Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
જમાદાર ઈસ્માઈલ મહમદ- જરગેલા દાઉદ હારૂનભાઈ
બનારસની યશોવિજ્ય પાઠશાળામાં. ૧૯૦૪માં વિજયધર્મસૂરિ પાસે અધ્યયન. ૧૯૧૫માં એલ. વી. એસ્સીતેરીની ઉપસ્થિતિમાં દીક્ષા. વિવિધ ગુરુકુળ તથા ધર્માલ્યુદય મુદ્રણાલયનું સંચાલન તેમ જ યશોવિજયજી ગ્રંથમાળાનું પ્રકાશન.
એમણે પ્રવાસકથા “આબુ'-ભા. ૧-૫ તથા ‘વિહારવર્ણન' તેમ જ સટીક સંપાદને “સિદ્ધાન્તરત્રિકા' તથા 'ઉત્તરાધ્યયનસૂત્ર' આપ્યાં છે.
૨૨.દ. જયંતીદેવી: ‘શ્રી જયન્તી પદ્યપિયુષ' (૧૯૧૯)નાં કર્તા.
કૌ.બ્ર. જયંતીલાલ વિઠ્ઠલદાસ: પદ્યકૃતિઓ ‘ચતુરસુંદર ગરબાવળી’ (૧૯૨૭) અને સૈનિકોનું રણશીંગુના કર્તા.
કૌ.બ્ર. જ્યા: ન્હાનાલાલના ડોલનશૈલીના નાટક ‘જયાજયંતીની નાયિકા. પ્રભો અને વિષમ પરિસ્થિતિઓને અતિક્રમી સ્વીકૃત માર્ગ પર ચાલતી આદર્શ નારીનું એમાં ચિત્રણ છે.
ચં..
જમાદાર ઇસ્માઇલ મહમદ : ન્યાયી અકબરના ચરિત્રને ઉપસાવતી ગદ્યકૃતિ ઇન્સાફે અકબર” (૧૮૮૯)ના કર્તા.
કૌ.બ્ર. જમીનદાર રસેશ ચતુરભાઈ (૧૯-૭-૧૯૩૪): સંશોધક. જન્મ મહેમદાવાદમાં. એમ.એ., પીએચ.ડી. ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક.
‘ઇતિહાસ સાહિત્ય સંશોધન' (૧૯૮૧) ગ્રંથ ઉપરાંત એમણે ક્ષત્રપકાલનું ગુજરાત' (૧૯૮૦), ‘મધ્ય એશિયા' (૧૯૮૨) જેવા ગ્રંથ પણ આપ્યા છે.
ચં.. જમોડ લવજીભાઈ : નાટયકૃતિ “ઠાગાઠેયા' (૧૯૮૧)ના કર્તા.
' જય! જય! ગરવી ગુજરાત: ગુજરાતની ભૌગોલિક, ઐતિહાસિક
અને સાંસ્કૃતિક રેખાઓને અણસારે ગુજરાતની પ્રશસ્તિ આપતું નર્મદનું પ્રસિદ્ધ ગીત.
ચં... જ્ય સેમિનાથ (૧૯૪૦): સેલંકીયુગને સંદર્ભ આપતી કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા. મહંમદ ગઝનીએ સેમિનાથ પર કરેલા આક્રમણને ભીમદેવ સોલંકીએ સર્વ રાજપૂતોની સાથે રહી કઈ રીતે ખાવું અને ચૌલાદેવી સાથેના ભીમદેવને પ્રણય કઈ રીતે પરિણયમાં પરિણમે, એની જીવંત માંગણી કરતી આ પ્રેમશૌર્યની કથાનું સૌથી મહત્ત્વનું અંગ વર્ણન છે. યુદ્ધના આલેખનમાં કચાશ કે અસંગતિઓ જરૂર મળી આવે છે, તેમ છતાં રણની આંધી, ઘોઘારાણાની યશગાથા, ચૌલાનું નૃત્ય આદિ વર્ણને આ નવલકથાનાં જબરાં આકર્ષણો છે.
ર.ટી. યકીર્તિ: જુઓ, મુનિ પ્રભવિજયજી. જ્યકીતિ કુમાર અમૃતલાલ (૨૭-૬-૧૯૩૮): કવિ. જન્મ અમદાવાદમાં. એમ.એ.
ભકિતરંગ' (૧૯૫૨) તથા “અમૃતગંગા' (૧૯૫૫) એમના કવિતાગ્રંથ છે. ઉપરાંત બાલરામાયણ'-૧ (૧૯૫૮) અને બાલરામાયણ-૨ (૧૯૫૯) પણ એમના નામે છે.
રાં.. જયભિખૂ: જુઓ, દેસાઈ બાલાભાઈ વીરચંદ જ્યશંકર કાલિદાસ: પદ્યકૃતિ “ભકિત સાધન પદમાળા' (૧૯૧૩). -ના કર્તા.
કૌ.બ્ર. જયશંકર 'સુંદરી': જુઓ, ભેજક જયશંકર ભૂધરદાસ.
મંત: જુઓ, અમીન ગોવર્ધનદાસ કહાનદાસ. જયંતવિજ્યજી (૧૮૮૪, ૧૯૪૮): પ્રવાસકથાલેખક, સંપાદક. જન્મ વળા (વલ્લભીપુર)માં. પૂર્વાવસ્થાનું નામ હરખચંદ ભૂરાભાઈ શાહ. પ્રાથમિક અભ્યાસ પછીથી મહેસાણા અને
જયા-જયંત (૧૯૧૪): ન્હાનાલાલનું ત્રણ અંક અને વીસ પ્રવેશમાં પથરાયેલું, એમનાં અન્ય નાટકોની જેમ ડોલનશૈલી અને ગીતમાં રચાયેલું આ નાટક એમાં નિરૂપાયેલી આત્મલગ્નની ભાવનાને લીધે સાહિત્યિક વર્ગમાં વિશેષ જાણીતું બન્યું છે. વિજાતીય આકર્ષણમાંથી બંધાતા સ્ત્રી-પુરુષ-સંબંધનાં ત્રણ ઉચ્ચાવી પાન આલેખી કવિએ નાટકની કથાનું સંકલન કર્યું છે. એ સોપાનનું સૌથી ઊંચું પગથિયું જયા અને જયંત વચ્ચેના આત્મલગ્નનું છે. દેહની કોઈ વાસના વગરને, કવિને આ આત્મલગ્નને ખ્યાલ વાસ્તવિક ને મૂર્ત બની શકે એમ કોઈને લાગ્યું નથી. કાશીરાજશેવતીના અધગાધર્વ રાજવી લગ્નસંબંધની તથા નૃત્યદાસીવામાચાર્યના કામવાસનાયુકત દેહસંબંધની કથા દ્વારા કવિએ સ્ત્રી-પુરુષ-સંબંધનાં અન્ય બે ઊતરતાં પાન બતાવ્યાં છે. દૃશ્ય નાટકને અનુકૂળ બનાવવાની નેમ છતાં અને કવિનાં અન્ય નાટકોને મુકાબલે વિશેષ સંઘર્ષયુકત અને સુગ્રથિત હવા છતાં વિવિધ પ્રકારની અસંગતિઓથી તેમ જ પરિસ્થિતિને નાટયાત્મક અભિવ્યકિત ન આપી શકવાની કવિની મર્યાદાને લીધે આ નાટક ઝાઝી રંગભૂમિ ક્ષમતા ધરાવતું નથી.
જ.ગા. જરગેલા દાઉદ હારુનભાઈ, કંટક' (૧૭-૯-૧૯૩૪): કવિ. જન્મ ચૂડા (જિ. સુરેન્દ્રનગર)માં. ૧૯૫૩માં સુરેન્દ્રનગરથી મૅટ્રિક. હાલ પશ્ચિમ રેલવેના માર્શલિંગ યાર્ડમાં કર્મચારી.
‘કેતકી' (૧૯૭૧) મુખ્યત્વે પ્રકૃતિ અને પ્રણયને વિષય બનાવતી ગીત, ગઝલ, હાઈકુ તથા ભજન સ્વરૂપની અઠ્ઠાની રચનાઓને એમને કાવ્યસંગ્રહ છે; તે ‘સંભાવના' (૧૯૭૪)માં પરંપરાગત ઢબે આધુનિક કાવ્યભાવનાની છાપ ઝીલતી ત્રીસ અછાંદસ રચનાઓ સંગ્રહિત છે.
કૌ.બ્ર.
૧૨૪: ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org