Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
કવિ ન્હાનાલાલ દલપતરામ
પ્રાર્થના રામાજોના સંપર્ક ઊભેલા હતા.
એમ.એ. થયા પછી રાજકુમારો માટેની બે કૉલેજ-નામધારી શાળાઓના અધ્યાપક : ૧૯૦૨ થી ૧૯૦૪ સાદરાની સ્કોટ કોલેજમાં ને ૧૯૦૪ થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજયના સરન્યાયાધીશ અને નાયબ દિવાનની પણ કામગીરી બજાવી. ૧૯૧૮ માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯ માં ગાંધીજીની પચાસમી જન્મહતયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી' રચનાથી તેમને સુંદર અંજલિ આપનાર કવિએ રોલેટ ઍકટ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલા રાષ્ટ્રપ્રકોપ અને ગાંધીજીપ્રેરિત અસહકારની હવામાં ૧૯૨૦માં લાંબી રજા ઉપર ઊતરી ૧૯૨૧માં એ રાકારી નાકરીનું રાજીનામું મોકલી આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું. ત્યાં એમની સ્વમાની પ્રકૃતિ તથા બાહ્ય સંજોગોએ એમને સક્રિય રાવ/કારણથી દૂર રાખી પોતાના રારસ્વતજીવનકાર્યમાં જ રત રાખ્યા. રાજકોટ ખાતેને ઉલ્લાસકાળને મુકાબલે કવિનું અમદાવાદનું અઢી દાયકાનું જીવન તપસ્યાકાળ બનેલું. અમદાવાદમાં અવસાન.
સહિયર્જક તરીકે કવિનું પ્રધાન અને ઉત્તમ પ્રદાન ઊર્મિકાય છે. એવી એમની કવિતામાં કેટલાંક કાવ્ય'-ભા.૧-૨-૩ (૧૯૦૩, ૧૯૦૮, ૧૯૩૫), ‘હાના ન્હાના રાસ'- ભા. ૧-૨-૩ (૧૯૧૦,૧૯૨૮,૧૯૩૭), 'ગીતમંજરી'-૧-૨ (૧૯૨૮,૧૯૫૬), ‘રાજસૂત્રોની કાવ્યત્રિપુટી' (૧૯૦૩, ૧૯૦૫, ૧૯૧૧), ‘ચિત્રદર્શનો' (૧૯૨૧), 'પ્રેમભકિત ભજનાવલિ' (૧૯૨૪), 'દાંપત્યરત્ર' (૧૯૩૧), ‘બાળકાવ્યો' (૧૯૩૧), 'મહેરામણનાં મોતી' (૧૯૩૯), ‘જોહાગણ' (૧૯૪૦), 'પાનેતર' (૧૯૪૧) તેમ જ ‘પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુઓ' (૧૯૪૩)નો સમાવેશ થાય છે. બાળકાવ્યો, હાલરડાં, લગ્નગીત, રાસ-ગરબા, ભજન, અર્થ-અંજલિકાવ્યા, શૈપકાવ્ય, કરણપ્રશસ્તિ, પ્રાસંગિક કાવ્યા, કથાગીતા - એમ પ્રકારદૃષ્ટિએ સારું વૈવિધ્ય એમાં છે. આરંભકાળમાં આત્મલક્ષી બનતી પણ થોડા જ રામયમાં પરલક્ષિતા તરફ ગતિ કરતી આ કવિની કવિતાના મુખ્ય કવનવિષય પ્રકૃતિસૌંદર્ય, પ્રણય અને પ્રભુ છે. અક્ષરમેળ-માત્રામેળ છંદો, પરંપરાપ્રાપ્ત લયમેળ રચનાના ઢાળે અને ગઝલ-કવ્વાલીના યથેચ્છ વિનિયોગ સાથે પઘમુકત ડોલનશૈલી પણ એનું વાહન બનેલ છે. છંદને નહિ પણ ભાવના અને તેને અનુવર્તતા વાણીના ડોલન એટલે લયને કવિતાને માટે આવશ્યક માનતી કવિની સમજે એ શૈલી પ્રથમ ઇન્દુકુમાર’ નાટક માટે પણ પછી કવિતા માટે પણ પ્રયોજી છે. કેટલાંક ચિત્રકાવ્યો, ‘વસંતોત્સવ” (૧૮૯૮, ૧૯૦૫), “ઓજ અને અગર’ (૧૯૧૩). અને દ્વારિકાપ્રલય' (૧૯૪૪) જેવાં કથાકાવ્યો તેમ જ ‘કુરુક્ષેત્ર (૧૯૨૬-૪૦) જેવું મહાકાવ્ય ડોલનશૈલીમાં લખાયાં છે. જોકે એવી દીર્ધકથાત્મક રચનાઓમાં પણ ગીતે કવિએ મૂકયાં છે. એ મૂકયા વગર આ ઊર્મિકાવ્યના કવિથી રહી શકાય એમ હતું નહિ. કથાત્મક કવિતામાં ‘વસંતોત્સવ’ અને ‘ઓજ અને અગર’ કવિના ‘પ્રેમ-ભકિત” ઉપનામના પ્રેમ-પાસાનું સર્જન છે, તો ‘હરિદર્શન’ અને ‘વશુવિહાર' (૧૯૪૨) એ પ્રસંગવર્ણનની આત્મલક્ષી કાવ્ય
રચનાઓ ભકિત-પાસાની નીપજ છે. દરિકાપ્રલય’ અને બાર કાંડનું 'કુરુક્ષેત્ર’ એ પૌરાણિક વસ્તુ પરની દીદી રચનાઓ મહાકાવ્ય લખવાની મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાયેલી કૃતિઓ છે, જેમાંનાં મહાકાચિત ઉપમાચિત્રો અને કવિનું વર્ણનકૌશલ ધ્યાન ખેચે છે. તેમનું મરણોત્તર પુરાણકપ પ્રકાશન બનેલ ‘હરિસંહિતા (ત્રણ ભાગમાં, ૧૯૫૯-૬૦) એમની સૌથી વિપુલકાય કૃતિ હોવા છતાં નિર્ધારેલાં બાર મંડળમાંથી આઠ જેટલાં જ હાઈ અપૂર્ણ રહી છે. શ્રીકૃષણે પોતાના શતાબ્દી મહોત્સવ પછી અર્જુન-સુભદ્રા અને યાદવ પરિવાર સાથે મેટો સંઘ કાઢી સેળ વર્ષ ચાલેલી ભારયાત્રા સદ્ધર્મ-સંસ્થાપનાર્થ કરી, એવું એનું વરનું કલ્પિત છે. મંડળના અધ્યાયના આરંભે ને અંતે મૂકેલા અન્યવૃન શ્લોકો સિવાય સમસ્ત કૃતિ કવિએ અનુટુપ વૃત્તામાં લખી છે. એમાં ગીતા પણ આવે છે. કવિના સર્જનાત્મક સાહિત્યમાં કવિતા પછી આવે એમનાં ડાલનશૈલીમાં લખાયેલાં ચૌદ ના. પાંખું વ, મંથરગતિ કાર્ય અને ક્રિયાશીલ નહિ તેટલાં ઉગારશીલ પાત્ર આ ભાવપ્રધાન અને કવિતાઈ નાટકોનાં મુખ્ય લક્ષણો છે. એ નાટકમાં વરનુદૃષ્ટિએ 'ઇન્દુકુમાર’ - ૧-૨-૩ (૧૯૦૯, ૧૯૨૭, ૧૯૩૨), 'પ્રેમકું?' (૧૯૨૨), 'ગોપિકા'(૧૯૩૫), 'પુણ્યકંથા'(૧૯૩૭), ‘વગરણ' (૧૯૪૩), ‘અજિત અને અજિતા' (૧૯૫૨) અને 'અમરવેલ' (૧૯૫૪) સામાજિક નાટકે છે; ‘kયા-કયુ' (૧૯૧૪) કલિદ્વાપરની સંધ્યાનું કાલ્પનિક નાટક છે; 'વિશ્વગીતા' (૯૨૩) પૌરાણિક-પ્રાચીન-મધ્યકાલીન ભારતીય અને કાલ્પનિક વરનુવા નાટક છે; અને 'રાજર્ષિ ભરત' (૧૯૨૨), 'જહાંગીર-નૂરજહાન’ (૧૯૨૮), ‘શાહનશાહ અકબરશાહ' (૧૯૩૦), 'સંઘમિત્રા' (૧૯૩૧) અને 'શ્રીહર્ષદેવ' (૧૯૫૨) ઐતિહાસિક નાટકો છે. ‘સંઘમિત્રા' અને 'શ્રીહર્ષદેવ' સંસ્કૃત નાટયશૈલીમાં પ્રવેશ વિનાના સાત સાત અંકોનાં, વચમાં વૃત્તબદ્ધ કલેકાવાળાં નાટકો છે. ‘ગાપિકા'માં પણ પ્રવશા વિના પાંચ સળંગ અંક છે. ન્હાનાલાલ ભાવલાક કે કાવ્યલોક કહેવાય એવી આ નાટકની સૃષ્ટિ સ્નેહ, લગ્ન, સેવા, સંયમ અને સમન્વયની પ્રિય ભાવનાઓના ઉષથી ગાજતી રહે છે. વિશ્વગીતા'માં સ્થળ અને કાળની તો ઠીક પણ કાર્યની પણ એકતા છાંડી એકાંકીઓના સંગ્રહ જેવા બની બેઠેલા નાટકને ‘અદૃશ્ય ભાવ એકાગ્રતાનું નાટક બનાવવાનું અને ‘અમરવેલ'માં સિનેમા, નાટક અને સંગીતને સમન્વય સાધ્યાનું કવિએ પ્રયોગસાહસ દેખાડયું છે. આમ, કવિતાની માફક નાટયલેખનમાં પણ આ કવિ પોતાની ચાલે જ ચાલ્યા છે, જેમ એમણે 'ઉષા'(૧૯૧૮) અને ‘સારથી' (૧૯૩૯) એ ગદ્યકથાઓમાં પણ કર્યું છે. સામાજિક વાસ્તવની પૃષ્ઠભૂ સાથે સ્નેહ, સંવનન અને લગ્નની પ્રણયકથા બનેલી એ બેમાંની આગલી કૃતિને ગુજરાતીની પહેલી લઘુનવલ કહેવાય. એમાંની ગઘસૌરભે એને ગુજરાતની 'કાદંબરી' પણ , કહેવડાવી છે. એનાથી બમણા કદની 'સારથી' છે. ‘આવડે તે બ્રિટન જગત -ઇતિહાસને મહારથી થાય અને ભારતખંડ જગત્ -સારથી થાય' એવા પોતાના રાજકીય દર્શનના સારની કવિએ રાજેલી આ નવલકથા પણ કવિનું એક વિશિષ્ટ સાહસ ગણાશે. જેને પોતે જ
૫૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org