Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
જોશી ગૌરીશંકર મહાશંકર – જોશી જગદીશ રામકણ
ઉત્તર ગુજરાતના જમણપુરમાં. મૅટ્રિક. ઍકાઉન્ટન્ટ. “મધુશાળા' (૧૯૮૨) એમને કાવ્યસંગ્રહ છે.
ચંટો. જોશી ચન્દ્રશંકર મૂળશંકર, ‘ચન્દ્રશ' (૧૪-૧-૧૯૩૮): નવલકથાકાર. જન્મ ખેરોસા (ગીર)માં. ૧૯૬૧માં મૅટ્રિક. પ્રાથમિક શિક્ષક. એમણે સામાજિક નવલકથા ‘વણઊગ્યા તારા' (૧૯૬૫) લખી છે.
જોશી ચુનીલાલ ગણપતરામ: ‘રસિક કાંતા નાટકનાં ગાયને' (અન્ય સાથે, ૧૯૦૫) ના કર્તા.
ર.ર.દ. જોશી ચુનીલાલ મગનલાલ : ઓગણચાલીસ પદ્યકૃતિઓનો સંગ્રહ “ભકિતને સરળ સતારો' (૧૯૧૧) તથા ‘જ્યકુમારી વિલાસ’– ભા. ૧ ના કર્તા.
છે, તે ‘સાહિત્યવિચારણા' (૧૯૬૯) માં ટૂંકીવાર્તાની સ્વરૂપ- વિચારણા છે. પ્રથમ કૃતિમાં સમાજહિતચિંતક ધૂમકેતુ દેખા દે છે અને તેમાં સુબદ્ધ વિચારોનું ઊંડાણ છે, તો બીજી કૃતિમાં ટૂંકીવાર્તા અંગે વિચારણા તથા કેટલાક અંજલિલખે છે. અહીં નિબંધસ્વરૂપ કંઈક શિથિલ છે. નિબંધો ચિંતનપ્રેરક ઓછા, ઊર્મિપ્રેરક વિશેષ છે. અહીં એમની સૂત્રાત્મક સબળ શૈલી છે. ‘પાનગેષ્ઠિ' (૧૯૪૨) માં પણ ચિંતન છે, પણ એમાં બહુધા હાસ્યનિબંધિકાઓ છે. જોકે અહીં એમને હાસ્યકાર તરીકે પ્રગટ થવાનો આયાસ દેખાઈ આવે છે. “પગદંડી' (૧૯૪૦)માં એમણે પ્રકૃતિસૌંદર્યનાં વર્ણનેને અનુભૂતિની સાહજિકતા અને આલંકારિક ગદ્યને સ્પર્શ આપે છે. સ્થળના ઐતિહાસિક સંદર્ભો એમની બહુશ્રુતતાને અહીં પરિચય કરાવે છે.
રજકણ' (૧૯૩૪), 'જલબિંદુ' (૧૯૩૬), ‘મેઘબિંદુ' (૧૯૫૦), ‘પદ્મરણ' (૧૯૫૧) જેવી કૃતિઓમાં ચિતનકણિકાઓનું દર્શન થાય છે. એમાં સુરમ્ય વિચારકંડિકાઓ, લઘુલેખ અને નિબંધ છે. સુત્રાત્મક શૈલીની સાથોસાથ ગદ્યના કુશળ કસબી ધૂમકેતુને સન્નિષ્ઠ નિબંધલેખક તરીકે એમાં પરિચય મળે છે. એમને જીવનસાહ, એમની સૌદર્યભકિત તથા ભાવનાશીલતા એમાં નીતરે છે. 'કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય' (૧૯૪૦) એમને ચરિત્રગ્રંથ છે, તે ‘જીવનપંથ' (૧૯૪૯) અને “જીવનરંગ' (૧૯૫૬) એમની આત્મકથા છે. પ્રથમ કૃતિમાં હેમચન્દ્રાચાર્યને વ્યકિતત્વનું મૂલ્યાંકન છે પણ વિગતોમાં તટસ્થતાનો અભાવ અને ઇતિહાસનો બોજ વરતાય છે. ‘જીવનપંથ’ અને ‘જીવનરંગ'માં ૧૮૯૨ થી ૧૯૨૬ સુધીનાં સંસ્મરણોનું આલેખન છે. પ્રકૃતિનાં કલ્પનાશીલ ચિત્રાત્મક વર્ણને, વિવિધ પાત્રસૃષ્ટિ, વીતેલા જમાનાની ઘટનાઓ
આદિ સુંદર રીતે આલેખાયાં છે; ઉપરાંત એમાં લેખકનું વિદ્યાર્થી, મિત્ર, શિક્ષક અને સાહિત્યકારનું સ્વરૂપ પ્રગટે છે. સત્યકથન અને સુવાચ્ય શૈલી એ એની લાક્ષણિકતા છે. ‘એકલવ્ય અને બીજાં નાટકો' (૧૯૩૩) તેમ જ ઠંડી ક્રૂરતા અને બીજાં નાટકો' (૧૯૪૨) એમના નાટયસંગ્રહ છે. બ્રિાનની કૃતિઓ અને ટાગોરની ‘ગીતાંજલિના એમણે કરેલા ભાવાનુવાદમાં તે તે સર્જક સાથે હૃદયસંવાદ સાધી એમણે કાવ્યમય ભાષાશૈલી અને ચિંતનમાધુર્યના સ્વ-સામર્થ્યને પરિચય કરાવ્યો છે. આ ઉપરાંત, સ્વરાજપ્રાપ્તિ પછી સામાન્યજનના સંસ્કારશિક્ષણને પોષતી બાળસાહિત્ય અને પ્રૌઢસાહિત્યની સરળ ને બેધક સાઠેક પુસ્તિકાઓ એમણે લખી છે. ‘ઇતિહાસદર્શન’, ‘ઇતિહાસની તેજ- મૂર્તિઓ' (૧૯૫૫) અને ‘ઇલિયડ' (૧૯૬૧) એમનાં પ્રકીર્ણ વિષયનાં પુસ્તકો છે.
જોશી છગનલાલ નભુભાઈ : કથાત્મક ગદ્યકૃતિ ‘અધ્યા ઓહિયાં યાને કંપની સરકારની દગલબાજી' (૧૯૩૧), આત્મચરિત્રકૃતિ ‘ગાંધીજીના સાન્નિધ્યમાં મારી જીવનસાધના' (૧૯૭૮), ચરિત્રગ્રંથ “વૈષ્ણવજન તો તેને કહીએ' (૧૯૬૯), સ્મરણગ્રંથો ‘ગાંધીદીક્ષા' (૧૯૭૦) અને ‘સત્યાગ્રહ આશ્રમનાં સંભારણાં' તેમ જ સંપાદન બાપુના પત્રો' (૧૯૬૨)ના કર્તા.
દેશી છોટાલાલ મનસુખરામ: ‘પદસંગ્રહ અથવા કીર્તનકોશ’ (૧૯૧૨)ના કર્તા.
જોશી છોટાલાલ રૂખદેવ: ‘માધવવિલાસ નાટકનાં ગાયન' (૧૮૯૮), ‘ચંદ્રસિંહ નાટકનાં ગાયનો' (૧૯૦૫) તેમ જ ‘અજિતસિહ નાટક (૧૯૧૩), “અશોક’, ‘જાલિમ ટુલિયા નાટક’, ‘સતી દમયંતી’ વગેરે નાટકોના કર્તા.
કૌ.વ્ય. જોશી છોટાભાઈ નારણજી: નાટકો ‘રાજરાજેશ્વરી' (૧૯૩૩) અને
એક જ પત્ની' (૧૯૩૭), જીવનચરિત્ર “મોતીલાલ નહેરુ' (૧૯૩૧) તેમ જ પદ્યકૃતિ ‘ભારતને મહારથી' (૧૯૩૦) ના કર્તા.
ચ.ટા. જોશી જગદીશ રામકૃષણ, ‘સંજય ઠક્કર' (૯-૧૦-૧૯૩૨, ૨૧-૯-૧૯૭૮): કવિ. જન્મ મુંબઈમાં. ૧૯૪૯માં એસ.એસ.સી. ૧૯૫૩માં સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈથી ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૫માં અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણશાસ્ત્રમાં એમ.ડી. ૧૯૫૭થી ૧૯૭૮ સુધી બઝારગેટ હાઈસ્કૂલમાં આચાર્ય. ૧૯૭૯ નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું મરણોત્તર પારિતોષિક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. મુંબઈમાં અવસાન. ‘આકાશ' (૧૯૭૨) કાવ્યસંગ્રહમાં પરંપરામાં રહીને અદ્યતન બનવાને કવિને પુરુષાર્થ મુખ્યત્વે લયપૂર્ણ ગીતની હથોટીમાં
જોશી ગૌરીશંકર મહાશંકર : 'દિલખુશ ગાયન' (૧૯૮૬) ના કર્તા.
૨.ર.દ. જોશી ચતુર્ભુજ વિઠ્ઠલ: નવલકથા “દિનકરમણિ' (૧૯૦૭) ના કર્તા.
૨.૨દ. જોશી ચન્દ્રકાન્ત રેવાશંકર, પ્રસૂન” (૨૭-૭-૧૯૩૭): કવિ. જન્મ
૧૪૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org