Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
કાપડિયા સુમન એન. –કાબા એદલજી ધનજી
‘હાઉ ટૂ વિન ધ ફ્રેઝ એન્ડ ઇન્ફલ્યુઅંસ પીપલ', રવીન્દ્રનાથ- કૃત ‘ગેરા’, સીડની હેપ્લરકૃત ‘લેડી ઓવ ધ નાઇટ’ના અનુક્રમે ‘જિન્દગી જીવવાની જડીબુટ્ટી’, ‘ગોરા’ અને ‘રાતની રાણી નામે ગુજરાતી અનુવાદ તથા “પેલે પાર’ અને ‘ગુન્હેગાર’ જેવા નાટવાનુવાદ પણ આપ્યા છે.
કાપડી મેહનદાસ ધર્મદાસ (૧૫-૧-૧૯૧૫): જન્મ મનફરા (કચ્છ)માં. ૧૯૩૮ માં મૅટ્રિક. પ્રાથમિક શિક્ષક. કચ્છી ભાષાના પ્રભુત્વવાળી કૃતિ “મેકણદાદા’ એમના નામે છે.
કાપડિયા સુમન એન.: વિવિધ રાગ-રાગિણી અને ઢાળામાં તુલસીદાસની જીવનકથા વર્ણવતું ‘ભકતકવિ તુલસીદાસ આખ્યાન (૧૯૫૫) અને ગેય ઢાળોમાં રચાયેલા ગરબાઓને સંગ્રહસુમન ગરબાવલિ' (ત્રી. આ. ૧૯૫૫)ના કર્તા.
નિ.. કાપડિયા સુંદરલાલ અંબાલાલ, નલિન’: ‘મહાકાવ્યોની કથા અને ગુજરાતનો ઇતિહાસ’ (અન્ય સાથે, ૧૯૫૬)ના કર્તા.
કાપડિયા હીરાલાલ રસિકલાલ, ‘નવકોણ’, ‘નિર્વ', ‘શ્રમણ (૨૮-૭-૧૮૯૪,-): સંપાદક. જન્મ વતન સુરતમાં. પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણ સુરતમાં. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. ૧૯૧૮માં એમ.એ. થઈ વિલ્સન કોલેજમાં ગણિતના અધ્યાપક. ૧૯૩૧-૩૩ દરમિયાન પૂનાના ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટયુટમાં જૈન હસ્તપ્રતની યાદી તૈયાર કરી. એમના પ્રિય વિષયો હતા ગણિત, તત્ત્વજ્ઞાન અને પુરાતત્ત્વસંશોધન. એમના પર જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિને ગાઢ પ્રભાવ હતો. ૧૯૨૫ થી લેખનવાચનને જ મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકારેલ.
ત્રણ ભાગમાં વહેંચાયેલે એમને ‘શ્રીહરિભદ્રસૂરિ' (૧૯૬૩) એ લગભગ ૧૨મી સદી પહેલાં થયેલા જૈનમુનિના જીવનકવનની શ્રદ્ધય માહિતી આપતો મૂલ્યવાન ગ્રંથ છે, તો મધ્યકાળમાં થયેલા વિનયવિજ્યજી ગણિવરના જીવનકવનની માહિતી એમના ‘વિનયસૌરભ'માં સંગ્રહિત થઈ છે. “જ્ઞાનપુત્ર શ્રમણ ભગવાન મહાવીર’ એમણે ભિન્નભિન્ન સમયે લખેલા લેખે તથા આપેલાં ભાષણોનો સંગ્રહ છે અને એમાં જૈન તત્ત્વજ્ઞાનની પરિભાષાનો બહોળો ઉપયોગ થયેલો છે. એમનું પુસ્તક “પતંગપુરાણ અથવા કનકવાની કથની’ એ હુન્નરઉદ્યોગ તથા રમતના ઇતિહાસ રૂપે વિગતવાર માહિતી આપે છે. હરિયાળી-સંચય” એ આગમોના અધ્યયનને એમણે આપેલે પદ્યાત્મક અનુવાદ છે. આ ઉપરાંત સંખ્યાબંધ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથેનાં સંપાદન પણ એમણે કર્યો છે.
શ્રત્રિ. કાપડી બાલકદાસ જીવનદાસ, ‘આનંદભિખું' (૧૪-૩-૧૯૪૨):
ચરિત્રકાર, બાળસાહિત્યકાર. જન્મ બીલખામાં. પ્રથમ વર્ષ વિનયન સુધીનો અભ્યાસ. વૈદક.
એમણે “શ્રી રામમનોહર લોહિયા' (૧૯૭૯) ચરિત્રગ્રંથ ઉપરાંત ગીરની શૌર્યકથાઓ અને બીજી વાર્તાઓ' (૧૯૭૦), શિકારકથાઓ- ભાગ ૧થી ૪' (૧૯૮૦), “ગીરના સિંહ' (૧૯૭૫) અને ‘આપણું ભેજન' (૧૯૭૮) વગેરે પુસ્તકો આપ્યાં છે.
ચં.ટો.
કાબરાજી કેખુશરૂ નવરોજજી (૨૧-૮-૧૮૯૨, ૨૫-૪-૧૯૦૮) : નવલકથાકાર, નાટ્યકાર. જન્મ મુંબઈમાં. ૧૮૬૭ માં નાટકની દુનિયામાં ઝંપલાવેલું અને ‘વિકટોરિયા નાટક મંડળીની સ્થાપના કરેલી. આરંભમાં ‘ચિત્રજ્ઞાનદર્પણ’, ‘બાગે નસીહત’ જેવાં પત્રો સાથે સંલગ્ન, પછી ‘પારસીમિત્ર'ના તંત્રી. ૧૯૬૭થી ચાલીસ વર્ષ સુધી ‘રાસ્ત ગોફતાર'ના તંત્રી. ‘સ્ત્રીબોધ' માસિકના સંપાદક.
પારસી નાટકનું ઘડતર અને રંગભૂમિનું સંસ્કરણ કરનાર આ લેખકે પારસી સાહિત્યમાં નવો યુગ શરૂ કરેલ અને કલાત્મકતાનાં પહેલીવાર એંધાણ આપેલાં. મુખ્યત્વે એમની કૃતિઓ અંગ્રેજી પરથી સૂચિત હોવા છતાં મૌલિકતાની છાપ ઉપસાવે છે. ‘બેજન મનીજેહ' (૧૮૬૯), ‘સૂડી વચ્ચે સેપારી' (૧૮૭૮), ‘હરિશ્ચન્દ્ર (૧૮૭૬), ‘લવકુશ' (૧૮૭૯), ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ (૧૮૭૯) જેવાં નાટકો અને ‘દુખિયારી બચુ” (૧૮૮૭), ‘ગુલી ગરીબ' (૧૮૯૦), ‘વેચાયેલે વર’ (૧૮૯૨), હોશંગબાગ' (૧૮૯૮), ‘દીની ડાહી' (૧૮૯૬), ‘ભાળો ઘેલો' (૧૮૯૮), ‘ખોવાયેલી ખટલી' (૧૮૯૮), “મીઠી મીઠી' (૧૮૯૯), “ચાલીસ હજારની ચાનજી' (૧૯૦૧), ‘દારાશાના' (૧૯૦૨), ‘ભીખા ભરભરીયો (૧૯૦૩) જેવી નવલકથાઓ એમની પાસેથી મળેલ છે.
ર.ટી. કાબરાજી પુતળીબાઈ જહાંગીર : નવલકથાકાર, ચરિત્રકાર, અનુવાદક.
પાત્રનિરૂપણ તથા કથાસંકલનાની દૃષ્ટિએ એમની નવલકથાઓ ‘પૈસા કે પ્યાર અથવા લગ્ન કે વખાણ' (૧૯૧૯) અને ‘મીનોચહેર મીશનરી' (૧૯૨૮) નોંધપાત્ર છે. ‘વિજયી વિકટેરિયા ચરિત્રાત્મક પુસ્તક છે, તો ‘શુંગારમારક’ અંગ્રેજી ઉપરથી અનૂદિત કરેલી વાર્તાઓનો સંગ્રહ છે.
નિ.વા. કાબરાજી બમનજી નવરોજજી (૧૮૬૦, ૧૯૨૫): નવલકથાકાર,
નાટકકાર, પાંચમા ધોરણથી જ નાટયલેખનનો પ્રારંભ. ૧૮૮૨ થી ‘કુરસદ' માસિકના તંત્રી. ૧૯૦૨માં ‘નવરાશ” માસિકના પણ તંત્રી. કેખુશરૂ કાબરાજીના ભાઈ.
શૈકસપિયરનાં નાટકો અને અંગ્રેજી નવલકથાકાર રે ડ્ઝની નવલકથાઓનાં રૂપાતરોને તાકતી આ લેખકની કૃતિઓ શિષ્ટ - ગુજરાતીમાં નહિ પરંતુ પારસી બોલીમાં લખાયેલી છે અને પારસી સમાજને ઉપસાવે છે. “સિપાહી બચ્ચાની સજજની' (૧૮૮૫),
એક પથ્થરના પ્રતાપ' (૧૮૯૦), ‘સંસાર” (૧૮૯૩) ઇત્યાદિ લગભગ પચાસ નવલકથાઓ એમણે લખી છે. “ફરામર્શ' (૧૮૮૯), ગામની ગોરી' (૧૮૯૦), ‘બાપનો શ્રાપ' (૧૯૧૯) વગેરે એમનાં નાટકો છે.
રાંટો. કાબા એદલજી ધનજી: એમણે નવલકથા “હસન બિનસબ્બાહ' (બી. આ. ૧૯૦૭), જીવનચરિત્ર “મહમ્મદ હઝરત' (૧૯૧૧)
૬૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org