Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
જોગાસ સેરાબજી – જાદવ કિશોર કાલિદાસ
જાગેસ સેરાબજી: હોરમસજી મંચેરજીની સાથે રચેલાં પુસ્તકો
શેઠ બહેરામજી નસીરવાનજી સિરવાઈનું જીવનચરિત્ર' (૧૯૧૪), ‘શેઠ નાનાભાઈ બેરામજી જીજીભાઈનું જીવનચરિત્ર' (૧૯૧૪) તથા ‘ડો. સર તેમુલજી ભીખાજી જરીખાનનું જીવનચરિત્ર' (૧૯૧૪)ના કર્તા.
નિ.વે. જાડેજા ચન્દ્રાબેન, ‘શમાં(૧૯-૨-૧૯૩૮): કવિ. એસ.એસ.સી.
સુધીને અભ્યાસ. હિન્દી, ઉનાં પણ જાણકાર, રાજકુટુંબનાં વંશજ. ખેતીવાડીને વ્યવસાય.
એમણે રાજહંસી' (૧૯૬૯), ‘જીવનદાત્રી' (૧૯૬૯), ભકિતસુધા' (૧૯૭૨), ‘અંબાને દરબાર' (૧૯૮૬) વગેરે કાવ્યસંગ્રહા આપ્યા છે. ઉપરાંત ઉર્દૂમાં “હીના’ (૧૯૭૩) અને હિન્દીમાં ‘તન્હાઈ' (૧૯૭૩) નામક કાવ્યસંગ્રહો એમના નામે છે.
એ.ટો. જાડેજા જેઠીબા કલાજી (૧૮૭૧, ૧૯૪૬): જ્ઞાનધારાને અનુસરતાં પદો-કાવ્યોનો સંગ્રહ ‘ગુરુમહિમા અને પદોનાં કર્તા.
નિ.વે. જાડેજાદિલાવરસિંહ દાનસિંહજી (૫-૯-૧૯૩૩): વિવેચક, અનુવાદક, સંપાદક. જન્મ રાજકોટ જિલ્લાના પીપળિયામાં. ૧૯૫૦માં મૅટ્રિક, ૧૯૫૪માં ગુજરાતી અને માનસશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૫૬ માં ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં
એમ.એ. ૧૯૬૫માં પીએચ.ડી. ૧૯૫૬ થી ૧૯૬૭ સુધી વલ્લભવિદ્યાનગરમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૭ થી નલિની અરવિંદ અને ટી. જા. પટેલ આર્ટ્સ કોલેજ, વલ્લભવિદ્યાનગરમાં આચાર્ય. ૧૯૭૮ માં અમેરિકાને પ્રવાસ.
૧૯૬૮નું ગ્રંથસ્થ વાડ મય' (૧૯૭૧), 'પ્રતિધ્વનિ' (૧૯૭૨), વિવક્ષા' (૧૯૭૩), 'ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા' (૧૯૭૪), ‘સમર્ચિ' (૧૯૮૨), ‘ધૂમકેતુ' (૧૯૮૨) વગેરે એમના વિવેચનાત્મક ગ્રંથો છે. ‘મધ્યકાલીન સાહિત્યનું રેખાદર્શન' (૧૯૫૮) તથા ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઇતિહાસ' (૧૯૮૩) એમના સાહિત્ય ઇતિહાસના ગ્રંથ છે. “કાવ્યમધુ' (૧૯૬૧), 'કાવ્યસુધા' (૧૯૬૫), 'કાવ્યપરિમલ” (૧૯૭૦), 'કાવ્યસુમન' (૧૯૭૩), ‘શીલ અને શબ્દ' (૧૯૭૭), ‘સરોજ પાઠકની કોક વાર્તાઓ' (૧૯૮૧) વગેરે એમનાં સંપાદને છે. “રાજકારણમાં મનુષ્યસ્વભાવ' (૧૯૮૩) એમને અનૂદિત ગ્રંથ છે.
| ‘ગોમંડલ પરિક્રમણ' પુસ્તક ઉપરાંત પદ્યકૃતિ “ગીતાંજલિ' (૧૯૧૯) તથા જીવનચરિત્ર “ફિલ્ડમાર્શલ અર્લ ક્વિનર ઍવ ખારનુમ’ એમના નામે છે.
એ.ટી. જાડેજા પ્રતાપસિહ જણાજી : કાવ્યસંગ્રહ “અલખ ઝરુખા’ તેમ જ અન્ય પ્રકીર્ણ કરછી કવિતાના કર્તા.
નિ.. જાડેજા ભગવતસિંહજી સંગ્રામજી (૨૪-૧-'૧૮૬૫, ૯-૩-'૧૯૪૮): કોશકાર. જન્મ ધોરાજીમાં. નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં પ્રવેશ. રાજકુમાર કોલેજમાં કેળવણી પૂરી કર્યા બાદ ૧૮૮૩માં ઉચ્ચ કેળવણી માટે યુરોપને પ્રવાસ. ૧૮૮૪માં ગોંડલ રાજયની કુલ સત્તા યુવક રાજવીને હસ્તક. ૧૮૮૫માં મુંબઈ યુનિવર્સિટીના ફેલે. ૧૮૮૬ માં વૈદકીય જ્ઞાનસંપાદન માટે સ્કોટલૅન્ડને પ્રવાસ. ૧૮૯૨ માં ઑક્સફર્ડ યુનિવર્સિટી તરફથી ડી.સી.એમ.ની પદવી. ૧૮૯૫ માં એડિનબરો યુનિવર્સિટી તરફથી ‘આયુર્વેદનો સંક્ષિપ્ત ઇતિહાસ” પર એમ.ડી. ગોંડલ રાજયનાં પ્રજાકલ્યાણનાં અનેક કામે ઉપરાંત વાચનમાળા, અક્ષરમાળા, શિક્ષણમાળા, પાઠયપુસ્તકમાળા વગેરેનું આયોજન.
ગુજરાતી ભાષાને અપૂર્વ કહી શકાય એવે, ૨,૮૧,૩૭૦ શબ્દો સમાવતે શકદકોશ ભગવદ્ગોમંડલ'-ભા. ૧ થી ૯ (૧૯૪૪-૪૬) એમણે તૈયાર કર્યો છે.
ચં.કો. જાતકકથા (૧૯૬૯): ચન્દ્રકાન્ત બક્ષીની નવલકથા. એને નાયક ગૌતમ બુદ્ધિજીવી અને સંવેદનશીલ છે. ઘટનાશૂન્ય જીવનથી કંટાળેલે એ ઘટનાના હાર્દમાં પ્રવેશવા એક પ્રકારનું અભિનિષ્ક્રમણ કરી ઘેરથી નીકળી પડે છે. અસ્તિત્વબોધ એનું ધ્યેય છે. એક અઠવાડિયાની યાત્રાને એ ધર્મયાત્રા કહે છે. પાંચસે પચાસમાં, જન્મ બુદ્ધ-અવતારમાં જાતકથા અટકી પડે છે, પણ અંતિમ અસ્તિત્વબોધ જેવું કશું હોતું નથી, એટલે દરેક બુદ્ધિજીવી માટે જાતકકથા આગળ ચાલે છે. વિશેષણ-રહિતતા એ જ સાચું ધ્યેય હતું, એ ગૌતમને સમજાયું. છતાંય બાળકના મોંએ ‘ડેડી' સાંભળવાનું મન થાય છે ત્યારે પેલા ધ્યેયની વાતને હસી કાઢતે હાય એમ પૂછે છે, જાતને- ‘ડેડી વિશેષણ કહેવાય?' ગૌતમના અનુભવોમાંથી ઝમવાને બદલે, શાંકરભાષ્યમાંથી મળેલી વિભાવનારૂપે આ વાત આવતી હોઈ પ્રામાણિક બનવાને બદલે આગન્તુક અને આયાસી લાગે છે. દર્શન અને નવલ વચ્ચે કશે મજજાગત સંબંધ બંધાતો નથી, એથી એમાં કથાવિકાસ ન થ હોવાનું કળાય છે.
૨.શા. જાદવ કાલિદાસ: વૈજ્ઞાનિક સંશોધન પર આધારિત ચમત્કૃતિપ્રેરક વાર્તાઓને સંગ્રહ ‘અદૃશ્ય શત્રુ' (૧૯૪૮) ના કર્તા.
નિ.વા. જાદવ કિશોર કાલિદાસ (૧૯૩૮): વાર્તાકાર, નવલકથાકાર. જન્મ
અમદાવાદ જિલ્લાના આંબલિયાળા ગામે. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૬૦માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.કૉમ. ૧૯૭૨ માં ગૌહત્તી
જાડેજા દેવાજી (૧૮૬૦, -): ‘દેવાનુભવ-દિવાકર કાવ્યના કર્તા.
નિ.. જાડેજા નંદકુંવરબા ભગવતસિહ (૧૮૬૧, ~): ચરિત્રકાર. પંદરમે વર્ષે ગોંડલના ઠાકોર શ્રી ભગવતસિંહજી સાથે લગ્ન. ઘરમાં જ વાંચવું-લખવું શીખેલાં. ૧૮૯૦માં બીમારીને કારણે બે વર્ષ ઈંગ્લૅન્ડ-નિવાસ. ૧૮૯૧માં રશિયાના ઝારના રાજ્યારોહણપ્રસંગે મેસ્કોમાં હાજરી.
૧૨૬: ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org