Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
કાંટાવાળા મેહનલાલ હ.-કિકાણી મણિશંકર જટાશંકર
જીવનનાં વિલક્ષણ ચિત્ર વાર્તારૂપે, આકર્ષક શૈલીમાં આલેખાયાં છે. પ્રેમાનંદનાં નાટકો ?' (૧૯૨૮) એ પુસ્તક, હરગોવિંદદાસ કાંટાવાળાએ પ્રકાશિત કરેલાં પ્રેમાનંદનાં નાટકો વિશે નરસિંહરાવે ઊભા કરેલા જબરા વિવાદના પ્રત્યુત્તર રૂપે લખાયેલા લેખનું જ ગ્રંથરૂપ છે. એમાં એમણે પ્રેમાનંદનાં નાટકોના પો શકય એટલી મહિતી દલીલો વડે બચાવનામું રજૂ કર્યું છે.
‘સાહિત્ય' માસિકમાં એમણે ગ્રંથ-અવલોકનની પરંપરા ઊભી કરી અને ચર્ચાપત્રની પ્રણાલિકા પાડી. જૂના ગુજરાતી કવિઓની કૃતિઓનું ‘સાહિત્યમાં પ્રકાશને થતું એ પણ એમને જ કારણે. એમનાં અવલોકનોમાં સાહિત્યિક સમજણ, રસિકતા અને સ્પષ્ટ વકતવ્ય જોવા મળે છે. એમની તંત્રીને આકર્ષક ગણાતી. તેઓ કયારેક બુદ્ધિપ્રકાશ'માં પણ લખતા. એમના અગ્રંથસ્થ છૂટક લખાણાની સંખ્યા ઘણી થવા જાય છે. એમનું ગદ્ય સાદુંસીધું, રાળ, અર્થવાહક અને લોકભાગ્ય છે.
બા.મ. કાંટાવાળા મેહનલાલ હ. : નવલકથા “સંસારમાં કંસારના કર્તા.
ક.બ્ર. કાંટાવાળા માંઘી : “આતમના ભણકાર (બી. આ. ૧૯૫૬) કાવ્યસંગ્રહનાં કર્તા.
કાંટાવાળા સાજ સુરેન્દ્ર: દાહરાશૈલીમાં લખાયેલાં ભકિતપદ્યાનું પુસ્તક “ભાવાંજલિ' (૧૯૬૩)નાં કર્તા.
‘ટચુકડી સે વા': ભા. ૧ થી ૫ (૧૯૨૧, ૧૯૨૩, ૧૯૨૩, ૧૯૨૪, ૧૯૨૫)માં એમણે દાદીમાને મુખે સાંભળેલી બધપ્રધાન, રમૂજી અને ચતુરાઈભરી બાળવાર્તાઓ સાદી શૈલીમાં આપી છે અને તત્કાલીન સમયમાં ઉપયોગી બાળસાહિત્યની કૃતિઓ તરીકે એનું મહત્ત્વ ઘણું છે. દેશી કારીગરીને ઉત્તેજન: ભા. ૧-૨ (૧૮૭૭)માં એમણે સ્વદેશી, લોકભાગ્ય, આર્થિક દૃષ્ટિએ દેશી હુન્નર-ઉદ્યોગની સ્થિતિ વર્ણવી એના ઉત્તેજનમાં
સ્વદેશી હિતને જોયું છે. કેળવણીનું શસ્ત્ર અને તેની કળા: ભા. ૧-૨ ભારતીય અને પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિના ક્રમિક વિકાસને નિરૂપતા અને તત્કાલીન શિક્ષણની ઊણપને દૂર કરવાનું સૂચવતે અભ્યાસપૂર્ણ ગ્રંથ છે.
એ વિશેષ જાણીતા છે‘પ્રાચીન કાવ્યમાળાના સંપાદક તરીકે આ શ્રેણીનાં ૩૫ પુસ્તકો દ્વારા ગુજરાતી ભાષાના જૂના કવિઓની કૃતિઓને હસ્તપ્રતોને આધારે પ્રકાશમાં લાવવાનું પ્રશસ્ય કાર્ય એમણે કર્યું છે. આ પ્રકાશનકોણી પ્રેમાનંદનાં કહેવાતાં નાટકો અને વલ્લભનાં કહેવાતાં આખ્યાનનું નિમિત્ત બની હતી અને વિવાદો ઊભા થયા હતા.
સંસ્કૃત અને અંગ્રેજી ગ્રંથની સહાયથી લખાયેલું સંસારસુધારો' (૧૯૨૧) તત્કાલીન રૂઢિઓ અને વહેમ વિરુદ્ધ સુધારાનું નિરૂપણ કરે છે. નીતિ અને લૌકિક ધર્મ વિશે પ્રશ્નોત્તરી' (૧૮૭૯). એ પુસ્તક નીતિ, ધર્મ અને વ્યવહાર-વિવેક પ્રબોધતું, અંગ્રેજી ગ્રંથનું ભાષાન્તર છે. આ ઉપરાંત, કેળવણીકાર તરીકે એમણે ગણિત, ભૂગોળ, નામું, વ્યાકરણ ઇત્યાદિ વિષયો પર સંપૂર્ણ પાયપુસ્તકો તૈયાર કરેલાં છે.
કે, બા.મ કાંટિયા અરવિદ : ‘ભૂતના ભદ' (૧૯૭૫)ના કત.
ક.બ. કિકાણી મણિશંકર જટાશંકર (૨૨-૧૦-૧૮૨૨, ૧૦-૧૧-૧૮૮૪) : નિબંધકાર. જન્મ જૂનાગઢમાં. એકાદ-બે વર્ષ ગામઠી નિશાળમાં ભાષાજ્ઞાન લીધા પછી ૧૮૩૭ સુધી મજમુદારીની તાલીમ લીધી. ત્યારબાદ કાઠિયાવાડ એજન્સીમાં દાખલ થયા. ૧૮૪૦થી ૧૮૭૪ દરમિયાન એજન્સીમાં કોષાધ્યક્ષના હોદ્દા સુધી પહોંચીને એ પદેથી નિવૃત્ત. સૌરાષ્ટ્રના પહેલા સંરક્ષક સુધારાવાદી. ૧૮૫૪માં જૂનાગઢમાં ‘સુપથપ્રવર્તક મંડળી'ની સ્થાપના કરેલી. ૧૮૬૪માં જૂનાગઢમાં ‘જ્ઞાન ગ્રાહક સભા સ્થાપી એના તરફથી સૌરાષ્ટ્ર દર્પણ” માસિક પ્રગટ કરેલું.
એમના નામે ગદ્યપદ્યાત્મક લેખસંગ્રહ “ધર્મમાળા' (૧૮૭૧) અને નિબંધ ‘સૂતકનિાય' (૧૮૭૦) છે. વળી, ગાયનાવલિ', “કાયિક વાચિક માનસિક પૂજા', “છોટીબહેનની પાઠાવલિ: ભા. ૧-૨', બાળકોને નિત્યપાઠ જેવાં પુસ્તકો પણ એમણે આપ્યાં છે. ‘મણિશંકરના લેખોનો સંગ્રહ એ એમના લેખોનું ચમનરાય શિવશંકર વૈષ્ણવે કરેલું સંપાદન છે. 'કાઠિયાવાડી શબ્દોને સંગ્રહ' પાણ એમણે પ્રગટ કરે છે.
..
કાંટાવાળા હરગોવિંદદાસ દ્રારકાદાસ (૧૬-૩-૧૮૮૪,૩૧-૩-૧૯૩૮): કવિ, લેખક, વતન ઉમરેઠ. ૧૮૬૪ માં મૅટ્રિક થઈ રાજકોટની ટેનિગ કેલેજના આચાર્ય. ત્યાં ‘વિજ્ઞાન વિલાસ' સામયિક ચલાવ્યું. ૧૮૭૫-૭૬ માં વડોદરા રાજયના કેળવણીખાતામાં જોડાયા
અને ત્યાં ઘણાં વર્ષો કામ કરી રાજયના મિલિટરી સેક્રેટરી તરીકે નિમાયા. ૧૯૦૩ માં રાવબહાદુરના ઇલ્કાબ મળ્યો. ૧૯૦૫ માં લુણાવાડાના દીવાનનું કાર્ય સંભાળ્યું. ૧૯૨૦માં છઠ્ઠી ગુજરાતી રાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા. 'પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક' અને ‘સાહિત્યના તંત્રી. ‘પ્રાચીન કાવ્યમાળા'ના સંપાદક. એમની સાહિત્યસેવાની કદરરૂપે ગાયકવાડ સરકારે એમને ‘સાહિત્યમાડી સુવર્ણચંદ્રકથી નવાજેલા. વડોદરામાં મૃત્યુ.
‘ગુજરાત શાળાપત્ર’ માં વિદ્યાર્થી-અવસ્થા દરમિયાન લખવા માંડવી ત્યારથી હરગોવિંદદાસની લેખનપ્રવૃતિનો આરંભ થયો. ‘પાણીપત અથવા કુક્ષેત્ર' (૧૮૬૪) એમનું દેશપ્રેમ અને વીરરસથી યુકત કાવ્ય છે. એમાં યુદ્ધવર્ણને સારાં છે અને કવિની સુધારક, સ્વદેશી વૃત્તિ એમાં જોવા મળે છે. વિશ્વની વિચિત્રતા? (૧૯૧૩) એ એમને, તત્કાલીન ધર્મભેદ, જ્ઞાતિભેદ, બાળલગ્નપ્રથા, ન્યાયતંત્ર ઇત્યાદિ વિશેનાં કટાક્ષાત્મક કાવ્યને સંચય છે. અંધેરી નગરીને ગર્ધવસેન' (૧૮૮૧) રજવાડી પ્રથાને તાકતી કટાક્ષસભર વાર્તા છે. ‘બે બહેનો' (૧૮૯૧) હિન્દુ કુટુંબ જીવનને વ્યકત કરતી, રમૂજી શૈલીમાં લખાયેલી બોધપ્રધાન અને શિથિલ સામાજિક વાર્તા છે. રાણી રૂપમતી’ રોમાન્સ કથા છે.
ચંટો.
ગુજરાતી સાહિત્યકેશ -૨ : ૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org