Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
કેળવણીના પાયા-કોઠારી અજય ચીમનલાલ
કોક્ષિાના પ્રેમ અને દૃઢ મનોબળને કારણે તેમના લગ્નજીવનને આંચ આવતી નથી-એવું કથાનક આસ્વાદ્ય છે.
દી.મ. કોટક રમેશ: ‘મહાભારત' તથા અન્ય પૌરાણિક સંદર્ભોના વિનિયોગ
દ્વારા આધુનિક જીવનની વિટંબણાઓને યાયાવરને અનુષંગે નિરૂપતી અને મહદંશે અસ્તિત્વવાદી વિચારધારાનું સમર્થન કરતી નવલકથા “યાયાવર' (૧૯૭૦)ના કર્તા.
‘શાંતિનો માર્ગ' (૧૯૨૪), ‘મલયસુંદરી’, ‘યોગશાસ્ત્ર’ અને ‘રાજકુમારી સુદર્શનના કર્તા.
ક.છ. કેળવણીના પાયા (૧૯૨૫): કિશોરલાલ મશરૂવાળાના કેળવણી વિષયક છૂટક નિબંધોને પ્રથમ સંગ્રહ. તેની બીજી સુધારેલીવધારેલી આવૃત્તિ ૧૯૩૪માં તથા ત્રીજી સુધારેલી આવૃત્તિ ૧૯૩૯ માં પ્રગટ થઈ છે.
મશરૂવાળાની કેળવણી સંબંધી રજૂઆતમાં નિષ્ઠા અને મૌલિકતા બને છે. એ નિષ્ઠાએ એમને હંમેશાં આદરપાત્ર અને મૌલિકતાની અતિશયતાએ કયારેક વિવાદાસ્પદ બનાવ્યા છે. પ્રાથમિક એટલે કે પ્રારંભકાલીન શિક્ષણને મશરૂવાળા, યોગ્ય રીતે, પાયાનું મહત્વ અને ગૌરવ બક્ષે છે. એ પાયા સમુચિત વિચાર-વિવેકપૂર્વક યોજાયેલા અને સુદૃઢ હાવા જરૂરી છે; તે જ એના પરનું ચણતર ટક અને શોભે. કેળવણી સંબંધી વિચારોમાં અને કેળવણીના બેયની બાબતમાં શિક્ષકની પોતાની દૃષ્ટિની સ્પષ્ટતા કેવી અને કેટલી હોવી જોઈએ તે એમણે આ નિબંધોમાં દર્શાવ્યું છે. સાહિત્ય, સંગીત અને કળાના શિક્ષણની ઉપકારકતા અંગેનાં એમનાં મંતવ્યોની સામે તેમ જ ઇતિહાસના શિક્ષણ અંગેની એમની દૃષ્ટિ સામે સકારણ ઊહાપોહ થયા હતા અને જીવનમાં આનંદને થાન' જેવા નિબંધમાંની એમની વિચારધારા સાથે સહમત થઈ શકાય તેમ નથી, તાપાણ એમની તર્કશુદ્ધ વિચારણા અને સર્વજનહિતકલક્ષિતા માન ઉપજાવે તેવાં છે.
નિબંધમાંની ચર્ચા-વિચારણા ગંભીર હોવા છતાં તેમાંની ભાષારૌલી પ્રમાણમાં ઘણી સરલ અને પ્રવાહી છે.
કાં. . કૈવલ્ય: જુઓ, શાહ વાડીલાલ મોતીલાલ. કૈવલ્યાનંદ : “નિત્યાનંદસ્તોત્ર' (૧૯૫૫) ના કતાં.
પા.માં. કોઈને કંઈ પૂછવું છે?: કોસના સંદર્ભ પર પ્રતીકાત્મક બનનું હસમુખ પાઠકનું જાણીતું કાવ્ય.
ચ.ટા. કોઈને લાડકવાયો : મિરાસ લાકોસ્ટના ‘સમબડીઝ ડાર્લિંગ' પરથી રચાયેલું છતાં નિજી સ્વતંત્ર રચનાસિદ્ધિ દાખવનું ઝવેરચંદ મેઘાણીનું પ્રસિદ્ધ કથાગીત.
ચં.ટો. કાઈ પણ: જુઓ, વલીઆણી એચ. ઈ. કોકિલ: જુઓ, મહમ્મદ ઉમર. કોકિલા (૧૯૨૮): પ્રસન્નમધુર દાંપત્યજીવનનું આલેખન કરતી રમણલાલ વ. દેસાઈની નવલકથા. પરસ્પર પૂર્ણ વિશ્વાસ ધરાવનારાં પતિપત્ની જગદીશ અને કોકિલા ઉપરાંત પ્રૌઢ વયને મકાન- માલિક લાલજી શેઠ તથા તેની યુવાન પત્ની વિયા આ કથાનાં મુખ્ય પાત્રો છે. કથામાં લાલજીની કોકિલા પ્રત્યેની અને વિજયાની જગદીશ પ્રત્યેની આસકિતના પ્રસંગે નિરૂપાયા છે; પણ જગદીશ
કોટક વજ લખમશી, ‘ગગનદૂત', ‘તેજછાયા' (૩૦-૧-૧૯૧૫, ૨૯-૧૧-૧૯૫૯): પત્રકાર, નવલકથાકાર. જન્મસ્થળ રાજકોટ. એફ.વાય. આર્ટ્સ સુધી અભ્યાસ. ૧૯૨૬માં રાજકોટમાં ‘જયસૌરાષ્ટ્ર'ના લેખક તરીકે પત્રકારત્વને પ્રારંભ. ૧૯૩૭માં અમદાવાદ. ૧૯૩૯ માં મુંબઈ. ૧૯૪૬ માં 'ચિત્રપટ'ના લેખક, પત્રકાર, તંત્રી. ૧૯૫૦માં ‘ચિત્રલેખા' સામયિકને આરંભ. ૧૯૫૩ થી બીજ' અને અંગ્રેજી માસિક ‘લાઈટ'નું સંપાદન અને ફિલ્મ માસિક ‘જી'નું પ્રકાશન. મુંબઈમાં અવસાન.
એમણે પત્રકારત્વ ઉપરાંત તેની આડપેદાશરૂપ હમાવાર છપાતી નવલકથાઓ લખી છે. બહોળા વાચકવર્ગને આકર્ષતી, કથાવસ્તુને અખબારી શૈલીએ નિરૂપતી એમની નવલકથાઓમાં ‘જુવાન હૈયાં' (૧૯૪૯), 'રમકડા વહુ' (૧૯૪૯), 'ઘરની શોભા' (૧૯૫૩), ‘ચુંદડીને ચેખા' (૧૯૫૪), ‘આંસુનાં તોરણ' (૧૯૬૦), ‘આંસુની આતશબાજી' (૧૯૬૨), ‘હા કે ના': ભા. ૧-૨ (૧૯૬૨), “માનવતાને મહેરામણ’ (૧૯૬૮), 'ડો. રોશનલાલ' (૧૯૭૨) વગેરેને સમાવેશ થાય છે. લોહાણા હિતેચ્છના ૩૬ માં વર્ષનું ભેટપુસ્તક ‘ગલગોટા' (૧૯૫૦) તથા તેનું સંવધિત રૂપ 'કાદવના થાપા' (૧૯૬૬) એ એમના વાર્તાસંગ્રહો છે. વિવિધ સામયિકોમાં નિયત પાત્ર લઈને લખેલી હાસ્યકટારના સંગ્રહો બુદ્ધિના બ્રહ્મચારી' (૧૯૪૮), ‘શહેરમાં ફરતાં ફરતાં(૧૯૭૧), ‘ધાડ અને પાંડુ' (૧૯૭૨) તથા સ્મરણરૂપે લખાયેલ “બાળપણનાં વાનરવેડા' (૧૯૬૯) તેમ જ પ્રભાતનાં પુષ્પ' (૧૯૬૬), ‘ચંદરવો' (૧૯૭૫) તથા પુરાણ અને વિજ્ઞાન' (૧૯૭૬) ઇત્યાદિ અખબારી ચિંતનનાં પુસ્તકો પણ લખ્યાં છે. આ ઉપરાંત એમણે ઈસા ડોરા ડંકનના જીવનચરિત્રને ‘રૂપરાણી(૧૯૪૧) નામે અનુવાદ પણ કર્યો છે.
૨.ર.દ. કોટક સુરેશચંદ્ર શામજીભાઈ, “આશિત હૈદરાબાદી’, ‘કે. દયાલ (૨૫૩-૧૯૩૭): કવિ. જન્મ હૈદરાબાદ (સિંધ, પાકિસ્તાન)માં. ૧૯૫૫માં મૅટ્રિક. ઉદ્યોગ સેવા સંસ્થાન, મુંબઈમાં અધીક્ષક.
એમણે ‘આવેગ' (૧૯૭૦) નામને ગઝલસંગ્રહ અને ‘ગઝલની આસપાસ' (અન્ય સાથે, ૧૯૮૩) નામને ગઝલ-આસ્વાદોને સંગ્રહ આપેલા છે.
કોઠારી અજય ચીમનલાલ (૨-૧૦-૧૯૩૮): નાટકકાર. જન્મ મુંબઈમાં. એમ.બી.બી.એસ., ડી.ઓ., આર.એલ.એમ.એરા. ભાટિયા હૉસ્પિટલ, મુંબઈમાં ડૉકટર. ‘બેહ્યું-ચાલ્યું માફ કરજો' (૧૯૭૯) અને કાચો કાચ પાકો માંજો'
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org