Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
જાદવ જોરાવરસિંહ દાનુભાઈ – જાની અમૃત જટાશંકર
યુનિવર્સિટીમાંથી એમ.કૉમ. ૧૯૬૫ થી ૧૯૮૨ સુધી નાગાલૅન્ડમાં વિવિધ રીતે અંગત સચિવની કામગીરી બજાવ્યા બાદ ૧૯૮૨ થી નાગાલૅન્ડ સરકારના મુખ્ય સચિવના અંગત સચિવ. ૧૯૭૬ માં પૂર્વાનર સાહિત્ય અકાદમીની સ્થાપના. ૧૯૭૬ થી ૧૯૮૧ સુધી એના મહામંત્રી.
એમણે કથાસાહિત્યમાં પ્રયોગકક્ષાએ અને મુખ્યત્વે ભાષાકક્ષાએ કામ કર્યું છે. એમનું લક્ષ બાહ્ય ઘટનાને સ્થાને આંતરિક ચિત્રાંકન પર, પાત્રના સૂમ મને વ્યાપાર પર રહ્યું છે. ચીલેચલુ કથાનકને છેદ ઉડી ભાષાને તાર્કિક પ્રત્યાયન અર્થે નહિ, પણ સંવાદી લય અને નાદતત્ત્વને અનુલક્ષીને પ્રયોજી છે. આથી અન્ત:ફુરણા, ભાવકલ્પનશ્રેણીઓ તેમ જ અનેકસ્તરીય વાસ્તવણીઓ દ્વારા તેઓ વાર્તાને ભાષાકીય કીડા બનાવવા તાકે છે.
પ્રથમ વાર્તાસંગ્રહ 'પ્રાગૈતિહાસિક અને શેક્સભા' (૧૯૬૯)થી એમનું આ વલણ જોવાય છે. પરંપરાગત વાર્તાસમજને પડકારતી અને ઉફાટે જતી વીસેક વાર્તાઓનો આ સંચય છે. સૂર્યારોહાર' (૧૯૭૨) ની સત્તર વાર્તાઓની સંરચનાઓનું પ્રયોજન પ્રભાવેનિષ્પત્તિ છે. લેબિરિન્થ” એનું સારું ઉદાહરણ છે. વાર્તાકાર ઘટનાલપને નહિ પણ ઘટકલેપને અનુસરે છે; અને ‘છમવેશ' (૧૯૮૨) -ની આઠ જેટલી વાર્તાઓમાં, તેથી જ, કલ્પનાના વ્યાપારથી રૂપાન્તરિત થયેલાં વિશ્વજીવન જોઈ શકાય છે.
- નિશાચક' (૧૯૭૯) લઘુનવલમાં પણ સ્વકીય એવી અર્થપૂર્ણ વાસ્તવિકતાની નિમિતિ જોવાય છે. એમાં કથાનાયક “હું” અનંગલીલા, કમસાંગકોલા અને લાજુલા નામની ત્રણ નેખ વ્યકિત્વવાળી સ્ત્રીઓના સંબંધમાં આવે છે એનું, નીતિનિરપેક્ષ અવૈધ જાતીય વ્યવહારોનું નિરૂપણ આઠ ખંડમાં થયેલાં છે. આ લઘુનવલમાં તેમ જ અન્ય વાર્તાઓમાં પણ નાગાલૅન્ડને સ્થાનિક રંગ એ તમામ કૃતિઓને વિશેષ વ્યકિતત્વ અર્પે છે. ‘નવી ટૂંકીવાર્તાની કલામીમાંસા' (૧૯૮૬) એમના વિવેચનગ્રંથ છે. ‘કિશોર જાદવની વાર્તાઓ' (૧૯૮૪) માં એમની પ્રતિનિધિ કૃતિઓ આસ્વાદ સહિત સંપાદિત કરવામાં આવી છે.
ચં.ટો. ૧દવ જોરાવરસિંહ દાનુભાઈ (૧૦-૧-૧૯૪૦): વાર્તાકાર, લેકસાહિત્યના સંપાદક. જન્મ આકરુ (તા. ધંધુકા)માં. આકરુમાં પ્રાથમિક અને ધોળકામાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી અમદાવાદથી ભારતીય સંસ્કૃતિના વિષયમાં એમ.એ. ૧૯૬૩ માં શિક્ષક. ૧૯૬૪ થી ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં પ્રકાશન અધિકારી. ‘સહકાર” સાપ્તાહિક અને ‘ગ્રામસ્વરાજ' માસિકના સંપાદક.
ગ્રામજીવનને વિષય કરતી એમની વાર્તાઓના સંગ્રહોમાં ‘મરદ કસુંબલ રંગ ચડે' (૧૯૬૮), ‘મરદાઈ માથા સાટે' (૧૯૭૮), ‘લોકસાહિત્યની ચતુરાઈકથાઓ' (૧૯૭૪), ‘રાજપૂતકથાઓ' (૧૯૭૯) વગેરે મુખ્ય છે. એમની વાર્તાઓ લેકવાર્તાના તાણાવાણા લઈ રંગરાગી શૈલીમાં લખાયેલી છે. એમણે ‘ભાતીગળ લેકકથાઓ' (૧૯૭૩) અને ‘મને રંજક કથામાળા' (૧૯૭૭) જેવાં બાળવાર્તાઓનાં પુસ્તકો પણ આપ્યાં છે. પોતાના વાર્તાસંગ્રહોનાં શીર્ષકોમાં “લોક્સાહિત્ય’ અને ‘લકથા’ જેવા શબ્દો એમણે
યોજ્યા છે તે શાસ્ત્રીય નથી. એમણે ‘આપણા સબીઓ' (૧૯૭૨), ‘લોકજીવનનાં મોતી' (૧૯૭૫), ‘ગુજરાતની લોકસંસ્કૃતિ (૧૯૭૬), ‘લોકસંસ્કૃતિમાં પશુઓ' (૧૯૭૯), ‘પ્રાચીન ભારતનાં શસ્ત્રા' (૧૯૮૧) વગેરે ધ્યાનાર્ય પુસ્તકો આપ્યાં છે.
લોકસાહિત્યના સંપાદક તરીકે એમણે ગુજરાતી લોકસાહિત્ય માળા’માં ભાલપંથક વગેરેનાં લોકગીતે સંપાદિત કર્યા છે. ‘સ ધરતી શણગાર' (૧૯૭૨), 'લોકસાહિત્યની નાગકથાઓ' (૧૯૭૩) અને ‘ગુજરાતની લોકકથાઓ' (૧૯૮૪) લેકસાહિત્ય-સંપાદનના સંચયો છે. એમનાં સંપાદનમાં શાસ્ત્રીયતાને પ્રશ્ન રહે છે.
ક્યારેક ચારણી શૈલીના સાહિત્યને, તે બહુધા સ્વસજિત સાહિત્યને પણ તેઓ “લોકસાહિત્ય” નામ આપી દે છે. લોકગીતો પરત્વે એમનું કાર્ય મૂલ્યવાન છે.
ન.પ. જાદવ નાથુભાઈ : ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમને અનુલક્ષીને લખાયેલાં નાટકોનો સંગ્રહ ‘આપણે ભજવીએ (હર્ષદ પટેલ સાથે, ૧૯૫૭) તથા સમાજ શિક્ષણ સાહિત્ય પત્રિકા શ્રેણીના ઉપકમે પ્રગટ થયેલી પુસ્તિકાઓ ‘કબીરવડ’, ‘ન ' તથા ‘લોભી બ્રાહ્મણના કર્તા.
નિ.વા. જાનમહમદ નુરમહમદ : ગદ્ય-પદ્યમાં લખાયેલી સામાજિક કથા ‘સત્યવંતી આખ્યાન' (૧૮૮૮)ના કર્તા.
નિ.વ. જાની અનિલ: જાસૂસી નવલકથા 'કનક કે કથીર' (૧૯૬૭) ના કર્તા.
નિ.વા. જાની અમૃત જટાશંકર (૧૯૧૨): આત્મકથાકાર. અભિનેતા પિતાના પુત્ર. ટંકારા-જડેશ્વરમાં ગુજરાતી સાત ચોપડી પૂરી કરી અંગ્રેજીને અભ્યાસાર્થે રાજકોટ આફ્રેડ હાઈસ્કૂલમાં. નાથપ્રવેશ સાથે અભ્યાસ છોડયો. રાજકોટના નૂતન થિયેટરમાં ચન્દ્રગુપ્તના જીવન પરથી તૈયાર થયેલા ‘ભારતગૌરવ' નાટકમાં છાયા'ની ભૂમિકામાં પહેલે સ્ત્રીપાત્રમાં અભિનય. ૧૯૨૯ સુધી શ્રીરોયલ નાટક મંડળીમાં, પછી ૧૯૩૦માં શ્રી આર્ય નૈતિક નાટક સમાજ સાથે અને ૧૯૩૯માં શ્રી લક્ષ્મી પ્રભાવ નાટક સમાજ સાથે સંલગ્ન. ૧૯૪૫માં શ્રી દેશી નાટક સમાજમાં પ્રવેશ. ૧૯૪૪ -માં સ્ત્રીપાત્ર તરીકે છેલ્લો અભિનય. ૧૯૫૩ સુધી તે સંસ્થામાં. પછી સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીના નાટયવિભાગમાં આઠ વર્ષ ઇન્સ્પેકટર. ૧૯૬૪માં આકાશવાણી, મુંબઈના નાટ્યવિભાગમાં ચીફ આર્ટિસ્ટ અને પછી આકાશવાણી, રાજકોટના નાટયવિભાગ સાથે સંલગ્ન.
‘અભિનય પંથે' (૧૯૭૩) એ એમનું સંસ્મરણાત્મક શૈલીમાં લખાયેલું જીવનકથાસ્વરૂપનું પુસ્તક છે. જૂની રંગભૂમિના સુવર્ણકાળ અંગેની મહત્ત્વની વિગતો તથા અભિનયકળા વિશેને અહીં વ્યકત થયેલા કલાકારને અભિગમ દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે.
૫.ના.
131
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૧૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org