રલેખક.
પેનિસિલિનના શોધકની જીવનકથા “ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગ’ (૧૯૬૪) તથા પાયથાગોરસ, આર્કિમિડીઝ વગેરેના જીવનકાર્યને પરિચય આપતું પુસ્તક “વિરાટ વૈજ્ઞાનિકો'- ભા. ૧,૨,૩ (૧૯૬૪) એમના નામે છે. આ ઉપરાંત વિજ્ઞાન અંગેનાં અન્ય પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
પા.માં. ગાંધી ભાઈચંદ ગોવર્ધનદાસ: ‘ગૂર્જર ગરબાવળી' (૧૯૨૨)ના કર્તા.
જેલશિક્ષા પછી સામ્યવાદની અંધસાહસવાદી નીતિનું ભાન થતાં છેલ્લે ૧૯૫૬ માં પક્ષમાંથી રાજીનામું. વિનોબાજી, દાદા ધર્માધિકારી અને જયપ્રકાશ નારાયણ જેવા લોકસેવકોની પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈ પુન: ગાંધીચીંધ્યા માર્ગે. હાલ છેલ્લાં ઓગણત્રીસ વર્ષથી વડોદરામાં વસવાટ. ‘વિશ્વમાનવ” માસિકનું સંપાદન, “વિશ્વમાનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટ” દ્વારા સંસ્કાર-ચિંતન-બોધ આપતાં પુસ્તકોનું પ્રકાશન તેમ જ “જ્ઞાનગંગોત્રી' ગ્રંથશ્રેણીમાં મુખ્ય સંપાદનકાર્ય જેવી પ્રવૃત્તિઓમાં કાર્યરત.
એમનાં મૌલિક પુસ્તકોમાં પ્રવાસકથા ‘મહાબળેશ્વર' (૧૯૩૮); જીવનચરિત્ર પ્રા. કોં', 'રાજગોપાલાચારી, ‘મહામાનવ રોમાં રોલાં' (૧૯૫૮) અને પુરુષાર્થની પ્રતિભા' (૧૯૩૯-૧૯૮૦); કાવ્યસંગ્રહ ‘સાધના' (૧૯૪૩); નવલિકાસંગ્રહો ઉપરાજિત પ્રેમ” (૧૯૫૭) અને ‘લતા' (૧૯૬૭) વગેરેને એક વિભાગ છે; તો બીજો વિભાગ મૌલિક અભ્યાસ થેનો છે. સોવિયેત રશિયાનાં રાજકારણ ને સામાજિક ક્રાંતિઓ તેમ જ સાહિત્ય વિશેના એમના મનન-ચિંતનને પરિણામે ‘સેવિયેત રશિયા' (૧૯૪૭), ‘સામ્યવાદ' (૧૯૪૮), ‘રશિયાની કાયાપલટ' (૧૯૫૯), “અદ્યતન સોવિયેત સાહિત્ય' (૧૯૬૪), ‘મહર્ષિ તત્તેય' (૧૯૮૩) જેવા ગ્રંથ એમની પાસેથી મળ્યા છે. ‘સામ્યવાદી ચીન’, ‘સામ્યવાદી સાંસ્કૃતિક ક્રાંતિને અભિશાપ', ‘સામ્યવાદી બ્રેઈનવૅશિંગ' અને ‘સામ્યવાદી આત્મપ્રતારણાને પંથે'-આ ગ્રંથશ્રેણી (૧૯૬૫-૬૭). એમની પક્ષીય વિચારણામાં ઉદ્ ભવેલી નિભ્રંન્ત મને દશાના નિદેશ આપે છે. આધુનિક ભારતની સમસ્યાઓની સતત ચિંતા રાખી વિશ્વપરિસ્થિતિના સંદર્ભે તે તે સમસ્યાના ઉકેલ-ઉપાયની શોધ એ એમની સ્પૃહણીય ચિત્તપ્રવૃત્તિ છે. એમાંથી રચાયેલા ગ્રંથો આપણા સાહિત્યની સમૃદ્ધિરૂપ છે. ‘સર્વોદય વિજ્ઞાન (૧૯૫૯), “રાષ્ટ્રીય એકાત્મતા' (૧૯૬૧), “ભારત પર ચીની આક્રમણ (૧૯૬૩), ‘ઇન્દિરાજી કયા માગે?”(૧૯૬૯), ‘પાથેય’ (૧૯૭૨), ‘સામાજિક ન્યાય : લોકશાહી અને ક્રાંતિ' (૧૯૭૫), ‘ભારત કયા માર્ગે ?' (૧૯૮૦), ‘ટ્રસ્ટીશીપ' (૧૯૮૦), હરિકાનની સમસ્યા' (૧૯૮૨) ઇત્યાદિ ગ્રંથ એમની નિષ્પક્ષ વિચારક તરીકેની મુદ્રાથી અંકિત થયેલા છે. પૃથક પૃથક ગાળામાં લખાયેલા લઘુલેખેના સંગ્રહરૂપે પ્રસિદ્ધ થયેલ ‘પાથેયમાં તે સામ્યવાદી વિચારધારાને ત્યાગ કરી ગાંધીવિચારધારા તરફનું પુન:પ્રયાણ કરતાં અનુભવેલાં મંથનેની કેફિયતના ઈશારા ભળ્યા છે અને એ સાથે લલિત ગદ્યની સુગંધ પ્રગટી છે. નહેર' (૧૯૬૧), ‘દુર્ગારામ મહેતાજી' (૧૯૭૦) અને 'નર્મદ - નવયુગને પ્રહરી' (૧૯૭૧) એ અભ્યાસગ્રંથમાં તે તે ચરિત્રનાયકના સમગ્ર વ્યકિતત્વને યુગસંદર્ભે મૂર્ત કરવાની એમની રીતિ ઉલ્લેખનીય છે. ‘ઇસ્લામ-ઉદય અને અસ્ત' (૧૯૮૪) એ બિનમુસ્લિમ પ્રજા ઇસ્લામથી સુપરિચિત બને એવા ઉદ્દેશથી લખાયેલી લેખમાળાનું સંકલન છે. ‘ચમત્કારોનું વિજ્ઞાન' (૧૯૮૨) એ પરામનોવિજ્ઞાનના વિષયની ચર્ચાઓને ગુજરાતીમાં સુલભ કરી આપનું પ્રથમ પુસ્તક છે. ‘ચમત્કારિક શકિતની શોધમાં' (૧૯૮૩) એ જાદુ-મને વિજ્ઞાનધર્મની દૃષ્ટિઓને રજૂ કરતું પુસ્તક છે. ૧૯૩૨ થી અઘપર્યન્ત
ગાંધી ભોગીલાલ ચુનીલાલ, ઉપવાસી' (૨૬-૧-૧૯૧૧): કવિ,
સંપાદક, અનુવાદક. જન્મ મેવાસા (સાબરકાંઠા)માં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદ, મોડાસા, મુંબઈ અને ભરૂચમાં. ૧૯૩૦ માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક. વિદ્યાર્થીવયથી જ ગાંધીચીંધ્યા માગે, જાહેરજીવનમાં પ્રવૃત્ત. સત્યાગ્રહમાં એક અદના સૈનિક તરીકે સક્રિય. સાડાત્રણ વર્ષ જેટલા સમયની જેલસજાઓ. જેલવાસ દરમિયાન અનેક યુવાનની જેમ માર્સવાદી સાહિત્યનું વાચન અને એના પરિણામે રશિયન સમાજવાદનું આકર્ષણ. ૧૯૪૦માં ચુસ્ત સામ્યવાદી બન્યા. ‘સુન્દરમ્ 'ના સહકારમાં અમદાવાદમાં અને ત્યારબાદ મુંબઈમાં ‘ગુજરાત પ્રગતિશીલ લેખક મંડળ'નું સંચાલન. ૧૯૪૯-૫૧ ના ગાળામાં અઢાર માસની
ગુજરાતી સાહિત્યશ-૨ :૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org