Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ખાનગી માધવસિંહ ખપાલીવાલા હોશંગ બેજનજી
ખજાનચી માધવસિંહ: ‘ પદેશદર્શક'ના કર્તા.
નિ.. ખટાઉ કાવસજી પાલનજી: ‘ફરેબે ફરીત યા બે ઇબલીસ નાટક દો બાબકા' (૧૮૮૫)ના કર્તા.
નિ.. ખડિંગ (૧૯૭૯): રમેશ પારેખને, 'કયાં' પછીને અનુગામી કાવ્યસંગ્રહ. એમાં મુખ્યત્વે ગઝલ અને ગીતોને તેમ જ થોડીક છાંદસ-અછાંદસ રચનાઓને સમાવેશ થયો છે. 'કયાં'માં રૂઢ થયેલી લાક્ષણિકતાઓ અહીં રોચક સ્વરૂપે મળે છે. અહીં ગઝલો નવી કવિતાની લગોલગ જતી, પ્રમાણમાં અરૂઢ અને વિલક્ષણ છે. ગઝલનું ચુસ્ત માળખું નહિ પણ ભાષાસંવેદન અને ભાવસંવેદન આ ગઝલમાં અગ્રસ્થાને છે. ‘હસ્તાયણ” એનું ઉત્તમ ઉદાહરણ છે. ત, ગીતમાં ભાવ અને લયના વિસ્ફોટ સાથે ભાષાને તાજગીભર્યો અનુભવ છે. સ્મૃતિમાં લાંબો સમય સચવાઈ રહે એવું પંકિતઓનું સઘનશિલ્પ છે. તળપદા લહેકાઓ, વૈયકિતક મુદ્રાઓ અને આધુનિક સંવેદનાથી આ ગીત વિશિષ્ટ બન્યાં છે. “ભીંડીબજારમાં' તથા ‘ઝાડ અને ખિસકોલી અને ઝાડ’ ખાસ ઉલ્લેખનીય રચનાઓ છે. બાકી, છાંદસ-અછાંદસ રચનાઓ આધુનિક પરંપરાનું અને કવિના કર્તુત્વનું બેવડું સાતત્ય બતાવે છે છતાં પ્રભાવક નથી. “કથા'ની સઘન તાજગી “ખડિંગ'માં પ્રસરેલી લાગવા સંભવ છે.
ચંટો. ખતીબ અઝીઝુલ્લાહ હમીદુલ્લાહ: ‘કુરાન મજીદ' ગ્રંથનાં અરબી ઉચ્ચારણો અને સંકેતોની ગુજરાતી ભાષામાં સમજ આપતું પુસ્તક ‘કુરાન મજીદ’ તેમ જ ‘અમ્માકા પાર'ના કર્તા.
“ફોરાં' (૧૯૪૪), વહેતાં ઝરણાં' (૧૯૫૨) અને “ખરા બપોર' (મરણોત્તર, ૧૯૬૮) સંગ્રહોમાં એમની એકતાલીસ વાર્તાઓ છે. જુદાં જુદાં સામયિકોમાં પ્રગટ થયેલી આઠ વાર્તાઓ અથરથ છે. “લેહીનું ટીપું’, ‘આનંદનું મત’, ‘ખીચડી', ‘હું, ‘ગંગી અને અમે બધાં', ‘સિબિલ” વગેરે વાર્તાઓ વાસ્તવલક્ષી અભિગમને લીધે, તો “અમે બુદ્ધિમાન', યાદ અને હું, ‘અમે', પ્રતાપ, ઓ પ્રતાપ', ‘ડેડ એન્ડ’, ‘ખલાસ', 'જળ' વાર્તાઓ વિશિષ્ટ નિરૂપણરીતિ તેમ જ પ્રયોગાત્મક વલણને કારણે ધ્યાન ખેંચે છે. પતંગનું મત', માટીને ઘડે', 'નાગ'માં રહસ્યને કલાત્મક રીતે વ્યંજિત કરવામાં પ્રતીકો અને કલ્પનોનો વિનિયોગ થયો છે, તે ‘ધાડ’,
ખરા બપોર’ અને ‘માટીનો ઘડો'માં પ્રદેશવિશેષનું જીવંત તાદૃશ ચિત્રણ વાર્તા સાથે આંતરસંબંધ પણ ધરાવે છે. સ્વરૂપની દૃષ્ટિએ આ બધી વાર્તાઓ ઘટનાપ્રધાન છે. સ્થૂળ અને આકસ્મિક ઘટનાઓને આધાર પણ લેવાય છે, પરંતુ દૃષ્ટિક્ષેપ પાત્રોના ભીતરી વ્યાપારો પર જ હોય છે. એ ભીતરી વ્યાપારોથી પ્રેરિત પ્રતિક્રિયા ફરી કોઈ ગમખ્વાર ઘટના સરજે છે. માનવમનની ગૂઢ સંકુલતાઓને વાર્તાકાર એવી રીતે આલેખે છે કે એમાંથી ઘણીવાર કલાપોષક સંદિગ્ધતા જન્મે છે. ‘તેજ, ગતિ અને ધ્વનિ આદૃષ્ટિએ નોંધપાત્ર રચના છે.
ધી.મ. ખત્રી નાથાલાલ કાશીરામ : ‘મનહરણ ગરબાવળી'ના કર્તા.
નિ.. ખત્રી હરકિસનલાલ શિવલાલ, કરક' (૧૮૩૮, ૧૯૮૫): કવિ. સુરતમાં જન્મ. રેશમી કાપડ વણવાન અને વેચવાને વ્યવસાય.
એમની પાસેથી જ્ઞાન, ભકિત અને વૈરાગ્યનાં તથા રામ, કૃષ્ણ અને શિવનું ચરિત્ર વર્ણવતાં કાવ્યોને સંગ્રહ કરકકાવ્ય' (૧૮૭૪) મળ્યો છે.
નિ.વા. ખત્રી હીરજી લાલજી : “ચાંદ-બી ગુજરાતી નાટક' તેમ જ નવી ચાંદ-બી અને ગુલખેરુ ચેર તથા નાટકોના કર્તા.
નિ.વા. ખન્ના ઓમપ્રકાશ : પરંપરાગત વાર્તાસંગ્રહ ‘કેતકી અને કાંટા’ (૧૯૬૦) તેમ જ અનૂદિત નવલકથા “એક અસામાન્ય સ્ત્રીની વાત' (૧૯૬૫)ના કર્તા.
નિ.વો. ખન્ના કે. સી.: જુદા જુદા સમયે ભારતમાં આવેલા ચાર પરદેશી
પ્રવાસીઓ મેગેસ્થિનિસ, ફાહિયાન, હ્યુએનસંગ અને અલબનીએ કરેલા ભારતદર્શન તથા એમણે આપેલાં વર્ણનને આધારે રચેલા | કિશારોપયોગી પુસ્તક પરદેશી પ્રવાસીની નજરે ભારત’(૧૯૭૧)ના કર્તા.
નિ.વો. ખપાલીવાલા હોશંગ બેજનજી: વાર્તાસંગ્રહ ‘ચલકતી ચડેલ (૧૯૪૩) ના કર્તા.
નિ.વો.
નિ.વા.
ખત્રી ઉમર અબુ: રાખાયત બાબરીઓ નાટક પંચાંકી' (૧૮૮૮)ના કર્તા.
નિ.. ખત્રી ઉસમાનભાઈ કરીમભાઈ : રહસ્યમયી નવલકથા કઠોર કચ્છી
ભા. ૧ ઉ ઊછળનું મડદુ' (૧૯૨૧) તથા નાયિકાના જીવનના આંતરબાહ્ય સંઘર્ષોનું અસરકારક રીતેં નિરૂપણ કરતી નવલકથા ‘લટકાળી લલિતા : પ્રેમની દેવી' (૧૯૨૪)ના કર્તા.
નિ.વો. ખત્રી જયંત હીરજી (૨૪-૯-૧૯૦૯, ૬-૬-૧૯૬૮): વાર્તાકાર. મુંદ્રા (કચ્છ)માં જન્મ. પ્રાથમિક શિક્ષણ ભૂજમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં. ૧૯૨૮માં મૅટ્રિક. ૧૯૩૫માં મુંબઈ નેશનલ મેડિકલ કૉલેજમાંથી એલ.સી.પી.એસ. થઈ પહેલાં ત્યાં ને પછી માંડવી (કચ્છ)માં દાકતરી વ્યવસાય. ભૂજમાં અને મુંબઈમાં શ્રમજીવીઓની વચ્ચેના વસવાટને કારણે તે વર્ગના જીવનની વિષમતાઓને પ્રત્યક્ષ અનુભવ થયો. બકુલેશાદિ મિત્રોની સાથે સામ્યવાદી વિચારસરણીના ઘનિષ્ઠ પ્રભાવ હેઠળ આવ્યા. નાવિક મંડળ, કચ્છ-માંડવી તથા માંડવી નગરપાલિકાના પ્રમુખ. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિકવિજેતા. કેન્સરથી માંડવીમાં ' અવસાન.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૮૫
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org