Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ઠક્કર હરિપ્રસાદ ત્રિભુવનભાઈ– ઠાકર કમલેશ દયાશંકર
કૃતિઓ 'પ્રાસ્તાવિક પ્રબોધિની', “મોક્ષમાર્ગ', 'શંકરની સ્તુતિ અને સુંદર સંગીત' (૧૯૩૭) આપ્યાં છે.
અગિયાર પ્રકરણમાં વિભકત નવલકથા “વીરવટ અને રૂપાળી રાણી': ૧(૧૯૧૫) માં રાજકુંવર વીરવટના શૌર્યને મહિમા વર્ણવાયો છે. રાજયરંગ’ એમની અન્ય નવલકથા છે. વ્યભિચારીની દુર્દશા દર્શાવતા પાંચ અંકના ‘વ્યભિચાર દુ:ખદર્શક નાટક'માં ઉપદેશને સૂર છે. “સુશીલ ચન્દ્રિકા’ અને ‘જુગાર દુ:ખદર્શક’ એમની અન્ય નાટયકૃતિઓ છે.
આ ઉપરાંત, ‘સુંદર સતસાઇટ (બી. આ. ૧૯૫૫) તેમ જ ‘સુબોધ ગાયક | સુબોધ ગાયન’ પણ એમના નામે છે.
કૌ.. ઠક્કર હરિપ્રસાદ ત્રિભુવનભાઈ, ‘સ્નેહાસ્ત્ર' (૫-૮-૧૯૩૨) : વિવેચક. જન્મ વડોદરા જિલ્લાના ભલાડામાં. ૧૯૫૪ માં બી.એ. ૧૯૬૦માં એમ.એ. ૧૯૬૭માં પીએચ.ડી. ડભોઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજમાં અધ્યાપક.
એમના શોધપ્રબંધ ‘પ્રેમસખી પ્રેમાનંદ' (૧૯૭૧)માં સ્વામીનારાયણ સંપ્રદાયના મધ્યકાલીન કવિ પ્રેમસખી પ્રેમાનંદના જીવન અને કવન વિશેનું નિરૂપણ છે. એ જ કવિની કૃતિ ‘તુલસીવિવાહ' (૧૯૭૦) માં પાંસઠ પદોનું તેમ જ શિક્ષાપત્રી (૧૯૭૪)નું સંપાદન પણ એમણ કર્યું છે. ‘સંત-સાહિત્યનો રવાધ્યાય' (૧૯૭૭) એમનું મધ્યકાલીન કાવ્યપ્રકારો અને સંતકવિઓની કેટલીક કૃતિઓની પરિચયાત્મક સમીક્ષા કરતું વિવેચનાત્મક પુસ્તક છે.
નિ.વા. ઠક્કર હરિલાલ જીવણલાલ : નવલકથા “ઝેરની ખાલી’ અને ‘પૃથ્વીરાજ ચૌહાણ’ તેમ જ ખ્યાલ સાગર' (૧૯૨૩) ના કર્તા.
૨.૨,દ. ઠક્કર ગિરધરલાલ ભાણજી: ‘ભાઈ પરમાણંદની આત્મકથા'ના કર્તા.
રમણીય ભયંકરતા', 'મુગ્ધા મીનાક્ષી', 'કુસુમકંટક અથવા રમણી કે રાક્ષસી', બાળવિધવા કલ્યાણી’ જેવી સામાજિક નવલકથાઓ એમણે આપી છે. એમનાં નાટકમાં ‘માલવકેતુ' (૧૯૨૭), ‘સંસારપારિજાત', 'કૃષ્ણભકત બોડાણો મુખ્ય છે. એમના કાવ્યકુસુમાકર' (૧૯૩૯) કાવ્યસંગ્રહમાં સંસ્કૃતને સંસ્પર્શ છતાં કલ્પનાશકિત ઓછી પડી છે. આ ઉપરાંત ઇતિહાસ, ધર્મ, તત્ત્વજ્ઞાન આદિને લગતાં તેર જેટલાં પુસ્તકો એમણે આપ્યાં છે,
રાંટો. ઠક્કર પ્રાણજીવન ઓધવજી: જીવનચરિત્ર ‘રામચન્દ્ર (૧૯૧૪) ના
કર્તા. ઠક્કર વિસનજી ચતુર્ભુજ (૧૯ મી સદીને પૂર્વાર્ધ): નવલકથાકાર,
જીવનચરિત્રકાર, ખ્યાત નવલકથાકાર નારાયણ વિસનજી ઠક્કરને પિતા.
એમણે ‘કચ્છનો કાર્તિકેય અથવા જાડેજા વીર ખેંગાર” (૧૯૨૨) નામે નવલકથા તથા ‘શ્રી અમૃતલાલ ચરિત્ર' (૧૮૭૭) આપ્યાં છે.
૨.૨.૮.
ઠાકર અંબાલાલ મોતીલાલ: નવલકથા ‘ગુણલક્ષ્મી' (બી. આ. ૧૯૨૬) ના કર્તા.
ઠાકર ઉમિયાશંકર જીવણલાલ (૧૮-૧૦-૧૯૦૫): બાળસાહિત્યકાર,
જન્મ સલુણ (નડિયાદ)માં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૨૮માં ઇન્ટરમિડિયેટ : ચિત્રકલા. ૧૯૩૩ થી ૧૯૭૦ સુધી આણંદની વિવિધ હાઈસ્કૂલમાં ચિત્ર અને ભાષાના શિક્ષક. ત્રણ વર્ષ ‘બાલમિત્ર' માસિકના તંત્રીપદે.
એમણે “મોજડીનાં મૂલ્ય” (૧૯૨૯), ‘લાકડાના પોપટ' (૧૯૩૦), 'દાંગવની ઘોડી' (૧૯૩૧), ‘કીર્તિકથાઓ' (૧૯૩૨), ‘કલ્પવૃક્ષ' (૧૯૩૬), ‘ગુરુને કાજે' (૧૯૩૭) વગેરે બાળવાર્તાઓ; પ્રવાસવર્ણન “શ્રી જાગનાથ મહાદેવ’ (૧૯૪૦), 'વન-મહેફિલ (૧૯૫૬), ‘શ્રી રણછોડ સ્તવન' (૧૯૫૮), ‘ગાયત્રીનાં ગાન’
જેવાં નાનાં-મોટાં પચાસેક મૌલિક પુસ્તકો તથા ‘ગીતમંજરી ગ્રંથાવલિ' (૧૯૬૬) માં “બટુક વડ', ‘ગૌરવવંતા ગરબા'ભા. ૧-૨, “લગ્નગીત સૌરભ'-ભા. ૧-૨ અને ‘મંગલગીત’ જેવાં સંપાદિત પુસ્તકો આપ્યાં છે.
ઠાકર ઓધવજી મુરારજી : હિન્દુસ્તાની, ઉર્દૂ, ગુજરાતી, મરાઠી
અને કચ્છી ભાષાઓમાં રચેલી પઘકૃતિ ‘પંચરાશિ બનજારા” (ત્રી. આ. ૧૮૮૯)ના કર્તા.
ઠક્કર નારાયણ વિસનજી, ‘મૌખિ , ‘હિંદ ત્રિમૂર્તિ' (૧૭-૨-૧૮૮૦, ૧૭-૨-૧૯૩૮): નવલકથાકાર, કવિ. જન્મ મુંબઈમાં. શાળામાં
ડો ગુજરાતીને અભ્યાસ કર્યા પછી અંગ્રેજીમ્નસ્કૃતને ખાનગી રીતે અભ્યાસ. ફારસી, ઉર્દુ, મરાઠી, બંગાળીની પણ જાણકારી. નાની વયથી નાટક કંપનીઓમાં અભિનેતા. હૃદય બંધ પડવાથી મુંબઈમાં અવસાન. એમના સેથી વધુ ગ્રંથો પ્રસિદ્ધ થયા છે.
‘પ્લાસીનું યુદ્ધ અથવા કલાઇવનું કપટતંત્ર' (૧૯૦૫), 'હલદીઘાટનું યુદ્ધ અથવા અકબરને પરાજય' (૧૯૬૬), પદ્મિની અથવા ભસ્મીભૂત ચિતેડ' (૧૯૧૨), હમ્મીરહઠ અથવા રણ- થંભોરને ઘેરો' (૧૯૧૪), ‘અનંગભદ્રા અથવા વલભીપુરને વિનાશ' (૧૯૧૮), 'કચ્છને કાર્તિકેય અથવા જાડેજા વીર ખેંગાર (૧૯૨૨), ‘મહારાણી મયણલ્લા અથવા ગુજરાતની માતા' (૧૯૨૪), ‘અમર ગર્જના અથવા સુષુપ્તિ અને જાગરણ' (૧૯૩૦) જેવી ઐતિહાસિક નવલકથાઓ તેમ જ ‘આજકાલને સુધારો કે
ઠાકર કમલેશ દયાશંકર (૩૦-૧-૧૯૧૨, ૯-૫-૧૯૭૯): મૅટ્રિક
સુધી અભ્યાસ. ફિલ્મ ને રંગભૂમિના ક્ષેત્રે સક્રિય. ૧૯૬૧ થી ૧૯૬૯ સુધી સૉન્ગ ઍન્ડ ડ્રામા ડિવિઝન, દિલ્હીના નિયામક. પછી આકાશવાણી, અમદાવાદમાં સિનિયર સિક્રપ્ટ રાઈટર, એમણે વિપ્લવ અંગારા' (૧૯૫૭) નામક નાટક આપ્યું છે.
ચં.
ગુજરાતી સાહિત્યકોશ-૨ ૧૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org