Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
કાવ્યવિવેચન – કાંટાવાળા મટુભાઈ હરગોવિંદદાસ
કાસરવાળા મૂળજીભાઈ હરિવલ્લભદાસ : ‘અંબિકાસ્તવન : ૧-૩’ (૧૮૪૮)ના કર્તા.
કાળભૈરવ: ‘અજબ ઇન્દ્રજાળ’ અને ‘કાતીલ કરામત'ના કર્તા.
૨.૨.દ. કાળિદાસ કમળસી : પદ્યકૃતિ 'જલાવિલાસ' (૧૮૭૬)ના કર્તા.
સાહિત્યવિવેચક હોવા ઉપરાંત ભાષાશાસ્ત્રી અને સંશોધક હોઈને એમનાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ જેવી પ્રશિષ્ટ ભાષાઓ તથા તેના સાહિત્યનાં શાસ્ત્રીય સંશોધનનો લાભ પણ એમની વિવેચનપદ્ધતિને મળે છે. વિવેય વસ્તુનું સ્વરૂપ, તેનું કાર્યક્ષેત્ર અને પ્રયોજનની તાર્કિક સ્પષ્ટતા, સમુચિત દૃષ્ટાંતે અને શકય હોય ત્યાં નિષ્કની તારવણી આપવા જેવા અભિગમને કારણે વિવેચનના વિનિયુકત પક્ષ કરતાં સૈદ્ધાંતિક પક્ષ પર તેઓ વધુ કેન્દ્રિત થયાનું જણાય છે. આ ગ્રંથનું મહત્ત્વનું પાસું સંજ્ઞાઓની અર્થતાત્ત્વિક સ્પષ્ટતા છે. ઉપરાંત, વિવેચન-સિદ્ધાંતના મહત્ત્વના વિચારો અંગેના પાશ્ચાત્ય લેખે કે તેના અંશને અનુવાદ કે સારાંશ, સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પાશ્ચાત્ય સિદ્ધાંતવિચારના કેટલાક કેન્દ્રવર્તી ખ્યાલની તુલનાત્મક ચર્ચા, આધુનિક સાહિત્ય પરત્વે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના વિભાવને વિનિયોગ કઈ રીતે થઈ શકે તેની તપાસ જેવા મુદ્દાઓ પણ મહત્ત્વના છે. ગુજરાતી વિવેચનમાં ચોકસાઈ, વસ્તુલક્ષિતા, પ્રતિ-સંસ્કારનિકતા તેમ જ આધુનિક અભિગમોની હિમાયત કરતે આ ગ્રંથ એ રીતે મહત્ત્વને બન્યો છે.
કાળિદાસ જસાજી: ‘સંતની વાડીનાં ફૂલડાં થાને દાસભાનમાળા'ના કર્તા.
કાળુ: પન્નાલાલ પટેલની યશસ્વી નવલકથા “માનવીની ભવાઈ'ને નાયક. ન મળી શકેલી રાજુ અંગેની હૈયાભૂખ અને છપ્પનિયા દુકાળની ભૂંડી ભૂખ વચ્ચેની ભવાઈમાં મુકાયેલા આ ખેડુનું જીવંત રેખાંકન થયું છે.
ચંટો. કાળ ભગત (૧૮૫૪,-): કવિ. સૌરાષ્ટ્રમાં થોરખાણ ગામના વતની. જીવણની જેમ પોતાની જાતને દાસી તરીકે ઓળખાવે છે. એમના નામે બે-એક પદ જડે છે.
એ.ટ.
કાવ્યવિવેચન (૧૯૪૯) : ડોલરરાય માંકડનાં કાવ્યશાસ્ત્રવિષયક લેખે, નોંધ, કાવ્યાસ્વાદો, અવલોકનને સંગ્રહ. એમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રનું પરિશીલન દેખાય છે. સિદ્ધાંતવિચારના ત્રણ લેખમાં, ‘સાધારણીકરણ વ્યાપાર' જે ભટ્ટ નાયકે ભાવકના સંદર્ભમાં
સ્થાપ્યો છે તેની પ્રયોજકતા સર્જકના સંદર્ભમાં પણ દર્શાવી છે; ‘કાવ્યસ્વરૂપમાં કવિસૃષ્ટિની અનન્યતા તથા કુન્તકની સર્જકપ્રતિભાના પરિસ્પન્દની કલ્પનાને વિશદ કરીને સર્જનપ્રક્રિયા સમજાવી છે; ધ્વનિના પ્રભેદો’ મુખ્યત્વે આનંદવર્ધનના ધ્વન્યાલેકને આધારે વર્ણવ્યા છે. પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રને લગતી ત્રણ નોંધમાં ‘પેથેટિક ફેલસી” માટે “ઊમિજન્ય ભાવાભાસ” શબ્દસમૂહની યોગ્યતા, ‘મેટાફરીમાં રૂપક અને સમાસકિત ઉભયને સમાવેશ અને “આઈરની’માં વિપરીત લક્ષણામૂલક અત્યન્તતિરસ્કૃતવાચ્યધ્વનિ હોવાનું દર્શાવ્યું છે. મુનશીને સચોટતાવાદ, ખબરદારને કાવ્યાનંદને “ડોલનને સંબંધ, કાન્તકૃત ‘દેવયાનીના રસસંક્રમણ સંદર્ભે રા. વિ. પાઠક તથા મનસુખલાલ ઝવેરીની રવિભાવ-
રદય અંગેની ચર્ચા અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો ‘અનુભાવનાને પ્રત્યય - એ ચારસંપ્રત્યયોની સૂક્ષ્મ તપાસ કરતા નિબંધો “વિવેચનમાં શાસ્ત્રીય પરિભાષાની આવશ્યકતા દર્શાવે છે. ગ્રંથના ઉત્તરાર્ધમાં કાવ્યાસ્વાદ વિષયક લેખે તથા અવલોકન છે.
રા.ના. કાશીબહેન : જુઓ, દેસાઈ ગજરાબેન મણિભાઈ. કાશીબા: ‘સુંદરી સુબોધ ગીતસંગ્રહ’ (૧૯૦૩)નાં કર્તા.
કાંગરીવાળા ચંદુલાલ ચુનીલાલ : ‘માલતી ઉર્ફ કલિયુગની સતી : ભા. ૧-૨’ વાર્તાના કર્તા.
૨.ર.દ. કાંજીલાલ રાજેન્દ્રનાથ : મહાભારતની નીતિકથાઓના કર્તા.
કૌ.બ્ર. કાંટાવાળા કંચનલાલ ગોકળદાસ, ‘જિજ્ઞાસુ' (૨૪-૮-૧૯૨ ૧) : કવિ, ચરિત્રકાર. જન્મ ઉમરેઠમાં. એમ.એ., બી.એડ, પીએચ.ડી. સી.બી. પટેલ આર્ટ્સ કૉલેજ, નડિયાદમાં અધ્યાપન. હાલ નિવૃત્ત.
‘મહેફિલ' (૧૯૮૧) કાવ્યસંગ્રહ ઉપરાંત એમણે ‘ગોવર્ધનરામ ત્રિપાઠી' (૧૯૭૯), 'કવિચિત્રકાર ફૂલચંદ શાહ' (૧૯૮૦), ‘મનઃસુખરામ ત્રિપાઠી' (૧૯૮૧) જેવા ચરિત્રગ્રંથો આપ્યા છે. ‘આજ અને આવતી કાલ' (૧૯૭૯) અને 'શ્રી મનઃસુખરામ જીવનકવન' (૧૯૭૯) એ એમનાં સંપાદનો છે.
ચંટો. કાંટાવાળા મટુભાઈ હરગોવિંદદાસ, ‘’, ‘નારદ', ‘બાહુક' (૧-૧૧-૧૮૮૦, ૧૫-૧૧-૧૯૩૩): વાર્તાકાર, અવલોકનકાર, પત્રકાર. વતન વડોદરા. પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ વડોદરામાં. વડોદરા કૉલેજમાંથી બી.એ. મુંબઈ યુનિવર્સિટી દ્વારા ગુજરાતી વિષયમાં એમ.એ.ની ડિગ્રી કોર્સ દાખલ કરાતાં એ વિષયના પ્રથમ એમ.એ. થવાનું માન મેળવ્યું. મિલ એજન્ટ અને ‘સાહિત્ય માસિકના સંચાલક તરીકે કામ કર્યું.
એમની લેખનપ્રવૃત્તિ અભ્યાસકાળથી આરંભાયેલી. એમનાં ગ્રંથસ્થ લખાણો ઓછાં છે. એ વિશેષ જાણીતા છે “નારદના ઉપનામે લખેલી વાર્તાઓને કારણે. એમના બે વાર્તાસંગ્રહો “વીતક વાતો' (૧૯૨૦) અને “સંસારલીલા' (૧૯૩૨) માં આપણા જન
કાશ્મલન: જુઓ, પંડયા રંજિતલાલ હરિલાલ. કાશ્યપ શિવનંદન: જુઓ, વૈદ્ય વિજયરાય કલ્યાણરાય. કાસમ એહમદભાઈ : ‘સિકંદર” નાટકના કર્તા.
૨.ર.દ.
૭૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org