Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
જોશી ઈશ્વરલાલ કરશનજી – જોશી ઉમાશંકર જેઠાલાલ
‘ભારત છોડો'ની લડતમાં કારાવાસ. ત્યારબાદ જૂનાગઢના સરકારી પુસ્તકાલયમાં ગ્રંથપાલ.
એમણે ‘ન રસ્તે ન વળાંક' (૧૯૭૧) નવલકથા ઉપરાંત ‘મારાં ગીતા' (૧૯૫૮) અને ‘ગીત અમે તો ગાશું' (૧૯૬૩) જેવાં બાળકાવ્યસાહિત્યનાં પુસ્તકો આપ્યાં છે. હું રાજરાણી?” (૧૯૬૩), ‘ઉદયાસ્ત' (૧૯૬૫) અને રાત માળવાની' (૧૯૮૦) એ એમના અનુવાદો છે.
નિ.વો. જોશી ઈશ્વરલાલ કરશનજી : બાળકોને રમૂજી વાચન પૂરું પાડતું પુસ્તક “બાળ-સંવાદો’ના કર્તા.
કી.બ્ર. જોશી ઉમાશંકર જેઠાલાલ, ‘વાસુકિ', 'શ્રવણ' (૨૧-૭-૧૯૧૧,
૧૯-૧૨-૧૯૮૮): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટયકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ ઈડરના બામણા ગામમાં. બામણામાં ચાર ધોરણ પૂરાં કરી ત્યાં વધુ સગવડ ન હોવાથી ઈડર છાત્રાલયમાં રહીને અંગ્રેજી સાત ધોરણ સુધી ઈડરની શાળામાં અભ્યાસ. ૧૯૨૮માં અમદાવાદની પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા. પરંતુ ઇન્ટર આર્ટ્સ વખતે સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું. ૧૯૩૧ ના છેલ્લા છએક મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં રહી, ૧૯૩૬ માં મુંબઈની ઍલિફન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે બી.એ. ૧૯૩૮ માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયોમાં એમ.એ. ૧૯૩૬ માં અભ્યાસ દરમિયાન જ મુંબઈમાં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક, પછી ૧૯૩૮ માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા. ૧૯૩૯ માં અમદાવાદમાં સ્થિર નિવાસ કર્યો. ૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક. ૧૯૪૭માં “સંસ્કૃતિ' માસિક શરૂ કર્યું. ૧૯૫૩ સુધી સ્વેચ્છાએ નિયુકત પ્રવાસી શિક્ષક રહ્યા. ૧૯૫૪ માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. ૧૯૫૯ માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા. ૧૯૬૬ થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૯-૮૧ દરમિયાન કલકત્તાની ‘વિશેભારતી’ના પણ કુલપતિ. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુકિત. ૧૯૫૭માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ. ૧૯૬૮માં ગુજરાત સાહિત્ય પરિષદના દિલ્હીના ૨૪ મા અધિવેશનના પ્રમુખ. ૧૯૭૮ -માં સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ. ૧૯૫૨ માં ચીન, જાવા, બાલી, લંકા વગેરે એશિયાઈ દેશોને, ૧૯૫૬ માં અમેરિકાને તેમ જ યુરોપને, ૧૯૫૭ માં જાપાનને અને ૧૯૬૧માં રશિયાને પ્રવાસ. ૧૯૩૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૪ માં મહીડા પારિતોષિક, ૧૯૪૭માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૫ માં ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૭૩માં સાહિત્ય અકાદમી પારિતોષિક,
૧૯૬૮માં કન્નડ કવિ કે. વી. પુટપ્પા સાથે વહેંચાઈને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક. ૧૯૭૯ માં સેવિયેટ લૅન્ડ પુરસ્કાર. ૧૯૮૨ માં કુમારને આશાન પુરસ્કાર, કેન્સરથી મુંબઈમાં અવસાન.
સાહિત્યનાં વિવિધ સ્વરૂપમાં તત્કાલીન ચેતનાનું સ્વસ્થ પ્રજ્ઞા અને ભાવપરક ઇન્દ્રિયગ્રાહિતાથી સૌન્દર્યનિષ્ઠ રૂપાંતર કરનાર ગાંધીયુગના આ અગ્રણી સર્જક છે. મુકતકને ચમત્કૃતિપૂર્ણ લઘુફલકથી માંડી પદ્યરૂપકના નાટયપૂર્ણ દીર્ધલકનું કલ્પનાસંયોજન દર્શાવતી એમની કાવ્યરચનાઓ, ગ્રામીણ સ્તરેથી ઘટનાને ઊંચકી બેલીનાં સંવેદને પ્રસારતી એમની નાટયરચનાઓ, પાત્રમાનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકીવાર્તાઓ, હૃદયની વિવિધ છબીઓ આપતાં એમનાં નિબંધ અને વ્યકિતચિત્રો, સહૃદયસંવિદને સતત વિકાસ દર્શાવતાં એમના વિવેચનસંશોધને–આ સર્વ ગુજરાતી સાહિત્યને થયેલું વિશિષ્ટ પ્રદાન છે.
ઉમાશંકરની ગાંધીદર્શનથી પ્રભાવિત ભાવકટ કવિતા સંસ્કૃતિનાં બૃહ પરિમાણોને લક્ષ્ય કરીને ચાલી છે ને સત્યાગ્રહની છાવણીઓ તેમ જ જલેથી શરૂ કરી વિદેશના સાંસ્કૃતિક સમાજો સુધી એ વિસ્તરી છે. શબ્દવિન્યાસ અને અર્થવિશ્વાસ સાથે રહસ્યવિન્યાસના હિલ્લોલરૂપ લયને સેવતી એમની કવિતા આત્માની માતૃભાષા થવા ઝંખી છે; અને તેથી મનુષ્યના આંતરબાહ્ય સકલસંદર્ભને બાથમાં લેવાની ‘જીવનદૃષ્ટિ’ એમાં અનુસ્મૃત અને કયારેક અગ્રવર્તી રહી છે. એમનું પ્રથમ કાવ્યપુસ્તક “વિશ્વશાંતિ' (૧૯૩૧) છે ખંડોમાં વહેંચાયેલું, ગાંધીયુગને અને ગાંધીજીને મહિમા કરતું વિશિષ્ટ અર્થમાં ખંડકાવ્ય છે. સુશ્લિષ્ટ આયોજનને અભાવ છતાં ભાદ્રક અને ગૃહીતના પ્રતિપાદનને ઉત્કર્ષ ધ્યાન ખેંચે છે. | જીવનનું નિયામક તત્ત્વ પશુબળ નહિ પણ પ્રેમ છે અને તેથી આંતરરાષ્ટ્રીય સ્નેહસંબંધેની ઇમારત અહિંસા અને શાંતિ પર ખડી કરવાની નેમને અહીં વિસ્તાર છે. આસ્વાદ્ય કાકુઓ અને કહેવત કક્ષાએ પહોંચતી કેટલીક ઉકિતઓને બંધ આ કાવ્યને કેટલુંક સ્થાપત્ય અર્પણ કરે છે. ‘ગંગોત્રી' (૧૯૩૪)માં તત્કાલીન ગુજરાતના વિશિષ્ટ જીવનનું પ્રતિબિબ ઝિલાયું છે. ભારતીય નવોત્થાનને કારણે ઊભા થયેલા સંઘર્ષના અને સ્વાતંત્રયઝંખનાના પ્રબળ ઉદ્ગારો વચ્ચે વિશ્વપ્રેમને મર્મ એમની અનેક કૃતિઓમાં ધબકતો જોવાય છે. એમાં સમાજાભિમુખતા અને વાસ્તવાભિમુખતાના વિવિધ આવિષ્કારો પ્રગટ થયા છે. ‘બળતાં પાણી', ‘પીંછું’, ‘સમરકંદ બુખારા’ કે ‘જઠરાગ્નિ' જેવી રચનાઓની સિદ્ધિ ધ્યાનપાત્ર છે. “નિશીથ' (૧૯૩૯) માં સમાજ અને વાસ્તવની તત્કાલીનતાને અતિક્રમી જીવનનાં શાશ્વતમૂલ્યોના અમૂર્ત કે નવીન આવિર્ભાવ તરફનું વલણ છે. માનવ-અસ્તિત્વનાં તેમ જ માનવસંવિત્તિનાં જુદાં જુદાં પાસાંઓને નાદતત્ત્વના આગવા પ્રયોગ સાથે અહીં સાકાર કરવાનો પ્રયત્ન થયો છે. “નિશીથ', ‘વિરાટ પ્રણય', ‘સદ્ગત મોટાભાઈને', “અન્નબ્રહ્મ’, ‘આત્માનાં ખંડેર’ આદિ એના ઉત્તમ નમૂનાઓ છે. ચિતનશીલતા અને સંવેદનશીલતાથી રસાયેલી કવિતા અહીં ગુજરાતી ભાષાની મહત્ત્વની સિદ્ધિઓ બતાવે છે. લયબદ્ધ ગીતેની સંખ્યા પણ સંગ્રહનું આગવુંઆકર્ષણ છે. પ્રાચીના' (૧૯૪૪) કાવ્યસંગ્રહ ‘ત્રીજા અવાજ' તરફ વળેલ
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org