Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
છત્રપતિ નીલકંઠરાય ડાહ્યાભાઈ– છાયા રતિલાલ કાશીલાલ
છાડવા બાબુ (૭-૭-૧૯૩૦, ૧-૧૨-૧૯૮૭): વાર્તાકાર. મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં આર્કિટેકટ વિભાગમાં રીડર. કેન્સરના વ્યાધિથી મૃત્યુ. ‘જાસ' (૧૯૮૮) એમનો ગીત: ભરત નાયકે સંપાદિત કરેલું, મરણોત્તર પ્રકાશિત વાર્તાસંગ્રહ છે, જેમાં ચલચિત્રની દૃશ્યાત્મકતાનો વિશેષ જોવાય છે.
ચ.ટા.
છાપગર જહાંગીર બરજોરજી સોરાબજી, હાંબર’: “આત્માને પોકાર(૧૯૪૧) પુસ્તકના કર્તા.
નિ.વો. છાયા ઇન્દ્રવદન કિશોરીન્દ્ર (૭-૨-૧૯૪૬): બાળસાહિત્યકાર, જન્મ ભૂજમાં. ૧૯૬૫ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૯માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૭૭ થી તેલાણી આર્સ ઍન્ડ કોમર્સ કોલેજ, આદિપુર-કચ્છમાં અધ્યાપક.
બાળનવલકથા ‘ભટ અનોખી આનંદ અનોખા' (૧૯૮૬) એમણે આપી છે. જોતથી પ્રગટી જ્યોત' (૧૯૮૦) સિંધીમાંથી એમણે કરેલે ગુજરાતી અનુવાદ છે.
ર.ટી.
ક.વ્ય.
છત્રપતિ નીલકંઠરાય ડાહ્યાભાઈ: દારૂડિયાઓની દુર્દશાને આલેખતી બેધપ્રધાન નાટ્યકૃતિ વ્યસની વકીલ અને ગેલોરાણા' (૧૯૦૩) -ના કર્તા.
ક.છ. છત્રપતિ હરિપ્રસાદ ડાહ્યાભાઈ: ‘સહલાણી શેઠિ' તથા “ચરિત્રમાળા' (૧૯૮૨) ના કર્તા.
નિ.. છનાભાઈ મકનભાઈ: ‘ભજનસંગ્રહ થાને પ્રેમવાણી' (૧૯૩૪) ના કર્તા.
નિ.વા. છબીલકાકાનો બીજો પગ : રાવજી પટેલની ટૂંકીવાર્તા. છબીલકાકા
અને બાબુડિયાના અવૈધ સંબંધો અને અંતમાં બાબુડિયા-રેવાના સંબંધોમાંથી જન્મતી સંકલતા તરફ અણસાર કરતી આ વાર્તા વ્યંજિત સ્તર પર આલેખાયેલી છે.
એ.ટો. છંદોલય-બૃહત (૧૯૭૪) : “છંદોલય'(૧૯૪૯), '
કિન્નરી' (૧૯૫૦), અલ્પવિરામ' (૧૯૫૩), “છંદોલય' (૧૯૫૭), ‘૩૩ કાવ્યો' (૧૯૫૮) વગેરે કાવ્યસંગ્રહો ઉપરાંત ૧૯૫૮-૭૧ દરમિયાન રચાયેલી ત્રણેક રચનાઓને સમાવેશ કરતો નિરંજન ભગતને. કાવ્યસંગ્રહ. અહીં પાંચમાં અને છઠ્ઠા દાયકા દરમિયાનની સૌંદર્યાનુરાગી કવિતાને પ્રબળ ઝોક છે, તો સાથે સાથે, પછીથી સાતમા દાયકામાં વિકસનાર આધુનિક કવિતાનો અણસાર પણ છે. અભિવ્યકિતમાં ઘાટીલે કલાબ અને સભાન કારીગરી છે. છંદ અને લયની મનોહર મુદ્રાઓ છે. પ્રાસ-અનુપ્રાસની ચુસ્તતા છે. મુગ્ધ ભાવોદ્રક અને સ્વપ્નશીલ માનસની રંગર:ગિતાના સુઘડ અને પ્રશિષ્ટ આવિષ્કારી છે. કાન્ત-ન્હાનાલાલની ભાવઘનતા અને બ. ક. ઠાકોરની અર્થઘનતાનું સમન્વિત રસાયણ કવિતાને મૂર્ત સંવેદનશીલતા અર્પે છે. છાંદસ ગીત ને સ્થાપત્યપૂર્ણ સૌનેટમાં કવિને વિશેષ ઉન્મેષ છે. અહીં મુખ્ય સૂર મિલનના ઉલ્લાસ કરતાં વિરહના વિવાદનો છે. 'રે આજ અષાઢ આયો’ ઉત્તમ ગીતરચના છે. આ જ સંગ્રહમાં આધુનિક ભાવમુદ્રામાં રિકતતા, એકવિધતા, શૂન્યતા અને નિરર્થકતાને ઉપસાવતાં કાવ્યો પણ છે. કટાક્ષ અને બંગ એની તીવ્ર ધારો છે. મુંબઈ નગર પરના “પ્રવાલદ્વીપ' કાવ્યસમૂહમાં નગરસંસ્કૃતિની યાતનાને નિરૂપતી વેળાએ આ કવિ બોદલેરની જેમ નગરનો નિવાસી નથી પણ એમાં આગન્તુક છે; ને તેથી ‘પુચ્છ વિનાની મગરીને જોવા બહારથી ઊપડે છે. નગરનું સીમેન્ટ-કાચ-કાંકરેટના આધુનિક અરણ્યરૂપે દર્શન, મ્યુઝિયમમાં સિંહની પ્રત્યક્ષ થતી પ્રતિકૃતિ, ઍકવેરિયમમાં સાંકડી નઠોર જૂઠ સૃષ્ટિને માછલી દ્વારા સામને, ફોકલૅન્ડ રોડ પર સ્નેહલગ્નનું ઊભું થતું નગ્નસ્વરૂપ, ચર્ચગેટથી લોકલમાં થતા અનુભવ- આ બધું સ્થળ, પરિસ્થિતિ અને પાત્રોના માધ્યમ સંવેદનરૂપે ઊતર્યું છે. સ્વરૂપગત નહીં, પણ મુખ્યત્વે વિષયલક્ષી પ્રયોગલક્ષિતાના આધુનિક નમૂનાઓ અહીં રજૂ થયા છે.
ચં..
છાયા કંચનપ્રસાદ કેશવલાલ (૧૩-૧૧-૧૯૦૮) : જન્મ ભૂજ (જિ. કચ્છ)માં. અમદાવાદની ગુજરાત કોલેજમાંથી બી.એ. આરંભમાં અમદાવાદમાં અને પછીથી ભૂકામાં વકીલાત.
“કાવ્યસંગ્રહના કર્તા. છાયા ત્રિભુવનલાલ કાશીલાલ, “કવિ ત્રિભુ': ૨૧૬ પાનાંના
એમના ‘ત્રિભુવિદિની' (૧૯૨૯) કાવ્યગ્રંથમાં બધપ્રધાન રીતિએ નાટકોની તરજો, ગઝલ, કવાલી જેવી રચનાઓ સંચિત છે. એમાં વ્રજભાષાની પરંપરાથી શબ્દાવકાર દ્વારા ક્યાંક મધુરતા પ્રકટતીતે કયાંક કૃત્રિમતા પ્રવેશતી અનુભવાય છે.
ર.ટા. છાયા રતિલાલ કાશીલાલ (૨૦-૧૧-૧૯૦૮): કવિ. જન્મસ્થળ ભડ (જિ. જૂનાગઢ). પેરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાંથી ૧૯૨૯ માં મૅટ્રિક થઈને ત્યાં જ શિક્ષક તરીકે જોડાયા. ૧૯૨૯ થી ૧૯૬૭ સુધી શિક્ષક અને પત્રકાર.
એમનો પ્રથમ કાવ્યસંગ્રહ 'ઝાકળનાં મોતી' (૧૯૩૩) પ્રગટ થયો, ત્યારબાદ ‘સહિણી' (૧૯૫૧) કાવ્યસંગ્રહ એમને વૃત્તબદ્ધ અને ગેય કાવ્યોના સૌંદર્યાન્વેષી કવિ તરીકે પ્રસ્થાપિત કર્યા. તેઓના છેલ્લા કાવ્યસંગ્રહ ‘હિંડોલ' (૧૯૬૨)માં “ધરતીનું સંગીત’ નામક, આફ્રિકાના પ્રવાસના અરસામાં રચાયેલા કાવ્યગુચ્છમાં એમણે માનવીય સુષ્ટિ, પ્રાણી અને પ્રકૃતિ જીવનનાં સ્વચ્છ, તાદૃશ, આફ્લાદક ચિત્રો કયાં છે.
એમણે શેઠ નાનજી કાલિદાસની અનુભવકથાનું ‘ડ્રીમ હાફ ઍકસ્પેન્ડ’ નામે અંગ્રેજી રૂપાંતર કરવા ઉપરાંત તેમની સ્મૃતિ અર્થે ‘સ્કૃતિ અને સંસ્કૃતિ' નામક બૃહદ સ્મારકગ્રંથ પણ રચેલો છે. આ ઉપરાંત ગ્લિસ્પેસિસ ઑવ સૌરાષ્ટ્ર (૧૯૬૮), 'પુષ્પસંયોજના' (૧૯૭૨) વગેરે પ્રકીર્ણ ગ્રંથો એમના નામે છે.
જ.મો.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org