Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ગાંધી મેહનલાલ નારણદાસ
અને ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડયું. પછીથી 'હરિજન', “હરિજનસેવક' ને 'હરિજનબંધુ' વૃત્તપત્રોનું સંપાદન પણ હાથ ધરેલું. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહને માર્ગદર્શન આપ્યું. ૧૯૩૦ -માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ આરંભી. ૧૯૩૬ માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા. ૧૯૪૨ માં અંગ્રેજોને “હિંદ છોડો'ની હાકલ કરી. છેવટે ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ એમની ઇચ્છા વિરુદ્ધ ભારતના ભાગલા પડ્યા, કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અંતે મુસ્લિમ તરફની એમની સમભાવનીતિથી છંછેડાયેલા ગોડસે નામના એક હિન્દુ મહાસભાવાદીએ દિલ્હીમાં પ્રાર્થના સ્થળ પર એમની હત્યા કરી.
ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાએ માત્ર ગુજરાતી સાહિત્યને નહીં પરંતુ ભારતનાં અન્ય ભાષાસાહિત્યોને પણ અનુપ્રાણિત કરેલાં છે. એમના વ્યકિતત્વની અને એમની વિચારધારાની બળવાન અસર હેઠળ અનેક ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્યે જન્મ લીધો છે. ગુજરાતી સાહિત્યમાં તો પંડિતયુગનાં ભારઝલ્લાં સાહિત્યમૂલ્યોને અતિક્રમી સાદગી અને સરલતાનાં આમમૂલ્યોને ઝીલનારા ગાંધીપ્રભાવિત સાહિત્યયુગને ‘ગાંધીયુગ' નામ અપાયું છે; તેમ જ ગાંધીચિંતન અને ગાંધીશૈલીના પુરસ્કાર થયા છે.
એમનું સાહિત્ય હનુલક્ષિતા અને લોકહિતની ભાવનાથી પ્રેરિત છે. એમનાં લખાણો મુખ્યત્વે લોકશિક્ષણ અને લોકજાગૃતિ અર્થે હતાં, એમાં અસાધારણ માનવભાવ અને ઉગ્ર આચારને સંસ્કાર છે. અનેક સામયિકો દ્વારા એમણે સામાજિક, રાજકીય, નૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક, કેળવણી તેમ જ આરોગ્યવિષયક પ્રશ્નો અંગે પ્રજા સાથે જીવંત સંપર્ક સાધેલો. સત્ય અને અહિંસા એમના જીવનનાં તેમ એમના સાહિત્યનાં ચાલકબળ રહ્યાં છે. એમની મિતાક્ષરતા નોંધપાત્ર છે. પ્રજાના હૃદય સુધી પહોંચનારી એમની ગદ્યશૈલી સરલ પ્રૌઢિનો અને સ્પષ્ટવાહકતાને અંગીકાર કરીને ચાલે છે. એમણે ગુજરાતી ગદ્યને નવું ચેતન, નવી દિશા આપ્યાં છે.
એમનું પુસ્તક ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા' (૧૯૨૭) ગુજરાતી સાહિત્યને જ નહીં, વિશ્વ સાહિત્યને પણ મહત્ત્વનું પ્રદાન છે. ૫૦૨ પૃષ્ઠોમાં વિસ્તરેલી અને બે ભાગમાં વહેંચાયેલી આ આત્મકથામાં ૧૮૬૯ થી ૧૯૨૦ દરમિયાનની લેખકનાં જન્મ, બચપણ, બાળવિવાહથી આરંભી નાગપુર સત્યાગ્રહ સુધીની ઘટનાઓ સમાવેશ પામેલી છે. નિર્દભ રજૂઆત, નિર્ભીક કબૂલાત અને નિર્દય આત્મનિરીક્ષણને નમૂનો બનતી આ કથાની ભીતરમાં વિચાર અને આચારને એક કરવાના મુકાબલાની સંઘર્ષકથી વહે છે. નિખાલસતા સાથે સત્યની ખેવના કરવાનું સાહસ આમ તે દુષ્કર છે, એને અહીં લેખકે બહુધા સિદ્ધ કરી બતાવ્યું છે. પોતાની સારી કે નરસી બાજુઓને રજૂ કરતા પ્રસંગેનાં નિરૂપણમાં આથી આપમેળે સંયમ અને વિવેક જળવાયેલા જોઈ શકાય છે. અહીં અલંકૃત ભાષાને વામિતા વગરને વ્યાપાર એની સાદગીને આકર્ષણે સજીવ છે. ટૂંકમાં, નિરભિમાની આત્મશોધકની આ કથા વિશ્વની આત્મકથાઓમાં નાખી છે.
‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' (૧૯૨૫)માં ફકત હકીકતની સાદી સીધી નોંધ નથી પરંતુ એમાં એમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન જે કીમતી અનુભવ થયેલા એનું પાત્રો, સંવાદો, ટીકાટિપ્પણ દ્વારા રસપ્રદ નિરૂપણ છે. એમનું જીવનઘડતર, સત્યાગ્રહને જડેલો પ્રયોગ, રંગદ્રુપ સામે એમને રસંઘર્ષ, ત્યાંની ભૂગોળ -બધું એમને હાથે રોચક બનીને ઊતર્યું છે. એમણે દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ કેવી રીતે ઘડ્યો એનું અહીં તટસ્થ નિરૂપણ છે.
‘હિંદ સ્વરાજ' (૧૯૨૨)માં એમણે હિંદના સ્વરાજ અંગેની પોતાની કલ્પના રજૂ કરી છે; અને એનાં તમામ પાસાંઓની વિચારણા કરી છે. વિદેશી શાસનને દૂર કરી દેશને મુકત કરી, સ્વરાજ લાવી શકાય તો એ કેવું હોવું જોઈએ અને એમાં એક દેશભકત નાયકે દીધેલો ચિતાર છે. લેખકનું ક્રાંતિકારી તત્ત્વજ્ઞાન અહીં બળકટ શૈલીમાં પ્રગટ થયું છે. પુસ્તક વાચક અને લેખકના કલ્પિત સંવાદરૂપે લખાયેલું છે.
'મંગલપ્રભાત' (૧૯૩૮)માં એમણ આશ્રમવાસીઓ માટેનાં વ્રતો પર યરવડા જેલમાંથી ભાષ્ય કરેલાં એને સંચય છે. દર મંગળવારની પ્રાર્થના માટે અને મંગલભાવના માટે લખાયેલાં આ લખાણોમાં સાદગીયુકત સૂત્રશૈલી છે. આધ્યાત્મિક અને નૈતિક જીવનનાં કેટલાંક સૂત્રોનું એમાં વિવરણ છે.
‘સત્યાગ્રહનો ઇતિહાસ ૧૯૩૨માં અધૂરો છોડેલો તેનું પ્રકાશન ૧૯૪૮ માં થયું છે. આ ઇતિહાસ કટકે કટકે લખાયેલો ને અધૂરો છે. એમાં સંસ્થાને વિકાસ-આલેખ આપવાનો પ્રયત્ન છે; સાથે સાથે સત્ય, પ્રાર્થના, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શારીરિક શ્રમ, સ્વદેશી, અસ્પૃશ્યતા, ખેતી, ગોસેવા, કેળવણી, સત્યાગ્રહ ઇત્યાદિ એમના મહત્ત્વના સિદ્ધાંતોની આચારસિદ્ધિને મૂલ્યાંકનઆલેખ આપવાને પણ પ્રયત્ન છે.
આ ઉપરાંત ‘મારે જેલને અનુભવ' (૧૯૨૧), ‘સર્વોદય’ (૧૯૨૨), ‘યરવડાના અનુભવ' (૧૯૨૫), ‘નીતિનાશને માર્ગે (૧૯૨૭), “ગીતાબોધ' (૧૯૩૦), “અનાસકિતયોગ' (૧૯૩૦),
આરોગ્યની ચાવી' (૧૯૩૨), ‘ગોસેવા' (૧૯૩૪), “વર્ણવ્યવસ્થા (૧૯૩૪), “ધર્મમંથન' (૧૯૩૫), ‘વ્યાપક ધર્મભાવના' (૧૯૩૭), ‘ખરી કેળવણી' (૧૯૩૮), કેળવણીને કોયડો' (૧૯૩૮), ‘ત્યાગમૂર્તિ અને બીજા લેખો' (ચા. આ. ૧૯૩૮) વગેરે એમનાં અનેક પુસ્તકો છે.
એમનાં લખાણો, ભાષણો, પત્રો વગેરેને સંગ્રહ ‘ગાંધીજીને અક્ષરદેહ' પુસ્તક ૧ થી ૯૦માં કરવાનો પ્રયત્ન ચાલુ છે. ૧૯૬૮થી આજ સુધીમાં ૭૨ જેટલા ગ્રંથો આ ગાળામાં બહાર આવી ગયા છે. આ ગ્રંથમાળામાં એમની વિચારસૃષ્ટિને બૃહદ્ પરિચય સમાયેલ છે. ‘પાયાની કેળવણી' (૧૯૫૦), “સંયમ અને સંતતિનિયમન’ (૧૯૫૯), ‘સર્વોદયદર્શન' (૧૯૬૪) વગેરે એમનાં લખાણોનાં અનેક મરણોત્તર પ્રકાશને થયાં છે.
ચં..
ગાંધી મોહનલાલ નારણદાસ; ભકતરાજ પુરુત્તમદાસ સેવકરામના જીવનચરિત્રનું આલેખન કરતું પુસ્તક “આખરે મહાન તારો ખરી ગયો' (૧૯૨૮)ના કર્તા.
નિ.વો.
ગુજરાતી સાહિત્ય -૨ :૯૭
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org