Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
જિનરાજદાસ સી.- જીવનવ્યવસ્થા
જિનરાજદાસ સી. : ‘ફૂલે અને ફૂલવાડી' (૧૯૧૪) ના કર્તા.
જિપ્સી : જુઓ, ચાવડા કિશનસિહ ગોવિંદસિંહ. જીજીભાઈ કહાનદાસ : છાસઠ ભજનોના સંગ્રહ ‘શ્રી ભકિતદારો ભજનમાળા'ના કર્તા.
જીરાવાળા નગીનદાસ રણછોડદાસ: પદ્યકૃતિ “અંબિકાછંદમાળા'૧, ૨ (૧૯૧૩) ના કર્તા.
રસાયેલું લેખને અહીં સૌન્દર્યબોધ અને કેવળ આનંદને તાકે છે. હારયવિદ અને નર્મ-મર્મના સહજ તંતુઓએ આ લેખનન સમૃદ્ધ વ્યકિતતો અપ છે.
એ.ટી જીવનતીર્થ હરદ્વાર : હરતારના તીર્થની હવા અને એના પ્રભાવ તેમ પડિયાઓમાં તરતા મુકાતા દીવાઓના વર્ણન સાથે હિન્દુધર્મની ઉદારતાને સ્મરતો કાકા કાલેલકરને નિબંધ.
એ.ટી. જીવનપંથ, જીવનરંગ (૧૯૪૯, ૧૯૫૬): ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી 'ધૂમકેતુ'ની આ આપકથાનું કાઠું શુદ્ધ આત્મકથાનું નથી. એક સામાન્ય પરંતુ ગરવા બ્રાહ્મણકુટુંબની જીવનપંથ કાપવાની મથામણ, એક ઊછરતા બાળક ઉપર ગ્રામસંસ્કૃતિ અને પ્રાકૃતિક પરિવેશે આંકેલી મુદ્રાઓ, પરિભ્રમણનાં નિત્યનાં સંગાથી એવાં નદીનાળાં, પશુપંખીઓની જંગમ વિદ્યાપીઠ ભણાવેલા જીવનના પહેલા પાઠોને પરિચય ‘જીવનપંથ'માં મોકળાશથી આપ્યો છે. તે, ‘જીવનરંગ'માં સાહિત્યને દીવો જલાવી રાખનારા બરાભાઈ રાવત, દેશળજી પરમાર જેવા મિત્રો, વિજયરાય વૈદ્ય, ઝવેરચંદ મેઘાણી અને કનૈયાલાલ મુનશી જેવા શુભેચ્છકોની માવજતથી પુટ થતા જતા સાહિત્યપ્રીતિના સંસ્કારને સર્જકપ્રવૃત્તિમાં પરિણમતો બતાવ્યો છે. કવિ ન્હાનાલાલના સાહિત્યદરબાર સુધી પહોંચેલાં કદમમાં લેખકને જીવનની મહેચ્છા સાર્થક થતી લાગે છે, આ પરિતોષની લાગણી સાથે ‘જીવનરંગ’ની કથા, આગળ ચાલવાના સંકેત સાથે પૂરી થાય છે.
ઉ.પં.
જીવડું: બાબાના કાનમાં જીવડું પેદાની વાત વિવિધ પાત્રસંદર્ભે પત્ની દ્વારા કઈ રીતે ચગતી રહી એની માંગણી કરતા મધુસૂદન પારેખનો હાસ્યનિબંધ.
ચં.ટો. જીવણ યુસુફઅલી કરીમ : નવલકથા 'પ્રીતસંગમ' (૧૯૬૮)ના કર્તા.
૨.ર.દ. જીવણદાસ લક્ષ્મીદાસ કથાત્મક કૃતિ ‘કાઠિયાવાડીને ઠપકો' (૧૯૦૯) -ના કર્તા.
નિ.. જીવણલાલ અંબાલાલ: પદ્યકૃતિ “વિદુરનીતિ' (૧૮૫૧) તથા સંપાદિત કૃતિ “અખાજીના છપ્પા' (૧૮૫૨) ના કર્તા.
નિ.વો. જીવન: રાષ્ટ્રભકિતપ્રેરક પુસ્તક ‘ભારત-જીવન અને દેશનેતાઓના ગરબા' (૧૯૩૦)ના કર્તા.
નિ.વે. જીવનનાં ઝરણાં –ભા. ૧, ૨ (૧૯૪૧, ૧૯૬૦): રાવજીભાઈ મણિભાઈ પટેલનું આત્મવૃત્તાંત. ગુજરાતનું સામાજિક અને રાજકીય વાતાવરણ ભેગું વણાનું આવે એ રીતે લેખકે ૧૯૦૭ થી ૧૯૫૭ સુધીને પોતાને ૫૦ વર્ષને જીવનપટ આલેખે છે. સત્યાગ્રહી દેશભકત, સ્નેહાળ પિતા, સમાજસુધારક એવાં પિતાનાં વિવિધ સ્વરૂપે અહીં રજૂ કર્યા છે. ગાંધીજી સાથેની નિકટતા બતાવવામાં તેમ જ અન્યત્ર કયારેક આત્મશ્લાઘાની અને આત્મપ્રદર્શનની વૃત્તિ ડોકાતી હોવા છતાં કેટલીક પ્રમાણભૂત ઇતિહાસની દસ્તાવેજી સામગ્રી અને એમની સાથે સંકળાયેલી વ્યકિતઓનાં ટૂંકા કાર્યવિવરણો મૂલ્યવાન છે.
ચંટો. જીવનને આનંદ (૧૯૩૬): કળા અને કુદરતવિષયક લેખોને સમાવતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું પુસ્તક. મંદવાડના દિવસોમાં તેમ જ જેલની કોટડીમાં રાખેલી વાસરીની નોંધો હોવા છતાં એમાં કાલેલકરનો આત્મપદી પ્રધાનસૂર આસ્વાદ્ય છે. જીવનને આનંદધર્મ અહીં વિવિધ રીતે પ્રગટયો છે. પ્રકૃતિનું હાસ્ય’, ‘અનંતને વિસ્તાર’, ‘નિવૃત્તિમાં નિરીક્ષણ’, ‘રખડવાને આનંદ’ અને ‘જીવનને ઓપ’ એમ કુલ પાંચ ખંડોમાં આ પુસ્તક વહેંચાયેલું છે. પ્રકૃતિદર્શન, આકાશદર્શન અને કલાદર્શનથી
જીવનલીલા (૧૯૫૬): કાકા કાલેલકરના પ્રકૃતિવિષયક સીર સંસ્મરણાત્મક લેખોનો સંગ્રહ. ભારતમાં ઠેરઠેર ફરીનો પ્રવાસી તરીકે ભારતના પહાડો, એની નદીઓ, એનાં સરોવરો અને સંગમસ્થાનનાં જે ચિત્રો લેખકે ઝીલ્યાં છે અને અહીં દેશભકિતના દ્રવ્યથી રંગ્યાં છે. સરલ ભાષા છતાં ચેતનધબકતી શૈલી સાથે પ્રકૃતિના સૌન્દર્યને ખડાં કરતાં વર્ણનથી આ ગ્રંથ પ્રવાસસાહિત્યમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.
ચ.ટા.
જીવનવ્યવસ્થા (૧૯૬૩) : કાકાસાહેબ કાલેલકરના ધર્મવિચારવિષયક લખાણને સંગ્રહ. ‘વિવિધ ધર્મો', ધાર્મિક સુધારાગા’, ‘ધર્મગ્રંથ વિષયક, ‘રહસ્યનું ઉદ્ઘાટન’, ‘મંદિરો” તથા “પ્રાસંગિક અને પ્રકીર્ણ’ એમ છ ખંડોમાં વિભાજિત આ લખાણોમાં બૌદ્ધધર્મ, જૈનધર્મ, આર્યસમાજ, પ્રાર્થનાસમાજ જેવાં ભારતની અંદર પ્રસરેલાં ધર્મો અને ધાર્મિક વિચારધારાઓ વિશેના લેખે છે; પરંતુ હિંદુધર્મ, તેના સિદ્ધાંતો, તેનું વ્યવહારમાં પ્રત્યક્ષ થતું રૂપ એ વિશેના લેખેનું પ્રમાણ વિશેષ છે. વેદ, ઉપનિષદ, ગીતા અને મરાઠી ભકિતપરંપરાથી પુષ્ટ થયેલી, ગાંધીજીના વિચારો અને ગાંધીશૈલીના ચિંતકોથી પ્રભાવિત આ વિચારણા કોઈ ધર્મચિંતકની સિદ્ધાંતોના ખંડનમંડનની શાસ્ત્રીય શૈલીને બદલે લેકકેળવણીકારની લોકભાગ્ય શૈલીમાં થયેલી છે અને ધર્મને સમાજના સંદર્ભમાં જુએ છે. લેખક માને છે કે દરેક ધર્મનાં બે રૂપ હોય છે. એક જીવનને સત્યને પ્રગટ
૧૩૨ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org