Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
જોશી પ્રાણશંકર સામેશ્વર – જોશી ભવાનીશંકર ભાઈશંકર
ઉપરાંત એમણે પ્રૌઢવાચનની સુગમ કથામાળા' (૧૯૭૫)ની ૫ પુસ્તિકાઓ આપી છે. બાળસાહિત્યમાં વિવિધ વિષયો પર એક પુસ્તિકાઓ લખી છે.
મે.પ.
જોશી પ્રાણશંકર સામેશ્વર, “યોગી' (૨૦-૨-૧૮૯૭): નિબંધકાર, અનુવાદક. જન્મ જેતપુરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જેતપુર અને રાજકોટમાં. કૉલેજ શિક્ષણ જૂનાગઢમાં. ૧૯૧૬ થી ૧૯૫૭ સુધી દક્ષિણ આફ્રિકામાં લેખક, શિક્ષક અને પત્રકાર તરીકેની કારકિર્દી, ત્યાંની કાંતિ ચળવળના કાર્યકર. ૧૯૧૭ પછી રાજકોટમાં નિવાસ.
એમનાં પુસ્તકો શાહીવાદની જંજીરો', 'સ્મૃતિપ્રસંગે', આફ્રિકાની મહાક્રાંતિ’ વગેરેમાં દક્ષિણ આફ્રિકાની રાજકીય તથા સામાજિક પરિસ્થિતિનું ઐતિહાસિક નિરૂપણ છે. ઊંઘ અને જાગૃતિ', કૃષ્ણબંશી', ‘જગતના રાજદ્વારી ક્ષેત્રમાં હિંદનું સ્થાન વગેરે એમનાં અનૂદિત પુસ્તકો છે. ‘રાગ પને દુર્ગ' (૧૯૩૭) અને “વિશ્વના મહાન ધર્મો' (૧૯૬૭) એ એમનાં નીતિ અને ધર્મ વિશેનાં પુસ્તકો છે.
નિ.વો. જેશી પ્રીતમલાલ લકમીશંકર (૨૧-૫-૧૯૩૧): નવલકથાકાર, વાર્તાકાર, કવિ. જન્મ વતન ભૂજ (કચ્છ)માં ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાતી અને માનસશાસ્ત્ર સાથે બી.એ. ૧૯૫૧થી ૧૯૬૨ સુધી ભૂજની હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૬૨-૬૩ માં ભૂજનખત્રાણામાં સમાજશિક્ષણ અધિકારી. ૧૯૬૩ થી ૧૯૭૬ સુધી જિલ્લા માહિતી અધિકારી. ૧૯૭૬ થી ૧૯૭૮ સુધી પાલનપુરમાં માહિતી કેન્દ્રના વ્યવસ્થાપક. ૧૯૭૮ થી નડિયાદમાં સહાયક માહિતી નિયામક.
“કંથકોટેશ્વર' (૧૯૬૯), “સોનલરાણી'- ભા. ૧-૨ (૧૯૭૦) અને પાષાણશૈયા' (૧૯૭૮) કંથકોટ (કચ્છ) અંગેની, તો “હિરણ્યણ (૧૯૮૧) અને 'પ્રવરસેતુ' (૧૯૮૨) કાશ્મીર અંગની દંતકથામિશ્રિત ઐતિહાસિક નવલકથાઓ એમણે લખી છે. “અડાબીડ અંધારાં' (૧૯૭૧), 'મૃગજળ' (૧૯૭૪), “અંકુર' (૧૯૭૮), ‘નાજુક સવારી' (૧૯૭૯) અને ‘પડછાયા અજવાસના' (૧૯૮૩) સામાજિક નવલકથાઓ છે. એમની આ કૃતિઓ વાર્તારસના સાતત્યને લીધે વાચકભોગ્ય બની છે. એમણે ‘મારી એક વાર્તાઓ' (૧૯૭૫) નામે નવલિકાસંગ્રહ પણ આપ્યો છે.
‘નિશિગંધા' (૧૯૫૭) એમનો કાવ્યસંગ્રહ છે. તે ‘વૈયન્તિ’ (૧૯૬૮) ગીતસંગ્રહ છે.
૪.ગા. જોશી બાબુભાઈ જીવરામ (૧૫-૯-૧૯૨૮): બાળસાહિત્યકાર, જન્મ ઈસરી (જિ. સાબરકાંઠા)માં. ત્યાંની ગામઠી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી શિક્ષક થયા. ૧૯૫૮ થી ૧૯૬૫ સુધી અમદાવાદમાં કુમકુમ બાલમંદિર અને પ્રાથમિક શાળા શરૂ કરી તેમાં શિક્ષક અને હેડમાસ્તર તરીકે કાર્ય. ‘કુમકુમ પ્રકાશનના સ્થાપક. ૧૯૬૫ થી ચાંદાપોળી' બાળસામયિકના સંપાદક.
એમનું પ્રથમ પુસ્તક “સમરાંગણને સાદ' (૧૯૬૫) છે. એ પછી એમણે ‘નવજીવન શ્રેણી' (૧૯૬૫)માં ૧૫ પુસ્તિકાઓ, ‘સુવાસ કથામાળા' (૧૯૬૮)માં ૫ પુસ્તિકાઓ તથા ‘પંચતંત્રની પ્રાણીકથાઓ' શ્રેણી (૧૯૭૦)માં ૪ પુસ્તિકાઓ લખી છે. આ
જેશી બાબુરાવ: નવલકથાકાર, અનુવાદક.
શ્રમિકો અને મૂડીદારોનો સંઘર્ષ વ્યકત કરતી ‘ઉદાહ' (૧૯૩૪) અને સામાજિક સમસ્યાપ્રધાન કથાવસ્તુ ધરાવતી ‘સુહાસિની’ (૧૯૩૭) જેવી નવલકથાઓના આ લેખકે એ ઉપરાંત “સીતમના સાણસા' (૧૯૩૩) તથા અંગ્રેજી પરથી રૂપાંતરિત જાસૂસકથા “સફેદ સાયામાં' (૧૯૩૩) અને અંગ્રેજી વાર્તાથી પ્રેરિત રહસ્યકથા ‘લોહીની તરસ' (૧૯૩૪) જેવી રચનાઓ આપી છે. સંધ્યાના રંગ' (૧૯૩૫) અતિકરુણને નિરૂપતી એમની વાર્તાઓને સંગ્રહ છે. ‘ઝંખના’ અને ‘શબનમ' (૧૯૬૮) એમના પદ્યસંગ્રહો છે.
બા.મ. જોશી બાલકૃષ્ણ ચુનીલાલ, 'જયોતિ' (૧૫-૮-૧૮૯૫,-):
નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ ડભોઈમાં. પ્રાથમિક શિક્ષણ સિનેરમાં. માધ્યમિક શિક્ષણ ડભોઈમાં. વડોદરાથી એસ.ટી.સી.ની પરીક્ષા ઉતીર્ણ. પાદરા હાઈસ્કૂલમાં શિક્ષક.
એમની પાસેથી ‘આસ્થા' (૧૯૪૬) અને ‘શશીકલા' (૧૯૪૬) વાર્તાસંગ્રહો તથા દેશસેવક દંપતી યાને ઈંદુકાંત' (૧૯૨૫) અને “સંસારદર્શન' (૧૯૩૭) જેવી નવલકથાઓ મળી છે. આ ઉપરાંત ‘શિવાજીની બા' (૧૯૩૫) નામે ચરિત્રકૃતિ, ‘ભારતીય શિક્ષણને ઇતિહાસ’ (ચી. મા. જાની સાથે, ૧૯૨૦) નામે અભ્યાસગ્રંથ તેમ જ ‘પ્રાચીન જાતિ અને જ્ઞાતિ'- ભા. ૧-૨ (૧૯૨૪), ‘અજબગજબ', ‘ગૌરી' (૧૯૨૫), ‘દાકતર કે દૈત્ય' (૧૯૨૬), ‘સંન્યાસિની' (૧૯૨૬), ‘સુમતિ' (૧૯૨૮), 'રણવીરની તલવાર’ (૧૯૨૯) જેવાં પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે લખ્યાં છે. બંગાળી અને અંગ્રેજીમાંથી કેટલાક અનુવાદ પણ એમણે આપ્યા છે.
જોશી બાલમુકુન્દ સદારામ : નવલિકાસંગ્રહ ‘જીવનના રંગ’ (૧૯૩૫)ના કર્તા.
૨૨.દ. જેથી ભગવાન લાલજીભાઈ: ‘ભકત પ્રલાદ' (૧૮૯૦)ના કર્તા.
નિ.વો. જોશી ભરત દિ. : બાળવાર્તા રે વિમાની’ (અન્ય સાથે, ૧૯૫૩) -ના કર્તા.
૨.ર.દ. જોશી ભવાનીશંકર ભાઈશંકર (૧૨-૮-૧૯૩૩): નવલકથાકાર, જન્મ બોટાદમાં. ૧૯૫૩ માં મૅટ્રિક. ૧૯૬૪ માં બી.એ. ૧૯૭૧ માં બી.એડ. ૧૯૫૩ થી ૧૯૬૧ સુધી જ્યુડિશિયલ કોર્ટમાં કલાર્ક, ૧૯૬૨ થી ૧૯૬૪ સુધી બેજિયમ કંપની સિવિલકર બ્રધર્સ (ઇન્ડિયા) લિમિટેડ, મુંબઈમાં સેલ્સમેનશીપ. ત્યારબાદ વિશ્વભારતી હાયર સેકન્ડરી સ્કૂલ, અમદાવાદમાં શિક્ષક. ૧૯૮૧થી સંદેશના પ્રકાશન ‘સ્ત્રી’ સાપ્તાહિકનું સંપાદન.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૧૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org