Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન- ગુણસુંદરી
સામગ્રી શતાબ્દીવાર વ્યવસ્થિત રૂપમાં રજૂ કરવાનો પ્રયત્ન થયે છે. અહીં ગુજરાતી ભાષાના પ્રારંભકાલીન ૧૧૫૦થી ૧૩૫૦ના તબક્કાથી માંડી ચૌદમા, પંદરમા અને સેળમા શતકની સામગ્રીનો ઉપયોગ થયો છે. દરેક તબક્કાની કૃતિઓના પરિચય સાથે એની લેખનપદ્ધતિ અને જોડણીની ચર્ચા કરીને વ્યાકરણની રૂપરેખા ઉપલબ્ધ કરી આપી છે, અને એ રીતે ઐતિહાસિક પરિવર્તનનાં પાસાંઓને સ્પર્શ કર્યો છે. ભવિષ્યમાં ગુજરાતી ભાષાના સ્વતંત્ર વ્યાકરણ-નિબંધન માટે જોઈતી આધારસામગ્રીરૂપે આ વ્યાકરણનું વિશેષ મૂલ્ય છે.
રાંટો. ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન (૧૯૬૬): ડો. પ્રબોધ પંડિતને કુલ દસ પ્રકરણમાં વહેંચાયેલ ગુજરાતી ભાષાવિચાર અંગેને વૈજ્ઞાનિક ગ્રંથ. ‘ભાષાના સંકેતો' નામના પહેલા પ્રકરણમાં લેખકે ભાષાના સ્વરૂપ અંગેની તાત્ત્વિક ચર્ચા કરી છે. લેખકના મતે ભાષાને ભાષા તરીકે જોવાથી જ તેનું સ્વરૂપ સમજી શકાય. પ્રત્યેક ભાષાની અનંત ધ્વનિવ્યવસ્થામાંથી ભાષા વિજ્ઞાની જે તે ભાયાના મર્યાદિત ઘટકો જ એકઠા કરે છે. ભાષાના સંકેત ધ્વનિઓના બનેલા છે, તેથી તે તપાસવા માટે ઉચ્ચારણપ્રક્રિયાની તપાસ જરૂરી બને છે. બીજા પ્રકરણમાં ઉચ્ચારણ પ્રક્રિયા શીર્ષક તળે ઉચ્ચારણકાર્યમાં કાર્યશીલ થતા અવયવો અને તેમનાં કાર્યોનું આકૃતિઓ સાથે વિગતે વર્ણન આપ્યું છે. ત્રીજા પ્રકરણ
ધ્વનિઘટકમાં ધ્વનિઘટકના સંપ્રત્યયની તથા તે નિર્ધારિત કરવાની પદ્ધતિઓની ચર્ચા કરવામાં આવી છે. જેથી પ્રકરણમાં ગુજરાતી ભાષાના ધ્વનિતંત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ભાષાના અનંત ધ્વનિઓમાંથી ભાષાવિજ્ઞાની ભાષાના ધ્વનિઘટકો કઈ રીતે તારવે છે તેની તપાસને આ એક ઉત્તમ નમૂનો છે.
પુસ્તકનાં પાંચથી આઠ સુધીનાં ચાર પ્રકરણો ઐતિહાસિક ભાષાવિજ્ઞાનની ચર્ચામાં છે. પરિવર્તનની પ્રક્રિયા, ધ્વનિપરિવર્તન, સાદૃશ્યમૂલક પરિવર્તન વગેરેની ચર્ચા જુદી જુદી ભાષાઓનાં ઉદાહરણ સાથે કરવામાં આવી છે. ગુજરાતી સ્વરવ્યવસ્થાનું પરિવર્તન’ નામના આઠમાં પ્રકરણમાં સંસ્કૃતકાળની સ્વરવ્યવસ્થાથી ગુજરાતી સ્વરવ્યવસ્થા કઈ રીતે જુદી પડે છે તેની વિશદ ચર્ચા થઈ છે. આ વ્યવસ્થા સમજાવવામાં લિપિની ભૂમિકા તેમ જ લહિયાઓની ભૂલો કેવી રીતે મદદરૂપ નીવડે છે અને આવી ઘટનાઓની સંગતિ માટે તર્કનિક વિચારસરણીની કેવી જરૂર પડે છે તેની પ્રતીતિ આ પ્રકરણ કરાવે છે. છેલ્લાં બે પ્રકરણ બલીવિષયક ચર્ચામાં છે. કોઈ પણ ભાષા સમુદાયમાં કાલગત પરિવર્તનની જેમ સ્થળગત પરિવર્તન હોય છે તે અહીં સ્પષ્ટ કર્યું છે.
ભાષા વિશેની ભાષા કેવી હોઈ શકે તેના ઉદાહરણરૂપ આ ગ્રંથ છે. ગુજરાતી ભાષાના ધ્વનિસ્વરૂપની ચર્ચા કરતો આ ગ્રંથ ગુજરાતી ભાષાના તવિષયક સાહિત્યમાં એના વૈજ્ઞાનિક અભિગમને કારણે અત્યંત નોંધપાત્ર છે.
ભાષામાં અત્યાર સુધી લખાયેલા વ્યાકરણવિષયક ગ્રંથોમાં આ ગ્રંથ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ વ્યાકરણ રચવામાં લેખકે મોટે ભાગે સંસ્કૃત તથા અંગ્રેજી વ્યાકરણને પ્રતિમાન તરીકે ઉપયોગ કર્યો છે. શરૂઆતમાં સામાન્ય ભાષાશાસ્ત્રની થોડીક ચર્ચા છે પણ પછી તત્કાલીન વ્યાકરણવિષયક વિભાવના રજૂ થઈ છે. સાતમા, આઠમા અને નવમા પ્રકરણમાં કંઈક સાહિત્યિક કહી શકાય તેવી ચર્ચા છે, જે એ સમયના વ્યાકરણવિષયક ગ્રંથોનું એક અંગ લેખાતું હતું. ગ્રંથના શેષ ભાગમાં પદ, વાકયાર્થ, નામ, જાતિ (લિંગ), વચન, વિભકિત, કારક, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદના પ્રકારો, ધાતુના પ્રકારો, કૃદન્ત, કાળ, પ્રયોગ, ઉપસર્ગ, પૂર્વગ, અવ્યય, પદવિન્યાસ, વાકથપૃથક્કરણ વગેરેનો સમાવેશ થયો છે. સાત દાયકા પહેલાં લખાયેલું વ્યાકરણ પરને આ ગ્રંથ આજના સંશોધકને એના સંશોધનકાર્યના પ્રસ્થાન-બિદ તરીકે અથવા એ દિશામાં વિચારણાર્થ સામગ્રી તરીકે ઉપયોગી છે.
હત્રિ. ગુજરાતી સાહિત્યની રૂપરેખા (૧૯૪૩) : સાહિત્યના ઇતિહાસના ગ્રંથમાં વિજયરાય વૈદ્યનો મહત્ત્વને સંદર્ભગ્રંથ. એમાં ગૌર્જર અપભ્રંશથી માંડી ગાંધીયુગના આરંભ સુધીના સાહિત્યને આવરી લીધું છે. આ પુસ્તકની નિરૂપણપદ્ધતિનેખી છે. સાહિત્યવિકાસના નિરૂપણમાં સાહિત્યપ્રકારોને નહીં, સાહિત્યકારોને કેન્દ્રમાં રખાયા છે. અહીં સાહિત્યકારની ચર્ચામાં સાહિત્યપ્રકારનું વિકાસદર્શન યથાસ્થાન સૂચવવા ઉપક્રમ છે. પ્રથમવાર યુગ પ્રમાણે વિભાગીકરણ કરીને તે તે યુગને ચોક્કસ નામ પણ અપાયાં છે. જે તે યુગના સૌથી પ્રભાવક સર્જકનું નામ યુગને આપવામાં લેખકને સર્જકકેન્દ્રી અભિગમ સ્પષ્ટ છે. અહીં રીતિની રંગદર્શિતા હોવા છતાં મૂલ્યાંકનમાં શાસ્ત્રીયતા ઓળપાઈ નથી. ઇતિહાસ-નિરૂપણ અને શૈલીમાં સેટ્સબરીને આદર્શરૂપે સ્વીકાર્યા હોવાથી લેખકની વાક્યરચના અતિસંકુલ, ઉપવાક્યની પ્રચુરતાવાળી અને ક્યારેક દુર્બોધ હોવા છતાં મૂલ્યાંકનમાં સર્વત્ર સ્પષ્ટ અને અસંદિગ્ધ છે.
૨.મ.શુ. ગુજરાતીમાં વિવેચન તત્વવિચાર (૧૯૮૫): પ્રમોદકુમાર પટેલનો વિવેચનગ્રંથ. અહીં વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું સમીક્ષાત્મક અધ્યયન છે. વિષયની દૃષ્ટિએ નર્મદયુગથી સ્વાતંત્ર્યોનરયુગ સુધીના વિવેચનસાહિત્યને તપાસવામાં આવ્યું છે. તટસ્થ અને વ્યકિતત્વલક્ષી તત્ત્વવિચારણા કયાંક દીર્ઘસૂત્રી બની છે ખરી પણ વસ્તુલક્ષિતા, પ્રામાણિકતા અને નિર્ભીકતાને એકંદરે જાળવે છે.
મૃ.માં. ગુણવંતી ગુજરાત : ખબરદારનું ગુજરાતની પ્રશસ્તિ કરતું જાણીતું ગીત.
રાંટો. ગુણસુંદરી : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રશિષ્ટ નવલકથા
સરસ્વતીચંદ્રની નાયિકા કુમુદની માતાનું પાત્ર. વ્યકિત અને કુટુંબના સંબંધને આદર્શ રીતે ઉપસાવતી ગૃહિણીનું એમાં આલેખન છે.
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (૧૯૧૯): કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીને આ ગ્રંથ ચાલીસ પ્રકરણોમાં વહેચાયેલો છે. ગુજરાતી
૧૦૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org