Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
કલાર્ક ફિલિપ સ્તાનિશ - ખખર વિનોદ
બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાને કાવ્યસંગ્રહ. એમાં ગુજરાતી તેમ જ હિદી-ઉર્દૂ-ફારસી રચનાઓને સમાવેશ છે. દલપતશૈલીથી આરંભ કરી સંસ્કૃત અને ખાસ તો ફારસી શૈલીને નવો ઉમેષ બતાવનાર આ કવિનું પ્રદાન વિશિષ્ટ છે. “સૌન્દર્યલહરી'ની પ્રેરણાથી સે શિખરિણીશ્લોકોમાં રચાયેલું 'કલાન્ત કવિ' પ્રિયા, કવિતા અને જગદંબા-ત્રણે પરત્વેની પ્રીતિને વ્યકત કરે છે. શકિત સંપ્રદાય અને સૂફીવાદના સમન્વયમાંથી જન્મેલી આ રચના એક બાજુ છાંદસમાધુર્ય અને શબ્દશકિતને પરિચય કરાવે છે તે બીજી બાજુ આકૃતિની અનવઘતા દર્શાવતી નથી. હરિપ્રેમપંચદશી'ની કેટલીક ગઝલમાં નામ પ્રમાણે કવિએ દરેકમાં પંદર કડી રાખી છે. ગઝલને મિજાજ અહીં પહેલીવાર ગુજરાતી ભાષામાં ઊતર્યો છે. રદીફ-કાફિયાનું ચુસ્ત બંધન નથી, તેમ છતાં દર્દ અને અજંપે પૂરાં ઊતર્યા છે. ‘જિગરને યાર', 'ગુજારે જે શિરે તારે ખૂબ જાણીતી રચનાઓ છે. બાલાશંકરની કવિતા ઇન્દ્રિયરાગિતા અને ચિત્રાત્મકતાને કારણે નોખી તરી આવે છે.
મણાર્ધ (૧૯૬૨) : ચુનીલાલ મડિયાને વાર્તાસંગ્રહ. એમાં કુલ છે તેવીસ વાર્તાઓ સંગ્રહાયેલી છે. ‘ડંખ’ અને ‘ચાંડિયો' જેવી
વાર્તાઓમાં સંવેદનપૂર્ણ ક્ષણાર્ધનું નિરૂપણ થયું છે. કેટલીક હળવી વાર્તાઓ પણ અહીં છે. વાર્તાઓમાં ગંભીરતા ઓછી અને જીવનસંવેદનની સીધી માર્મિકતા વધુ પ્રગટે છે. ભાષા સર્વત્ર સ્વાભાવિક અને પ્રવાહી છે.
ચં... ક્ષત્રી ગિરધરલાલ પંજાબી: નર્મદૌલીના કવિ. વતન સુરત.
છપ્પામાં લખાયેલ કાવ્ય ‘જારકર્મનાં ત્રાસદાયક પરિણામ” (૧૮૮૨) અને વિક્રમોર્વશીયમ્ નું કથાનક પદ્યમાં રજૂ કરતા ‘ગિરધર વિલાસ' (૧૮૭૧)ને કર્તા.
પા.માં. ક્ષિતિજને વાંસવન (૧૯૭૧): યશવંત ત્રિવેદીને કાવ્યસંગ્રહ, આધુનિકતાવાદી પરંપરામાં પોતાની વિશિષ્ટ શૈલીથી જુદા પડતા આ કવિની રચનાઓમાં વિલક્ષણ પદબંધ અને લયની સાથે વેદનાને એક સૂર ભળેલ જોવાય છે. ક્યારેક પશ્ચિમની સંસ્કૃતિનાં પ્રતીકો જુદું વાતાવરણ ઉપસાવવા મથે છે. અહીં છાંદસ, અછાંદસ અને ગીત જેવાં ઊમિકો ઉપરાંત ‘મારાં ફૂલેને બેટ લઈને અને “પારમિતા, પારમિતા' જેવાં દીર્ઘકાવ્યો પણ છે.
ચં.ટો.
કલાર્ક ફિલિપ સ્તાનિશ, ‘રાજભારતી' (૨૩-૧૨-૧૯૪૦): કવિ. જન્મ ખેડા જિલ્લાના સામરખામાં. આણંદની શારદા હાઈસ્કૂલમાંથી ૧૯૫૮ માં એસ.એસ.સી. અત્યારે ગવર્નમેન્ટ સેલ પ્રેસ, ગાંધીનગર સાથે સંલગ્ન.
‘નગર વસે છે' (૧૯૭૮) કાવ્યસંગ્રહ પછી એમણે ‘ટહુકી રહ્યું ગગન' (૧૯૮૨) કાવ્યસંગ્રહ આપ્યો છે. એમાં ગ્રામજીવન તરફને પક્ષપાત, નગરજીવનની અકળામણ અને કવચિત્ પ્રણામ રચનાના કેન્દ્રસ્થાને છે. ‘રમતાં રમતાં રાત પડી' (૧૯૮૩)માંની, બાળકોની ચિને સંતર્પે તેવી લયકારીવાળી બત્રીસ રચનાઓ એમાંના વિષયવૈવિધ્યની દૃષ્ટિએ નોંધપાત્ર છે.
કલાર્કસન વિલ્યમ : ‘કલાર્કસનનું વ્યાકરણ' (૧૮૪૭)ના કર્તા.
.ટી. કલાસિકલ એસ ઓફ ગુજરાત (મરણોત્તર પ્રકાશન, ૧૯૧૬): ‘ગુજરાતના પ્રશિષ્ટ કવિઓ તથા સમાજ અને નીતિરીતિ પર તેમની અસર’ - આ શીર્ષકથી મૂળ અંગ્રેજીનિબંધવિલ્સન કૉલેજના સાહિત્યમંડળ સમક્ષ ગોવર્ધનરામ ત્રિપાઠીએ ૧૮૯૪ માં વાં હતો. પ્રાપ્ય તત્કાલીન સામગ્રીને આધારે ધર્મચિંતન ને સમાજચિંતનની પીઠિકામાં મુખ્ય મધ્યકાલીન ગુજરાતી કવિઓની અહીં આલોચના કરવાને આ ઉપક્રમ પ્રાથમિક સ્વરૂપને છે અને તે હકીકત લેખકે પણ સ્વીકારી છે, તેમ છતાં નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, અખે અને દયારામનું એમણે કરેલાં સહૃદયતાપૂર્ણ મૂલ્યાંકન સહેજે મહત્ત્વનું બન્યું છે. શિક્ષણ-સંસ્કારનાં બીજા સાધનો ભાગ્યે જ કંઈ હતાં તે કાળે આ કવિઓએ પ્રજાની ચેતનાને કરમાતી અટકાવી તેનાં ધારણ-પોષણમાં જે ફાળો આપ્યો છે તેને ગોવર્ધનરામે અસાધારણ અને અવિસ્મરણીય કહ્યો છે.
ઉ.પં.
ખખર દલપતરામ પ્રાણજીવન (૧-૧૧-૧૮૩૫, ૧૪-૧૧-૧૯૦૨):
જીવનચરિત્રકાર, અનુવાદક. દીવમાં જન્મ. દમણ તથા મુંબઈમાં અભ્યાસ. ઍલિફન્સ્ટન ઇન્સ્ટિટ્યુટમાં શિક્ષક તથા કચ્છના કેળવણી ખાતામાં શિક્ષણાધિકારી. મુંબઈની બુદ્ધિવર્ધક સભાના મંત્રી તથા બુદ્ધિવર્ધક' સામયિકના તંત્રી. ફિરંગી ભાષાના જ્ઞાતા.
એમની પાસેથી ‘શેઠ હરજીવનદાસ માધવદાસનું જીવનચરિત્ર' તથા ‘શાકુંતલ' (૧૮૬૪)ને સમશ્લોકી અનુવાદ ઉપરાંત કચ્છની ભૂગોળવિદ્યા’, ‘કચ્છની આર્કીઓલોજી વગેરે પુસ્તકે મળ્યાં છે.
નિ.. ખખ્ખર બંસીલાલ: જૂની અને નવી પેઢી વરચે પરંપરાગત રૂઢિઓ
અંગેના ચાલતા સંઘર્ષને નિરૂપતી નવલકથા 'રેતીનાં ચણતર” (૧૯૫૫)ના કર્તા.
નિ.. ખખ્ખર મગનલાલ દલપતરામ (૧૧-૧૧-૧૮૭૦,-) :ચરિત્રલેખક, પ્રવાસકથાલેખક. વતન રાજકોટ. ૧૮૮૮માં મૅટ્રિક. કાયદાનો અભ્યાસ. અનેક કંપનીઓનું ડિરેકટરપદ. ‘જગડુચરિત્ર' (૧૮૯૬), “તીર્થયાત્રાવર્ણન' (૧૯૨૧), ‘કોટડીને ભાણ' (૧૯૩૦) તથા સુંદર સેદાગર’ પુસ્તકો એમણે આપ્યાં છે.
નિ.. પ્રખર વિદ: “ખેલાડીની ભૂલ' (૧૯૬૬), “ખૂની શેતરંજ (૧૯૬૬) વગેરે જાસૂસીકથાઓના કર્તા.
નિવા,
A: જુઓ, મુનશી કનૈયાલાલ માણેકલાલ.
૮૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Intemalional
For Personal & Private Use Only
www.jainelibrary.org