________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થકી બ્રહ્મદીપિકા નામની શાખા નીકળી. અને આર્યસિંહગિરિના શિષ્ય આર્યવાજવામી થકી આર્યવયરી શાખા નીકળી. સ્થવિર આર્યવન સ્વામીના શિષ્ય આર્યવસેન થયા. અને તેના થકી આર્થનાગિલા શાખા નીકળી. આર્થવસેનના શિષ્ય આર્યપદ્ધ થકી આર્યપઘા શાખા નીકળી અને આર્યવાસેના શિષ્ય આર્યરથ થકી આર્યજયન્તી શાખા નીકળી.
ઉપર પ્રમાણે કલ્પસૂત્રમાં સ્થવિરેના ઈતિહાસમાં લખવામાં આવ્યું છે. સ્થવિરાવલીમાં અનેક ગચ્છ શાખાઓ દેખવામાં આવે છે, પરંતુ તેમાંથી કેટિકગચ્છ, વૈરીશાખા, ચાંદ્રકુલ, નિવૃત્તિકુલ,વિદ્યાધરગચ્છ, નાગેન્દ્રગચ્છ, વગેરે ગછોની પરંપરા વિક્રમના સોળમા સૈકા સુધી વહેતી આવતી માલુમ પડે છે. હાલ વિશમા સૈકામાં તો ચાંદ્રકુલ કેટિક વૈરીશાખા કે જે સુધર્માસ્વામીની પરંપરાઓ વહેતી આવે છે તેનું જોર દેખવામાં આવે છે. કેટલાક સુધમગ -
ચ્છને માની તેને પરંપરાએ પોતાને ચાલેલા આવેલા માને છે.
For Private and Personal Use Only