Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ખાટસુરિયા હિંમત મૂળજી-ખિલનાણી મનહરદાસ કૌરોમલ
ન
ખાટરિયા હિંમત મૂળજીભાઈ (૧૮-૧-૧૯૩૩): કવિ. જન્મ વરતેજ (ભાવનગર)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે વરતેજ અને ભાવનગરમાં. ૧૯૫૭માં અર્થશાસ્ત્ર વિષય સાથે ભાવનગરની શામળદાસ કોલેજમાંથી સ્નાતક. ૧૯૬૭માં બી.એડ, ૧૯૫૫ થી ૧૯૫૭ પંચાયત-મંત્રી. ૧૯૫૭-૫૮માં ખડસલી લોકશાળામાં અને ૧૯૬૫-૬૬ માં ઘરશાળા બુનિયાદી અધ્યાપન મંદિરમાં શિક્ષક. ૧૯૬૭થી લેઉઆ પાટીદાર વિદ્યાલય, ભાવનગરમાં શિક્ષક અને પછી આચાર્ય.
એમને પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઈજન” (૧૯૬૬) પ્રણય અને દલિતપીડિત-સમભાવને નિરૂપે છે. એમના ગઝલસંગ્રહ “ઝંઝા (૧૯૭૮), ‘અભિયાન' (૧૯૭૯), અછાંદસ કાવ્યોને સંગ્રહ ‘રકતકણ' (૧૯૮૧) અને ગીતસંગ્રહ “કાલગીત' (૧૯૮૧) દલિતપીડિતના આક્રોશને તેમ જ સામાજિક અન્યાયને વ્યકત કરે છે. એમને વાર્તાસંગ્રહ “દિશાંતર' (૧૯૭૮) સામાન્યજનની રોજિંદી સમસ્યા-પીડાને વાચા આપે છે. એમણે ભગતસિંહ જીવનકથા (૧૯૬૭), કાંતિપ્રશ્ન' (૧૯૬૮) અને રમેશ ઉપાધ્યાયની હિંદી વિાર્તાને અનુવાદ કામધેનુ' (૧૯૮૨) જેવાં પુસ્તકો પણ આપ્યાં છે.
બા.મ. ખાનમામદ ફેબ્લાભાઈ : “ચાનક આપનારી વાર્તા' (૧૮૮૬)ના કતાં.
- નિ.. ખાનસાહેબ અકબરઅલી: “મહક્કક' (૧૯૩૩) ના કર્તા.
ખાનાણી ઉમર અબ્દુરરેહમાન (૧૦-૪-૧૯૩૪): ચરિત્રલેખક. જન્મ બાંટવા (સૌરાષ્ટ્ર)માં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ૧૯૫૨ થી અદ્યપર્યન્ત ‘માર્કેટબુલેટિનના પ્રકાશક. અરફાત પ્રિન્ટિંગ પ્રેસ, કરાંચીના ભાગીદાર. કરાંચીવાસી.
“મારી મુલાકાત’–ભા. ૧-૨ (૧૯૬૭, ૧૯૮૫) એમનું ચરિત્રસાહિત્ય છે.
ચંટો. ખારાવાલા સૈફુદ્દીન, સૈફ પાલનપુરી' (૩૦-૮-૧૯૨૩, ૭-૫-૧૯૮૦): કવિ, નવલકથાકાર. વતન પાલનપુર. મુશાયરાના કુશળ સંચાલક,
‘ઝરૂખો' (૧૯૬૫) એમના કાવ્યસંગ્રહ છે. એમાં નઝમની સંખ્યા મોટી છે, છતાં ગઝલો વધુ આસ્વાદ્ય છે. પ્રણયને ભાવ મુખ્યત્વે વ્યકત થયા કર્યો છે. આ ઉપરાંત ‘ઝરણું' (૧૯૬૬), ‘સૂને મિજાજ(૧૯૬૬), “હિલ સ્ટેશન' (૧૯૬૬) વગેરે એમની નવલકથાઓ છે.
ચં.ટી. ખાંડવાલા અંજલિ પ્રદીપભાઈ (૨૧-૯-૧૯૪૦): વાર્તાકાર. જન્મ
મુંબઈમાં. ૧૯૫૬ માં મૅટ્રિક. ૧૯૬૦માં ફિલસૂફી અને મનેવિજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૬૩માં એ જ વિષયોમાં એમ.એ, ૧૯૭૦-૭૫ મલિની ઑનિયર કોલેજમાં પ્રાધ્યાપક. ૧૯૭૫ માં ફરી અમદાવાદમાં. એમણે ક્રિાના ઘરાનાની શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવેલી છે અને દક્ષિણ ગુજરાતનાં લોકગીતોના સંચયની પ્રવૃત્તિ કરેલી છે.
એમને કિશોરકથાઓને સંચય “લીલો છોકરો' (૧૯૮૬) કિશારો અને માબાપ બંને માટે છે. આ કેવળ બોધકથાઓ નથી, એમાં વાર્તારસ જમાવવાનો પ્રયત્ન અને વાર્તા કલાત્મક બને એ માટેની મથામણ જોઈ શકાય છે. “આંખની ઇમારત' (૧૯૮૮) એમનો વાર્તાસંગ્રહ છે, જેમાં ઇન્દુલાલ ગાયબ' જેવી વાર્તાઓમાં એમની પ્રતિભા પ્રગટતી જોઈ શકાય છે.
ર.ટી. ખાંતિશ્રીજી (સાધ્વીજી મહારાજ) (૧૯૦૨): કથાલેખક. જન્મ કરછના નાગલપુર ગામમાં. ૧૯૧૮માં દીક્ષા. એમના પુસ્તક ‘સાંત્યાનંદ ગુણમંજરી' (. આ. ૧૯૬૭)માં મહાસતી ગુણમંજરીની સદાચારપ્રેરક કથા છે અને પુસ્તકના અંત ભાગમાં
જ્યોતિષશાસ્ત્રના કેટલાક સિદ્ધાંત આપ્યા છે. સાંત્યાનંદ ક્ષમાદેવી તથા વિદ્ય લતા સતીચરિત્ર', ‘સાધ્વી વ્યાખ્યાનનિર્ણય', ક્ષાંત્યાનંદ રત્નમંજૂષા', 'સુવ્રતસરિતા’, ‘ગફુલીસંગ્રહ’ વગેરે એમનાં અન્ય પુસ્તકો છે.
નિ.વા. ખિલનાણી મનહરદાસ કરમલ (૧૪-૧૨-૧૮૯૭): વિવેચક.
જન્મ સિંધના નવાબશાહ જિલ્લાના ભીરીઆ ગામમાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. પંજાબની ઍગ્રિકલ્ચરલ કોલેજ તથા બિહારની ખેતીવાડીની સંસ્થામાં ખેતીની તાલીમ. સિંધ, મુંબઈ
અને દિલ્હીમાં અનેક સામાજિક, શૈક્ષણિક અને ખેતીવિષયક સંસ્થાઓમાં સક્રિય કાર્યકર તથા દિલ્હીની જનતા કોલેજમાં કૃષિવિદ્યાના પ્રાધ્યાપક.
ખાનસાહેબ આત્મારામ નાનાભાઈ: પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેનું વ્યાકરણ ‘આપણી ભાષા': ભા. ૨ (૧૯૪૯)ના કર્તા.
ખાનસાહેબ ઈશ્વરલાલ પ્રાણલાલ (૨૬-૧૧-૧૮૬૯, ૨૯-૩-૧૯૩૬): વ્યાકરણી, જીવનચરિત્રલેખક. જન્મ અને પ્રાથમિક શિક્ષણ સુરતમાં. ૧૮૮૬માં મૅટ્રિક. ફારસી વિષય સાથે ૧૮૮૯માં ઍલ્ફિન્સ્ટન કોલેજમાંથી બી.એ. ૧૮૯૪ માં સુરતમાં શિક્ષક અને હેડમાસ્તર, ૧૯૩૧ માં નિવૃત્ત.
એમણે ચન્દ્રહાસ' (૧૯૩૭) નામની પુસ્તિકા ઉપરાંત સાહિત્યરત્ન'(અન્ય સાથે, ૧૯૦૮)નામે ગદ્યપદ્ય-કૃતિઓનું પાઠય સંપાદન અને અંગ્રેજીમાં ‘
હિટ્સ ટૂ ધ સ્ટડી ઑવ ગુજરાતી' (અન્ય સાથે, ૧૯૦૪) નામે વ્યાકરણનું પુસ્તક આપ્યાં છે.
૨.૨,દ. ખાનસાહેબ ચન્દ્રવદન ઈશ્વરલાલ: બાળકોને બે બોલ' (૧૯૧૬) તથા નવલકથા “સુવાસિની સરલા” અને ચરિત્રાત્મક પુસ્તક ‘આદર્શ ગૃહિણીઓ' (૧૯૪૫)ના કર્તા.
નિ.. ખાનસાહેબ નૌશીરવાનજી મેહરવાનજી : નાટક ‘ગોપીચંદ (૧૯૯૧) -ના કર્તા.
નિ.વે.
૮૮: ગુજરાતી સાહિત્યશ- ૨
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org