Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ગિરનારા દયાશંકર વસનજી – ગુજરાતને નાથ
ગિરનારા દયાશંકર વસનજી : ત્રિઅંકી નાટક ‘સુંદરસેન-ચન્દ્રકળાને
ગાયનરૂપી પેરા' (૧૮૮૧)ના કર્તા.
સારસ્વતોને સમાવ્યા છે. ઉપરાંત, ગ્રંથને અંતે વીસમી સદીની પણી સદીના ગુજરાતી સાહિત્યનું વિહંગાવલોકન મધુસૂદન પારેખે કરાવેલું છે.
ચંટો.
ગિરિમલ્લિકા : વિવિધ ફૂલના પરિચય વચ્ચે અપરિચિત રહેલાં ગિરિમલ્લિકાનાં ફૂલનું “મેઘદૂત’નાં કુટજપુ તરીકે અભિજ્ઞાન થાય છે એનો ઉલ્લાસ વ્યકત કરતો ભેળાભાઈ પટેલનો લલિતનિબંધ.
ચં.ટા.
ગિરિરાજ ભારતીય : લલિત સી. મહેતા સંપાદિત '
સિમ્પમાં બિન્દુ' (૧૯૬૩) ના કર્તા.
ગિરીશ: જુઓ, ભટ્ટ ગિરિજાશંકર મયારામ. ગીદુમલ ઊમિલા દયારામ : નવલકથાઓ ઉષાનંદિની' (૧૯૧૪). અને કમલિની' (૧૯૧૫) નાં કર્તા.
હત્રિ. ગીમી બહેરામ રાબજી : ‘અભાગિણી અબળા' (૧૯૫૨), ‘નાદાન નાઝનીન” (૧૯૫૮), ‘સામાજિક સંકટ, ‘પાપી પત્ની' ઇત્યાદિ પારસી સંસારને કેન્દ્રમાં રાખી લખાયેલી નવલકથાઓના કર્તા.
ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર (૧૯૩૫): મહાત્મા ગાંધીના પુરોવચન સાથે મળનું કનૈયાલાલ મા. મુનશીનું અંગ્રેજી પુસ્તક. એમાં પ્રાચીનકાળથી અર્વાચીનકાળ સુધીના સાહિત્યનું ઐતિહાસિક અવલોકન છે. ગુજરાતનો ઇતિહાસ, એની ભૌગોલિક સીમાઓના વિસ્તારસંકોચ, ગુર્જર પ્રજાની ખાસિયતે, એના આર્થિક-સામાજિક પ્રશ્ન, એની જ્ઞાતિવ્યવસ્થા, એની સંસ્કૃતિપરંપરા -આ બધાં પરિમાણોને પડછે પહેલો ખંડ ‘પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ પરનો છે; બીજો ખંડ 'જૂની ગુજરાતી' પરનો છે; અને ત્રીજો ખંડ અર્વાચીન ગુજરાતીને છે. પહેલા ખંડમાં ગુજરાત, એની પ્રજા, પ્રારંભની અસરો, હેમચન્દ્ર અને સેમેશ્વરને સમય વગેરેની ચર્ચા છે; બીજા ખંડમાં પદ્મનાભની વીરકવિતા, નવું ગુજરાત, મીરાં અને નરસિંહ, પ્રચલિત કથાસાહિત્ય, અખે, પ્રેમાનંદ અને દયારામનો સમાવેશ છે; ત્રીજો ખંડ અર્વાચીનકાળના સાહિત્યને, સંસ્કૃતના પુનરુત્થાનને, મહાત્મા ગાંધીના પ્રભાવને અને અર્વાચીન સાહિત્યનાં વલણાને તપાસે છે. અર્વાચીનકાળ કરતાં પ્રાચીનકાળ અને મધ્યકાળને અહીં વધુ ન્યાય મળે છે. કયાંક પૂર્વગ્રહો નડયા છે, કયાંક પ્રમાણભાન ચુકાયું છે, કયાંક ઐતિહાસિક સામગ્રીની ચોકસાઈ જળવાયેલી નથી, તેમ છતાં મુનશીના આ ગ્રંથમાં સદાહરણ જે રસલક્ષી ચર્ચા થઈ છે તનું મૂલ્ય ઓછું નથી.
ચં.ટો. ગુજરાતના સારસ્વત (૧૯૭૭) : ગુજરાતી સાહિત્ય સભાને આશ્રયે કે. કા. શાસ્ત્રી દ્વારા તૈયાર થયેલા આ પુસ્તકમાં અકારાદિ નામ-ક્રમે ગુજરાતી લેખકોને પરિચય એમનાં પુસ્તકોના નિર્દેશે સાથે અપાવે છે. અંબદેવસૂરિ'થી આરંભી હુસેન ઇબ્રાહીમ કટારિયા” સુધી પહોંચતા આ ગ્રંથમાં પરિશિષ્ટ ૧માં અન્ય બાકી રહી ગયેલા
ગુજરાતનું વકતૃત્વ : ફિરોઝશાહ મહેતા, હોરમસજી વાડિયા,
અંબાલાલ સાકરલાલ દેસાઈ અને રણછોડભાઈ ઉદયરામ દવેનાં વકતૃત્વલક્ષણોને નિરૂપતો ચન્દ્રશંક્ર નર્મદાશંકર પંડયાને નિબંધ.
ચં.ટો. ગુજરાતને નાથ (૧૯૧૭) : કનૈયાલાલ મુનશીની, ગુજરાતના
સોલંકીયુગના ઇતિહારો પર આધારિત નવલકથાત્રયીની 'પાટણની પ્રભુતા” પછીની બીજી નવલકથા. ચાર ભાગમાં વિભકત આ કૃતિમાં બનતી ઘટનાઓને મુખ્યત્વે સંબંધ છે પાટણના રાજયતંત્ર અને એ રાજ્યતંત્રની આસપાસ વીંટાયેલી વ્યકિતઓના અંગત જીવન સાથે. એમાં જૂનાગઢના રા'નવઘણના પાટણના રાજય સાથેના ઘર્ષણની, પાટણ અને માળવા વચ્ચેની સંધિની તથા તેના રાજકીય દાવપેચની વાત છે; જ્યદેવના પ્રણયસંબંધની વાત છે; ઉદા મહેતાના મંજરીને પોતાની પત્ની બનાવવાના ઉધમાતની વાત છે; મુંજાલના પુનર્લગ્નની વાત છે; કીર્તિદેવના કુળના રહસ્યની વાત છે; મુંજાલ મહેતા અને કીર્તિદેવ વચ્ચે રહેલી રાજકીય વિચારસરણીના મતભેદની વાત છે; અને તેમ છતાં આખી કથામાં આ બધી વાતાનું સ્થાન ગૌણ છે. કથામાં ખરેખર ધ્યાન તો ખેંચ છે ભૂગુકરછલાટથી આવેલા ભટ્ટ કાક અને તેના પ્રણય-પરાક્રમની કથા. અન્ય ઘટનાઓ એક યા બીજી રીતે કાકનો પ્રભાવ ઉપસાવવામાં નિમિત્ત બને છે.
નવલકથાનું માળખું કાકની ભ્રમણકથાનું છે. ભ્રમણને અંતે પોતાના પરાક્રમથી કાક પ્રાપ્ત કરે છે પાટણના રાજતંત્રમાં પોતાનો પ્રભાવ અને મંજરીને પ્રેમ. કાક ભૃગુકચ્છથી ત્રિભુવનપાળની સાથે પાટણ આવે છે ત્યાંથી કથાનો આરંભ થાય છે. પહેલા ભાગમાં કાક પોતાનાં બુદ્ધિ-ચાતુર્યથી રા'નવઘણને પરાજ્ય કરે છે અને ઉદા મહેતાના હાથમાંથી, ખંભાતમાંથી, મંજરીને છોડાવે છે. મંજરીના સૌંદર્યથી કાકી એના પર મુગ્ધ થાય છે, પરંતુ પોતાની વિદ્વત્તાના અભિમાનમાં મસ્ત મંજરી અભાગ કાકને દયાભાવથી જુએ છે. બીજા ભાગમાં કાક પોતાની વિચક્ષણ બુદ્ધિથી મુંજાલને પ્રભાવિત કરે છે, જયદેવની પ્રિયતમા માટે સંદેશો લઈ જાય છે અને પાટણમાં ઉદાના માણસેના હાથમાંથી મંજરીને છોડાવે છે. ઉદાથી બચવા વિદુષી મંજરીએ કાક સાથે અનિચ્છાએ લગ્ન કરવાં પડે છે, પણ લગ્નની રાતે જ તે કાકને તિરસ્કારે છે. ત્રીજા ભાગમાં કાક ફરી વખત ઉદાને હાથમાં કેદ પકડાયેલી મંજરીને છોડાવે છે અને કીર્તિદેવના કુળને જાણી લાવ છે. કીર્તિદેવને મોઢે કાકની શકિતની પ્રશંસા સાંભળી મંજરીને કાક પ્રત્યેનો તિરસ્કાર ઓસરે છે. ચોથા ભાગમાં રાખેંગારને પકડવા નીકળેલ કાક રા'ખેંગારને મિત્ર બને છે, ખેંગારની પ્રતિજ્ઞા પૂરી થાય ત્યાં સુધી એ ખેંગારની કેદમાં રહે છે, ખેંગારને રાણકદેવી સાથે જૂનાગઢ નાસી જવામાં મદદ કરે છે અને જેના ગર્વનું સંપૂર્ણ ખંડન થયું હતું તે મંજરીનો હૃદયસ્વામી બને છે.
૧૦૦: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org