Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ગુજરાતી કવિતાની રચનાકલા-ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ
અપ્રસ્તુત વિદ્રત ચર્ચા, ચિંતન તથ: લાંબાં સ્થળકાળનાં વર્ણને ને પાત્રોના જન્મ-ઉછેર-સ્વભાવની વિગતપૂર્ણ માહિતી આપવાની લઢણને ત્યાગ કરી, ઘટનાઓને નાટ્યાત્મક બનાવીને વાર્તારસ જમાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી આ નવલકથાએ ‘સરસ્વતીચંદ્ર' પછી ગુજરાતી નવલકથાની કાયાપલટ કરવામાં મહત્ત્વને ફાળે આપ્યો છે. અલબત્ત, ઐતિહાસિકને બદલે કાલ્પનિક પત્ર કાકનું ઔચિત્યથી વધારે ગૌરવ, કાકનાં રોમાંચક પરાક્રમો અને એને પરિણામે તેને પ્રાપ્ત થ મંજરીને પ્રેમ, કીર્તિદેવના ભૂતકાળ પાછળ છવાયેલી રહસ્યમયતા ઇત્યાદિ તત્ત્વોને લીધે આ નવલકથા પણ ‘પાટણની પ્રભુતા'ની માફક “ઐતિહાસિક રોમાન્સની છાપ ચિત્ત પર પાડે છે.
જ.ગા. ગુજરાતી કવિતાની રચનાકલા (૧૯૪૧): અરદેશર ફરામજી ખબરદારને વિવેચનગ્રંથ. ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા' અંતર્ગત અપાયેલાં પાંચ વ્યાખ્યાનેને એમાં સમાવેશ છે. કે. હ. ધ્રુવ પછી પદ્યરચના પરની આ બીજી મહત્ત્વની આલોચના છે. “કવિતાનું અને કવિતારચનાનું મૂળ', 'પ્રાચીન-અર્વાચીન ગુજરાતી કવિતામાં પદ્યવિકાસ', 'અર્વાચીન કવિતાનાં વિદેશી પદ્યસ્વરૂપ', “અખંડ પદ્યની રચનાના પ્રયોગ અને તેનું સંશાધન’ તેમ જ ‘કવિતાની રચનાવિધિ અને ભાષાસરણી’ એમ કુલ પાંચ રેખામાં આનું વિભાજન છે. ભ્રામક અને પૂર્વગ્રહયુકત એકપક્ષી અભિગમ, નિરર્થક તીખાશ અને કટુતા તેમ જ કટુપ્રહારોને બાદ કરતાં સાદી અને સરલ શૈલીએ લખાયેલા, એક જ વિષય પરના સળંગ ગ્રંથ તરીકે આનું ઐતિહાસિક મહત્વ છે.
ચરિતને નિરૂપનું વીરત્વસભર સર્વસ્તુ હોય અને જેનું નિરૂપણ વર્ગન-કથનાત્મક, અગ્રામ્ય, સંમાજિત, પ્રસંગનુકૂલ, નમનીય શૈલીમાં તથા કુશળ સંવિધાનપૂર્વક થયું હોય તે મહાકાવ્ય; વ્યકિત જીવનના વૃતાંતને, માનવજીવનના એકાદ ખંડને એકાદ પુરુષાર્થને નિરૂપતું હોય તે ખંડકાવ્યપૌરાણિક ઉપાખ્યાન, મધ્યકાલીન આખ્યાને-વાર્તાઓ, પ્રબળે, રાસા માં આવી જાય; જ્યારે વ્યકિતજીવનના પ્રસંગ-પરિસ્થિતિ પર અવલંબતું હોય તે લધુકાવ્ય. લિરિકને જુદા પ્રકાર અહીં સ્વીકાર્યો નથી. લેખકને અભિગમ શાસ્ત્રીય અને તર્કનિક છે.
રા.ને. ગુજરાતી તખલ્લુસે (૧૯૭૬): ત્રિભુવન વીરજીભાઈ હેમાણી દ્વારા સંપાદિત આ ગ્રંથમાં લગભગ ૭૦૦થી વધુ તખલ્લુસોને કક્કાવારી પ્રમાણે સમાવ્યાં છે અને તખલ્લુસ ધારણ કરનારનાં નામ દર્શાવ્યાં છે. ઉપરાંત, ગ્રંથના ઉત્તરાર્ધમાં કક્કાવારી પ્રમાણે લેખકોનાં નામને નિર્દેશ કરી એની સામે તખલ્લુ બતાવ્યાં છે.
ચં.ટો. ગુજરાતી નાટયસાહિત્યને ઉદભવ અને વિકાસ (૧૯૬૫) : મહેશ ચેકસીને મહાનિબંધ. નાટકનો ઉદ્ભવ, વિકાસ અને ગુજરાતી સાહિત્યમાં તેની ગતિવિધિનું અહીં સવિસ્તર નિરૂપણ છે. સાથે સાથે નાટયરૂપ, નાટયવિધાન, લેકનાટય, વ્યવસાયી રંગભૂમિ, કવિ નાટયકારો, એકાંકી, દીર્ઘ નાટકો વગેરે મુદ્દાઓની સદૃષ્ટાંત છણાવટ પણ છે. ગુજરાતી નાટકની સાંપ્રત સ્થિતિને મૂલવતા. ભરતવાકથમાં, કદ અને પથરાટના મેહમાં, ગુજરાતી નાટકનું સઘન અને સિદ્ધિમૂલક ખેડાણ ઓછું થયું છે એવો નિર્દેશ મળે છે.
૨.ર.દ. ગુજરાતી ભાષા અને સાહિત્ય (૧૯૫૭): નરસિંહરાવ દીવેટિયાએ ૧૯૧૫-૧૬ માં આપેલાં વિલ્સન ફાઇલેજિકલ લેકચર્સ ૧૯૨૧ અને ૧૯૩૨ માં બે ખંડેમાં પ્રકાશિત થયાં હતાં તેને ગુજરાતી ભાષામાં કે. કા. શાસ્ત્રીકૃત સંક્ષિપ્ત અનુવાદ. વ્યાખ્યાનો બે ભાગમાં વહેંચાયેલાં છે. પ્રથમ ભાગમાં એમણે ગુજરાતી ભાષાને ઇતિહાસ અને તેની ધ્વનિપ્રક્રિયા ચગ્ય છે; જ્યારે બીજા ભાગમાં ગુજરાતી ભાષાને વિકાસક્રમ, તેની રૂપસિદ્ધિ અને શબ્દકોશની ચર્ચા કરી છે. - નરસિંહરાવનું ગુજરાતી ભાષાશાસ્ત્રને મહત્ત્વનું અર્પણ એમની સંખ્યાબંધ મૌલિક સ્થાપનાઓ છે. પ્રતિસંપ્રસારણનું એમનું દર્શન, વિવૃત્તવિધાનની ચર્ચા, લધુપ્રયત્ન હ’ અને ‘ય’ તથા અલ્પપ્રયત્ન
અ” વગેરે એનાં ઉદાહરણો છે. આ ઉપરાંત, અન્ય પ્રશ્નો વિષે પણ એમની ચર્ચા-વિચારણા મૌલિક રહી છે. ભાષાવિજ્ઞાનના આધુનિક સિદ્ધાંતવિચારના સંદર્ભમાં એમાંનું કેટલુંક કાલગ્રસ્ત લાગવાને પણ સંભવ છે, છતાં એમાંની ઘણી સામગ્રી અડધી સદીથી વધુ સમય પસાર થવા છતાં તેની તાર્કિક અને ચોક્કસ વિચારણાને કારણે હજી પણ ઘણા વિદ્વાનોને પ્રસ્તુત અને ઉપયોગી જણાયેલી છે,
હત્રિ. ગુજરાતી ભાષાનું એતિહાસિક વ્યાકરણ (૧૯૮૮) : હરિવલ્લભ ૨. ભાયાણીના આ વ્યાકરણગ્રંથમાં જૂની ગુજરાતીની વ્યાકરણ
ગુજરાતી કહેવત સંગ્રહ અને પ્રાચીન દોહરાઓ અને સાખીઓ (૧૯૧૧): આશારામ દલીચંદ શાહ કરેલે કહેવતને સંગ્રહ. એમાં ‘મૂર્ખના સરદાર વિશે', ‘મૈત્રી વિશે’, ‘ચિતા વિશે' એવાં જ દાં જુદાં મથાળાં નીચે વિષયવાર કહેવતો મૂકેલી છે. એક કહેવતને અનુરૂપ અને સમર્થક બીજી કહેવતો પણ સાથે સાથે જ આપવામાં આવેલી છે. કહેવતરૂપે પ્રચલિત વાકયો, સાખીઓ તેમ જ દોહરાઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નમૂના તરીકે કોઈ એક કહેવતને લગતાં દૃષ્ટાંતા પણ ટૂંકમાં આપવામાં આવ્યાં છે.
ચં.. ગુજરાતી કાવ્યપ્રકારો (૧૯૬૪) : ડોલરરાય માંકડે ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’ (મુંબઈ યુનિવર્સિટી)માં ૧૯૫૭-૫૮ માં આપેલાં પાંચ વ્યાખ્યાનનું ગ્રંથસ્વરૂપ. પહેલા વ્યાખ્યાનમાં તેઓ કાવ્યોના વર્ગીકરણ માટે ભાષાસ્વરૂપ, ભાષાપ્રકાર, વસ્તુનું મૂળ, કાવ્યસ્વરૂપ અને કાવ્યનું અંતસ્તત્ત્વ એ પાંચ સિદ્ધાંતે તારવે છે. તેમાં છેલ્લા અર્થાત માનવજીવનના નિરૂપણના સિદ્ધાંતને ઉત્તમ ઠેરવી તેને આધારે તેઓ કાવ્યના મહાકાવ્ય, ખંડકાવ્ય અને લધુકાવ્ય એ ત્રણ પ્રકારોને તર્કસંગત ઠેરવે છે: જેનું કાવ્ય વસ્તુ અનુશ્રુતિજન્ય, પ્રખ્યાત, લોકસ્વભાવયુકત, વિશાળ ફલકવાળું, સમગ્ર માનવ- જીવનને પ્રતિબિબિત કરવું, બધા પુરુષાર્થો અને મહાપુરુષના
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org