Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ગઢવી શિવાદાનભાઈ જીવાભાઈ– ગની દહીંવાળા
પ્રારંભમાં લશ્કરમાં જોડાયેલા. પછી જામનગરમાં શિક્ષક. ગોકુલ' (૧૯૮૬) એમને કાવ્યસંગ્રહ છે.
ચં.ટી. ગઢવી શિવદાનભાઈ જીવાભાઈ: માનસિંહ ઠાકોર અને ખૂબસુરત ધૂતારીની રોમાંચકથા “સતી કે ધૂતારી'ના કર્તા.
ગઢિયા ત્રિભવનદાસ દામોદરદાસ : નવલકથા 'દુ:ખી' (૧૯૧૫) તથા જર્મન કયસરનું રણવાસ-રહસ્ય' (૧૯૧૫)ના કર્તા.
૨.૨.૮. ગણપતભાઈ આશાભાઈ : ધર્મોપદેશનાં પદ અને ભજન પ્રકારની રચનાઓને સંગ્રહ ‘શ્રી ગણપતકૃત જ્ઞાનપદમાળા - મણકો પહેલો’ (૧૯૩૫) ના કર્તા.
ગણાત્રા વલ્લભજી ભગવાનજી: એમના વાદળી' (૧૯૨૮) કાવ્યમાં ‘મેઘદૂત’નું અનુકરણ થયું છે, તે ‘મેઘસંદેશ' (૧૯૩૦)માં જેલમાં ગયેલા એક વિદ્યાર્થીએ મહાત્મા ગાંધીજીને મેઘ દ્વારા સંદેશ મોકલ્યો હોવાની કલ્પના રજૂ થઈ છે. ‘સત્યાગ્રહ ગીતા” (૧૯૩૧) એમનું સંસ્કૃતમાં લખાયેલું પુસ્તક છે. 'કુસુમમાળા’ (૧૯૩૧) માં સંસ્કૃત સુભાષિતો અને તેના ગુજરાતી અનુવાદો સંગ્રહાયાં છે.
નિ.. ગણાત્રા વસનજી દયાળજી, ‘વસંત': પરંપરાગત શૈલીની ગલરચનાઓના બે સંગ્રહ ‘બહાર વસંત અથવા વસંતની ગઝલો’ (૧૯૧૬) અને ‘વસંતવિહાર' (૧૯૧૮)ના કર્તા.
કૌ.બ. ગણાત્રા વિજ્યાલયમી ચીમનલાલ, “વિજ ગણાત્રા’ (૨-૧૦-૧૯૪૯, ૨૬-૧૦-૧૯૮૫): કવિ. જન્મ લેરામાં. ૧૯૬૭માં એસ.એસ.સી. ૧૯૭૦માં ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક, ૧૯૭૧માં વિનીત. ૧૯૭૬ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી હિન્દી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ. પ્રારંભમાં શિક્ષક, પછી ૧૯૮૦થી મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિદ્યાલય, સાદરામાં અધ્યાપક. ગાંધીનગરમાં અવસાન.
અન્ડરગ્રાઉન્ડ' (૧૯૮૮) એમને મરણોત્તર કાવ્યસંગ્રહ છે. એમાં આધુનિકતાને અખત્યાર કરતી લગભગ પંચાશી રચનાઓમાં અભિવ્યકિતને વિશિષ્ટ બનાવવાને ઉઘમ જોઈ શકાય છે.
ચં.ટો. ગણાત્રા હીરાલાલ હરજીવન : બાળકો માટે લખાયેલી ચરિત્રકૃતિઓ ‘ઑર્ડ વિલિયમ બૅન્ટિક' (૧૯૨૨), ‘વિલિયમ યુવર્ટ ગ્લેડસ્ટન’ (૧૯૨૪) તેમ જ નેલ્સનનું જીવનચરિત્ર'(૧૯૨૮)ના
કર્તા.
ગણપતભારતી (૧૯૦૧): કવિ. જન્મસ્થળ સંખારી (તા. પાટણ, જિ. મહેસાણા). પૂર્વાશ્રમનું નામ ગણપતગિરિ. ગોસ્વામીરૂપે દીક્ષા લીધા પછી ગણપતભારતી. પૂર્વાશ્રમમાં મેલ ટ્રેનિંગ કૉલેજની તેમ જ ખાતાકીય મુલકી પરીક્ષાઓ પાસ કરી હતી. દીક્ષા લીધા બાદ એમણે હઠયોગ સિદ્ધ કર્યો હતો.
એમના મરણોત્તર પ્રકાશિત 'ભારતીકૃત ભજનમાળા' (૧૯૫૪)માં કક્કો, કવિત, પદ, ભજન તેમ જ કુંડળિયામાં વિભકત ૧૦૮ પદ્યરચનાઓ વિષય પ્રભુભકિત અને અધ્યાત્મતત્તવ છે.
કૌ.બ્ર. ગણાત્રા ગિરીશ કરસનદાસ (૬-૯-૧૯૪૦): કિશોરસાહિત્યકાર, જન્મ સૌરાષ્ટ્રના હળિયાદમાં.રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી ફિલસૂફી અને મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. એ જ વિષયો સાથે એમ.એ. આકાશવાણીમાં પ્રોગ્રામ ઓફિસર અને પછી ટાટા કંપનીમાં આસિસ્ટન્ટ ઍકિઝકયુટિવ ઑફિસર, અત્યારે બૅન્ક ઑફ બરોડા, અમદાવાદમાં પબ્લિક રિલેશન મૅનેજર, યુનેસ્કોની સ્કીમ હેઠળ ‘અ ટેકનિક ઑવ ધ ચિલ્ડ્રન્સ પ્લે પ્રોડકશન’ પર, એડિનબર્ગ થિયેટરના પ્રોફેસર માઈલ્સ લી પાસે રહીને મહાનિબંધ-લેખન.
‘મંગળની સફરે' એ મંગળ ગ્રહ વિશે રસપૂર્ણ વાર્તાતત્ત્વવાળી વૈભવિક સાહસકથા છે, તો “સાગરરાજની સંગાથે' (અન્ય સાથે) યુરેનિયમની શોધમાં નીકળેલી ટુકડીની રોમાંચ પ્રેરક કથા છે. વૈજ્ઞાનિક માહિતી આપતી ‘પાતાળનગરી’ સળંગ વર્ણનાત્મક કથા છે. એમની બાર પુસ્તિકાઓની ‘જ્ઞાનવિજ્ઞાન ગ્રંથાવલિ” વૈજ્ઞાનિક સત્યને કેન્દ્રમાં રાખીને લખાયેલી છે. ‘વિરાટનો વિનાશ' (૧૯૮૩) નાના કદના પ્રાણીને મહાકાય બનાવ છે. કબીરને પ્રયોગ રજૂ કરે છે. આ ઉપરાંત ‘તુરંગાને પેલે પાર' (૧૯૫૯), “સાહસ પાડે સાદ' (૧૯૬૨), “સાહસિક ટોળી' (૧૯૭૮), ‘ઢીંગલીબાઈનાં પરાક્રમ (૧૯૬૨) વગેરે એમની કિશોરકથાઓ છે. સત્ય પ્રાસંગિક કથાઓ ‘ગારસ’: ભાગ ૧-૨-૩માં સંગ્રહાયેલી છે. મુખ્યત્વે રેડિયે- દૂરદર્શન અને નાટય પરની એમની વિવેચન-કટારો છે.
શ.ત્રિ.
કૌ.બ્ર. ગત શતકનું સાહિત્ય (૧૯૫૯): ૧૮૫૦થી ૧૯૫૦ના સમયગાળાના સાહિત્યને વિષયરૂપે આવરી લેતું, વિજયરાય વૈદ્યનું બાર વ્યાખ્યાન-નિબંધેનું પુસ્તક. શતકના મુખ્ય મુખ્ય સર્જકો અને ગ્રંથને સંક્ષેપમાં સમીક્ષવાને અહીં ઉપક્રમ છે. એમાં પ્રબોધકાળનાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિને પોષનારાઓનું, નર્મદથી માંડી ગાંધીજી સુધીનાનું નુલનાત્મક દૃષ્ટિએ મૂલ્યાંકન છે. પોતાની લાક્ષણિક લાઘવયુકત અને સંકુલ ગદ્યશૈલીમાં લેખકે સાહિત્યનિમિત્તે વસ્તુત: સ્વાતંત્ર્યપૂર્વેના શતકના ગુજરાતની સંસ્કૃતિનું નિરૂપણ કર્યું છે, તેમ ઓછા સમીક્ષિત એવા લેખકોના કાર્યનું સરવૈયું પણ આપ્યું છે.
• ર.મ.શુ. ગતિમુકિત : રાજેન્દ્ર શાહનું એકાંકી. એમાં અવગતે ગયેલો નિ:સંતાન મનેર તિતિલદેવની સહાયથી લાલનના માધ્યમ દ્વારા પત્ની ઊજમ સાથે સમાગમ કરી ગતિમુકિત મેળવે છે, એવું વિલક્ષણ કથાનક છે.
ચંટો. ગની દહીંવાળા: જુઓ, દહીંવાળા અબ્દુલગની અબ્દુલકરીમ.
ગુપતી સાહિત્ય - ૨ :૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org